Sunday, July 21, 2024
Homeસમાચારપ્રસ્તાવિત એલડીએઆર જનવિરોધી, લક્ષદ્વીપ માટે વિનાશકારક અને બંધારણના મૂળ સિદ્ધાંતોના વિરુદ્ધ છે...

પ્રસ્તાવિત એલડીએઆર જનવિરોધી, લક્ષદ્વીપ માટે વિનાશકારક અને બંધારણના મૂળ સિદ્ધાંતોના વિરુદ્ધ છે : એસઆઈઓ

લક્ષદ્વીપ વિકાસ ઓથોરિટી નિયમન (એલડીએઆર) 2021નો ડ્રાફ્ટ કોવિડ-19 મહામારીના આ કપરાં સમયમાં રજૂ કરવામાં આવ્યો છે. જે દેશના સૌથી નબળા દ્વિપસમુહ લક્ષદ્વીપના સ્થાનિક લોકોના અધિકારોનું હનન કરવાના ઇરાદાનો સ્પષ્ટ સંકેત આપે છે.

આ નિયમન કેન્દ્રશાસિત લક્ષદ્વીપના વહીવટકર્તા અને કેન્દ્ર સરકાર બંનેની શક્તિઓમાં વધારો કરી રહી છે. ડ્રાફ્ટમાં પોતાની સંપત્તિ રાખવા અને બનાવી રાખવાના અધિકાર પર પ્રત્યક્ષપણે હસ્તક્ષેપ કરવા માટે સરકાર અને તેના બધાં એકમોને મનમાની કરવાની છૂટ આપી દેવામાં આવી છે. વહીવટકર્તાને અનિયંત્રિત શક્તિઓ આપીને લક્ષદ્વીપમાં ઉપલબ્ધ સામાન્ય જનની ભૂમિ પર સરકારનું પ્રભૂત્વ અને સરકારી ઉપયોગની ધમકીઓ આપવામાં આવી છે.

ડ્રાફ્ટની કલમ 29 સરકારને “વિકાસ સંબંધી” ગતિવિધિઓ માટે કોઈ પણ ભૂમિને પસંદ કરવાનો અધિકાર આપે છે. આ નિયમન હેઠળ હસ્તગત ભૂમિના માલિકની પરવાનગી વગર જ સરકાર જમીનનો જે પ્રકારે યોગ્ય સમજે તેવો ઉપયોગ કરી શકે છે. આ ડ્રાફ્ટમાં “સાર્વજનિક ઉપયોગ” શબ્દનો જાણીજોઈને અસ્પષ્ટ અર્થ બનાવીને રજૂ કર્યો છે, જેનાથી આનો વહીવટકર્તા અને અન્ય અધિકારીઓ દ્વારા સરળતાથી દુરુપયોગ થઈ શકે છે. જો આ લાગું કરવામાં આવશે તો પ્રસ્તાવિત નિયમન જૈવ વિવિધતામાં ખૂબ જ સમૃદ્ધ લક્ષદ્વીપ માટે વિનાશકારક સાબિત થશે. આ ભારતનાં પર્યાવરણ અને પ્રાકૃતિક જૈવ વિવિધતાની રક્ષા કાજે બંધારણીય જનાદેશનો સ્પષ્ટ વિરોધાભાસ છે.

લક્ષદ્વીપના કુખ્યાત વહીવટકર્તા પ્રફુલ્લ પટેલની મનમાનીનો રેકોર્ડ જૂનો છે. હોદ્દો ધારણ કર્યા બાદ સૌથી પહેલા તેણે ગુંડા એક્ટને લક્ષદ્વીપ જેવી જગ્યાએ લાગુ કર્યો, જ્યાં જેલો મોટા ભાગે ખાલી છે. બીજું, પંચાયત અધિસુચનાના ડ્રાફ્ટમાં જોગવાઈ છે કે બે કે તેથી વધુ બાળકો ધરાવનારી વ્યક્તિ પંચાયતની ચુંટણીમાં ભાગ લેવા માટે પાત્ર નથી. પશુ સંરક્ષણ અધિનિયમ બહુસંખ્યક મુસ્લિમ આબાદીવાળા સ્થાન પર ગૌમાંસ પર પ્રતિબંધ લગાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ પ્રકારનાં બીજાં ઘણાં પાયા વિહોણા કૃત્ય અને નિયમ સ્થાનિક લોકો પર થોપવામાં આવ્યા છે.

અમે આ વાતથી અત્યંત ચિંતિત છીએ કે વનસ્પતિઓ અને જીવોથી ભરેલા સમૃદ્ધ અને એક અનોખી સંસ્કૃતિ અને વિરાસતવાળા આ દ્વીપનો એક ખોખલા “વિકાસ” એજન્ડાના નામ પર ગુલામ બનાવવામાં આવી રહ્યાં છે. આપણાં બંધારણે ત્યાંનાં સ્થાનિક લોકોને તેમની જમીનનાં અધિકારોની સુરક્ષાની જોગવાઇ કરી છે. આ અધિનિયમ સ્પષ્ટ રૂપે પ્રકૃતિ અને પ્રાકૃતિક જૈવ વિવિધતાનાં સુમેળતામાં સમાવેશિતા અને વિકાસની બંધારણીય ભાવનાની સાથે વિશ્વાસઘાત છે.

આ સંબંધમાં સ્ટુડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઈઝેશન ઓફ ઇન્ડિયા (એસઆઈઓ) ભરપૂર રીતે આ માંગ કરે છે કે આ પ્રસ્તાવિત નિર્દય એલડીએઆર 2021ને તરત જ રદ કરવામાં આવે. જેવું કે વહીવટકર્તા પ્રફુલ્લ પટેલ સ્પષ્ટ રૂપે દ્વિપની બાબતોને સંભાળવામાં અસક્ષમ રહ્યો, તેને તરત જ પરત બોલાવી લેવો જોઈએ.

અમે આવા કઠોર કાયદાઓ અને અસક્ષમ વહીવટીતંત્ર વિરુદ્ધ લક્ષદ્વીપના લોકોનાં સંઘર્ષમાં તેમની સાથે ઉભા છીએ. અમે દેશના નાગરિકોને અપીલ કરીએ છીએ કે તે આપણાં લોકોનાં અધિકારો પ્રત્યે સંવેદનશીલ રહે અને આપણાં પર્યાવરણનું પણ ધ્યાન રાખીએ. અમે નિશ્ચિંત રૂપે કોઈ પણ પ્રકારના સમાધાન અને વિકાસ અને પ્રવાસનાં ખોખલા સૂત્રોને સ્વીકાર કરીશું નહિ.

અખબાર યાદી
સ્ટુડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઈઝેશન ઓફ ઇન્ડિયા
+91 72086 56094
media@sio-india.org

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments