ઇન્ડિયા ઇસ્લામિક કલ્ચરલ સેન્ટર, નવી દિલ્હીમાં રવિવારે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની લીગલ ટીમ દ્વારા એક લીગલ વેબસાઈટ જર્નલ ઓફ લો એન્ડ રિલિજિયસ અફેયર્સ લોન્ચ કરવામાં આવી. જેમનું ઉદ્ઘાટન બોર્ડના અધ્યક્ષ મૌલાના ખાલિદ સૈફુલ્લાહ રહમાનીએ કર્યું.
સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ એડવોકેટ એમ.આર. શમશાદે વેબસાઈટની એડિટોરિયલ ટીમનો પરિચય કરાવતાં તેના ઉદ્દેશ્ય પર વિસ્તારથી પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે ઘણા બધા કોર્ટના નિર્ણયો જેને સામાન્ય લોકોને સમજવામાં મુશ્કેલી પડે છે, તેને અમારી ટીમ સરળ ભાષામાં પ્રકાશિત કરશે. જેથી સામાન્ય લોકો આને સમજી શકે. આમાં પ્રકાશિત કન્ટેન્ટમાં કાયદાકીય ભાષાઓની સાથે સાથે ધાર્મિક દ્રષ્ટિકોણો પણ સામેલ હશે.
આ કાર્યક્રમમાં ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના અધ્યક્ષ મૌલાના ખાલિદ સૈફુલ્લાહ રહમાનીએ બોર્ડ ઓફ એડીટર્સને કેટલાક સૂચનો પણ આપ્યા અને ખાસ કરીને મુસ્લિમ મહિલાઓ સાથે જોડાયેલા કાયદાકીય મુદ્દાઓ પર બહસને યોગ્ય કાનૂની દિશા આપવા માટે સંબંધિત લેખો પ્રકાશિત કરવા ઉપર પણ ભાર આપ્યો.
આ લીગલ વેબસાઈટ જર્નલ ઓફ લો એન્ડ રિલિજિયસ અફેયર્સના બોર્ડ ઓફ એડીટર્સના સભ્ય એડવોકેટ એમ.આર. શમશાદ અને બોર્ડમાં તેમની ટીમના અન્ય સભ્યો ડો. મોહંમદ ઉંમર, ડો. નિઝામુદ્દીન અહેમદ સિદ્દીકી, ડો. સાદિયા સુલેમાન, મોમીન મુસદ્દિક અને નબિલા જમીલ સામેલ છે.
આ પ્રસંગે મુસ્લિમ પર્સનલ લો બોર્ડના પ્રવક્તા ડો. કાસીમ રસુલ ઈલિયાસે કહ્યું કે આ વેબસાઈટમાં કોર્ટના નિર્ણયો તથા શરીયતથી સંબંધિત કાનૂન પર મીડિયામાં જે બયાનબાજીઓ થાય છે તેમાં પર્સનલ લો બોર્ડના એકેડેમિક રીપ્લાય હશે. આની માટે એક લો જર્નલ બે વર્ષથી પબ્લિસ થઈ રહ્યું હતું. પરંતુ સામાન્ય માનવી સુધી આની પહોંચને ધ્યાનમાં રાખતાં પદ્ધતિસર એક વેબસાઈટ લોન્ચ કરવામાં આવી છે.
તેમણે કહ્યું કે હમણાં આ વેબસાઈટ અંગ્રેજી અને હિન્દીમાં છે, પરંતુ આને ક્ષેત્રીય ભાષાઓમાં પણ પબ્લિક કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
ડોક્ટર કાસિમ રસુલ ઈલિયાસે કહ્યું કે, આ વેબસાઈટનાં માધ્યમથી આપણે ફક્ત અદાલતનાં નિર્ણયો પર જ ફોકસ નહી કરીશું કે આ શરીયત અનુસાર છે કે નહીં. આની સાથે સાથે આપણો આ પણ પ્રયાસ છે કે દુનિયાભરમાં અદાલતના ઘણાં નિર્ણયો હોય છે, જેનું એકેડેમિક મહત્વ હોય છે, તેને પણ પ્રકાશિત કરવાના પ્રયાસો કરીશું.
ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના અધ્યક્ષ મૌલાના ખાલિદ સૈફુલ્લાહ રહમાનીએ કહ્યું કે, “હઝરત મોહંમદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમે તેમનાં અંતિમ પ્રવચનમાં ઘણી મહત્વપૂર્ણ વાતો કહી હતી, જેમાંથી એક વાત ખાસ કરીને મહિલાનાં અધિકારો સાથે લઈને હતી. આપે કહ્યું હતું, “સ્ત્રીઓના મામલાઓમાં અલ્લાહથી ડરો…” આ જ રીતે આ વેબસાઈટ જે પ્રકારે અદાલતોનાં નિર્ણયો ઉપર ઈસ્લામી દ્રષ્ટિકોણ મુજબ એકેડેમીક પ્રતિક્રિયા આપશે તે જ રીતે મહિલાઓના અધિકારોને પણ પ્રાથમિકતાનાં આધાર પર દુનિયા સમક્ષ રાખશે.”
તેમણે કહ્યું કે, “આ વેબસાઈટથી આ પણ પ્રયાસ કરવાનો છે કે કાયદામાં જે મહિલાઓને અધિકારો આપવામાં આવ્યો છે, તે અધિકારો તેને કઈ રીતે મળે અને સાથે જ શરીયતમાં તેમને જે અધિકારો આપ્યાં છે જેને ઘણાં લોકો જાણતાં જ નથી તથા ગેરસમજનો શિકાર છે, તેમની ગેરસમજોને દૂર કરવું છે અને જે લોકો આ અધિકારોથી પરિચિત નથી તેમને પરિચિત કરાવવું છે. આપણું આ કર્તવ્ય છે કે સત્યની સાથે આ વાતને લોકો સુધી પહોંચાડીએ.”
વધુમાં કહ્યું કે, “જો તમે મીડિયાની વાત પર અધ્યયન કરશો તો એવું લાગશે કે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ પુરુષની તરફદારી કરતું સંગઠન છે, પરંતુ જો તમે તેનાં ઇતિહાસને જોશો તો ખ્યાલ આવશે કે મુસ્લિમ પર્સનલ લો બોર્ડે મહિલાનાં અધિકારો માટે ઘણાં મહત્વપૂર્ણ પગલાંઓ ઉઠાવ્યા છે, જેને મીડિયામાં પ્રાથમિકતા મળતી નથી. 1937માં શરીયત એપ્લિકેશન એક્ટ શા માટે પાસ થયો? જ્યારે એક દીકરીને તેના પિતાની સંપત્તિમાંથી ભાગ આપવામાં ન આવ્યો ત્યારે એ સમયની મુંબઈ કોર્ટમાં આ કેસ દાખલ થયો. કસ્ટમને શરિયત પર પ્રાથમિકતા આપતાં આ કહ્યું હતું કે જો ઇસ્લામમાં દીકરી સંપત્તિની હકદાર હોય છે પરંતુ પરિવારનો રિવાજ આમ નથી કહેતો, તેથી દીકરીનો દાવો સાંભળવા યોગ્ય નથી. આ બેકગ્રાઉન્ડમાં મુસ્લિમ વિદ્વાનો અને સંગઠનોએ તેનું ખંડન કરતા જે પ્રયાસો કર્યા ત્યારબાદ એપ્લિકેશન એક્ટ પાસ થયો. આ જ રીતે 1939માં ફસ્ક નિકાહ પર કાનૂન પાસ થયો. આ કાનૂને પણ મહિલાઓને તેના અધિકારને વિસ્તાર આપ્યો.”
મૌલાનાએ ઘણાં ઉદાહરણો આપતા કહ્યું કે, “ઈસ્લામે મુસ્લિમ મહિલાઓને સશક્ત બનાવવાં ઘણાં અધિકારો આપ્યાં છે જે દુનિયામાં કોઈ અન્ય વિચારધારામાં સ્ત્રીઓને મળ્યા નથી. પરંતુ જાગૃતતાની ખામી અને શરિયતને સામાન્ય મુસ્લિમોની સમજથી દૂરીના લીધે મુસ્લિમ સમાજમાં ઘણી બધી ગેરસમજો જોવાં મળે છે, તેને દૂર કરવાની જરૂર છે અને આ લીગલ વેબસાઈટ તેની તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.”
બોર્ડ ઓફ એડીટર્સની સભ્ય નબીલા જમીલે ઇન્ડિયા ટુમોરો સાથે વાત કરતા કહ્યું કે, “આની પાછળ અમારો ઉદ્દેશ આ છે કે કોર્ટની ભાષા જે સામાન્ય ભાષાથી થોડી અલગ છે તેને લોકો માટે સમજવા લાયક બનાવવા માટે મુસ્લિમ પર્સનલ લો બોર્ડે આ વિચાર્યું કે એક એવું પ્લેટફોર્મ હોવું જોઈએ, જ્યાં કાનૂની ચર્ચાઓનું સારાંશ અંગ્રેજીમાં પણ મળી જાય અને ઉર્દુમાં પણ મળી રહે. 2021થી આનાં પર કામ થઈ રહ્યું છે અને આની પહેલા આ લો જર્નલના બે અંકો પ્રકાશિત થઈ ચૂક્યા છે. હવે ત્રીજો અંક છે જે ઓનલાઇન પ્રકાશિત થશે. અમે આગળ આને ક્ષેત્રિય ભાષાઓમાં પણ પ્રકાશિત કરીશું.”
વધુમાં કહ્યું કે, “વર્તમાનમાં ઘણી લીગલ વેબસાઈટો છે જે કોર્ટના નિર્ણયને વિસ્તારથી અલગ અલગ ભાષાઓમાં પ્રકાશિત કરે છે, પરંતુ અમારો પ્રયાસ એનાથી તદ્દન અલગ પ્રકારનો છે કે તેને કોમ્યુનિટીના દ્રષ્ટિકોણથી અમે પ્રકાશિત કરીએ. આ ફક્ત મુસલમાનોની સમસ્યા નથી. દલિત કહે છે કે તેમના દ્રષ્ટિકોણ મુજબ કન્ટેન્ટ મળતો નથી. પછાત સમુદાયની પણ આ ફરિયાદ છે. મહિલાઓ કહે છે કે તેમના દ્રષ્ટિકોણ મુજબ કન્ટેન્ટ આવતો નથી. આથી આ દ્રષ્ટિકોણને લાવવા માટે એક એવો કન્ટેન્ટ હોય જ્યાં ફિક્હી દ્રષ્ટિકોણ પણ હોય અને કાનુની દ્રષ્ટિકોણ પણ હોય. આનાથી વિભિન્ન લોકોને ઘણાં પાસાઓથી ફાયદો થશે. ભલે તે વકીલ હોય કાયદાનાં વિદ્યાર્થીઓ હોય અને ઇસ્લામી વિદ્વાન હોય. તમામ લોકો માટે સરળ ભાષામાં કન્ટેન્ટ આ વેબસાઈટ પર ઉપલબ્ધ હશે. “
બોર્ડ ઓફ એડીટર્સના સભ્ય અને પ્રોફેસર ડોક્ટર ઉંમરે પણ આ વેબસાઈટનાં મહત્વ પર વિસ્તારથી વાત કરી અને ઘણાં મહત્વપૂર્ણ લેખોના સંપાદનમાં બોર્ડના સભ્યોની મહેનતનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે જો કોઈ આ વેબસાઈટ પર એકેડેમીક દ્રષ્ટિકોણથી લીગલ બિંદુઓ પર લેખ પ્રકાશિત કરી સહયોગ આપવા ઈચ્છે તો તેમનું પણ સ્વાગત છે.
કાર્યક્રમના અંતમાં પર્સનલ બોર્ડના સહપ્રવકતા કમાલ ફારૂકીએ તમામનો આભાર વ્યક્ત કર્યો.
સાભારઃ indiatomorrow.net