Saturday, July 20, 2024
Homeમાર્ગદર્શનઅલ્લાહના ગુણ

અલ્લાહના ગુણ

રમઝાન સંદેશ – 2

જો અલ્લાહ અનાદિ અને અનંત છે, તો તેના ગુણો પણ અનાદિ અને અનંત હોવા જાઈએ. તેના ગુણોમાં ન તો કમી હોવી જાઈએ, ન તેમાં કોઈ નવીન ચીજ સામેલ થવી જાઈએ. જો એવું છે, તો તેનો અર્થ એ છે કે તેના ગુણ સંપૂર્ણ છે. શું ગુણોની આ સંપૂર્ણતા ઈશ્વર સિવાય કોઈ અન્યમાં પણ સંભવ છે ? ઉદાહરણાર્થ, બે સર્વશક્તિમાન અને સર્વગુણસંપન્ન ઈશ્વર હોઈ શકે છે ? બુદ્ધિ, આવી કોઈ પણ સંભાવનાનો ઇન્કાર કરે છે.

કુઆર્નની નિમ્ન આયતો આ અનુસંધાનમાં વધુ પ્રકાશ પાડે છે ઃ

 “અલ્લાહે કોઈને પોતાની ઓલાદ બનાવી નથી, અને બીજા ખુદા તેની સાથે નથી. જા આવું હોત તો દરેક પોતાના સર્જનોને લઈને અલગ થઈ જાત અને પછી તેઓ એકબીજા ઉપર ચઢાઈ કરત. પવિત્ર છે અલ્લાહ એ સર્વ વાતોથી જે આ લોકો બનાવે છે.” (૨૩ઃ૯૧)

 “જા આકાશો અને ધરતીમાં એક અલ્લાહ સિવાય બીજા ખુદાઓ પણ હોત તો (ધરતી અને આકાશ) બંનેનું તંત્ર બગડી જાત.” (૨૧ઃ૨૨)

કુઆર્ન અનેક ખુદાઓના અસ્તિત્વનો સ્પષ્ટ ઇન્કાર કરે છે. સ્વહસ્તે ઘડી કાઢેલ ચીજવસ્તુઓની પૂજા કરવાવાળાઓને હકીકત દર્શાવતા કહે છે ઃ

 “લોકો ! એક દૃષ્ટાંત આપવામાં આવે છે, ધ્યાનપૂર્વક સાંભળો. જે ઉપાસ્યોને તમે અલ્લાહને છોડી પોકારો છો તેઓ સૌ ભેગા મળીને એક માખી પણ પેદા કરવા ચાહે તો નથી કરી શકતા. બલ્કે જા માખી તેમની પાસેથી કોઈ વસ્તુ ઝૂંટવી લઈ જાય તો તેઓ તેને છોડાવી પણ શકતા નથી. મદદ માંગનારા પણ નિર્બળ અને જેમની મદદ માગવામાં આવે છે તેઓ પણ નિર્બળ . આ લોકોએ અલ્લાહની કદર જ ન જાણી, જેવી રીતે તેને જાણવી ઘટે છે. હકીકત આ છે કે શક્તિશાળી અને ઇજ્જતવાળો તો અલ્લાહ જ છે. (સૂરઃ અલ-હજ્જ ઃ ૭૩ઃ૭૪)

પ્રકૃતિની ઉપાસના કરવાવાળાઓ સમક્ષ કુઆર્ન ઈશદૂત હઝરત ઇબ્રાહીમ (અ.સ.)ના જીવનના એક પ્રસંગનું વર્ણન કરે છે ઃ

 “ઇબ્રાહીમને અમે આવી જ રીતે આકાશો અને ધરતીનું રાજ્યતંત્ર દેખાડતા હતા. અને એટલા માટે દેખાડતા હતા કે એ વિશ્વાસ કરનારાઓ પૈકીનો થઈ જાય. આથી જ્યારે રાત તેની ઉપર છવાઈ તો તેણે એક તારો જાયો, કહ્યું આ મારો રબ (સર્જનહાર) છે. પરંતુ જ્યારે તે આથમી ગયો તો બોલ્યો, આથમી જનારાઓનો હું મોહિત નથી. પછી જ્યારે ચંદ્ર ચમકતો દેખાયો તો કહ્યું, આ છે મારો રબ (સર્જનહાર). પરંતુ જ્યારે તે પણ આથમી ગયો તો કહ્યું, જા મારા રબે મારૂં માર્ગદર્શન ન કર્યું હોત તો હું પણ ભટકી ગયેલા લોકોમાં સામેલ થઈ ગયો હોત. પછી જ્યારે સૂર્યને પ્રકાશિત જાયો તો કહ્યું, આ છે મારો રબ, આ સૌથી મોટો છે. પરંતુ જ્યારે તે પણ આથમ્યો તો ઇબ્રાહીમ પોકારી ઊઠ્‌યો, “હે મારી કોમના લોકો, મારે એ સૌની સાથે કોઈ નિસ્બત નથી, જેમને તમે અલ્લાહના ભાગીદાર ઠેરવો છો. મેં તો એકાગ્ર થઈ મારૂં મુખ એ હસ્તી તરફ કરી લીધું જેણે ધરતી અને આકાશોને પેદા કર્યા છે અને હું હરગીજ અલ્લાહ સાથે અન્ય કોઈને પણ ભાગીદાર ઠેરવવાવાળાઓ પૈકીનો નથી.” (૬ઃ૭૬-૭૮)


રજૂઆતઃ ઈસ્લામ દર્શન કેન્દ્ર, જૂનાગઢ (કોન્ટેક્ટ નંબર- ૯૭ર૭ર૧૦૭૬૮)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments