કોમવાદનું જોખમ ફકત તે વિશેષ કોમો માટે નથી પરંતુ તેઓ માટે પણ જેમના નામે કોમવાદી રાજનીતિ રમાય છે. હકીકતમાં કોમવાદનું પ્રભુત્વ અને જોખમી માળખુ પુરા દેશમાં વ્યાપી ગયું છે. કોમવાદને, સ્વતંત્રતા પહેલાના જમાનાથી ખાસ કરીને જિન્નાની આગેવાની હેઠળના ભારતમાં કોમવાદી દળોથી સમજવાની સામાન્યવૃત્તી જોવા મળે છે. આ પહેલા પણ મે કોમવાદનું ધૃણાસ્પદ ચહેરો ઉઘાડો પાડવાનો પ્રયત્ન કર્યો હતો કે કેવી રીતે સ્વતંત્રતા પછી ભારતીયોના મન-મસ્તિષ્કમાં ઘુસી કોમવાદે એક ભયાનક રૃપ ધારણ કર્યું છે.પરંતુ ચર્ચા અધુરી છે જ્યાં સુધી તેનાથી નીકળવાનો માર્ગ સુચવવમાં ન આવે. છતાં આ હકીકત છે કે આ જોખમને ટાળવા માટે કોઇ જાદુની લાકડી નથી પણ એક પ્રયત્ન છે, આશા છે કે મુક્ત હૃદયે તેનું સ્વાગત કરવામાં આવશે.
કોમવાદ વિરૂદ્ધ લડાઇ લડવી એ કોઇ વ્યક્તિ કે સમુહનું કાર્ય નથી આ સામુહિક કાર્ય છે. દરેકે પોતાનો ભાગ ભજવવાનો છે, એક વિદ્યાર્થી તરીકે કે શિક્ષક તરીકે, વાલી કે બાળક તરીકે, એક દુકાનદાર કે ઉપભોગતા તરીકે, રાજકારણીય કે મતદાતા તરીકે, સરકાર કે નાગરિક તરીકે. તો ચાલો આગળ આવો અને કોમવાદના જોખમ સામે બાથ ભીડો.
આપણા દરેકના કામને આસાન કરવા માટે સુચનોને મે જુદા જુદા શિર્ષક હેઠળ વહેંચ્યા છે કે જેથી દરેક કોમવાદ સાથેની લડાઇમાં પોતાની ભુમિકા સમજી શકે.
ધર્મ નિર્પેક્ષ દળોની ભૂમિકા ઃ
પહેલું અને સૌથી મહત્વનું કાર્ય જે ધર્મ નિર્પેક્ષ દળોએ કરવાનું છે તે છે ભુલોને સુધારવાની જે તેમણે જાણે અજાણે વર્ષોથી કરી છે. આ સામાજિક – રાજકીય મુર્ખામીઓ કોમવાદી તત્વો માટે લોહી પ્રદાન સાબિત થઇ. જે આગળ જતા આ મુર્ખામીઓ ઉપર આ સાવ નાંખી દેવા જેવા કોમવાદી માળખાના પાયા નંખાયા. ઉદાહરણ રૃપે, આપણી રાષ્ટ્રીય ચળવળોનો ઉગ્રગાળો તિલક, ઓરોબિન્દો, બીજાની આગેવાની હેઠળ ચાલ્યો. તેઓએ ભારતીય રાષ્ટ્રવાદના ઉત્થાન માટે ઉગ્ર વલણ સંસ્થાઓ પર વિશ્વાસ કર્યો અને આક્રમક હિન્દુવાદ પર ભરોસો કર્યો. જયારે આ વિશ્વાસ અને ભરોસો સંવિધાન અને પરસ્પર સહકાર પર કરવો જોઇતો હતોે. લોકોમાં અંગ્રેજ વિરૂદ્ધ એહસાસ ફેલાવવા માટે તેઓએ તહેવારો અને બચાવ અભિયાનોને પોતાના સ્વાર્થ ખાતર ઉપયોગ કર્યો. આ રીતે સમાજના બીજા વિભાગોમાં લોકો વહેંચાઇ ગયા. કોમવાદીઓ દ્વારા ગાંધીજીના ‘રામરાજ્ય’ વાળી વાતોનો ખોટો અર્થઘટન કરવામાં આવ્યો તેથી ખાસ કરીને ભારત જેવા બહુસામાજિક દેશમાં ભવિષ્યમાં રાજકીય લાભ ખાટવા આવી અસ્પષ્ટ પરિભાષાઓ અને ધાર્મિક માપદંડોથી રમત રમવી જ ન જોઇએ.
કોમવાદને હરાવવા માટે સૌથી સારી પદ્ધતિ જે તમામ ધર્મ નિર્પેક્ષ દળોએ પોતાના રાજકીય જોડાણ, ધર્મ, પ્રદેશ અને અગ્રતાના ધોરણો સિવાય અપનાવવી જોઇએ તે છે એક્તા. દરેક ધર્મ નિર્પેક્ષ દળોની અગ્રતા દેશમાં પ્રવર્તતી કોમવાદની દરેક શાખ અને પાયાને ખતમ કરવાની હોવી જોઇએ.
સોફ્ટ હિન્દુત્વ કે બહુમતિવાદ તરીકે ઓળખાતી શૈલીઓને ધર્મ નિર્પેક્ષ દળોએ ક્યારેય દાખલ કરવી જોઇએ નહીં. કારણ કે કોમવાદી રાજકારણ સાથે કોઇપણ પ્રકારની સોદાબાજીથી કોમવાદી દળોને મજબૂતી મળશે અને આમ જનતાને ધર્મ નિર્પેક્ષ દળો પરનો વિશ્વાસ ડગી જશે, જેવી રીતે ૧૯૭૭ અને ૧૯૯૧માં કોંગ્રેસ પક્ષ સાથે થયું.
સરકારની ભૂમિકા ઃ
દેશ ભક્તિનો એહસાસ અને પોતાના જન્મસ્થાન માટે પ્રેમ સરાહનીય તેમજ ઇચ્છિનીય છે પરંતુ દેશભક્તિના નામે અતિરાષ્ટ્રવાદના મૂળને સમાજમાં નંખાતા અટકાવવા જોઇએ. ‘રાષ્ટ્રવિરોધી’ ‘પરદેશી’ જેવા શબ્દો કોઇ ખાસ કોમ કે સમુહના લોકો માટે વપરાવવો ન જોઇએ. કેમ કે આ શબ્દોના ઉપયોગથી તે ખાસ કોમ કે સમુહના લોકોમાં એકલતા, વિખવાદ, બળવો અને કોમવાદનો એહસાસ ઉત્પન્ન થાય છે. દાખલા તરીકે બાળ ઠાકરેના વાક્યો કે જેમાં બધા મુસ્લિમોને સંબોધીને કહેતા કે જેઓ વંદે માતરમના ગાન કરતા નથી તેઓ દેશભક્ત નથી અને આઇ.એસ.આઇ.ના એજન્ટ છે. મુસ્લિમોની બહુમતિ ધરાવતા વિસ્તારોને ‘મિની પાકિસ્તાન’ તરીકે ઓળખાવનારા અને ભૂંડા સુત્રોચ્ચારો જેવા કે ‘મુસલમાન કે દો હી સ્થાન, પાકિસ્તાન યા કબ્રસ્તાન’ કરનારા તત્વોને ક્યારેય વેગ ન આપવો જોઇએ અને બિન સાંપ્રદાયિક દળો દ્વારા બળપુર્વક કચડી નાંખવા જોઇએ. કિન્નાખોરીને વેગ આપનારા અને કાયદા વ્યવસ્થાને ધમકાવનારા (જેમકે મુંબઇમાં એમ.એન.એસ.) તત્વોને વિલંબ કર્યા વગર પ્રતિબંધિત કરવું જોઇએ. નિરાશા, ભેદભાવ અને જાતિભેદ હંમેશા એક યા બીજી રીતે કોમવાદને જન્મ આપે છે. તેથી કોઇપણ જાતની ભેદભાવની લાગણીને લોકોમાં પ્રવર્તવા ન દેવી જોઇએ. તેમજ સમાજના તમામ વર્ગોને એક સરખું ગણવું જોઇએ. જો આવું ન કરવામાં આવ્યું તો હિંસા અને અલગતાવાદી ચળવળોને વેગ મળશે જેવા કે અત્યારે આસામ, તેલંગાણા અને વિદર્ભમાં ચાલી રહ્યું છે.
આ જાતિભેદની લાગણી સરકારની નીતિના પરિણામ સ્વરૃપે પણ નિકળી શકે છે. ઉદાહરણ તરીકે ઇઝરાયલ સાથે આપણી સરકારના રાજદ્વારી સંબંધોથી વધીને સંઘીઓની સ્થાપના અને તાજેતરના અમેરિકા સાથેના વધી રહેલા સંબંધો. આપણી નીતિઓ બિનજોડાણવાદી મુલ્યોને ધ્યાનમાં રાખીને સ્વતંત્ર હોવી જોઇએ. જ્યારે પણ કોમવાદી હુલ્લડો ફાટી નિકળે ત્યારે સલામતી દળો રાજ્યમાં મોકલવાની સત્તા કેન્દ્ર પાસે હોવી જોઇએ. કારણ કે કોમવાદી રાજ્યની સરકારો કાયદા વ્યવસ્થાને જાળવવા વધારાના દળો માંગતી નથી. કેમ કે આ હિંસા તેમના રાજકીય સ્વાર્થ માટે ફાયદાકારક હોય છે, જેમ કે ૧૯૯૦માં ઉત્તરપ્રદેશમાં અને ૨૦૦૨માં ગુજરાતમાં બન્યું. બિહારમાં લાલુપ્રસાદની અડવાણીની ધરપકડ કરવાની માંગણી અને ઉત્તરપ્રદેશમાં મુલાયમસિંહની િંહંસક ટોળાને વિખેરવા ગોળીબારની માંગણી જોઇતો પ્રતિસાદ ન સાંપડયો. આવી હિમ્મતપૂર્વકની હિલચાલ કોમવાદી દળોને નાસીપાસ કરી શકી હોત.
સોનિયા ગાંધી અને નરેન્દ્ર મોદી વચ્ચે ચાલેલ શાબ્દિક યુદ્ધમાં ગુજરાતના ઇલેકશન કમીશન દ્વારા પ્રશંસનીય કામગીરી બજાવવામાં આવી, તેમણે ગુજરાતના વિધાનસભા ચૂંટણીમાં સોનિયા ગાંધી દ્વારા ઉચ્ચારવામાં આવેલ ‘મોત કા સોદાગર’ની ટિપ્પણીની નોંધ લીધી. સાથે સાથે તેણે લોકોમાં કોમવાદી લાગણી ભડકાવવા માટે જે ઇરાદા પૂર્વક ટિપ્પણીઓ કરવામાં આવી હતી તેણી નોંધ પણ લેવી જોઇએ. સરકાર દ્વારા ‘જાહેર હિત’ની જાહેરાતો રાષ્ટ્રીય દૈનિક સમાચાર પત્રોમાં જનજાગૃતિ લાવવા માટે બહાર પાડવામાં આવે છે. દા.ત. આતંકવાદ વગેરે. આવી નીતિઓ લોકોના માનસમાં દર્ભી રાખેલી ખોટી માન્યતાઓને ખતમ કરવા માટે પણ અપનાવવી જોઇએ, જેમ કે મુસ્લિમોના બહુલગ્નની ખોટી માન્યતા કે મુસ્લિમ સમાજની વધી રહેલી વસ્તી વગેરે.
પોસીલની ભૂમિકા ઃ
૨૦૦૨ના રમખાણોમાં પોલીસના પક્ષપાતી વલણ વિશે ટિપ્પણી કરતા ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ પોતાનો વિચાર પ્રગટ કર્યો “પોલીસ અને પ્રશાસનની નિષ્ક્રિયતા પોતાના માટે ઘણું કહી જાય છે.” (૨૬ એપ્રિલ, ૨૦૦૨). ઉમર ખાલીદીના મુજબ આ ‘નિષ્ક્રિયતા’ અહમદાબાદ (૧૯૬૯), હૈદરાબાદ (૧૯૭૮), મુરાદાબાદ (૧૯૮૦), ભિવંડી (૧૯૮૪), મેરઠ (૧૯૮૭), ભાગલપૂર (૧૯૮૯), સુરત અને મુંબઇ (૧૯૯૩) વગેરેમાં જોવા મળી હતી. સલામતી દળોને રાજકારણ અને કોમવાદ મુક્ત બનાવવા માટે સજ્જળ પગલા લેવાની જરૃર છે. ‘ખાકી’માં સંયોજનનું પ્રમાણ બરાબર નથી. મુસ્લિમોની સી.આર.પી.એફ.માં, સીવીલ સર્વિસિસમાં, બી.એસ.એફ.માં અનુક્રમે ૩.૫ ટકા, ૩.૨ ટકા અને ૪.૫ ટકા ઉપસ્થિતી છે. એસ.પી.જી., આર.એ.ડબ્લ્યુ. અને આઇ.બી.માં મુસ્લિમો હજુ જોવાના બાકી છે. સલામતી દળોનો આ અલેખિત ધારાધોરણ સત્વરે દૂર થવો જોઇએ. સરકારે લશ્કર, અર્ધલશ્કરી દળો અને પોલીસના હોદ્દા વૈવિધતા લાવવા માટે પગલા લેવા જોઇએ. જુદી જુદી કોમોનો તેમની વસ્તીના આધારે સલામતી દળોમાં તેમની નિસ્પક્ષ ભૂમિકાની ખાતરી વગર ઠીક ઠીક પ્રતિનિધિત્વ થવું જોઇએ. જે સારો વાતાવરણ લાવવા માટે મદદરૃપ થશે.
મીડિયાની ભૂમિકા ઃ
૧લી જાન્યુઆરીએ ‘સામના’માં ‘હિન્દુઓએ હવે આક્રમક બનવું જોઇએ’ના શિર્ષક હેઠળ એક લેખ હતો (અંક ઃ ૧ પાનું ઃ૧૩) વાણી સ્વાતંત્રનો અર્થ એમ નથી કે એક સમુદાયને બીજા સમુદાય વિરૂદ્ધ ઉશ્કેરવામાં આવે. મીડિયાની ભૂમિકા લગભગ તમામ રમખાણોમાં અસધારણ રહી. મીડિયાને (કાયદા બંધારણ અને સમાજ)થી પ્રાપ્ત થયેલ સ્વતંત્રતા પર તરાપ અથવા કાપ મુકનાર હું એક અંતિમ વ્યક્તિ હોઇશ. છતાં જ્યારે વાણી સ્વાતંત્રતામાં ઘટાડો કે હત્યા વચ્ચે પસંદગી કરવાની હોય તો હું વાણી સ્વાતંત્રતામાં ઘટાડાને પસંદ કરીશ. ઉશ્કેરણીજનક લેખો પ્રકાશિત કરતા પ્રકાશકોને સજા થવી જોઇએ અને જ્યારે આ જ ગુનો ફરી પાછો નોંધાય તો તેનો લાયસન્સ પણ જપ્ત કરી લેવો જોઇએ. કોમવાદી મસાલા પુરા પાડવા કરતા મીડિયાએ કેટલી કોપીઓ અને ટી.આર.પી.ના વેચાણ ન થવા બદલ ખોટ સહન કરવી જોઇએ. આ બાબત ‘સમાચારપત્રો લોકોના બાઇબલ જેવા છે’ વાળી કહેવતને સાર્થક કરશે. મીડિયાએ ઠોસ પુરાવા ન હોય ત્યાં સુધી હેડલાઇન ઘડતા પહેલા સાવચેતી રાખવી જોઇએ જેમ કે ‘સીમીનું બીજું સ્વરૃપ’ (ઇન્ડિયન એક્સપ્રેસ માર્ચ-૨), ‘ટેકનોલોજીના કેન્દ્ર એવું બેંગલોર આતંકનું ગઢ’ (ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, ફેબ્રુઆરી ૨૮), ‘કર્ણાટકના શૈક્ષણિક સંકુલો આતંકીઓને ઉછેરે છે.’ (પાયોનિયર, ફેબ્રુઆરી ૩), ‘દક્ષિણમાં હુબલી આતંકીઓનો ગઢ’ (પાયોનિયર ફેબ્રુઆરી ૪).
પ્રથમ હરોળના મીડિયાએ કોઇપણ ઇવેન્ટને કવર કરતા કોમવાદી પક્ષપાત ન રાખવી જોઇએ, તાજેતરમાં જ હિન્દુ મુન્નારી નામી સંગઠનના સાત આતંકવાદીઓ તેમની સ્થાનિક આર.એસ.એસ.ની ઓફિસમાં અને ટેન્કાસી (તમિલનાડૂ)માં બસ ટેશનની નજીક ધડાકા કરતા ઝડપાયા પછી આ પુરવાર થયું. ઉલ્લેખનીય છે કે પ્રાપ્ત વિસ્ફોટકોની બનાવટ એવી જ હતી જે મક્કા મસ્જિદ ધડાકામાં ઉપયોગમાં લેવાયા હતા. ઝડપાયેલા સાતેય જણાએ કોમી તણાવ ભડકાવવાના હેતુસર ધડાકા કર્યાનો એકરાર કર્યો. તદ્ઉપરાંત આ સમાચાર લગભગ દરેક આગળપડતા દૈનિક, સાપ્તાહિક અને ચેનલો એમ ક્યાંય પણ દેખાયો નહીં.
શિક્ષણ ઃ
પ્રાથમિક સ્તરે ઘડવામાં આવતા અભ્યાસક્રમો, કોઇસ્વતંત્ર કમીટીઓને સોંપવા જોઇએ કે સીધી રીતે સરકારને જવાબદાર ન હોય, કે જેથી ભવિષ્યમાં શિક્ષણને કેસરીયો બનાવવાની કોશિશ નિષ્ફળ બનાવી શકાય. ઇતિહાસ સાથે ચેડા કરીને કોમવાદ ભડકાવવાના પ્રયત્નોને રોકવા જોઇએ. ઇતિહાસ સાચો જ ભણાવવાનો જોઇએ. ઓરંગઝેબ, મહેમૂદ ગઝની, શીવાજી અને બાબર વગેરેના વ્યક્તિત્વને તેવો જેવા હતા તેવો જ ચીતરવો જોઇએ. કોમો વચ્ચે સુમેળ સંબંધ વિકસાવે તે સંજોગોને અભ્યાસક્રમમાં યોગ્ય સ્થાન મળવો જોઇએ. દા.ત. ઓરંગઝેબનું વિશ્વનાથ મંદિરને દાન, યુદ્ધો દરમિયાન શિવાજીનું કુઆર્ન પ્રત્યેનું માન વગેરે.
બી.એડ. અને એમ.એડ.ના અભ્યાસ દરમિયાન શિક્ષકોને એવી તાલીમ આપવી જોઇએ કે કઇ રીતે તેવો સમાજમાં કોમી સંવાદિતા પેદા કરી શકે. કારણ કે એક શિક્ષક વર્ષમાં ઓછામાં ઓછા ૩૦-૪૦ વિદ્યાર્થીઓને કોમવાદી બનાવી શકે છે. જે માનવ સંસાધનનો મોટો નુકસાન છે. જો તેઓને સાચી દિશામાં પ્રશિક્ષણ આપવામાં આવે તો તેઓ સ્વસ્થ્ય સમાજની રચના કરવા સક્ષમ બનશે.
લઘુમતિઓ ઃ
લઘુમતિઓએ યાદ રાખવું જોઇએ કે કોમવાદ પ્રાકાસ્ઠાએ ન પહોંચી શકે અગર તો બીજા પ્રકારના કોમવાદ થકી શાંત પાડી શકાય. ભૂતકાળનો અમારો અનુભવ છે કે એક સમુદાયના કોમવાદના વિરોધમાં બીજા સમુદાયના કોમવાદ થકી આજનો કોમવાદ અસ્તિત્વમાં આવ્યો છે. જો બીજા કોમવાદને વેગ મળશે તો ચોક્કસ આપણે એક મજબૂત ભારતના બદલે કેટલાક પાકિસ્તાનો અને ખાલિસ્તાનો સાથે ખતમ થઇ ગઇ છે. લઘુમતિઓએ (ખાસ કરીને મુસ્લિમોએ) બીજા કોમના લોકો સાથે મૈત્રિના પ્રયત્નો કરવા જોઇએ અને તેઓની સાથે ભાઇચારાના સંબંધો પણ સ્થાપવા જોઇએ, તેઓએ બીજાઓને એક પ્લેટફોમ પર આપણી તમામની તકલીફો જણાવવા આમંત્રણ આપવાની પહેલ કરવી જોઇએ. તેઓને તેમની ધાર્મિક શિક્ષાઓ તેના સાચા પરિપ્રેક્ષ્યમાં પ્રસ્તુત કરવાની તેમજ આમ આદમીના માનસમાં રહેલી ગેર સમજોને દૂર કરવાની જરૃર છે.
વિદ્યાર્થીઓ અને યુવાનો
લોકશાહી તેના મૂળથી મજબૂત હોવી જોઇએ અને ચૂંટણી વિકાસના મુદ્દા પર લડાવી જોઇએ નહિંકે લોકોની કોમવાદી વિચારધારાથી બિનસરકારી સંસ્થાઓ અને વિદ્યાર્થીઓને કામ આપવું જોઇએ કે તેઓ ગામડે જઇ કોમવાદી વિચારધારાથી વાકેફ કરાવવાના પ્રયત્નો કરે. કારણ કે સ્વતંત્રતાના ૬૦ વર્ષો પછી પણ ભારત લોકશાહીના અસ્તિત્વને ટકાવવામાં સફળ નિવડેલ હોવા છતાં લોકોમાં રાજનૈતિક સમજનું વિકાસ બરાબર થયું નથી અને આજે પણ પોતાનો મત જાતી, સમુદાય અને કોમના નામે વેડફી રહ્યા છે. નહિંતર મોદી જેવો ‘નરસંહારી’ ચૂંટણી ન જીતી શક્યો હોત. વિદ્યાર્થીઓ અને જુવાનિયાઓએ પ્રખ્યાત સુત્રોચ્ચારો અને બીજાની પ્રતિષ્ઠા ખંડિત કરનારા વાક્યોના તાલે ન ઝૂમવું જોઇએ. તેઓએ કોમવાદી દલીલોનું બરાબર વિશ્લેષણ કરવું જોઇએ. કોમવાદી ‘દળો’માંથી યુવાઓની આક્રમકતાને બાદ કરતા તેઓ બધુ છે બલ્કે એક દળ છે.
શાળા અને કોલેજોમાં પુસ્તકો ઉપરાંત ચર્ચા, વાતાવરણ અને સર્જનાત્મક લેખો, કોમી સંવાદિતા અંગેના લેખો વગેરે માટે પ્રોત્સાહિત કરવા જોઇએ. આ કામ શૈક્ષણિક સંકુલોનું વાતાવરણ સુમેળ કરવા અને વિદ્યાર્થીઓના ભોળા માનસને કોમવાદથી બચાવવા જરૂરી છે, જે ઘણીવાર ગંદા કોમવાદી ષડયંત્રથી ભ્રષ્ટ થાય છે.
અદાલત ઃ
‘ન્યાયમાં વિલંબ એટલે અન્યાય’ ન્યાય પ્રણાલી ચુકાદા આપવામાં ત્વરિત હોવી જોઇએ. જેમકે આપણે જોઇ શકીએ છે કે ૧૯૮૪, ૧૯૯૩ અને ૨૦૦૨ના ગુનેગારો આજે પણ છુટતી ફરી રહ્યા છે. અસરગ્રસ્ત કોમના લોકોમાં આ પક્ષપાતપૂર્ણ પરિસ્થિતિ બેચેની પેદા કરે છે. બિલ્કિસ બાનુંના સંદર્ભમાં આવેલ ચુકાદો આ સંદર્ભમાં આવકારદાયક છે. અદાલત દ્વારા બીજા નીડર ચુકાદાની રાહો પહોળી થવી જોઇએ. રમખાણો અને પોલીસ અત્યાચાર તેમજ નકલી એન્કાઉન્ટર કેસો લાગતા વળગતા રાજ્યથી અગલ ચલાવવા જોઇએ. ચુકાદો જલ્દી, નીડર અને સાથે સાથે ન્યાયિક હોવો જોઇએ. ખાસ ફાસ્ટટ્રેક કોર્ટ આ સંદર્ભમાં મદદરૃપ નીવડી શકે છે.
અયોધ્યા સમસ્યા નિરાકરણ આવવું જોઇએ. ચુકાદામાં વધારે વિલંબ કોમવાદી દળોને વધારે ફાયદો લેવાની આડકતરી પરવાનગી આપશે. તદ્ઉપરાંત અશોક સિંગલ જેવા ખુલ્લેઆમ આપણી કોર્ટને બે આબરૃ કરતા કહે છે કે, “સંતોનો ફેંસલો કોર્ટના ફેંસલાથી ઉપર છે” જરૃરથી આવા લોકોને ‘કોર્ટના અનાદર’ હેઠળ કેસ કરવો જોઇએ. બંદગીની દરેક જગ્યાને પુરતી સલામતી પુરી પાડવી જોઇએ.
વાતાવરણનું સર્જન ઃ
ભારતમાં વસ્તી જુદી જુદી કોમોમાં સહકાર અને સમજદારીની લાગણીને વેગ આપવો જોઇએ. આપલેનું વાતાવરણ અને શાંતિપુર્ણ સહઅસ્તિત્વનો વિકાસ થવો જ જોઇએ. કોમવાદી ષડયંત્રો પર વિશ્વાસ કરવાની જગ્યાએ એક કોમના વિદ્વાનોએ બીજી કોમના વિદ્ધવાનોને મળીને અધિકૃત માહિતી મેળવી ષડયંત્ર પાછળ છુપાયેલ સત્યને ઓળખવો જોઇએ. દા.ત. હિન્દુ કોમવાદી માનસિકતા ધરાવનારાઓએ હિન્દુ આગેવાની અને સત્તા હાંસલ કરવાના આશય સાથે ષડયંત્ર કર્યું કે ૨૩ ડિસેમ્બર ૧૯૨૬ના રોજ એક મુસ્લિમ ધર્માંધે સ્વામી શ્રદ્ધાનંદની હત્યા કરી જે ઇસ્લામી જેહાદનું ગુપ્ત ષડયંત્ર હતું. ઇસ્લામી જેહાદના એક સિદ્ધાંત તરીકે આ સાથે આરોપ લગાવવામાં આવે છે. આ સંજોગોમાં મોલાના મુહમ્મદ અલી જોહરની અપીલ પર મોલાના મૌદૂદીએ ‘અલ-જિહાદ-ફિલ-ઇસ્લામ’ના શિર્ષક હેઠળ એક પુસ્તક લખ્યું જેમાં તેમણે જિહાદ વિશેની ગેર સમજોને દૂર કર્યો. પરંતુ કમનસીબી બિનમુસ્લિમ વર્તુળોમાં આ પુસ્તક રજૂ ન થયું. હિન્દુત્વ કોમવાદીઓના ષડયંત્ર અભિયાનમાં બિનસાંપ્રાદાયિક દળોએ અજ્ઞાન સિવાય, ભાગ લીધો અને કોમી રમખાણોમાં લાખો જીવો હોમાઇ ગયા. તેથી કોઇ જાણવા ઇચ્છતો હોય કે મદરસા આતંકવાદીઓનો કેન્દ્ર છે કે કેમ ? તો તેણે આંધળા બનીને કોઇપણ મંતવ્ય આપતા પહેલા મદરસામાં જરૃરથી જઇને જોવું જોઇએ કે સત્ય શું છે?
સંતુલિત કોમવાદી વલણને કાબૂમાં રાખવું જોઇએ. દા.ત. આર.એસ.એસ. તેની સાથે જોડાયેલ તમામ સંસ્થાઓ ધર્માંધ બની ભારતને કોમવાદી વિચારધારા સાથે વિભાજિત કરી રહી છે. તે હિંદોઓમાં ‘બીજાઓ’ માટે કોમી નફરતને ઇરાદાપૂર્વક ફેલાવી રહી છે અને ત્યાં સુધી તે હિંસા અને આગ ચાપી રહી છે. તેથી આ એકદમ કોમવાદી સંસ્થા છે. પરંતુ આ કમનસીબી છે કે બિનપ્રાદાયિક દળો ‘ફક્ત’ આર.એસ.એસ. અને તેની સંલગ્ન સંસ્થાઓને કોમવાદી કહેતા ડરી રહ્યા છે. તેઓ આર.એસ.એસ.ના જેવી જ (ત્યાં સુધી કે તે અસ્તિત્વમાં નથી) એક સંસ્થા ઇચ્છે છે સંતુલન જાળવવા માટે કે પોતાને નિષ્પક્ષ તારવવા માટે. આ ફક્ત તેઓ એટલા માટે કરે છે કે ક્યાંક તેમના ઉપર પણ કોમવાદી હોવાનો લેબલ ન લાગી જાય. દા.ત. બાબરી મસ્જિદની શહાદત પછી સરકારે બજરંગદળ અને બીજાઓની સાથે સાથે જમાઅતે ઇસ્લામી હિન્દને પણ પ્રતિબંધિત કર્યું. આવંુ સંતુલિત કોમવાદ બે રીતે ખતરનાક છે ;
૧) ખરેખર કોમવાદીઓને તે કાયદેસરતા બક્ષે છે અને ૨) બિન કોમવાદી દળોની સાધન સંપત્તિ કોઇપણ સર્જનાત્મક કાર્ય કરવાને લાયક રહેતી નથી તેમજ પોતાના ઉપરના કોમવાદી હોવાના આરોપોને ખોટા સાબિત કરવામાં સાવ ખાલી થઇ જાય છે.
આવો વલણ ખરેખર બદલવો જોઇએ, આપણા સમાજે તેના મિત્રો અને શત્રુઓને ઓળખવા જોઇએ. સંતુલિત કોમવાદ બિન કોમવાદ સાથે કોમવાદને કચળવાના આશયમાં ઢીલું પુરવાર થશે. આવા અને બીજા ઘણા પગલા કોમવાદને ડામવા માટે અતિ આવશ્યક છે. આપણા અજ્ઞાન અને સુસ્તીનો કોમવાદી દળો સાથે વિપરીત સંબંધ છે. ધ્યાન રાખો આપણી કોમવાદની બાબતમાં સહનશીલતા કાયરતાની સરહદોને ન અડવી જોઇએ.
email : yasiratiq@gmail.com