Tuesday, December 10, 2024
HomeસમાચારSIO ગુજરાત દ્વારા “ઉડાન” ચિલ્ડ્રન ફેસ્ટીવલનું આયોજન

SIO ગુજરાત દ્વારા “ઉડાન” ચિલ્ડ્રન ફેસ્ટીવલનું આયોજન

” અપના સારા યે આસમાન કરને કો
હમ હૈ તૈયાર ઉડાન ભરને કો”

અહમદાબાદઃ સ્ટૂડન્ટ્‌સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા ગુજરાત દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. ૨૫ ડિસેમ્બર, ૨૦૨૨, રવિવારના રોજ ક્રેસન્ટ સ્કૂલ, જુહાપુરા, અહમદાબાદ ખાતે 5માં “ઉડાન” ચિલ્ડ્રન ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું. આ ફેસ્ટિવલ ધો. ૫ થી ૮ના વિદ્યાર્થીઓ માટે ઓન-ઓફ સ્ટેજ ૧૬ જેવા વિવિધ પ્રકારની સ્પર્ધા યોજવામાં આવી. જેમાં ચિઠ્ઠી ઉઠાઓ અને બોલો, હિફ્ઝ કોમ્પિટિશન, સ્ટેન્ડ અપ કોમેડી, એક પાત્ર અભિનય, કોથળા દોડ, લીંબુ ચમચી, ૧૦૦ મીટર દોડ, ક્વિઝ કોમ્પિટિશન, નાટય સ્પર્ધા, સંવાદ, રીલે દોડ, કબડ્ડી, હસ્ત લેખન (કેલીગ્રાફી), પેન્ટીંગ, ચિત્ર વાર્તા અને વેસ્ટમાંથી બેસ્ટ જેવી સ્પર્ધાઓ સામેલ હતી. આ ફેસ્ટીવલમાં ૩૫૦ જેટલા વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો અને પોતાની અંદર છુપાયેલ ક્ષમતાને ખૂબ જ સારી રીતે પ્રસ્તુત કરી હતી.

ફેસ્ટિવલના અંતે ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સંગઠનના પ્રમુખ જાવેદ આલમ કુરૈશીએ બાળકોને Edutainment, Engagement, Excellence ના ત્રણ સૂત્રો આપી પ્રોત્સાહિત કર્યા હતા. એસ.આઈ.ઓ. ગુજરાતના ઝોનલ પેટ્રોન જનાબ શકીલઅહમદ રાજપૂત સાહેબ એ બાળોકોનો ઉત્સાહ વધારતા જણાવ્યું હતું કે “હાર કોઈની નથી થતી, અંતમાં કાં તો પુરસ્કાર મળે છે અથવા અનુભવ. જેઓને પુરસ્કાર મળ્યો છે તેઓ આગળ વધવાની ભાવના વિકસાવે અને અનુભવ તેમને કંઈક નવું કરવાનો પ્રયાસ કરવાની પ્રેરણા આપે છે.”

શ્રેણી મુજબ પુરસ્કાર મેળવનારની યાદી નીચે મુજબ છેઃ

હિફ્ઝ કોમ્પિટીશનઃ ૧. અબ્દુલ મન્નાન, ૨. અબ્દાન મુહમ્મદ સલમાન, ૩. જુવેરિયા અંસારી, ૪. પઠાણ સરીના

ચિઠ્ઠી ઉઠાઓ અને બોલોઃ રાજપુત ઇકરા મુહમ્મદ ખાલિદ

સંવાદઃ મિસ્બાહ પઠાન, અબ્દુલ કૈયુમ

નાટ્ય સ્પર્ધા (ગ્રુપ): સિદ્દીકી રમશા, શેખ અમન, શેખ સુમૈયા, શેખ આમિર સાદ, પટેલ ઝુબિયા ફાતેમા

લીંબુ ચમચીઃ ૧. શાઇસ્તા અંસારી, ૨. પટેલ સાલેહા, ૩. શેખ સાયમાબાનુ

૧૦૦ મીટર દોડ (છોકરાઓ) : ૧. તોસીફ કુરૈશી, શેખ શાન, ઘાંચી ફરદીન

૧૦૦ મીટર દોડ (છોકરીઓ) :
૧. શેખ આલિયા મુહમ્મદ ફારુક, ૨. પઠાણ સુગરાબાનુ હુસેનખાન

કોથળા દોડઃ ૧. મન્સુરી રેહાન, ૨. શેખ અબ્દુલ મન્નાન આબિદ હુસૈન, ૩. અંસારી મોહમ્મદ હરિસ અકબર હુસૈન

વેસ્ટમાંથી બેસ્ટઃ ૧. કુરેશી અલીશા ઇશ્તિયાક અહેમદ, ૨. મન્સુરી મોહમ્મદ જૂનેદ, ૩. શેખ મલીહા આમિર ભાઈ

પેન્ટીંગઃ ૧. શેખ એમ. અથર કમરૂદ્દીન શેખર, ૨. ફૈસલ અંસારી, ૩. માહેરા નાઝ મો. હનીફ અંસારી

હસ્ત લેખન (કેલીગ્રાફી) : રાજપુત ઇકરા મુહમ્મદ ખાલિદ

કબડ્ડીઃ ક્રેસન્ટ સ્કૂલ, જુહાપુરા, અહમદાબાદ

રીલે દોડ (છોકરાઓ) : ઇસ્લામિક ફ્રેન્ડ સર્કલ, રખિયાલ

રીલે દોડ (છોકરીઓ) : રેડીયન્સ સ્કૂલ (મોડાસા)

ક્વિઝ કોમ્પિટીશનઃ અન્સારી ફરાહનાઝ જમીલ એહમદ અન્સારી દિલશા રીઝવાન

“ઉડાન” ચિલ્ડ્રન ફેસ્ટીવલની ઝલક

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments