આપણી ખૌફનાક અને જુલ્મી દુનિયાએ મુસલમાનો સાથે કેવો ભૂંડો મજાક કર્યો છે! તેનું એક ઉદાહરણ જુઓ. એક તરફ આ શક્તિશાળી વડાઓ મુસલમાનોને આતંકવાદી ઠેરવે છે. અને તમાશો તો જુઓ કે જેમને આતંકવાદી ઠેરવવામાં આવે છે તેઓ ભયભીત થઈને ઘરોમાં પણ ડરી રહ્યા છે. માત્ર ભારતમાં જ નહીં બલ્કે સમગ્ર વિશ્વમાં આ સ્થિતિ જાવા મળી રહી છે. અને આ તમાશો પણ જુઓ કે પાછલા ૧૦ વર્ષોમાં ‘સલીબી’ પશ્ચિમ આતંકવાદની જે ભયાનક ઘટનાઓ સામે આવી તેમને જોવા છતાં આ તાનાશાહ વડાઓ માત્ર ખામોશ રહ્યા એટલું જ નહીં બલ્કે પોતાના ખતરનાક અપરાધીઓ માટે પણ ક્યારેય આતંકવાદી હોવાનો એકરાર નથી કર્યો. આવું એટલા માટે પણ છે કે આરબ દેશોમાં ન તો સંગઠન છે અને ન તો કોઈ મોટો અવાજ. એ પશ્ચિમી આતંકવાદ કે આતંકવાદીઓ વિરુદ્ધ ઊઠ્યો છે. એક જમાનો હતો કે જ્યારે મુસલમાનો શક્તિશાળી હતા, અને મોટી મોટી શક્તિઓ મુસ્લિમ દેશોના ઐકય કે સંગઠનથી ઘભરાયેલી રહેતી હતી. વૈશ્વિક સ્તરે ષડ્યંત્રોનો જમાનો આવ્યો તો મિલ્લત તથા સંગઠન કે ઐકય છિન્ન-ભિન્ન થઈ ગયું અને સમગ્ર વિશ્વમાં મુસલમાનો કમજોર થતા ગયા. તે એટલી હદે કમજોર થયા કે ટ્રમ્પ જેવા શાસકો ખુલ્લેઆમ મુસલમાનોને આતંકવાદી ઠેરવવા લાગ્યા અને સાઊદી આરબ જેવા દેશો અમેરિકા સામે ઘૂંટણિયે પડતા દેખાયા.
તા. ૧૫મી માર્ચ એક એવો કાળો દિવસ પુરવાર થયો, જેણે ચંગેજ અને હલાકુની જુલ્મી કાર્યવાહીથી આગળ વધીને એ કરી દેખાડ્યું કે જેના વિષે આ સુસભ્ય જગતમાં આપણે વિચારી પણ નથી શકતા. હુમલાખોર બ્રિન્ટને બે વર્ષ પહેલાં ષડ્યંત્રની સ્ક્રિપ્ટ તૈયાર કરી હતી. ત્રણ મહિના પહેલાં જગ્યા પસંદ કરી હતી. ૨૪ કલાક પહેલાં ફેસબુક ઉપર ધમકી આપી અને ન્યુઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ શહેરની બે મસ્જિદોને લક્ષ્ય બનાવી અને ફેસબુક ઉપર આ વાક્ય પણ લખ્યું કે અમે આને લાઈવ-જીવંત બતાવીશું. ભારતમાં એક મજૂરને જંગલમાં લઈ જવો, કત્લ કરવો અને વીડિયો બનાવવા તેમજ વીડિયોને વાયરલ કરવાનો ખૂની તમાશો આપણે પહેલાં પણ જોઈ ચૂક્યા છીએ. હવે જરા મૃત્યુની આ ભયાનક રમતનો બીજા ભાગ જુઓ. ઈ.સ. ૨૦૧૧નો જમાનો, નોર્વેના એક આતંકવાદી એન્ડર્સ બેહરંગ બ્રાવેકરે કાર-બોંબ હુમલો કરીને ૭૨ લોકોના પ્રાણ હણ્યા હતા. બ્રિન્ટન તેનો સમર્થક તથા અનુયાયી છે. બ્રિન્ટને ૧૭ મિનિટ સુધી ફેસબુક ઉપર લાઈવ સ્ટ્રીમિંગ કરી. તેણે કાર ચલાવવી શરૂ કરી, સાથે જ ફેસબુક ઉપર તેનો વીડિયો ચાલવા લાગ્યો. તેણે કહ્યુઃ “હવે પાર્ટી શરૂ કરીએ છીએ.” પછી તે કાર ચલાવતો અલ-નૂર મÂસ્જદ તરફ વધે છે. તે આ પણ બતાવે છે કે તેની કારમાં બોંબ છે. ગાડી ચલાવતો અને એ ખૌફનાક તમાશા દરમ્યાન તે સર્બિયન મ્યુઝિક બજાવે છે. બપોરે ૧.૪૫ વાગ્યે તેની ખૂની પાર્ટી શરૂ થાય છે, અને ત્યાં તે ૪૧ નિર્દોષ મુસલમાનોને મોતને ઘાટ ઉતારે છે. તેના પછી લિનવુડ મÂસ્જદ પહોંચે છે અને ત્યાં પણ ખૂની તમાશો પાર પાડે છે. બ્રિન્ટેનનો મેનિફેસ્ટો ૭૧ પાના ઉપર આધારિત છે. એમાં ટ્રમ્પની પ્રશંસા છે અને તેણે લખ્યું છે કે હવે શ્વેત લોકોનો દબદબો સમગ્ર દુનિયા પર સ્થાપિત થશે. જ્યારે આ હુમલો થયો ત્યારે મસ્જિદમાં અઝાન થઈ રહી હતી અને એક જગત ફેસબુક ઉપર નિર્દોષ-માસૂમ મુસલમાનોના મૃત્યુનો તમાશો જોઈ રહ્યું હતું. આવી ઘટનાઓ પર ‘કેન્ડલ માર્ચ’ કરનારા પણ ખોવાઈ ગયા હતા. સોશ્યલ વેબસાઇટ્સ પર મુસલમાનોના મૃત્યુનો જશ્ન મનાવાઈ રહ્યો હતો. મુસલમાનોની શરદી-ઝુખામ પર પણ મુસલમાનોને આતંકવાદી ઠેરવનારા લોકો આ તબાહી પર ખામોશ હતા અને આંતરરાષ્ટ્રીય કે વૈશ્વિક મીડિયા બ્રિન્ટનને એક “શૂટર” રૂપે બતાવી રહ્યો હતો. અક “શૂટર” કે જેણે મૃત્યુનું નગ્ન-નૃત્ય રજૂ કર્યું, અને સતત ૧૭ મિનિટ સુધી એક જગત તેના વીડિયોને જોઈને ધ્રૂજતું રહ્યું. ઓસ્ટ્રેલિયાના અખબારોએ આને કત્લેઆમ ઠેરવ્યું. એક અખબારે આને વેરની કાર્યવાહી ઠેરવી. “ધી ડોને” અંતિમવાદ ઠેરવ્યું. “વોશિંગ્ટન પોસ્ટ”એ લખ્યું કે સોશ્યલ્ મીડિયા ખતરનાક છે. “સોશ્યલ્ મીડિયા બોંબ”ને બદલવાની જરૂરત છે. પ્રશ્ન આ પણ છે કે સોશ્યલ્ મીડિયા પર નફરત અને મૃત્યુની આ રમત ક્યારે બંધ થશે? બ્રિટનથી અમેરિકા અને ફ્રાંસ સુધી બલ્કે હવે સમગ્ર વિશ્વમાં મુસલમાનોના મૃત્યુનો જશ્ન મનાવનારા કોણ છે? સંયુક્ત રાષ્ટ્ર સંઘ અને શાંતિ તથા સલામતીના દુનિયાભરના કેન્દ્રો હોવા છતાં જ્યારે મુસલમાનોના મૃત્યુ સામે આવે છે તો સામાન્ય મીડિયા સુદ્ધાં ખામોશ કેમ થઈ જાય છે? ભારતમાં આ ખૌફનાક ઘટના અંગે હજી પણ રાજકીય પક્ષો તરફથી કોઈ એવું નિવેદન નથી આવ્યું જે જખ્મો ઉપર મલમ લગાવી શકે. આપણું રાજકારણ એક એવા અંધકારયુક્ત મકબરાનો ભાગ છે, જ્યાંથી અજવાળાની કોઈ કિરણ મુસલમાનોને દેખાતી નથી.
આ ખૌફનાક રમત કોણે શરૂ કરી, ટ્રમ્પે? પુતિને? ચીને કે પાકિસ્તાને? મુસલમાનો પ્રત્યે વધતી જતી હિંસા અને નફરત વૈશ્વિક દેશોને ક્યાં લઈ જશે? હવે એક નાનકડું ઉદાહરણ ભારતમાં જુઓ. એક વ્યક્તિએ સુપ્રિમ કોર્ટમાં અરજી કરી કે ભારતના તમામ મુસલમાનોને પાકિસ્તાન મોકલી દો. જસ્ટીસ નરીમાન અને વિનિત શરણની બેન્ચ આ અરજીને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. વકીલથી પ્રશ્ન કર્યો કે શું તમે આ અરજી માટે ખરેખર ગંભીર છો? અને જા છો તો અમે એ સાંભળીશું, પરંતુ પછી તમારી વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે. આથી વકીલે ચર્ચાથી ઇન્કાર કરી દીધો. પાંચ વર્ષોમાં મુસલમાનોથી નફરતની આ સ્થિતિ છે કે ટોળા-હિંસાથી લઈને પાકિસ્તાન મોકલવાની સલાહ આપનારાઓની સંખ્યા વધતી જઈ રહી છે. ટ્રેજડી આ છે કે જે હુમલા કરે છે તે “શૂટર” છે, નિર્દોષ છે, વેરની ભાવના છે અને મુસલમાન? તે ભોગ બનવા છતાં અને બચાવ કરે તો પણ વૈશ્વિક મીડિયા માટે તે આતંકવાદી છે. સંજોગો કેવી રીતે બદલાશે તે અંગે ગંભીરતાથી વિચારવાની આવશ્યકતા છે. •