Friday, December 13, 2024
Homeકેમ્પસ વોઇસશિક્ષણની ઉપલબ્ધતા અને ન્યાયસંગતતા

શિક્ષણની ઉપલબ્ધતા અને ન્યાયસંગતતા

વર્ષ ૨૦૧૯માં જાહેર થયેલ શિક્ષણ નીતિના મુસદ્દામા RTE કાયદા હેઠળ સંપૂર્ણ શાળાકીય શિક્ષણને આવરી લેવાનો પ્રસ્તાવ હતો, પરંતુ NEP ૨૦૨૦માં આ પહેલને બાકાત કરી તેને માત્ર ખાનગી સંસ્થાઓની તરફેણમાં કરી દેવાયો હોય એવું પ્રતીત થાય છે.

આઝાદીના ૭૦ વર્ષ પછી પણ ઘર આંગણે અભ્યાસ જેવી સામાન્ય વ્યવસ્થા ઊભી કરવામાં નિષ્ફળતા અને ઇ્‌ઈ એક્ટના દસ વર્ષ બાદ પણ શાળાકીય શિક્ષણ ત્યાં જ અટકેલું છે. ઘર આંગણે અભ્યાસ અંતર્ગત રહી ગયેલી ખામીઓને પૂર્ણ કરવા સરકારો દ્વારા ઓછા ખર્ચે ચાલતી ખાનગી શાળાઓ ખોલવા પર ભાર મૂકવામાં આવ્યો. સામાન્ય રીતે આ શાળાઓમાં મૂળભૂત અને ન્યૂનતમ માળખાગત સુવિધાઓનો પણ અભાવ હોય છે.

શિક્ષણ નીતિ શોષિત, ત્રાહિત અને પીડિત બાળકોના પ્રશ્નો ઉપર સંપૂર્ણ મૌન છે. જેવા કે કાયદાકીય રીતે ફસાયેલા બાળચોરી , બાળમજુરી, શરણાર્થી, આદિવાસી જેવી સમસ્યાથી સંકળાયેલા, વિચરતી અને સ્થાનાંતર કરતા સમુદાયના બાળકો, માતા સાથે જેલમાં જન્મેલાં અને ઉછરેલા બાળકો વગેરે . આમ , આ શિક્ષણની ઉપલબ્ધતા અને સમાનતાની ઉણપ દર્શાવે છે કે શિક્ષણના અધિકારનો અમલ ફક્ત થોડા માટે જ નહીં કે બધા માટે.

જ્યારથી ભારતમાં શિક્ષણ નીતિ લાગુ થઈ છે ત્યારથી દરેકમાં પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે કે જે જીડીપીના ૬થી ૭ ટકા ખર્ચ શિક્ષણ ઉપર થવો જોઈએ. જેનું NEP ૨૦૨૦ પણ પુનઃ ચાર કરે છે એમ છતાં તેમાં સ્પષ્ટતા નથી કે સરકાર કેવી રીતે ભંડોળ ઊભું કરશે અને કયા ઠળમાં તેને ખર્ચ કરવામાં આવશે. જેથી શિક્ષણ પ્રણાલીને વ્યાપક અને વ્યવસ્થિત રીતે રૂપાંતરિત કરી શકાય આમ જોઇએ તો ચાલુ વર્ષ તો ચાલુ વર્ષ ૨૦૧૯ – ૨૦ માં સરકાર દ્વારા જીડીપીના ૦.૪૫ ટકા અને કુલ સરકારી ખર્ચના માત્ર ૪ ટકા શિક્ષણ ઉપર ખર્ચ કરાયો છે.

સરકારો દ્વારા શિક્ષણ ક્ષેત્રે રોકાણ નો અભાવ એ હાલની સૌથી મોટી સમસ્યા છે એ જ કારણ છે કે ભારતીય શિક્ષણ પ્રણાલીને ઘણા અવરોધો નો સામનો કરવો પડે છે અને જેના લીધે સાવર્ત્રિક અને સન્માનની ઉપલબ્ધતા લોકોને મળતી નથી રોકાણના આ ભાવ ની અસરો ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધી મર્યાદિત નથી તેણે સુલભતા સમાનતા અને ગુણવત્તાના પ્રશ્નો ઉભા કર્યા છે જે પ્રશ્નો સરકાર વર્ષોથી અવગણના કરી રહી છે. આ જ કારણે શાળાકીય તથા ઉચ્ચ શિક્ષણ પ્રણાલી મુજબ સંશોધન નવીનતા અને વિકાસની દ્રષ્ટિએ અપંગ બની ગઈ છે આ મહામારીમાં પણ શાળાકીય તથા ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ નિષ્ફળ નીવડી છે વ્યાપક વ્યવસ્થિત અને લાંબાગાળાના રોકાણ ના અભાવ ભારતીય શિક્ષણ પ્રણાલીની સમસ્યાઓને દૂર કરવામાં સૌથી મોટો અવરોધ છે.

સરકાર સૌને સમાન અને સુલભ ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવા બંધારણ દ્વારા બંધાયેલી છે પરંતુ સામાજિક ઐતિહાસિક આ સમાનતા આ કાર્યને હંમેશા નડતર રૂપ બની છે બંધારણના ઘડવૈયાઓએ આ સમસ્યાના નિવારણ માટે ઘણા હકારાત્મક પગલાઓની જૉગવાઈઓ કરી છે આરક્ષણ એ તેમાંથી એક મહત્ત્વની જોગવાઈ છે શિક્ષણની ઉપલબ્ધતા વિશે ખૂબ જ ચર્ચાઓ થાય છે તે પણ સાચી દિશામાં નહીં જ્યારે કે શિક્ષણમાં સમાનતા એ વધુ ઉપલબ્ધ સમાનતા જેવી સમસ્યાઓને ધ્યાનમાં જ લેવામાં નથી આવતી . નાણાકીય હસ્તક્ષેપ જેમકે શિક્ષણવૃત્તિ એ અનિવાર્ય છે જેના ઉપર ભાર મુકવામાં આવ્યો છે પરંતુ તે આ સમસ્યાનો ઉપાય ક્યારેય નથી શિક્ષણ નીતિ જે ભલે સરકારી હોય કે ખાનગી આરક્ષણ પ્રત્યે સ્પષ્ટ પ્રતિબધ્ધતા દર્શાવવામાં નિષ્ફળ ગઈ છે.

નવી શિક્ષણ-નીતિમાં ડિજિટલ લર્નિંગ પર ખૂબ જ પ્રકાશ પાડ્યો છે જો આપણે ભારતમાં ટેકનોલોજીની વ્યાપકતા ઝડપી ઇન્ટરનેટ સુવિધા ટેલિવિઝનની ઉપલબ્ધતા જેવા પરિબળો ધ્યાનમાં લઈએ તો પ્રતીત થાય છે કે આ પગલું ગ્રામીણ વિસ્તારમાં રહેતા તથા પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે નુકસાનકારક છે કારણ કે આ પરિબળો તેમને ઓનલાઇન વર્ગો પરીક્ષા કે સામગ્રી સુધી પહોંચવા માટે અવરોધરૂપ બનશે જ્યારે કે ડીજીટલાઇઝેશનના ઘણા ફાયદા છે ત્યારે આ પરિબળો શોષિત અને પછાત વર્ગને વધુ પડતો હાસિયામાં ધકેલી દેશે.

શિક્ષણ-નીતિમાં બીજી મોટી અવગણના શૈક્ષણિક સંસ્થાઓ લોકશાહીના વાતાવરણ સાથે સંકળાયેલી છે નિયમિત અને નિષ્પક્ષ વિદ્યાર્થી સંગઠનની ચૂંટણીઓ બંધારણના મૂલ્યો બંધારણવાદ સામાજીક ન્યાયના મૂલ્યો સંવાદ અને ચર્ચાઓ અસંમતિ માટે સહિષ્ણુતાને ઉત્તેજન આપવું જોઈએ. આ એક શિક્ષણનો આંતરિક ભાગ છે , જે માત્ર શિક્ષણ સિવાય સામાજિક જવાબદારીને આકાર આપવા માટે અનિવાર્ય છે. આમાં આ નીતિનો હેતુ માત્ર બજારોને પ્રશિક્ષિત મજૂરો પૂરા પાડવાનું કામ કરશે ના કે ખરેખર ભણેલા વિવેકપૂર્ણ અને માનવીય મૂલ્યો સાથે ઘડતર પામેલા સભ્ય સમાજને પૂરા પાડશે.


• લેખ રજૂઆત… ઇબ્રાહીમ શેઠ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments