Wednesday, March 22, 2023
Homeસમાચારકોરોનાથી થયેલી મોતો પર ખોટું કોણ બોલી રહ્યું છે? સ્મશાન કે સરકારી...

કોરોનાથી થયેલી મોતો પર ખોટું કોણ બોલી રહ્યું છે? સ્મશાન કે સરકારી દાવા?

કોરોનાની બીજી લહેર આટલી ઘાતક હશે, કોઈએ પણ વિચાર્યું નહીં હોય. તેની સામે સમગ્ર મેડિકલ વ્યવસ્થા, સિસ્ટમ અને સરકારી દાવા ફેલ થઈ ગયાં. દરેક શહેરના સ્મશાનોમાં સતત લાશો આવી રહી છે. વગર બંધ થયે ચિતાઓ બળી રહી છે. એવું લાગે છે કે જાણે સ્મશાન, કારખાના બની ગયા છે જે 24 કલાક ચાલી રહ્યાં છે. આવી દુર્ઘટના આઝાદી પછી દેશએ ક્યારેય જોઈ નહિ હોય. સરકારી આંકડા ભલે જે કંઈ કહેતા હોય પરંતુ સ્મશાન અને કબ્રસ્તાન ખોટું બોલતા નથી.

વિદેશી સમાચાર પત્ર “ન્યૂયોર્ક ટાઈમ્સ” લખે છે કે ભારતમાં દવાખાનાઓ ભરેલા છે, ઓક્સિજન ની અછત છે, લોકો ડોક્ટરને દેખાડવાની રાહમાં મરી રહ્યાં છે. આ તમામ વાતો દર્શાવે છે કે મોત નો ખરો આંકડો, સરકારી આંકડાથી ઘણો વધુ છે. સરકારી આંકડાની વાત કરીએ તો 24 એપ્રિલે સમગ્ર દેશમાં કોરોના વાયરસનાં લીધે 2767 લોકોની મોત થઈ હતી, જ્યારે કે દેશભરના સ્મશાનોમાંથી આવી રહેલા ફોટા કંઇક અલગ જ સ્ટોરી દર્શાવી રહી છે.

સાભાર : ધ લલ્લનટોપ


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

અબ્દુરહમાનભાઈ મેમી on અંજુમને ઇમ્દાદે બાહમી મોડાસા