ત્રિપુરા પોલીસ દ્વારા રાજ્યમાં મુસ્લિમ વિરોધી હિંસા પર અવાજ ઉઠાવનારા સોશ્યલ મીડિયા ઉપયોગકર્તાઓને ટાર્ગેટ બનાવવું ઘોર નિંદનીય છે. અમે બહુસંખ્યકવાદી રાજ્યની આ હરકતોથી મૌન રહીશું નહિ અને સાંપ્રદાયિકતા વિરુદ્ધ અમારી અવાજ ઉઠાવતા રહીશું.
મીડિયા રિપોર્ટ અનુસાર ત્રિપુરા પોલીસે હિંસા સાથે જોડાયેલી “વિકૃત અને વાંધાજનક” સામગ્રી પર અંકુશ લગાવવાના બહાને ટ્વીટરને ઘણાં સોશ્યલ મીડિયા યુઝર્સના એકાઉન્ટ સસ્પેન્ડ કરવા માટે કહ્યું છે. પોલીસે તેમના વિરુદ્ધ UAPA કાયદા હેઠળ ગુનો પણ નોંધ્યો છે.
સોશ્યલ મીડિયા ઉપયોગકર્તાઓએ હિંસાની એ વિભિન્ન ઘટનાઓને પ્રકાશમાં લાવવા મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે, જેને મુખ્યધારાના મીડિયા દ્વારા મોટા સ્તરે અવગણવામાં આવી હતી. રાજ્ય પોલીસ અને અધિકારીઓએ આ ગુનાહિત ફોટાઓને ઓછાં કરી અને સામાન્ય સ્થિતિનાં ખોટા ફોટાઓ દેખાડવાના સંપૂર્ણ પ્રયાસો કર્યા.
ત્રિપુરા પોલીસ મુસ્લિમોની સંપતિ અને આજીવિકાની સુરક્ષા કરવામાં તેમજ ફરજને અદા કરવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ રહી, કેમ કે તેણે હિન્દુત્વવાદી ગુંડાઓને ખુલ્લી છૂટ આપી દીધી હતી અને હવે રમખાણો ફેલાવનારા વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની બદલે નિર્દોષ સોશ્યલ મીડિયા યુઝર્સને હેરાન કરી રહી છે.
અમે પોલીસ દ્વારા ટાર્ગેટ કરવામાં આવી રહેલ દરેક વ્યક્તિઓની સાથે ખભેખભા ઉભા છીએ અને આ નિંદનીય આરોપોની વિરુદ્ધ લડવાનો સંકલ્પ લઈએ છીએ. અમે ત્રિપુરાના મુસ્લિમો માટે ન્યાય અને દોષિતોની વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરવાનું ચાલુ રાખીશું. પોલીસની આ મનમાની નહિ ચાલે.
- ફવાઝ શાહીન
રાષ્ટ્રીય સચિવ, સ્ટુડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઈઝેશન ઓફ ઇન્ડિયા (એસઆઈઓ)