વિદ્યાર્થી સંગઠન સ્ટૂડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા (એસઆઈઓ) એ કોરોના મહામારીમાં સંકટમાં સપડાયેલા લોકોને મદદ કરવાના ઉદ્દેશથી દેશવ્યાપી નેટવર્ક ‘કોવિડ રિલીફ ટાસ્ક ફોર્સ’ ની રચના કરી છે.
આ નેટવર્ક અથવા ટાસ્ક ફોર્સ દ્વારા એસઆઈઓ દેશભરના કોરોના દર્દીઓને ઓક્સિજન, દવાઓ, પ્લાઝ્મા, હોસ્પિટલ બેડ અને અન્ય આવશ્યક સુવિધાઓથી સંબંધિત માહિતી પૂરી પાડવામાં મદદ કરશે.
આ માટે એસઆઈઓએ એક હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો છે જેના પર ફોન કરીને જરૂરીયાત મુજબ મદદ માંગી શકાય છે અને જેને એસઆઈઓ દ્વારા સંકલન અને મદદ કરવામાં આવશે.
આ નેટવર્ક દ્વારા, પ્લાઝ્મા દાતાઓની સૂચિ તૈયાર કરવામાં આવશે, હોસ્પિટલમાં પથારીની ઉપલબ્ધતા પર ડેટા બનાવવામાં આવશે, ઓક્સિજન પૂરા પાડતા તમામ સ્રોતોની સૂચિ તૈયાર કરવામાં આવશે, આવશ્યક દવાઓ અને તે માટે ડેટા ઉપલબ્ધ કરી જેમને જરૂર છે તેમને માહિતી પૂરી પાડવામાં સહાય કરવામાં આવશે.
આ કોવિડ રીલીફ ટાસ્ક ફોર્સની રચના અંગે જણાવતા એસઆઈઓના રાષ્ટ્રીય અધ્યક્ષ મોહમ્મદ સલમાને કહ્યું હતું કે, “દરેક જીવન મૂલ્યવાન છે, તેથી અમારો પ્રયાસ છે કે આ નેટવર્ક દ્વારા, જે પણ સહાય આપવામાં આવી શકે છે, અમે અમારા હેલ્પલાઈન નંબર દ્વારા જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરીશું… “
તેમણે કહ્યું, ‘દેશભરમાં અમારા કાર્યકરો આ મહામારીના સમય દરમિયાન દરેક શક્ય મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હવે આ કોવિડ રિલીફ ટાસ્ક ફોર્સ દ્વારા અમે સંગઠિત અને સચોટ માહિતીથી લોકોને વધુ મદદ કરવામાં સમર્થ થઈશું. “
કોવિડ રિલીફ ટાસ્ક ફોર્સની રચના કરવામાં અને તેને દેશભરમાં સરળતાથી ચલાવવા માટે જમાઅતે ઇસ્લામી હિન્દની મોટી ભૂમિકા છે, જે દેશભરમાં તેના નેટવર્ક દ્વારા આ પ્રયાસને સફળ બનાવવા મદદરૂપ થશે.