Saturday, July 27, 2024
Homeસમાચારત્રિપુરામાં મુસ્લિમ વિરોધી હિંસા મામલે ભાજપના ‘મૌન’ વિરૂદ્ધ દિલ્હીમાં કાર્યકરો, વિદ્યાર્થીઓ દ્વારા...

ત્રિપુરામાં મુસ્લિમ વિરોધી હિંસા મામલે ભાજપના ‘મૌન’ વિરૂદ્ધ દિલ્હીમાં કાર્યકરો, વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શન

દેખાવકારોએ મુસ્લિમ લઘુમતીઓની રક્ષા કરવામાં નિષ્ફળતા બદલ ત્રિપુરાના મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરી

દેશના ઉત્તરપૂર્વ રાજ્ય ત્રિપુરામાં કાયદા-વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં ભાજપ સરકારીની ઉદાસિનતા વિરૂદ્ધ નવી દિલ્હીમાં રમખાણોને મુસ્લિમ વિરોધી ગણાવી સિટીઝન્સ ગૃપ્સ, કાર્યકરો અને વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું હતું. દિલ્હીમાં ત્રિપુરા ભવન ખાતેથી રેલીની શરૂઆત કરનારા દેખાવકારોની પોલીસે અટકાયત કરી હતી.

ગત ૨૬મી ઓકટોબરના રોજ ત્રિપુરા ખાતે બાંગ્લાદેશમાં થયેલી કોમી હિંસાનો વિરોધ કરવા વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી) અને હિન્દુ જાગરણ મંચ દ્વારા યોજાયેલી રેલી વખતે મસ્જિદો અને મુસ્લિમ સમાજના લોકોની દુકાનો તેમજ ઘરોમાં તોડફોડ કરવામાં આવી હતી અને આગ ચાંપવામાં આવી હતી. ત્રિપુરા પોલીસે દાવો કર્યો હતો કે, રાજ્યમાં કાયદા-વ્યવસ્થાની સ્થિતિની સંપૂર્ણપણે સામાન્ય છે.

કોઈપણ મસ્જિદને આગ ચાંપવામાં આવી નથી. ઉત્તર ત્રિપુરાના જિલ્લાના પાણીસાગરમાં ચમતિલ્લા ખાતે હિન્દુ સંગઠનો દ્વારા આચરવામાં આવેલી હિંસાના બે દિવસ બાદ પોલીસે ઉક્ત દાવો કર્યો હતો. રાજ્યમાં કલમ ૧૪૪ પણ લાગુ કરવામાં આવી હતી. જેથી પાંચથી વધુ લોકો એકત્ર થઈ શકે નહીં.

દિલ્હીમાં આયોજિત રેલીમાં હાજર રહેલા જામિયા મિલિયા ઈસ્લામિયાના વિદ્યાર્થી ફૈઝે જણાવ્યું હતું કે, ત્રિપુરામાં થઈ રહેલા રમખાણો અંગે સરકાર અને લોકોના મૌન મામલે મુસ્લિમ સમાજ અસલામતીની ભાવના અનુભવે છે. અમે આ હિંસાને અથડામણ ગણાવી શકીએ નહીં, કેમ કે, આપણા નાગરિકો અને ખાસ કરીને મુસ્લિમોને નિશાન બનાવી આયોજનબદ્ધ રીતે હુમલા કરવામાં આવી રહ્યાં છે.

મુસ્લિમોની ઓળખ ભય હેઠળ છે, અમે અહીં હિંસા પીડિતોના સમર્થનમાં અને સરકાર પાસેથી મૌન અંગે જવાબ માંગવા એકઠા થયા છે. દેખાવકારોએ ત્રિપુરાના મુખ્યમંત્રી બિપલબ દેબનું રાજીનામું માંગતા જણાવ્યું હતું કે, તેમની સરકાર રાજ્યમાં લઘુમતીઓને રક્ષણ આપવામાં નિષ્ફળ નિવડી છે. ભાજપની નેતાગિરી દ્વારા આ કોમી રમખાણો અંગે મૌન સેવી લેવામાં આવ્યું છે. એનસીપીના મહાસચિવ શેખ ગુલામ જિલાનીએ જણાવ્યુંરૂ હતું કે, દેશમાં ભાજપની સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ નિવડી છે. ત્રિપુરાના લોકોની રક્ષા કરવામાં પણ આ સરકાર નિષ્ફળ નિવડી છે.

તેમણે રાજ્યમાં કાયદા-વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની જરૂર હતી પણ તેઓ આવી કરી શકયા નથી. અમે ઈચ્છીએ છીએ કે, નેતાગીરી રાજીનામું આપે. ડાબેરી નેતા જિતેન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ધ્રૂવીકરણની રાજનીતિ કરવામાં આવી રહી છે. આ ભાજપની ચૂંટણી નીતિ છે કે, હિન્દુ-મુસ્લિમો વચ્ચે રમખાણો કરાવવામાં આવે. દશેરાના દિવસથી રાજ્યમાં મસ્જિદો પર હુમલા થઈ રહ્યાં છે. છતાં મોદી સરકાર ચૂપ છે.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા પણ અગાઉ આ હિંસાની ટીકા કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, મોદી સરકાર એવો ડોળ કરી રહી છે કે, ત્રિપુરામાં કંઈ જ થયું નથી. ત્રિપુરામાં મુસ્લિમ ભાઈઓને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. રાજ્ય સરકાર પણ અંધ અને બહેરી હોવાનો ઢોંગ કરી રહી છે.

ફૈઝ સિદ્દીકી નામક કાર્યકરે જણાવ્યું હતું કે, અમે અમારી સરકારથી સારૂં થવાની ઈચ્છા રાખીએ છીએ. ભાજપ સરકાર રાજ્યમાં માનવ અધિકારોની રક્ષા કરવાના વચનને પાળવામાં સંપૂર્ણ નિષ્ફળ નિવડી છે.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments