Friday, March 29, 2024
Homeઓપન સ્પેસઆધુનિક દુનિયામાં વ્યક્તિગત સ્વતંત્રતા: સૂત્રો વિરુદ્ધ વાસ્તવિકતા

આધુનિક દુનિયામાં વ્યક્તિગત સ્વતંત્રતા: સૂત્રો વિરુદ્ધ વાસ્તવિકતા

વર્તમાન યુગની સૌથી મોટી વિડંબણા આ છે કે વ્યક્તિગત સ્વતંત્રતાના ગગનચુંબી સૂત્રોની વચ્ચે સૌથી વધુ વ્યક્તિગત સ્વતંત્રતા પર જ પ્રહારો થઈ રહ્યાં છે. આધુનિક લોકતંત્ર અને ઉદારવાદનો દુનિયાભરમાં ઢોલ નગારાની સાથે આ પ્રચાર કરવામાં આવ્યો હતો કે આમાં વ્યક્તિનું વ્યક્તિત્વ અને તેની સ્વતંત્રતા અતૂટ રાખવામાં આવશે. પરંતુ થયું તેનાથી ઉલટું, સૌથી વધુ વ્યક્તિગત સ્વતંત્રતા જ પાયમાલ થઈ રહી છે. દુનિયાભરમાં લોકતંત્રના નામ પર મેળવેલી મોટી મોટી રાજ્યસત્તા, વ્યક્તિની સ્વતંત્રતા પર હુમલો કરનાર છે. લોકતંત્રની સ્થાપનાના નામ પર પશ્ચિમી દેશોએ ગરીબ અને નબળા દેશોને જે વિનાશ લીલા દેખાડી છે, તે આધુનિક દુનિયાની ભયજનક કડવી વાસ્તવિકતા છે. અફઘાનિસ્તાન, ઈરાક જેવા ઘણાં દેશોનાં મોટા ભાગોને કબ્રસ્તાનમાં પરિવર્તિત કરીને નવસામ્રાજ્યવાદી શક્તિઓ અટ્ટહાસ્ય કરતી રહી. આ જ પશ્ચિમી દેશોમાં અશ્વેતો વિરુદ્ધ કેવો જાતિ ભેદભાવ થતો રહ્યો, તે હાલમાં ગત મહિને અમેરિકાના ઓકલાહોમા શહેરમાં અશ્વેતોની વિરુદ્ધ થનારા સૌથી મોટા નરસંહારની ૧૦૦મી વર્ષગાંઠ મનાવવામાં આવી તે પરથી જાણી શકાય છે. ‘black lives matter’ કેપ્શન હેઠળ પશ્ચિમી દુનિયામાં સતત આંદોલન ચાલતું રહ્યું છે. ગત વર્ષે એક નિહત્થા અશ્વેત યુવક જાેર્જ ફ્લાયડનો અમેરિકન શ્વેત પોલીસ ઓફિસર દ્વારા પીડાદાયક હત્યાનો વિડિયો દુનિયાભરમાં વાયરલ થયો હતો. દુનિયાની મોટી મોટી લોકતાંત્રિક સરકારો વૈચારિક વિરોધ અને અસહમતીની અવાજનો જે તીવ્રતાથી દમન કરે છે, એવું સંગઠિત અને ખતરનાક દમન કદાચ ઇતિહાસમાં ક્યારેય થયું હોય. વિડંબણા જુઓ, આ બધું ‘સ્વતંત્રતા’ના સૂત્રો, ઘોષણાઓ અને શિખર સંમેલનોની સાથે સાથે ચાલી રહ્યાં છે.


ગત વર્ષ G7ના શિખર સંમેલનના અવસર પર, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વિશેષ અતિથિ તરીકે શામેલ હતાં, દ્વારા સંયુક્ત નિવેદન જારી કરવામાં આવ્યું હતું, “અમે એક મહત્વપૂર્ણ વળાંક પર છીએ, જ્યાં વધતાં સરમુખત્યારશાહી, ચૂંટણીમાં હસ્તક્ષેપ, ભ્રષ્ટાચાર, સૂચનાની હેરફેરના ચાલતા સ્વતંત્રતા અને લોકતંત્ર માટે ખતરાઓનો સામનો કરવો પડી રહ્યો છે…” મહાકવિ અલ્લામા ઇકબાલ એ કહ્યું હતું,


યે ઇલ્મ, યે હિકમત, યે તદબ્બુર, યે હુકુમત
પીતે હૈં લહુ, દેતે હૈ તાલીમ-એ-મસાવાત


૨૦૦૩માં ઈરાકના યુદ્ધ દરમ્યાન યુએસ આર્મી અને સીઆઈએના ઓફીસર્સ દ્વારા ઈરાકની અબુ ગરીબની જેલમાં કેદીઓને જે રીતે ફીઝીકલી, સેક્સ્યુઅલી અને મેન્ટલી રીતે પ્રતાડિત કર્યા હતા, જેનો ખુલાસો એમનેસ્ટી ઇન્ટરનેશનલ અને એસોસીએટેડ પ્રેસની રિપોર્ટમાં બાદમાં થયો હતો, એવું કદાચ દુનિયાએ ક્યાંય સાંભળ્યું હોય કે જાેયું હોય. ગ્વાંતાનામો-બે જેલની યાતનાને કોણ ઓળખતું નથી. ગ્વાંતાનામો-બે અમેરિકી સરહદની બહાર એક દરિયાઈ તટ છે, જેની પર અમેરિકાનો કબ્જાે છે. આ જેલને ૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧માં અમેરિકામાં થયેલા આતંકવાદી હુમલા બાદ બનાવવામાં આવી હતી.


જ્યોર્જ બુશ જુનિયરની સરકાર દરમ્યાન પકડાયેલા કથિત આતંકવાદીઓને અહીં એટલા માટે રાખવામાં આવ્યાં હતાં કે જેથી અમેરિકી કાયદા હેઠળ, જે નાગરિક અધિકારોની વ્યવસ્થા છે, તેના લાભથી તે વંચિત રહે. જાે બાઇડન સરકારની સ્પષ્ટ ઘોષણા છતાં વધુ પડતાં નિરીક્ષકોને આ વાત પર વિશ્વાસ નથી કે આ વખતે ખરેખર ગ્વાંતાનામો-બે જેલને બંધ કરી દેવામાં આવશે. સ્વતંત્ર ભારતમાં સત્તા અને વ્યવસ્થાતંત્રનું વ્યક્તિગત સ્વતંત્રતાના મામલામાં જે જાતિવાદી, ગરીબ વિરોધી અને સાંપ્રદાયિક વલણ રહ્યું છે, તેનું ર્નિલજ્જ પ્રદર્શન તમામ સરકારોમાં નજર આવે છે.


અમેરિકી વ્યવસ્થાતંત્ર પ્રત્યે વફાદારી પ્રદર્શિત કરવા માટે ભારતીય સરકાર દ્વારા ૯/૧૧ બાદથી કથિત ‘આતંકવાદ વિરુદ્ધ જંગ’ ના નામ પર પોતાના જ દેશનાં હજારો ગરીબ અલ્પસંખ્યક નાગરિકોને જે રીતે સંગીન કલમો હેઠળ વર્ષો સુધી જેલમાં રાખીને તેમની જિંદગીઓને બરબાદ કરી નાખવામાં આવી, જેને ૨૦ ૨૦ વર્ષો પછી આપણી ન્યાય વ્યવસ્થા ‘બા ઈજ્જત બરી’ કરી રહી છે, હવે ઓપન સિક્રેટ છે, પરંતુ રમત ચાલુ છે. હાથરસ કેસ થકી પ્રકાશમાં આવેલા કેરળના પત્રકાર સિદ્દીક કપ્પનને કોરોના પોઝિટિવ હોવાં છતાં હોસ્પિટલના બેડમાં સાંકળથી બાંધીને રાખવામાં આવ્યો. હાલ થોડાં દિવસો પહેલા અલ કાયદાના સંદિગ્ધ આતંકવાદી જણાવીને જે ગરીબ લાચાર લોકોની લખનઉથી ધરપકડ કરવામાં આવી હતી, જેની પર ગંભીર સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે, આ સંબંધમાં સ્વયં યુપીના એડીજી લો એન્ડ ઓર્ડર આમ કહી રહ્યાં છે કે હજુ અવલોકન બાકી છે, પરંતુ વ્યક્તિગત સ્વતંત્રતાથી બેદરકાર લગામ વગરનું વ્યવસ્થાતંત્ર અને સત્તાએ દેશવિરોધી ષડયંત્ર હેઠળ સંગીન કલમો લગાવી દીધી છે. વ્યક્તિગત સ્વતંત્રતાનું ખૂબ જ મહત્વનું પાસું ‘અભિવ્યક્તિની સ્વતંત્રતા’ છે, જેની પરિસ્થિતિ આ છે કે ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયાને અંકુશ કરવામાં આવી રહ્યા છે. ઘણાં સ્વતંત્ર ઓડિટર્સ દ્વારા એકઠા કરવામાં આવેલા આંકડા પ્રમાણે ફક્ત ૨૦૧૯ અને ૨૦૨૦માં જ ૧૩,૦૦૦ કલાકથી વધુ સમય માટે ઈન્ટરનેટ બંધ રાખવામાં આવ્યું હતું અને આ દરમ્યાન ૧૬૪ વખત ઈન્ટરનેટ બંધ કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૧૯માં ભારત સરકારે ૪૧૯૬ કલાક માટે ઈન્ટરનેટ પર પાબંદી લગાવી હતી, જેને ચાલતા ૧.૩ અરબ ડોલરનો પ્રભાવ પડ્યો હતો. વર્ષ ૨૦૨૦માં આ આંકડો બમણો થઈ ગયો અને આ દરમ્યાન સરકારે ૮૯૨૭ કલાક માટે ઈન્ટરનેટ પર પાબંદી લગાવવામાં આવી. આ આંકડા વૈશ્વિક વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક (VPN) રિવ્યૂ વેબ સાઈટ “Top10VPN.com” દ્વારા એકઠા કરેલાં છે.


પ્રશ્ન આ છે કે આધુનિક દુનિયાની આ વિડંબણા અને લોકતંત્ર તેમજ સ્વતંત્રતાના ધ્વજવાહકોના દંભીપણાનો ઈલાજ શું? વ્યક્તિગત સ્વતંત્રતા ત્યાં સુધી સુનિશ્ચિત થઈ શકતી નથી જ્યાં સુધી માનવોની વચ્ચે જન્મનાં આધાર પર સમાનતા ન હોય. જ્યાં સુધી જન્મ અને રંગ તથા જાતિના આધાર પર ભેદભાવ બાકી રહેશે, વ્યક્તિગત સ્વતંત્રતા ફક્ત સૂત્ર જ રહેશે. ‘મોટા’ અને ‘નાના’ માટે અલગ અલગ દંડ કોડ અને ન્યાયના સ્તર હશે. વ્યક્તિગત સ્વતંત્રતા સિલેક્ટેડ હશે. માનવ ઇતિહાસમાં હઝરત મહંમદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના આ સુવર્ણ શબ્દો આજે પણ દુનિયા માટે માર્ગદર્શક છે, જે આપે કુરેશ કબીલાની એક સ્ત્રીની ચોરીમાં સંલિપ્ત હોવા પર હઝરત ઓસામા રદિ. (એક સહાબી)ની ભલામણમાં આ જવાબ આપ્યો હતો, “તમારા પહેલા જે કોમ અને સમૂહ ગુજર્યા, તે આ માટે વિનાશ પામ્યાં કે તે નીચા તબક્કાના લોકોને કાયદા પ્રમાણે સજા આપતાં હતાં અને ઊંચા તબક્કાનાં લોકોને મુક્ત કરી દેતાં, સોગંદ એ હસ્તીના જેના કબજામાં મારા પ્રાણ છે મુહમ્મદની દીકરી પણ આવું કરતી તો તેને પણ દરગુજર કરવામાં ન આવતી.” આ જ કારણ છે કે વ્યક્તિની વ્યક્તિગત સ્વતંત્રતા માટે માનવો વચ્ચે તમામ દીવાલો તોડી પાડી. ‘ગુલામી’ની સદીઓ જૂની મજબૂત સામાજિક વ્યવસ્થા ધ્વસ્ત કરી નાંખી, સ્વામી અને દાસ બંને એક સમાન ઉભા રહી ગયાં, ફક્ત મસ્જિદોમાં નમાઝ માટે નહિ બલ્કે જિંદગીના દરેક મેદાનમાં. ગુલામને આઝાદ કરીને તેને માનવ ગરિમા આપી અને આપણા બરાબર દરજ્જાે આપી નેકી અને પ્રતિષ્ઠાની વાત માનવામાં આવી. આનું પરિણામ આ હતું કે સેંકડો ગુલામો ઇસ્લામી રાજનૈતિક વ્યવસ્થામાં મોટા હોદ્દા પર સ્થાપિત થયા. ઇસ્લામ વ્યક્તિની સ્વતંત્રતાના સંબંધમાં એટલું સંવેદનશીલ છે કે તે વ્યક્તિની પ્રતાડના અને અપમાન સહન નથી કરતો. પ્રસિદ્ધ લેખક મુહમ્મદ સલાહુદ્દીન લખે છે કે, “ઇસ્લામનો વિચાર આ સંબંધમાં આ છે કે સજાથી યથાસંભવ પરહેજ કરવામાં આવે. કારણ અને પ્રમાણ સજા માટે નહિ મુક્તિ માટે શોધવામાં આવે.” (બુનિયાદી હુકુક, એમએમઆઈ પબ્લિશર્સ, દિલ્હી). ઇસ્લામ વ્યક્તિના વ્યક્તિગત આદર અને ગરિમાના મામલામાં મુસ્લિમ અને નોન મુસ્લિમનું જરા પણ અંતર કરતું નથી. પ્રસિદ્ધ ઇસ્લામી વિચારક ડૉ. અબ્દુલ કરીમ જૈદાન કહે છે, “આ સંબંધમાં ઇસ્લામિક જ્યુરિસ્ટે આ સિદ્ધાંત રજૂ કર્યો છે કે જે અધિકારો મુસ્લિમોના છે, તે જ અધિકારો નોન મુસ્લિમોના છે, મુસ્લિમ લોકોની જવાબદારીઓ અને તેમની જવાબદારીઓ બંને એક જેવી જ છે.” (Individual and state)..


અંતમાં…


પ્રત્યેક વ્યક્તિ પરમાત્માની અનુપમ કૃતિ છે, સ્વતંત્રતા વ્યક્તિનો નૈસર્ગિક અધિકાર છે અને આ પ્રકારના નૈસર્ગિક અધિકારને કોઈપણ સત્તા દ્વારા છીનવી શકાતું નથી. વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારને મૂળ અધિકારોમાં સર્વોચ્ચ માનવમાં આવે છે. કારણકે સ્વતંત્રતા જ જીવન છે અને સ્વતંત્રતા વગરનાં જીવનની તો કલ્પના જ થઈ શકતી નથી. તમે શું છો, એ જાણવા માટે તમારી આત્મા પર કોઈ પણ પ્રકારનું બંધન હોવું જાેઈએ નહિ. વાસ્તવમાં, આધ્યાત્મિક સુખની પ્રાપ્તિ માટે પણ સ્વતંત્ર વિચારોની મોટી આવશ્યકતા રહે છે. આથી કોઈએ સાચું કહ્યું છે કે વ્યક્તિગત સ્વતંત્રતા મોક્ષની પ્રાપ્તિનો પહેલો પડાવ છે.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments