અહમદાબાદઃ તારીખ 27 માર્ચ, 2022ના દિવસે શાહીન મંઝિન, શાહીન દવાખાની ઉપર, લોખંડની ચાલ, રખિયાલ-બાપુનગર મુકામે શાહીન હેલ્થ એન્ડ હાઇજીન સોસાયટી અંતર્ગત એક કાર્યક્રમ ‘રોઝા અને ડાયબિટીસ.. શું કરીએ શું ન કરીએ’ના વિષય હેઠળ યોજાયો. જેમાં ડો. રાશિદ વ્હોરા (એમ.ડી. ફિજીશિયન એન્ડ ડાયાબીટોલોજીસ્ટ), ડો. શાહિદ મલેક (એમ.બી.બી.એસ, એમ.બી.એ. મેડીકલ હોસ્પિટલ મેનેજમેન્ટ) અને મુફ્તી સૈયદ અમીનુલ હુસૈની નદવી (કન્વીનર, મજલિસે ઉલમા ગુજરાત)એ ખાસ હાજરી આપી હતી.
કાર્યક્રમમાં ડાયબિટીક દર્દીઓને રોઝો કઈ રીતે રાખવો અને કયા પ્રકારની તકેદારીઓ રાખવી તથા તેના સંલગ્ન દીની મસાઈલની ચર્ચા કરવામાં આવી હતી. દર્દીઓ દ્વારા વિવિધ પ્રકારના પ્રશ્નો પણ કરવામાં આવ્યા હતા જેના સંતોષકારક ઉકેલ જણાવવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં 30 જેટલા દર્દીઓએ ભાગ લીધો હતો.