એક દિવસ હઝરત ઉમર રદિ.ઔ પોતાના ઘરની ઉઘાડી તલવાર લઇને નીકડયા. રસ્તામાં તેમને કબીલા બની ઝુહશનો એક માણસ નઈમ મળ્યો. તેણે પૂછયું, ‘હે ઉમર ક્યાંનો ઇરાદો છે?’ ઉઘાડી તલવાર સાથે નિકળ્યા છો? હઝરત ઉમરે કહ્યું, “હું મુહમ્મદ સલ્લ.ને કત્લ કરવા જઇ રહ્યો છું.” તે વ્યક્તિએ કહ્યું પહેલા પોતાના ઘરની તો ખબર લો. હઝરત ઉમર રદિ. પૂછયું “ત્યાં શું છે?” તેણે કહ્યું તમારા બહેન અને બનેવી બંને પોતાનો ધર્મ છોડી ચૂક્યા છે. તેઓ પોતાના બાપ દાદાના દીનને છોડીને ઇસ્લામ કબૂલ કરી ચૂક્યા છે. તમે જે દીનને માનો છો તેને તેમણે ત્યજી દિધો છે. આટલું સાંભળતા તો હઝરત ઉમર રદિ. અત્યંત આવેશ અને ક્રોધમાં આવી ગયા અને ત્યાંથી જ પોતાની બહેનના ઘર તરફ ઝડપથી ચાલી નીકળ્યા. તે વખતે તેમની બહેનના ઘરે ખબ્બાબ નામક એક ભાઈ મૌજૂદ હતા. જેઓ તે બંનેને કુઆર્ન શીખવતા હતા. ઉમરે બારણા ઉપર ટકોણા માર્યા ખબાબને ખબર પડી ગઈ કે ઉમર રદી. દરવાજે ઊભા છે, જેથી તેઓ તરત જ ઘરના અંદરના ભાગે છુપાઈ ગયા. હવે અત્યંત ગુસ્સામાં ઉમર દાખલ થયા અને પૂછયું. ” હું ઘરમાં કંઈક પઢવાનો અવાજ સાંભળી રહ્યો હતો. મેં સાંભળ્યું છે તમે લોકો વિધર્મી થઇ ગયા છો?” હઝરત ઉમર રદિ.ના બનેવી હઝરત સઈદ બિન ઝૈદ રદિ.એ કહ્યું, “ઉમર રદિ. તમારો શું ખ્યાલ છે જો સત્ય તમારા ધર્મ સિવાય અન્ય ક્યાંક હોય તો સ્વીકારી ન લેવું જોઈએ.!” આટલું સાંભળતા જ ઉમર રદિ. પોતેે તેના બનેવી ઉપર તૂટી પડયા અને તેમને ખૂબ ખરાબ રીતે મારવા લાગ્યા. પોતાના પતિને ઉમર રદિ.થી બચાવવા બહેન ફાતિમા વચ્ચે આવ્યા તો મોં ઉપર એવો હાથ માર્યો કે લોહી નિકળવા લાગ્યું. બહેન પણ છેવટે તો ઉમર રદિ.ની જ હતી ને! કહેવા લાગી, “તમે ચાહે તે કરી લો. આ દીન સત્ય છે અને અમે સ્વીકારી લીધો છે”. તમે ગમે તેટલું જુલ્મ કરો, હવે આમાંથી પાછીપાની થઇ શકશે જ નહીં… એક સ્ત્રી એક …. અસ્તિત્વ લોહી નીકળતો ચહેરો.. છતાં ઇમાનનો અદ્ભુત જુસ્સો… ઉમર આભા જ બની ગયા… જોઈ જ રહ્યા કે આ કેવા પ્રકારનો દીન છે જે એક અબળાને પોતાની આસ્થા બાબતે આટલી સરાકત બનાવી દે છે. કહ્યું, “સારૃં તે કિતાબ લાઓ જેના વિશે તમે કહો છો કે તે અલ્લાહની વાણી છે. હું પણ જરા એને જોઉં તો ખરો.!!” બહેને જવાબ આપ્યો, “તમે અપવિત્ર છો અને આ કિતાબને માત્ર પવિત્ર લોકો જ હાથ લગાવી શકે છે, તમે જોવા માંગતા હોલ તો પહેલા સ્નાન કરો, પવિત્ર થઈ જાવો.”
હઝરત ઉમર રદિ.નું આ એક અલગ ચરિત્ર છે જે તેમના ઇસ્લામ સ્વીકાર્યા બાબતે વિવિધ ઇતિહાસકારો અને જીવન ચરિત્રો લખનારઓએ આલેખન કર્યું છે. હઝરત ઉમર રદિ. તે વ્યક્તિ છે. જેમણે ઇસ્લામ ગ્રહણ કર્યા પછી દીને ઇસ્લામને શક્તિ પ્રદાન કરી. જેમની હાલત એ હતી કે તેઓ જે માર્ગથી પસાર થતા, શૈતાન તે રસ્તો છોડીને બીજે વળી જતો. આ જ ચરિત્રથી જોડાયલું ફાતિમા બિન્તે ખત્તાબ રદિ.નું ચરિત્ર છે. આ તે ખાતૂન છે જેમણે પોતાના મોમીન પતિનો બચાવ કર્યો. અને પોતાના એ ભાઇ સાથે પુરી દેઢતામી કહી નાખ્યું જે સમગ્ર મક્કામાં ઇસ્લામ દ્વેષ વિશે પંકાતો હતો, હે ઉમર! સત્ય તો તમારા ધર્મથી અલગ કંઈક બીજું છે. આ માટે માર પણ ખાધો. અપમાન અને યાતના પણ વઠી પરંતુ પોતાના દીનથી સહેજ પણ વિચલિત ન થયા.
હઝરત ઉમર રદિ.એ એ વાતને જાણી લીધી કે જે ચીજ ફાતિમા રદિ.ને મળી ગઈ છે અને જે વાતે તેનામાં આટલી શક્તિને અડગતા અને હિંમતનું સિંચન કર્યું છે કે તે પોતાના આવા સમર્થ ભાઇને પણ ધમકાવી રહી છે. અને તેની વાત માનવાનો સ્પષ્ટ ઇન્કાર કરી રહી છે. તે ચીજ ખરેખર કોઇ ખૂબ મોટી ચીજ છે. તે કોઇ એવી ચીજ છે કે જેમાં સબંધોના માર્ગ નિડરતાથી તેમને ધમકાવી રહી છે બલ્કે તદ્દન નિર્ભય થઇને એમ પણ કહી રહી છે કે આ કિતાબને પવિત્ર થયા વગર અડશો જ નહિં. આ વાત અને જુસ્સાએ છેવટે તેના અંતરમાં રહેલી અજ્ઞાાનતાના રોફને નેસ્તનાબૂદ કરી નાંખ્યો અને અંતે અંધકારનો પડદાને ચીરીને અંદરનો સત્ય પ્રકાશ બહાર આવી ગયો. છેવટે મહાન ઉમરે પોતાની બહેનની અડગતા સામે પોતાના શીસ્તો હેઠા મુકીદીધા અને ઇસ્લામ સામે શરણાગતી સ્વીકારી લીધી.
આ કોઈ નવીન વાત નથી કેમકે સત્યનો હંમેશા. વર્ચસ્વ રહે જ છે. જ્યારે અલ્લાહના રસૂલ સલ્લ.એ દુઆ કરી કે “હે અલ્લાહ! બે ઉમરમાંથી જે તને વધારે પ્રિય હોય તેના દ્વારા ઇસ્લામની મદદ કર” તો અલ્લહતઆલાએ હઝરત ઉમર રદિ.ના ઇસ્લામ સ્વીકારનું માધ્યમ તેમની મહાન બહેન ફાતિમા રદિ.ને બનાવી દીધી.*