Friday, March 29, 2024
Homeઓપન સ્પેસકિડની : એક ત્રુટિરહિત શુદ્ધિકરણ યંત્ર

કિડની : એક ત્રુટિરહિત શુદ્ધિકરણ યંત્ર

માત્ર ૪ ઈંચની એવી મશીન બનાવવી કે જે શરીરમાંના રક્ત, પ્રવાહી અને પાણીને શુદ્ધ કરી દે તે કોઈ સહેલુ કાર્ય તો નથી તે માટે એક સુઘડિત, વ્યવસ્થિત અને મોટી ફેકટરીની જરૃર પડે. ઉપરાંત આ કામ માટે જો આટલા નાના ટચૂકડા મશીન દ્વારા આવું કામ કરાવવાનો પ્રયત્ન કરવામાં પણ આવે તો તે કાર્યક્ષમ અને અપૂરતું જ થશે. કદાચ પાણી અને બીજા પ્રવાહી માટે તો ઠીક પણ રકત કે જે માનવ-શરીરનું ખૂબ જ જરૂરી પ્રવાહી છે તેને શુદ્ધ કરવું એ એક ચકિત કરી દેનારી વ્યવસ્થા છે.

ઉપર વાત થઈ તેમ આ મુશ્કેલ કામ છે. છતાં પણ ધરતી ઉપરના બધા જ માનવો અને તેમના શરીરની રચનમાં આ અદ્ભૂત શુદ્ધિકરણનું મશીન ગોઠવાયેલું છે. જેને આપણે મૂત્રપિંડ તરીકે ઓળખીએ છીએ. જેની સંખ્યા ૯૫% શરીરમાં બે હોય છે અને માપ ૪ ઇંચ તેમજ વજન આશરે ૧૦૦ ગ્રામ હોય છે. આટલી નાની સાઈઝના મૂત્રપીંડોમાં ૧૦ લાખ જેટલા ખૂબ જ સુક્ષ્મ એવા શુદ્ધિકરણના કોષો રૃપી જાળ હોય છે. આ જાળ માનવ શરીરના બીનજરૂરી, હાનિકારક, ઝેરી એવી બધી જ અશુદ્ધિઓને સતત દૂર કરે છે અને શરીરને જીવીત રાખવા શુદ્ધિકરણ કરતું રહે છે.

ફકત આટલું જ નહીં કે તે આ સતત ચાલતી શુદ્ધિકરણની પ્રક્રિયા કરતી રહે છે, પરંતુ તેનું કામ એ પણ છે કે માનવશરીરના કોષોમાં ચોક્કસ પ્રકારના પ્રવાહી પ્રમાણે તેની ઘટ્ટતા તેની ઘનતા આ દરેક પ્રક્રિયાને વ્યવસ્થિત ચાલવા માટેના ઇલેકટ્રોલાઇટ્સ આ બધાનું નિયમન કરવાનં હોય છે. આપણે જાણીએ છીએ કે જ્યારે મૂત્રપીંડો (કીડની) તેનુું કામ કરવાનું ઓછું કરી દે અથવા બંધ કરી દે તો એ વ્યક્તિને અઠવાડિયે બેથી ત્રણ વાર ડાયાલીસીસ કરાવવું પડે છે અને જો ન કરાવે તો તેનું મૃત્યુ થાય છે.

આ ચર્ચા કરવાનો હેતુ એ છે કે આ મશીન કે જે માનવશરીરમાં મહાન અલ્લાહે બનાવ્યું છે અને તે સતત પોતાનું કામ કર્યે જાય છે તે જ રીતે માણસને અને તેની આસપાસની ઘણી વસ્તુઓને એક ખાસ નિયમ અને ખાસ કામ માટે બનાવી છે. તેની રચનાને જોઈને એવું સો ટકા પ્રતીત થાય કે કેટલો મહાન કારીગર છે. જે અજોડ છે. ઘણા બધા રીસર્ચ અને કામો પછી કીડની જેવી સક્ષમતા ધરાવતા અંગોનું કોઇ ઓલ્ટરનેટીવ નથી બનાવી શકાયું. મહાન અલ્લાહ મહાન કારીગર છે અને તેની ભેટોની આપણે ક્યારેય પણ ઋણ ચૂકાવી નહીં શકીએ. તેની રચના અને તેના ઉપર વિચાર વિમર્શ એ જ આપણને તેના તરફ આકર્ષિત કરે છે અને એક અવાજ નીકળે છે, અલ્હમદુલિલ્લાહ, સુબ્હાનલ્લાહ (તારો અભાર છે, તારી જ પ્રશંસા છે અને તુ દરેક ભૂલથી દૂર છે.).

“જેણે તમને તે બધું જ આપ્યું જે તમે માગ્યું. જો તમે અલ્લાહની નેઅ્મતો (કૃપાઓ)ની ગણત્રી કરવા ચાહો તો નથી ગણી શકતા. હકીકત તો એ છે કે મનુષ્ય મોટો અન્યાયી અને અપકારી છે.” (સૂરઃ ઇબ્રાહીમ – ૩૪).

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments