રમઝાન સંદેશ – 12
આ પ્રશ્ન વિજ્ઞાનની સીમાઓથી પર છે કે મૃત્યુ પછી પણ કોઈ જીવન છે, કારણ કે વિજ્ઞાનનો સંબંધ તો માત્ર ઇન્દ્રિય-જગતથી છે. આવી જ રીતે આ વાત પણ સાચી છે કે માણસ તો પાછલી કેટલીક સદીઓથી વિજ્ઞાનની શોધો અને વિશ્લેષણોમાં રુચિ રાખવા લાગ્યો છે, નહી તો મૃત્યુ પછીના જીવનના વિચારથી તે ઘણા પ્રાચીન કાળથી જોડાયેલો છે. ખુદાના મોકલેલા બધા જ પયગમ્બરોએ લોકોને ખુદાની બંદગી કરવા અને મૃત્યુ પછીના જીવનમાં વિશ્વાસ રાખવાની આજ્ઞા કરી. એમણે મૃત્યુ પછીના જીવનમાં વિશ્વાસ રાખવા ઉપર એટલો ભાર આપ્યો કે આના કોઈપણ પાસામાં રતિભાર પણ શંકા જાય, તો એનાથી ખુદાનો ઇન્કાર થયો કહેવાય અને ઈમાનની બીજી બધી બાબતો નિરર્થક થઈ જાય. આ પણ એક વાસ્તવિકતા છે કે બધાં જ પયગમ્બરો મૃત્યુ પછીના જીવનમાં ખુબ જ શ્રદ્ધા રાખતા હતા. એકબીજાના હજારો વર્ષોના લાંબા ગાળા છતાંય વહી દ્વારા મળેલ આ જ્ઞાનને તેઓ એક સત્ય માનતા હતા. આપણે એ પણ જાણીએ છીએ કે આ મુદ્દા ઉપર આ પયગમ્બરોની કોમના લોકોએ એમનો વિરોધ કર્યો એટલા માટે કે તેઓ આને અશક્ય માનતા હતા. આ પ્રબળ વિરોધ છતાંય એ પયગમ્બરોને એવા લોકો મળતાં રહ્યાં જેઓ એમની દરેક વાતને સાચી માનતા હતા. પ્રશ્ન એ ઉદ્ભવે છે કે એ માનવાવાળા લોકોએ પોતાની જ કોમના લોકો દ્વારા કરવામાં આવેલા ત્રાસ અને અત્યાચાર છતાંય પોતાના બાપ-દાદાના રીતિ રિવાજ, પરંપરાઓ અને વિશ્વાસોને કેમ ન માન્યાં ?
સરળ ઉત્તર છે કે એમણે સત્યને પોતાના દિલો દિમાગમાં વસાવી લીધું હતું.
પ્રશ્ન એ છે કે એમણે આ સત્યના અનુભવ દ્વારા અનુભૂતિ કરી હતી ?
ના, આવું નહોતું, એટલા માટે કે મૃત્યુ પછીના જીવનનો અનુભૂતિપૂર્વક બોધ અસંભવ છે. સાચું તો આ છે કે ખુદાએ માણસને અનુભૂતિપૂર્વક બોધ ઉપરાંત બુદ્ધિપૂર્વક, સંવેદનશીલ અને નૈતિક બોધ પણ આપી રાખ્યો છે. આ જ બોધ છે જે માણસને સત્ય સુધી પહોંચાડે છે. આ જ કારણ છે કે બધા જ પયગમ્બરોએ જ્યારે પણ ખુદા પર અને મૃત્યુ પછીના જીવન પર લોકોને ઈમાન લાવવાનું કહ્યું તો એમણે એમની બુદ્ધિ, સંવેદના અને નૈતિક બોધથી જ અપીલ કરી. ઉદાહરણ તરીકે જ્યારે મક્કાના મુશરિકોએ મૃત્યુ પછીના જીવનની સંભાવનાનો ઇન્કાર કર્યો તો કુઆર્ને એમના આ વિચારની નિર્બળતાને સતર્ક અને બુદ્ધિપૂર્વક દલીલોથી સ્પષ્ટ કર્યું અને કહ્યું :
“કોણ આ હાડકાઓને જીવિત કરશે તે જર્જરીત થઈ ગયા હશે ?” આને કહો, “એમને તે જ જીવતા કરશે જેણે પહેલાં અમને જીવતા કર્યા હતા.” અને તે સર્જનનું પ્રત્યેક કામ જાણે છે તે જ જેણે તારા માટે લીલાછમ વૃક્ષોમાંથી આગ પેદા કરી અને તમે જેનાથી તમારા ચૂલા જલાવો છો. શુ જેણે આકાશો અને ધરતીને પેદા કર્યા એ કરવા માટે તાકાત ધરાવતો નથી કે આમના જેવાઓને પેદા કરી શકે ? કેમ નહીં, જ્યારે તે નિપુણ સર્જક છે.”(સૂરઃ યાસીન : ૭૮-૮૧)
રજૂઆતઃ ઈસ્લામ દર્શન કેન્દ્ર, જૂનાગઢ (કોન્ટેક્ટ નંબર- ૯૭ર૭ર૧૦૭૬૮)