Friday, March 29, 2024
Homeઓપન સ્પેસઈશ્વરીય જીવન વ્યવસ્થા

ઈશ્વરીય જીવન વ્યવસ્થા

ઇસ્લામી જીવન વ્યવસ્થા

માનવીની નૈતિક સમજ કુદરતી છે. જેના લીધે તે અમુક ગુણોને પસંદ અને અમુકને નાપસંદ કરે છે. વ્યક્તિગત રીતે આ ભાવના ભલે ઓછી વત્તિ હોય પરંતુ સામૂહિક રીતે માનવતા એ હંમેશા અમુક નૈતિક ગુણોને સારા અને અમુકને ખરાબ માન્યા છે. સત્ય, ન્યાય, વચનપાલન, અમાનત, ઈમાનદારી, સહાનુભૂતિ, દયાભાવ, ધીરજ, સહનશીલતા, હિમ્મત, બહાદુરી ને હંમેશા સદગુણો માનવમાં આવ્યા છે. જ્યારે અસત્ય, અન્યાય, વચનભંગ, બેઈમાની, સ્વાર્થવૃત્તિ, કાયરતા ને હંમેશા દુર્ગુણો માનવમાં આવ્યા છે.

જે સમાજમાં સામુદાયિક ન્યાય, સમાનતા, ભાઈચારો, પ્રેમ, સહકારની ભાવના, દરેકને માન-સન્માન આદર હોય તેને સભ્ય સમાજ અને જે સમાજમાં અન્યાય ભેદભાવ, ચોરી, વ્યભિચાર, હત્યા, લૂંટફાટ, દારૂ જુગારની લત, લાંચ-ભ્રષ્ટાચાર, ભ્રૂણ-હત્યા હોય તેને અસભ્ય સમાજ કહેવામાં આવે છે.

માનવીય નૈતિક મૂલ્યો વિશ્વવ્યાપી સત્ય છે. જેને દરેક માનવી જાણે છે. સત્કર્મ અને દુષ્કર્મ સદગુણ અને દુર્ગુણ ભલાઈ અને બુરાઈ છૂપી વસ્તુ નથી, દરેક માનવી તેને ઓળખે છે. માનવ-પ્રકૃતિમાં જ તે આપી દેવામાં આવી છે. કુરાનમાં અલ્લાહ જણાવે છે કે માનવ ર્હદયને તેણે ભલાઈ અને બુરાઈ પ્રાકૃતિક રીતે જ પ્રદાન કરી દીધી છે. દુષ્કૃત્ય કરનાર વ્યક્તિ પણ જાણતો હોય છે કે તે ખોટું કાર્ય કરી રહ્યો છે, તે ખોટા કાર્યોને ખોટું સમજીને જ કરતો હોય છે.

પ્રશ્ન હવે ઉદભવે છે કે જ્યારે નૈતિક મૂલ્યો બાબતે સર્વે મનુષ્યો એકમત અને સહમત છે તો પછી દુનિયામાં વિવિધ પ્રકારની નૈતિક વ્યવસ્થા કેમ ? તેમની વચ્ચે તફાવત અને ભેદભાવ કેમ ? બલ્કે તેમની વચ્ચે વિરોધાભાષ પણ જોવા મળે છે. પ્રથમ દ્રષ્ટિએ જે ભેદ અને તફાવત દેખાય છે તે નૈતિક મૂલ્યોના પ્રાપ્તિ સ્થાનની ભિન્નતા છે. ઉપરાંત ઈશ્વર, બ્રહ્માન્ડ, માનવીનું સ્થાન, જીવન ધ્યેય વિષે પણ મતભેદ જોવા મળે છે.

મનુષ્ય જીવનના અનેક નિર્ણાયક સવાલો છે, બ્રહ્માન્ડનો કોઈ સર્જનહાર પાલનહાર અલ્લાહ ઈશ્વર છે કે નહીં, જો છે તો એક જ છે કે અનેક છે, તેના ગુણો શું છે. તે સાકર છે કે નિરાકાર, તેની સાથે આપણો સંબંધ શું છે. તે માનવીનું માર્ગદર્શન કરે છે કે નહીં, આપણાં જીવનનો ધ્યેય અને પરિણામ શું છે, આપણે જીવન પ્રત્યે તેને ઉત્તરદાઈ છીએ કે નહીં, મૃત્યુ પછી આપણો હિસાબ લેવામાં આવશે કે નહીં વગેરે…

આ પ્રશ્નોનાં જે પ્રકારના જવાબો હશે તે જ પ્રકારની જીવન વ્યવસ્થા બનશે અને નૈતિક વ્યવસ્થા તૈયાર થ શે. આ બાબતે ઇસ્લામનો જવાબ છે કે સમગ્ર શ્રુષ્ટિનો સર્જનહાર પાલનહાર એક માત્ર અલ્લાહ ઈશ્વર છે જેમાં કોઈ તેનો ભાગીદાર નથી, સમગ્ર શ્રુષ્ટિનું વ્યસ્થાતંત્ર તેજ ચલાવી રહ્યો છે. તેણે માનવીની ભૌતિક જરૂરિયાત ની પૂર્તિ ખુબજ અદભૂત રીતે કરી છે, સંસારના ૭૦૦ કરોડ લોકોને હવા, પાણી, ખોરાક પહોચાડી રહ્યો છે, ઘઉંના એક દાણા માથી ૭૦૦ દાણા ધરતીમાથી તે ઉપજાવે છે. ૭૦૦ કરોડ લોકોની રોટી કપડાં અને મકાનની જરૂરિયાતને તે પૂરી કરી રહ્યો છે. જે રીતે ભૌતિક જરૂરિયાતની પૂર્તિ કરી છે, તેજ રીતે તેણે માનવીની અધ્યામ્તિક જરૂરિયાતની પણ પૂરતી કરી છે, જે માટે તેણે સંસારની ઉત્પત્તિ આદમ અલ. દ્વારા કરી જે એક ઈશ્વરના સંદેશવાહક એટ્‌લે કે પયગંબર હતા. અલ્લાહ ઈશ્વરે દરેક યુગ અને દરેક ભૂભાગમાં માનવીના માર્ગદર્શનને માટે પયગંબર મોકલ્યા છે. સૌથી અંતમાં હજરત મુહમ્મદ પયગંબરને પ્રલયકાળ સુધી સમગ્ર માનવજાતને માટે માર્ગદર્શન લઈને મોકલ્યા છે. હજરત આદમ થી લઈને હજરત મુહમ્મદ સ.અ.વ. સુધી આશરે ૧,૨૪,૦૦૦ પયગંબરો આ ધરતી ઉપર માનવીના માર્ગદર્શન ને માટે અવતરિત થતાં રહ્યા છે. આ માર્ગદર્શન વ્યક્તિગત થી લઈને આંતરરાષ્ટ્રીય સમસ્યાઓના વ્યવહારુ ઉકેલ દર્શાવે છે, જીવનના દરેક વિભાગમાં માનવીનું યોગ્ય માર્ગદર્શન કરે છે, જે સમગ્ર સંસારને માટે સમાન અને અપરિવર્તનશીલ છે. માનવીના જીવન સિધ્ધાંતો ઘડનાર પાસે ૩ ગુણો હોવા અત્યંત આવશ્યક છે. ૧- તે માનવીની પ્રકૃતિથી વાકેફ હોવો જોઈએ, તેની દ્રષ્ટિમાં સમગ્ર માનવજાત એક સમાન હોવા જોઈએ, તેણે ભવિષ્યનું જ્ઞાન હોવું જોઈએ આ ત્રણેય ગુણો આપણાં સહુના સરજનહાર પાલનહાર એક માત્ર અલ્લાહ ઈશ્વરને પ્રાપ્ત છે તેનેજ અધિકાર છે કે માનવ જીવન માટે જીવન સિધ્ધાંત બનાવે. આ માર્ગદર્શન આચરણ કરી શકાય એમ છે. બલ્કે ૧૪૦૦ વર્ષ પૂર્વે આ સિધ્ધાંતો મુજબ એક જીવન અને રાજકીય વ્યવસ્થા ઊભી કરીને બતાવી દેવામાં આવી છે. આ માર્ગદર્શન ઉપર બળજબરી પૂર્વક નહીં પણ સ્વેચ્છાએ આચરણ કરવાને માટે આખેરત પરલોક અને ઉત્તરદાયિત્વ ની ભાવના ને દ્રઢ કરવામાં આવી છે, કે માનવીનું જીવન પરિક્ષાર્થી જીવન છે તેને તેના કર્મોનો મૃત્યુ પછી હિસાબ આપવાનો છે. આ ભાવના તેની અંદર એક પોલીસ ને બેસાડી દે છે, જે તેને ભલાઈના કાર્યો કરી ઈશ્વરની પસંદગીપાત્ર બનવાની અને ખોટા કાર્યો થી દૂર રહીને ઈશ્વરના પ્રકોપ થી બચવાની પ્રેરણા આપે છે. આ ઉપરાંત અલ્લાહ ઈશ્વર તેના આજ્ઞાપાલક બંદાઓ એટ્‌લે કે મુસલમાનોને આદેશ આપે છે કે તેઓ સત્કર્મોને ફેલાવે અને દુષ્કર્મોને નાબૂદ કરે, આ તેમની ધાર્મિક ફરજ દર્શાવવામાં આવી છે. જેના વડે એક આદર્શ સમાજના નિર્માણની જવાબદારી સોંપવામાં આવી છે.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments