Thursday, November 21, 2024
Homeકેમ્પસ વોઇસએસ.આઇ.ઓ ગુજરાત દ્વારા સંગઠનના રાષ્ટ્રસ્તરીય અભિયાનના ભાગરૂપે પ્રદેશના વિવિધ મદ્રેસાઓના વિદ્યાર્થીઓનું કેરિયર...

એસ.આઇ.ઓ ગુજરાત દ્વારા સંગઠનના રાષ્ટ્રસ્તરીય અભિયાનના ભાગરૂપે પ્રદેશના વિવિધ મદ્રેસાઓના વિદ્યાર્થીઓનું કેરિયર માર્ગદર્શન કરવામાં આવ્યું

સ્ટુડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઈઝેશન ઓફ ઈન્ડિયા (એસઆઈઓ)એ મદ્રેસાનાં વિદ્યાર્થીઓ માટે કેરિયર ગાઈડન્સ હેતુ રાષ્ટ્રીય સ્તરે  “પા જા સુરાગે જિંદગી” વિષય પર એક ખાસ અભિયાનનો પ્રારંભ કર્યો છે. આ અભિયાનનો હેતુ મદ્રેસાના જવાબદારો, શિક્ષકો અને વિદ્યાર્થીઓને કેરિયર ગાઈડન્સના મહત્વ વિશે માહિતગાર કરવાનો છે.

અભિયાનના ભાગરૂપે 24 અને 25 ઓગસ્ટના દિવસે ગુજરાત રાજ્યના મદ્રેસાઓની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં સુરત જિલ્લામાં જામિયતુલ કિરાત – કપલેઠા અને જામિયા મઝહરે સાદત – હાંસોટ, દારુલ ઉલુમ ફલાહે દારેન – તડકેશ્વર, દારુલ ઉલૂમ મરકઝે ઇસ્લામી – અંકલેશ્વર, જામિયા ઇબ્ને અબ્બાસ – સરખેજ, જામિયા કંઝુલ ઉલૂમ – અમદાવાદનો સમાવેશ થાય છે. આ મદ્રેસાઓમાં ગુજરાત રાજ્યના સંગઠનના હોદ્દેદારોની સાથે સાથે એસઆઈઓના નેશનલ સેક્રેટરી બિ. ઝુલ્કરનૈન હૈદરે પણ મુલાકાત કરી. બિ. ઝુલ્કરનૈન હૈદરે મદ્રેસાનાં શિક્ષકો તથા વિદ્યાર્થીઓ સાથે કેરિયર ગાઈડન્સ વિશે ચર્ચા કરતાં મદ્રેસાની શિક્ષણ વ્યવસ્થામાં શિક્ષણનાં આયોજનને અસરકારક રીતે શામેલ કરવાની જરૂરિયાતને ઉભારી. શિક્ષકો અને હોદ્દેદારોની સાથે પણ ખાસ બેઠક પણ કરવામાં આવી હતી.

અભિયાન અંતર્ગત એસઆઈઓ ઓફ ઇન્ડિયા તરફથી “ઇસ્તેદાદ” નામથી એક ઓનલાઇન કેરિયર ગાઈડન્સ વીડિયો સીરીઝથી પણ વિદ્યાર્થીઓને પરિચય કરાવવામાં આવશે. સ્પષ્ટ કરી દઈએ કે આ વીડિયો સિરીઝમાં 13 અલગ અલગ ક્ષેત્રો પર મદ્રેસાઓમાંથી જ તૈયાર થઈને નીકળેલા નિષ્ણાંતોએ ભવિષ્યના આયોજન વિશે વિસ્તારપૂર્વક ચર્ચા કરી છે. જે યૂટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ છે. પ્રોગ્રામના અંતમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબો આપવામાં આવ્યા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments