ગેસની સમસ્યા અને પેટનો દુઃખાવો આજકાલ સામાન્ય છે, પરંતુ જો સતત રહે તો આ સામાન્ય દુઃખાવો નથી, બલ્કે ગેસ્ટ્રો-ઇન્ટેસ્ટાઇનલ ડિસઓર્ડર (આંતરડાનો વિકાર) હોઈ શકે છે.
શું તમને પણ અવાર-નવાર દુઃખાવો, ચૂંક, ઝાડા, વારંવાર પેશાબ લાગવો અને બળતરા જેવી પેટથી જોડાયેલ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે ? તમે આ સમસ્યાઓ પર વધુ ધ્યાન નથી આપતા અને આને સામાન્ય સમજીને છોડી દો છો? પરંતુ સાવધાન થઈ જાવ. આ પણ તમારા સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ એક સમસ્યા છે જેને ગેસ્ટ્રો-ઇન્ટેસ્ટાઇનલ ડિસઓર્ડરના નામથી ઓળખવામાં આવે છે. જાણકારો અનુસાર ગેસ્ટ્રો-ઇન્ટેસ્ટાઇનલ ડિસઓર્ડરમાં પેટ, નાના આંતરડા કે મોટા આંતરડામાં ઇન્ફેક્શન હોઈ શકે છે. આના મુખ્ય લક્ષણોમાં પેટમાં દુઃખાવો, ચૂંક, ઉલ્ટી, ઝાડામાં લોહી આવવું અને ડિહાઇડ્રેશન હોઈ શકે છે. અને તમારૂં બ્લડ પ્રેેશર ઓછું હોઈ શકે છે. લાંબા સમય સુધી આની ઉપેક્ષા કરવાથી આંતરડા કમજોર થઈ શકે છે. આથી જરૂરી છે કે ખરા કે યોગ્ય સમયે આનો ઇલાજ કરાવવામાં આવે.
(જો તમે ખાવાનું ઓછું ખાવ છો, તેમ છતાં પણ પેટ હંમેશાં ભરેલો-ભરેલો લાગે છે, તો આ વાતને હળવાશથી ન લો.)
પેટમાં ચૂંક :
પેટમાં દુઃખાવો થવો એ કોઈ સામાન્ય વાત નથી. આ હંમેશાં જ પેટથી જોડાયેલ તકલીફો પ્રત્યે સંકેત આપે છે. જો તમને ખાવાનું ખાધા પછી પેટમાં દુઃખાવો અને ચૂંક થાય છે તો આ ક્રોહન રોગનું એક લક્ષણ હોઈ શકે છે. પાચનતંત્રના પડમાં સોજાના કારણે આ થાય છે, જેનાથી પેટમાં તીવ્ર દુઃખાવો અને ચૂંક વધી શકે છે.
નાભિમાં શૂળ :
જો નાભિમાં દુઃખાવો થાય છે તો આ યૂરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન (યુ.ટી.આઈ.)નું એક લક્ષણ હોઈ શકે છે. આ પરેશાની મહિલાઓ અને બાળકોમાં વધુ જોવા મળે છે. યુ.ટી.આઈ.ના અન્ય સંકેતોમાં પેટમાં દુઃખાવો, દબાણ અનુભવવો અને પેશાબ કરતી વખતે દુઃખાવો અને બળતરા થઈ શકે છે.
સોજો જણાય :
જો તમને પેટનો કોઈ ભાગ ઉપસેલો અથવા પેટમાં સોજો લાગે તો આ મોટાભાગે કંઈક ખાધા પછી વધારે લાગે છે તો આ પેટની કોશિકાઓમાં ઇન્ફેક્શન કે હર્નિયા હોઈ શકે છે. આવામાં તમારે પેટના ડૉકટરથી તપાસ કરાવવી જોઈએ.
ઉપરના તથા નીચેના ભાગમાં :
પેટના ઉપરના ભાગમાં દુઃખાવાની અનુભૂતિનું એક કારણ ગોલબ્લેડર સ્ટોન પણ હોઈ શકે છે, ત્યાં જ પેટના નીચેના ભાગમાં દુઃખાવો થવાનું એક કારણ અપેન્ડીસાયટિસનું લક્ષણ પણ હોઈ શકે છે. આ બન્ને જ દુઃખાવા અસહની હોય છે, જેનાથી તમને ઉલ્ટી અને શરીરમાં દુઃખાવો હોઈ શકે છે.
લાંબા સમયથી ઝાડા :
જો લાંબા સમયથી ઝાડા થઈ રહ્યા હોય તો આનું કારણ ઇટિટેબલ બૉવેલ સિન્ડ્રોમ, અથવા તો પછી પેટમાં કોઈ પ્રકારનું ઇન્ફેકશન હોઈ શકે છે. આનું કારણ ફૂડ એલર્જી પણ હોઈ શકે છે.
ભૂખ લાગે ત્યારે :
સામાન્ય કે તીવ્રપણે ભૂખમાં જો પેટમાં દુઃખાવો જણાય છે તો આ પેટના અલ્સરના લીધે પણ હોઈ શકે છે. આમાં કંઈ પણ ખાવાથી પેટમાં દુઃખાવો બળતરા જણાય છે.
પેટ ભરાયેલું લાગવું :
તમે તો ઓછું ખાવ છો, પરંતુ તમને પેટ હંમેશાં ભરેલો-ભરેલો લાગે છે. આ કોઈ સામાન્ય વાત નથી. આ અલ્સર અને ગેસ્ટ્રોએસોફેગલ રિક્લક્સની બીમારીના કારણે હોઈ શકે છે. ગંભી સ્થિતિમાં આ ઓવેરિયન કેન્સરનું એક લક્ષણ પણ હોઈ શકે છે, જે મહિલાઓમાં સૌથી વધુ થનારા કેન્સરમાંથી એક છે.
બચાવના ઉપાય :
ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઈનલ ડિસઓર્ડરની સમસ્યાઓથી બચવા માટે ઘર બનેલ સાફ અને સ્વચ્છ ભોજન જ ખાવ.
જેટલું શક્ય હોય બહારના ભોજન અને જંક ફૂડનું સેવન ન કરે. સાથે જ દૂષિત પાણીનો બિલકુલ પણ ઉપયોગ ન કરો. ન તો ખાવાનું રાંધવા માટે અને ન જ પીવા માટે. પીવા અને રાંધવા માટે વોટર પ્યૂરીફાયરના પાણીનો જ ઉપયોગ કરો. ઘરમાં લાવવામાં આવેલ શાકભાજીઓ અને ફળોને સ્વચ્છ પાણીથી ધોઈને જ ખાવ. જો લાંબા સમય સુધી આ સમસ્યા રહે છે, જેમકે તીવ્ર તાવ કે ઝાડા તો ડૉક્ટરની સલાહથી જ કેટલીક એન્ટીબાયોટિક દવાઓનો ઉપયોગ કરી શકાય છે. આ સિવાય આ સમસ્યાથી છુટકારો કે રાહત મેળવવા માટે તમારે પોતાના જીવનમાં કેટલીક ટેવોને અપનાવવી પડશે. જેમકે સમયસર ભોજન ભરપૂર માત્રામાં પાણી પીવું તથા કસરત કરવી વિ. વિ..
પાણી મોટા પ્રમાણમાં પીવું :
કુદરત દ્વારા આપણને આપવામાં આવેલ પાણી આપણા માટે બહુમૂલ્ય છે. મોટાભાગના લોકો આખા દિવસમાં બહુ ઓછું પાણી પીએ છે. આપણે એક દિવસમાં ર થી ૪ લીટર પાણી પીવું જોઈએ. જો તમારૂં પાચનતંત્ર ઠીક નથી તો તમે આને વધુ પ્રમાણમાં પીને પણ મોટી હદ સુધી મજબૂત કરી શકો છો. આનાથી શરીરમાં પાણીની પૂર્તિ તો થાય છે જ, સાથે જ ભોજન પચાવવામાં પણ સરળતા રહે છે.
ફાસ્ટ ફૂડને ના કહો :
જો તમે ચાહો છો કે ગેસની સમસ્યા ન થાય તો ફાસ્ટફૂડને ના કહો. પોતાના રોજના ભોજનમાં પણ તેલ-મસાલાની માત્રા થોડી ઓછી રાખો શક્ય હોય તો જમી લીધા પછી થોડા દહીંનું સેવન કરો. જો ભોજન વધુ તેલ-મસાલાથી ભરપૂર હોય તો દહીંને અવશ્ય જ પોતાના ભોજનમાં સામેલ કરો. આનાથી તમને ભોજન પચવામાં સરળતા રહેશે. સાથે જ પોતાના ભોજનમાં ફાઇબર-યુક્ત પદાર્થોને ભોજનમાં સામેલ કરો. •••