ડેવિડ સેલબોર્ન પશ્ચિમી જગતનો વિખ્યાત લેખક છે. તેણે એક પુસ્તક લખ્યું છે. “The Losing battle with Islam”.. આ પુસ્તકમાં તેણે લખ્યું છે પશ્ચિમી જગત ઇસ્લામથી પરાજિત થઈ રહ્યું છે. તેણે હારના ઘણા કારણો ગણાવ્યા છે, જેમાં ઇસ્લામની મજબૂત કુટુંબ વ્યવસ્થાને પણ એક કારણ ગણાવ્યું છે.
પશ્ચિમી જગતમાં કુટુંબ વ્યવસ્થા નષ્ટ થઈ ચૂકી છે. લોકો શાદી કરવાનું પસંદ નથી કરતા. સમલૈંગિકતા, અવૈધ સંબંધ, લિવ ઇન રીલેશન જેવા અનિષ્ટો ફેલાવાના કારણે કુટુંબ વ્યવસ્થા તૂટતી જઈ રહી છે. રોજબરોજ એવા બાળકોની સંખ્યા વધતી જઈ રહી છે જેમને ખબર નથી કે તેમનો પિતા કોણ છે? વૃદ્ધ માંબાપને ઘરમાં સાથે રાખવા કોઈ તૈયાર નથી. વૃૃૃૃદ્ધાશ્રમમાં તેમની ઉંમર ગુજરતી રહે છે.
પશ્ચિમના સમાજમાં આ એવા સામાજિક પરિવર્તન આવી ચૂક્યા છે જેના પરિણામે પશ્ચિમનો સમાજ બર્બાદીના કીનારે પહોંચી ગયો છે. પશ્ચિમી જગતમાં કુટુંબ વ્યવસ્થા એટલી ખરાબ રીતે બર્બાદ થઈ ચૂકી છે કે ત્યાંની રાજકીય પાર્ટીઓ કુટુંબ વ્યવસ્થાને બચાવવાના વાયદાઓ પોતાના ચૂંટણી ઢંઢેરામાં કરે છે. ઓસ્ટ્રેલિયામાં તો “ફેમીલી ફર્સ્ટ” નામક એક રાજકીય પક્ષ જ ઊભો થઈ ગયો છે. કુટુંબ વ્યવસ્થાને બચાવવી પશ્ચિમના જગતનો સૌથી મોટો મુદ્દો છે. કેમકે તેમને હે લાગી રહ્યું છે કે જાે કુટુંબ નહી ં બચે તો સમાજ પણ આજે નહીં તો કાલે ધ્વસ્ત થઈ જ જશે.
અમેરિકાનો ઇસ્લામોફોબિક લેખક બિલ વોર્નર જે પોતાને પોલીટિકલ ઇસ્લામનો ટીકાકાર કહે છે, તેણે પોતાના તાજેતરના એક પ્રોગ્રામમાં પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે અમેરિકન સ્ત્રીઓ મુસલમાનોથી લગ્ન કરવાનું પસંદ કરે છે, કેમકે આવું કરવાથી તેમને એક પતિ મળે છે, તેમના બાળકોને પિતા મળે છે આ કારણસર અમેરિકન સ્ત્રીઓ મુસલમાનોથી શાદી કરવા માટે આકર્ષાય છે.
એક અન્ય સવાલનો જવાબ આપતા તેણે કહ્યું કે ઇસ્લામ કુટુંબને સભ્યતાનો આધાર માને છે. અને હું આ વાતથી સંમત છું અમેરિકામાં વૃદ્ધો અને મોટી ઉંમરના લોકો સાથે ખરાબ વર્તન સામાન્ય વાત છે. પરંતુ મુસલમાનો વૃદ્ધો અને આધેડ લોકો સાથે સારો વ્યવહાર કરે છે. ભલે તે વૃદ્ધો અને મોટી વયના લોકો વિધર્મી જ કેમ ન હોય..
પશ્ચિમના વિચારકો આ વાત સારી રીતે જાણે છે કે સમગ્ર વિશ્વમાં ઇસ્લામ અને મુસ્લિમ સમાજ પાસે જ સૌથી ઉત્તમ કુટુંબ વ્યવસ્થા છે. ઇસ્લામ એક એવી ઇકો સિસ્ટમ ડેવલપ કરે છે જ્યાં કુટુંબ વ્યવસ્થા રોજબરોજ વૃદ્ધિ પામે છે. જ્યાં બાળકોનું સારું પાલન પોષણ થાય છે અને વૃદ્ધો સાથે સન્માન અને સદ્વર્તન થાય છે.
કુઆર્ન મુસલમાનોને તેમના મા-બાપ સાથે સદ્વર્તનનો આદેશ આપતા કહે છે કે, “તારા રબે ફેંસલો કરી દીધો છે કે તમે કોઈની ઉપાસના ન કરો, પરંતુ કેવળ તેની. માતા-પિતા સાથે સારો વ્યવહાર કરો. જાે તમારા પાસે તેમાંથી કોઈ એક, અથવા બંને, વૃદ્ધ થઈને રહે તો તેમને ઊંહકારો પણ ન કહો, ન તો તેમને ધુત્કારીને જવાબ આપો, બલ્કે તેમના સાથે આદરપૂર્વક વાત કરો, અને નમ્રતા અને મહેરબાની સાથે તેમના સામે નમીને રહો અને આ દુઆ કર્યા કરો કે, પાલનહાર ! આમના ઉપર દયા કર જે રીતે તેમણે મમતા અને સ્નેહપૂર્વક મને બાળપણમાં ઉછેર્યો હતો.” (સૂરઃ બની ઇસરાઈલ, ૨૩-૨૪)
ઇસ્લામ પતિ-પત્ની વચ્ચે પારિવારિક સંબંધને સંતોષ, પ્રેમ, સહાનૂભૂતિ, સ્નેહ, મમતા અને બંનેના અધિકાર અને જવાબદારી અને પરંપરા અનુસાર હળીમળીને સાથે રહેવાના નિયમ પર ભાર મૂકે છે. કુઆર્ન કહે છે, “… તેમના સાથે ભલી રીતે જીવન વિતાવો. જાે તેઓ તમને પસંદ ન હોય તો બની શકે છે કે એક વસ્તુ તમને પસંદ ન હોય પરંતુ અલ્લાહે તેમાં જ ઘણીબધી ભલાઈઓ મૂકી દીધી હોય.” (સૂરઃનિસા, ૧૯)
કુઆર્ન અને હદીસમાં ઇસ્લામની વિસ્તૃત અને સ્પષ્ટ શિક્ષાઓ મુસલમાનોને આ વાતનો આદેશ આપે છે કે તેઓ પોતાના બાળકો, પત્ની, માં-બાપ અને સગાવ્હાલા સાથે સદવર્તન કરે, તેમનું ધ્યાન રાખે, તેના બદલામાં તેઓ આખિરત (પરલોક)માં ઉત્તમ ઇનામના હકદાર બનશે.
પરલોકની સફળતાને પ્રાપ્ત કરવાની પ્રેરણા મુસલમાનોને સદ્વર્તન કરવા પ્રેરે છે. જેના ફળસ્વરૂપે સારા અને સુખી કુટુંબ તેમજ સારા અને સ્વચ્છ સમાજનું નિર્માણ થાય છે. જેમાં સંતોષ, રાહત અને આનંદ પ્રાપ્ત થાય છે. જે કુટુંબ અને સમાજને સ્થિરતા અને સ્થાયિત્વ અર્પણ કરે છે.
આ જ કારણ છે કે ડેવિડ સેલબોર્ડ અને બિલ વોર્નર જેવા લેખક પણ એમ કહેવા વિવશ થઈ જાય છે કે ઇસ્લામની મજબૂત કુટુંબ વ્યવસ્થાના કારણે જ પશ્ચિમ વહેલુ કે મોડુ ઇસ્લામથી પરાજિત થઈ જશે.
આ થોડા દિવસોથી મલાલા યૂસુફ જઈનું આ નિવેદન ખૂબ ચર્ચામાં છે જેમાં તેણીએ કહ્યું કે લગ્ન કરવા જરૂરી નથી. (બિચારી આ અફઘાન છોકરીને પશ્ચિમે ક્યાંથી ક્યાં પહોંચાડી દીધી!!) તેનું આ નિવેદન વાસ્તવમાં સમાજના પાયા ઉપર પ્રહાર છે. કેમકે જાે મનુષ્ય લગ્ન નહીં કરે તો કુટુંબ નહીં બને અને કુટુંબ જ નહીં બને તો સમાજનું નિર્માણ કેવી રીતે થશે!! મલાલા યૂસુફજઈને પશ્ચિમે ઇસ્લામ સામે ઊભી કરી દીધી છે તો પછી તે પોતાના લાભ માટે તેનો ઉપયોગ કરતું રહ્યું છે અને કરતા રહેશે. મલાલા હોય કે તેના સમર્થક હોય, તે બધાનું ટાર્ગેટ ઇસ્લામ અને મુસ્લિમ સમાજમાં મૌજૂદ મજબૂત કુટુંબ વ્યવસ્થાને તોડી નાંખીને ખતમ કરી દેવું છે. લગ્ન વિષયક મલાલાનું તાજેતરનું નિવેદન આ સિલસિલાની એક કડી છે.
મલાલા અને તેના સમર્થક વાસ્તવમાં સભ્યતાઓ વચ્ચેના યુદ્ધમાં પશ્ચિમના મોહરા છે, તેમના એજન્ટ છે. જેઓ સભ્યતાની લડાઈમાં પશ્ચિમની પરાજિત બાજીને જીતમાં બદલવા માટે પાંખો ફફડાવી રહ્યા છે. પરંતુ તેમના હાથમાં પરાજય સિવાય કંઈ જ આવશે નહીં. કેમકે ઇસ્લામની આદર્શ કુટુંબ વ્યવસ્થા કુદરતના પ્રાકૃતિક નિયમો મુજબ માનવીના અંતરાત્માનો અવાજ છે. જેને તરછોડી શકાય તેમ જ નથી. પશ્ચિમ જાે તેની પોતાની ભલાઈ ઇચ્છતુ હોય તો તેણે ઇસ્લામે બતાવેલ આ કુટુંબ વ્યવસ્થા જ નહીં બલ્કે સમગ્ર જીવન વ્યવસ્થાને અપનાવવી જ રહી…