Wednesday, April 17, 2024
Homeસમાચારજમાઅતે ઇસ્લામી હિંદે ભયાનક આગથી નષ્ટ થયેલ રોહિંગ્યા શિબિરનું પુનર્વસન કરવાની માંગણી...

જમાઅતે ઇસ્લામી હિંદે ભયાનક આગથી નષ્ટ થયેલ રોહિંગ્યા શિબિરનું પુનર્વસન કરવાની માંગણી કરી

જમાઅતે ઇસ્લામી હિંદે (JIH) માંગણી કરી કે સરકાર આગમાં નાશ પામેલા મદનપુર ખાદ૨ના રોહિંગ્યા શરણાર્થી શિબિરનું પુનઃનિર્માણ કરે. નોંધનીય છે કે 12 જૂન શનિવારે રાત્રે આ શરણાર્થી શિબિરમાં ભયાનક આગ ફાટી નીકળી હતી. JIHના એક પ્રતિનિધિ મંડળે આ શરણાર્થી શિબિરની મુલાકાત લઈ ત્યાંની પરિસ્થિતિની નોંધ લીધી હતી. આ પ્રતિનિધિ મંડળમાં રાષ્ટ્રીય સચિવ મલિક મોહતસિમખાન અને મુહમ્મદશફી મદની સામેલ હતા.

આ મુલાકાત પછી પત્રકારો સાથે વાતચીત કરતાં મલિક મોહતસિમખાને જણાવ્યું હતું કે આ ભયાનક આગનાં કારણે પહેલાથી જ દારૂણ ગરીબીમાં જીવી રહેલાં તેમજ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહેલાં રોહિંગ્યા શરણાર્થીઓ તેમની ઝુંપડીઓ બળી જવાના કારણે દયનીય સ્થિતિમાં મુકાયા છે. હવે તેમની પાસે પહેરવાં માટે કપડા પણ નથી તથા રહેવા માટે ઘર પણ નથી. તેઓ ખુલ્લા આસમાનની નીચે ગરમી અને વરસાદનો સામનો કરવા મજબૂર છે.

આ શરણાર્થી શિબિરમાં વસતા રોહિંગ્યાઓએ JIHના પ્રતિનિધિ મંડળને જણાવ્યું હતું કે વહીવટીતંત્ર તેમને વારંવાર આ જગ્યા ખાલી કરવા માટે ધમકાવે છે. પરંતુ તેઓ અહીં રહેવા માટે મજબૂર છે કારણ કે તેમની પાસે બીજી કોઈ વૈકલ્પિક જગ્યા નથી. JIHએ કહ્યું હતું કે તેમણે શિબિરના પીડિતો માટે વહેલી સવારે નાસ્તાની વ્યવસ્થા કરી હતી અને હવે તેમના માટે કપડાં, તેમજ મહિલાઓ માટે બુરખા અને ચાદરની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ખાને કહ્યું હતું કે આ શિબિરના શરણાર્થીઓ પાસે ભારત સરકાર દ્વારા આપવામાં આવેલા રેફ્યુજી કાર્ડ પણ છે. તેમણે માંગણી કરી કે સરકાર તેમના માટે સુરક્ષિત ઘરોની વ્યવસ્થા કરે કે જેથી ભવિષ્યમાં ફરીવાર આવી દુર્ઘટના ન સર્જાય.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments