Tuesday, March 19, 2024
Homeઓપન સ્પેસવ્યસ્તતા પહેલાં નવરાશ એક સોનેરી અવસર

વ્યસ્તતા પહેલાં નવરાશ એક સોનેરી અવસર

જીવનની એકરસતા જીવનને નિરસ બનાવી દે છે, ન તેમાં આનંદ રહે છે અને ન આકર્ષણ. પ્રતિદિન એક જેવા વ્યવહાર, એક જેવા કાર્યક્રમોથી વ્યક્તિ કંટાળી જાય છે, તેમાં પછી મન લાગતું નથી. જીવન આકર્ષણ હિન થઈને યાંત્રિક મશીનની જેમ ચાલતું રહે છે. જીવન અને જગત પ્રત્યે માનસિક ઉલ્લાસ તથા ઉત્સાહ ખતમ થઈ જાય છે. તેને સુંદરતામાં પણ કુરૂપતા દેખાવા લાગે છે. રોજબરોજના કાર્યોમાં વધારાની તેની કાર્યક્ષમતા ખતમ થઈ જાય છે. આથી માનવ જીવનમાં સમયે સમયે વિશ્રામ અને વિનોદ માટે નવરાશના અવસર આવશ્યક થઈ જાય છે.
દેશના ઘણાં ભાગોમાં મે માસથી શાળાઓમાં, કોલેજોમાં અને વિશ્વવિદ્યાલયોમાં ઉનાળુ વેકેશન ચાલુ થઈ જાય છે. સામાન્ય રીતે આ વેકેશન દોઢથી બે માસનું હોય છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ આ વેકેશનના દિવસોને કોઈ પણ યોજના કે સૂઝ-બૂઝ વગર વિતાવે છે. સમૃદ્ધ પરિવારના વિદ્યાર્થીઓ મનોરંજન માટે ક્યાંય જતા રહે છે, બાકીના વિદ્યાર્થીઓ મૂવી જોઈને, સૂઈને અને સોશિયલ મીડિયા પર ફોટો તથા વીડિયોઝ અપલોડ કરીને દિવસ પસાર કરે છે તથા આખો દિવસ નેટ સર્ફિંગમાં પસાર કરે છે. મોટાભાગના યુવાઓ તેમના ફ્રી સમયમાં ‘મોજ મસ્તી કરવાનો સમય’ ના રૂપમાં લે છે. મોજ મસ્તીનો ન તો કોઈ વિરોધ છે અને ન વાંધો. યુવાનો જીવનના જે મુકામ પર છે, ત્યાં થોડી બહુ મોજ મસ્તી જરૂરી છે. જો યુવાઓ આવું નથી કરતા, ત્યારે આ વાત થોડી અટપટી લાગશે. અન્યથા આવું હોવું જ જોઈએ. પરંતુ સમસ્યા ત્યારે થાય છે જ્યારે તે મોજ-મસ્તીને જ જીવનમાં કેન્દ્ર બનાવે છે.
અમે આ જાણીએ છીએ કે સંસારમાં સૌથી મૂલ્યવાન વસ્તુ સમય છે, કેમ કે જો સમય વીતી જશે તો તેને પાછો પ્રાપ્ત કરી શકતાં નથી. પ્રાણીઓના જીવનનો સમય સીમિત છે અને તેનો એક એક પળ ઝડપથી પસાર થઈ રહ્યો છે. વેકેશનનું મહત્ત્વ અને મૂલ્ય સમજો. વેકેશનમાં મળનારા સમયને આપણે સમય, લક્ષ્ય અને ભવિષ્ય માટે પોતાને વધુ ઊર્જાની સાથે તૈયાર કરવો જોઈએ. જેથી આવનારા પડકારોનો સામનો કરી શકીએ. ઈશ્વરના અંતિમ દૂત હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે એક અવસર પર કહ્યું હતું કે પાંચ વસ્તુઓને પાંચ વસ્તુઓ ઉપર ગનીમત સમજો. એ પાંચ વાતોમાંથી એક વાત આ પણ છે. “નવરાશને વ્યસ્તતા પહેલા ગનીમત સમજો.” જો આપણે ઈચ્છીએ તો આ મૂલ્યવાન નવરાશની ઘડીઓનો આપણે સર્વોત્તમ ઉપયોગ કરી શકીએ છીએ.
