વધતી સાંપ્રદાયિક તિરસ્કાર, મોંઘવારી, બેરોજગારી, હિજાબ મુદ્દે હાઈકોર્ટના ચુકાદા અંગે ચિંતા વ્યક્ત કરી

જમાઅતે ઈસ્લામી હિંદની કેન્દ્રીય સલાહકાર સમિતિની ત્રણ દિવસીય મીટિંગ નવી દિલ્હી ખાતે તેમના મુખ્યાલયમાં જમાતે ઈસ્લામી હિંદના પ્રમુખ સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીની અઘ્યક્ષતામાં મળી. જેમાં સલાહકાર પરિષદના તમામ સભ્યોએ ભાગ લીધો. આ મીટિંગમાં કર્ણાટક હાઈકોર્ટનો હિજાબ ચુકાદો, વધતી મોંઘવારી અને બેકારી, દેશમાં સાંપ્રદાયિક નફરતની વધતી પ્રવૃતિ અને રશિયા યુક્રેન યુદ્ધ વિષયો પર પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો.

મિટિંગમાં કેન્દ્રીય સલાહકાર સમિતિએ “હિજાબ” સંબંધિત કર્ણાટક હાઈકોર્ટનાં ચુકાદા પર અફસોસ વ્યક્ત કરતાં કહ્યું કે “આ ચુકાદો ભારતીય બંધારણની કલમ 15 (ધર્મના આધાર પર ભેદભાવથી ઇનકાર) વિરુદ્ધ છે. આ ઉપરાંત બંધારણ દ્વારા મળેલ અન્ય મૌલિક અધિકારો જેમ કે કલમ 14 (સમાનતાનો અધિકાર), કલમ 19 (અભિવ્યક્તિની સ્વતંત્રતા), કલમ 21 (ગોપનીયતા) અને કલમ 25 (અંતરાત્માની સ્વતંત્રતા)ના પણ વિરુદ્ધ છે.”

આપણા દેશમાં મહિલાઓને શિક્ષણ એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય જરૂરિયાત છે અને દેશની સર્વોચ્ચ પ્રાથમિકતાઓમાંથી એક છે. તેમ છતાં યુનિફોર્મનાં નામ પર આ પ્રકારના ચુકાદાથી છોકરીઓના શિક્ષણમાં અવરોધ પેદા કરવો દેશ માટે અત્યંત હાનિકારક છે. કોઈ પણ ધર્મમાં શું અનિવાર્ય છે અને શું નહીં આવી ચર્ચામાં ન્યાયાલયો એ ફસાવવું ન જોઈએ. સમસ્યા મૂળ રૂપે આ ધાર્મિક વિદ્વાનોની છે.

દેશમાં વધતી જતી મોંઘવારી અને બેરોજગારી પર ગંભીર ચિંતા વ્યક્ત કરતા કેન્દ્રીય સમિતિએ કહ્યું કે પાંચ રાજ્યોની વિધાનસભા ચુંટણી બાદથી પેટ્રોલ ડીઝલના ભાવો સતત વધી રહ્યાં છે, જેનાથી આવશ્યક ખાદ્ય સામગ્રીઓના પરિવહન પણ મોંઘા થઈ ગયા. રસોઈ ગેસની સાથે સાથે દાળ, ચોખા અને અન્ય દૈનિક આવશ્યક વસ્તુઓની કિંમતો આસમાને પહોંચી ગઈ છે. દૂધ, શાકભાજી, ફળો, અનાજ, ખાદ્યતેલ અને બ્રેડની કિંમતોમાં પણ ઝડપી વધારો થઈ રહ્યો છે. આ જ રીતે દવાઓની કિંમતો પણ ઘણી વધી ગઈ છે અને સામાન્ય વ્યક્તિની સારવાર અત્યંત મુશ્કેલ થઈ ગઈ છે. એવું લાગે છે કે કિંમતોમાં ઘટાડો કરીને લોકોને રાહત આપવી એ હવે સરકારની પ્રાથમિકતા નથી. અયોગ્ય કર માળખું, કાળાબજારી અને સંગ્રહખોરી, મૂડીવાદી હિતોના દબાણમાં આર્થિક નીતિઓ, કૃષિ અને કૃષિ સંબંધિત અર્થવ્યવસ્થા તથા રોજગાર પેદા કરનાર અન્ય મહત્વપૂર્ણ સેક્ટરોને અવગણવું આ મોંઘવારી માટે જવાબદાર છે. સલાહકાર સમિતિએ માંગ કરી છે કે સરકાર કર માળખામાં માં તરત જ સુધારો કરે, પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવે અને રસોઈ ગેસ પર સબસિડી પ્રણાલીને ફરી ચાલુ કરે.

દેશમાં સાંપ્રદાયિક નફરત પર સમિતિએ કહ્યું, “આજે આપણા દેશમાં ભલે તે રાજનૈતિક હોય, શૈક્ષણિક હોય કે સાંસ્કૃતિક દરેક જગ્યાએ સાંપ્રદાયિકતા વ્યાપ્ત છે. દેશમાં નફરત ફેલાવવા માટે ઇતિહાસ સાથે ચેડાં કરવામાં આવી રહ્યાં છે. આયોજનબદ્ધ પૂર્વક ગેર સમજો ફેલાવવામાં આવે છે અને કારણ વગરનો દોષનો ટોપલો ઢોળવાનો સિલસિલો પણ ચાલુ છે. આવી વિકટ પરિસ્થિતિમાં દેશમાં શાંતિ, વિકાસ અને ભાઈચારાને પ્રોત્સાહન આપવા માટે આ જરૂરી છે કે સાંપ્રદાયિક વિદ્વેશની વિરુદ્ધ દરેક સ્તરે ન્યાયમાં દિલચસ્પી રાખનારા દેશનાં શુભચિંતકો ખાસ કરીને ધાર્મિક વિદ્વાનો ભલે તે કોઈ પણ ધર્મના હોય, એક થઈને સંયુક્ત પ્રયાસ કરે.”

કેન્દ્રીય સમિતિએ રશિયા યુક્રેન યુદ્ધ પર ઊંડી ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે યુદ્ધ કોઈ પણ સમસ્યાનું સમાધાન હોતું નથી. બલ્કે આ અસંખ્ય નવી સમસ્યાઓને જન્મ આપે છે. આશંકા વર્તાઈ રહી છે કે જો આ યુદ્ધને રોકવામાં નહિ આવે તો આ ત્રીજું વિશ્વયુદ્ધનું કારણ બની શકે છે. જેનાં પરિણામથી દુનિયાનો કોઈ પણ દેશ બચી શકતો નથી. મિટિંગમાં માંગ કરવામાં આવી છે કે દુનિયાના પ્રભાવશાળી દેશો આ યુદ્ધ અને નિર્દોષ નાગરિકોની મોતના સિલસિલાને રોકવા માટે આગળ આવે. મિટિંગમાં ભારત સરકારથી આ ક્ષેત્રમાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવા અને તત્કાળ યુદ્વ વિરામ માટે તેમના પ્રભાવનો ઉપયોગ કરવાનો પણ આહ્વાન કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here