વિશ્લેષણ આ રૂપમાં કરો કે શું મારે પોતાનો ફ્રી સમયનો ઉપયોગ આ પ્રકારે કરવો જોઈએ? પોતાનાથી આ પ્રશ્ન કરો કે શું મારી પાસે અન્ય કોઈ વિકલ્પ છે, જ્યાં હું મારા નવરાશના સમયનો ઉપયોગ કરી શકું છું? આ પણ જાણવાનો પ્રયત્ન કરો કે નવરાશના સમયનો આ પ્રકારનો ઉપયોગ કરવાથી મને કેટલો ફાયદો થાય છે, અને કેટલું નુકસાન. આ કસોટી પર તમે તમારા નવરાશના સમયનાં ઉપયોગને કસીને પોતાના માટે કેટલાક સારા નિષ્કર્ષ કાઢી શકો છો. જે વિચારો પાછળ કોઈ ઉદ્દેશ્ય હોતો નથી, જેના ઉપયોગની કોઈ યોજના હોતી નથી, તેઓ મન-મસ્તિષ્કને વિકૃત કરી નાખે છે. વેકેશનમાં વાંચવાનું કે અભ્યાસ કરવાનું ટેન્શન હોતું નથી. આવામાં તેના મનની અંદર ડોકિયું કરવાનો પ્રયાસ કરવો જોઇએ. પોતાની ખામીઓ અને ખૂબીઓને જાણવાનો પ્રયાસ કરવો જોઇએ અને પોતાની ખામીઓને દૂર કરવી જાેઈએ. આ કાર્યમાં મદદ માટે ગુરુજનો અને પરિવારજનોએ આગળ આવવું જોઈએ. લોકોને ઘણી વાર આ ફરિયાદ રહે છે કે શું કરવું? કામ તો ઘણાં બધાં કરવા છે પરંતુ સમય મળતો નથી. ઘણા બધા કામ જેને આપણે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને ઉપયોગી સમજીએ છીએ, કરવા ઇચ્છતાં હોવા છતાં તેને સમયના અભાવે કરી શકતાં નથી. સમયનું મૂલ્ય આંકવું ઘણું કઠિન છે. એક ક્ષણભરની આળસ કે વિલંબથી આપણે ઘણી વાર મહાન લાભથી વંચિત રહી જઈએ છીએ.
વેકેશનનો ઉપયોગ વ્યક્તિત્વના વિકાસ માટે કરી શકીએ છીએ
વાલીને આ સલાહ આપવી જોઈએ કે ઉનાળાના આ લાંબા વેકેશનમાં બાળકોને કંઈક અલગ કરવા માટે પ્રેરિત કરે. વેકેશન દરમ્યાન બાળકોને રમત, મનોરંજન, ખાણી-પીણી યોગ્ય દેખભાળની જરૂરત હોય છે અને જો આવું કરી શકાય તો વેકેશન યાદગાર અને મનોરંજનથી ભરપૂર બની શકે છે. વાલીને જોઈએ કે બાળકોના સંપૂર્ણ વિકાસ માટે તેને અલગ અલગ ક્ષેત્રમાં પ્રતિભાશાળી બનાવે અને તેને જે આટલો લાંબો સમય વેકેશન માટે મળે છે તેને બાળકોનાં વિકાસશીલ અનુભવ માટે પસાર કરવો જોઈએ. ઘણા વિદ્યાર્થીઓ ઉનાળું વેકેશન દરમ્યાન શોખ પૂરો કરનારી કક્ષાઓમાં સામેલ થાય છે. ઉનાળું વેકેશન દરમ્યાન ઘણીવાર દરેક મોટા શહેરોમાં સમર કેમ્પ પણ યોજવામાં આવે છે. આ કેમ્પોમાં ઘણા પ્રકારની પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે જે ન તો ફક્ત રમૂજી હોય છે, બલ્કે શીખવાનો પણ ઘણો અનુભવ પ્રદાન કરે છે.
વેકેશન આપણા પરિવાર સાથે જોડાવવા માટે એક ઉત્તમ સમય છે
આજે ભલે શિક્ષણનો પ્રત્યક્ષ પ્રકાશ ગામડાઓ અને ગરીબોના અંધારા ઘરોમાં પણ રોશની ફેલાવી ચૂક્યો હોય, પરંતુ અંદરોઅંદર વિભિન્ન દુર્ગુણોથી આપણો સમાજ નષ્ટ થઈ રહ્યો છે, નૈતિકતા અને ચરિત્ર, માનવ કરુણા અને સદ્ભાવના, સ્વહિત અને સ્વાર્થના થરમાં દબાઇ રહી છે અને સભ્યતા અને સંસ્કૃતિને કચડવામાં આવી રહી છે. આવામાં આપણાં પરિવાર અને પારિવારિક સંસ્કાર સાથે જોડાઈને આપણી નવી પેઢી કંઇક શ્રેષ્ઠ બોધપાઠ લઈ શકે છે.
આ આપણા શોખ અને જનૂનને પણ પૂર્ણ કરવાનો એક અવસર છે
અલગ અલગ નવરાશ પર અલગ અલગ યોજનાઓ બનાવીને વધુ પડતી યોજનાઓને તેના અનુરૂપ સફળ બનાવવી એક સારો વિચાર છે. પ્રતિસ્પર્ધાના આધુનિક યુગમાં તો સમયનું, મહત્ત્વ ઘણું વધી ગયું છે. આજે સમય ગુમાવવાનો અર્થ છે પ્રગતિના પથમાં પોતાને પાછળ ધકેલવો. રહીમે લખ્યું છે કે સમય પર જો કંઈક બનાવી લીધું હોત તો તેનાથી મોટો અન્ય શું લાભ હોઈ શકે? અને સમય પર ચૂકી ગયા તો ચૂક જ હાથ લાગે છે. બુદ્ધિમાનોના મગજમાં સમયની ચૂક હંમેશા સળકતી રહે છે. મનુષ્યની સફળતા અને સમયનો સદુપયોગ બંને એકબીજાના પૂરક છે. વિદ્યાર્થી જીવનમાં સમયની ઉપયોગિતા તો ઘણી વધી જાય છે. કેમ કે તે એ સમય છે જ્યારે મનુષ્યના ચરિત્રનું નિર્માણ થાય છે. આ અવસ્થામાં જો તે સમયના મહત્ત્વને ન સમજી શકે તો આગળ તેના મહત્ત્વને આત્મસાત કરવામાં ખૂબ જ તકલીફ પડશે.
સાહિત્યનું અધ્યયન વેકેશનનો ઉત્તમ સદુપયોગ માનવામાં આવે છે
અભ્યાસક્રમના પુસ્તકો જ આપણાં જ્ઞાનની સીમા ન હોવી જોઈએ, આપણે આપણી અભિરુચિ અનુસાર આ મર્યાદિત ક્ષેત્રમાંથી બહાર આવીને જ્ઞાનની વિશાળ દુનિયાની ઝાંખી પ્રાપ્ત કરવી જોઈએ. શિક્ષિત વ્યક્તિઓનું મનોરંજન કરનારી વસ્તુઓમાં સાહિત્યનું સ્થાન સર્વપ્રથમ છે. સાહિત્ય જેવો મિત્ર સંસારમાં કોઈ હોઈ શકતો નથી. ભલે તડકો હોય કે વરસાદ, ગ્રીષ્મ હોય કે શિયાળો, તે દરેક સમયે તમને સંગતિ આપી શકે છે. તમારું મનોરંજન કરી શકે છે. આ મિત્ર એક એવો મિત્ર છે, જે મસ્તિષ્કની સાથે સાથે હૃદયને પણ શાંત કરે છે. આ મિત્ર આપણને ભૂતકાળની મધુર સ્મૃતિઓની યાદ અપાવતા, વર્તમાનના દર્શન કરાવતાં, ભવિષ્યની તરફ અગ્રેસર કરે છે. આ મિત્ર તમને અનેક આનંદ આપી શકે છે. તેનાથી તમારી ન ક્યારેય લડાઈ થઈ શકે છે, ન ઝઘડો. જો તમે ઇચ્છો તો ઘર બેઠા બેઠા દેશ-વિદેશના ભ્રમણનો આનંદ ઉઠાવી શકો છો. આ મિત્ર તમને જ્ઞાનનું શિક્ષણ આપી શકે છે, દુઃખમાં ધીરજ અને સંયમ પણ શીખવાડે છે. શિક્ષાપ્રદ ઉપન્યાસ અને કવિતાઓના અધ્યયનથી મનમાં ને મનમાં માનવીના વ્યક્તિત્વનો વિકાસ પણ થાય છે. પરંતુ મિત્રની પસંદગી આપણી યોગ્યતા અને વિચારો અનુસાર હોવી જોઈએ. આટલું ધ્યાન રાખવું જોઈએ કે તે સાહિત્ય સત્સાહિત્ય હોવો જોઈએ, એવું ન થાય કે તે તમને પતનની તરફ અગ્રેસર કરવામાં સહાયક સિદ્ધ થઈ જાય.
સમાજ સેવા પણ વેકેશનનો ઉત્તમ ઉપયોગ છે
જો આપણે આપણી નવરાશના સમયને સમાજ સેવામાં પસાર કરીએ તો આપણી પણ ઉન્નતિ થશે અને દેશ અને સમાજનું ઉત્થાન પણ. અશિક્ષિતને શિક્ષણનું મહત્ત્વ બતાવવામાં આવે. પોતે પણ તેનાં ગામ, તેની સોસાયટી, તેના ઘરની સફાઈમાં તેનો સમય પસાર કરે. પોત-પોતાના ગામ તથા સોસાયટીઓમાં લાઇબ્રેરી, આર્ટ ક્લબ તથા યુવા મંચની સ્થાપના કરીને તેના ઉનાળું વેકેશનને સફળતાપૂર્વક પસાર કરી શકે છે. કાવ્ય ગોષ્ઠિ તથા સાંસ્કૃતિક સભાઓ પણ સમયના સદુપયોગ માટે ઉપયુક્ત છે. •••

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments