Thursday, October 10, 2024
Homeકેમ્પસ વોઇસગાઈડન્સ અને કાઉન્સિલિંગમાં કારકિર્દી

ગાઈડન્સ અને કાઉન્સિલિંગમાં કારકિર્દી

ટીચર્સ અને ગ્રેજ્યુએટ્સ એજ્યુકેશનલ અને કારકિર્દી સલાહકાર બનીને શૈક્ષણિક માર્ગદર્શક બનો

ગાઈડન્સ એન્ડ કાઉન્સિલીંગ, એજ્યુકેશન તથા કેરિયર કાઉન્સેલર, કેરિયર ગાઈડન્સ, આઈ.ક્યુ. (I.Q.) અને એપ્ટીટ્યુડ ટેસ્ટ, સાઈકોલોજીકલ ટેસ્ટ વિગેરે જેવી વાતો શૈક્ષણિક માર્ગદર્શનની બાબતમાં આજ કાલ દરેક વ્યક્તિના મોઢા પર છે. જો તમે શિક્ષણના વ્યવસાય સાથે જોડાયેલા છો, અને પોતાનો વિષય ભણાવવાની સાથે સાથે તમે શિક્ષણ જગતમાં ક્રાંતિ લાવવા ની ઇચ્છા ધરાવો છો. શિક્ષણના મેદાનમાં એવુ કરવા ઇચ્છો છો કે દરેક વિદ્યાર્થી, વાલી, શાળા તથા કોલેજના વહીવટ કરનારા લોકો તમારી સેવાઓ અને તમારી કારકિર્દીને આભારની દૃષ્ટિથી જુએ. સાથે સાથે તમને પોતાને પણ સંતોષ હોય કે શિક્ષણના મેદાનમાં સામાન્ય લોકોથી અલગ પડી તમે કંઈક જુદું , કંઈક નવું, અને કંઈક એવુ કાર્ય કર્યું કે જેની આજે સંપૂર્ણ સમાજને જરૃર છે, તો તમારા માટે આનાથી વધુ સારી તક બીજી કોઈ ન હોઈ શકે કે તમે નોકરીની સાથે સાથે એજ્યુકેશનલ તથા કેરિયર કાઈન્સીલરની ટ્રેનીંગ મેળવી શકો.

થોડાક વર્ષો અગાઉ સુધી કેરિયરની પસંદગી માત્રને માત્ર વિદ્યાર્થી તથા વાલીઓની પસંદગી પર આધાર રાખતી હતી. વિદ્યાર્થીઓ પોતાના શિક્ષકો તથા પોતાની આજુ બાજુ રહેતા લોકોથી મળેલી માહિતીને આધારે વાલીઓની સલાહ દ્વારા પોતાના શિક્ષણ અને ભવિષ્યના વ્યવસાય અંગે નિર્ણયો લેતા હતા. આજે માહિતીના ફેલાયેલા સ્ત્રોત, અને કોર્સિસ અને પ્રોફેશન ની સંખ્યામાં થયેલા વધારાને લીધે કોઈ પણ વિદ્યાર્થીને પોતાના માટે યોગ્ય કેરિયરની પસંદગી કરવી એક ચેલેન્જથી ઓછું નથી. આવા ચેલેન્જનો એક્સપર્ટ તથા પ્રશિક્ષિત કાઉન્સીલરની મદદથી ઉકેલ મેળવી શકાય છે.

એજ્યુકેશનલ કાઉન્સીલર, કેરિયર કાઉન્સીલર, વિદ્યાર્થીને શૈક્ષણિક તથા પ્રોફેશનલ માર્ગદર્શન આપી, તેમના વ્યક્તિત્વમાં રહેલ કાબેલીયત, તેમનો રસ, તથા તેમના ઇન્ટેલીજન્સથી તેમની ઓળખ કરાવી યોગ્ય કારકિર્દીની પસંદગી કરવામાં તેમને માર્ગદર્શન પુરૃ પાડે છે. એક વિદ્યાર્થીને નડતા પ્રશ્નો જેમ કે તેમના વાંચનનું આયોજન, સમય તથા તણાવની સાથે સાથે વિષયોની પસંદગી,ભવિષ્યના કોર્સીસ તથા પ્રોફેશનની પસંદગીમાં કેરીયર કાઉન્સીલર વિદ્યાર્થીને માર્ગદર્શન પુરૃ પાડે છે.

તેની સાથે સાથે એજ્યુકેશનલ કાઉન્સીલર વિદ્યાર્થીઓને પડતી દરેક મુશ્કેલીઓ તથા ચેલેન્જનો સામનો કરવા માર્ગદર્શન પુરૃ પાડે છે. વિદ્યાર્થીઓના વ્યક્તિત્વના વિકાસ તથા તેમના કેરેક્ટરના વિકાસની સાથે સાથે તેમનામાં ડીસીપ્લીન, તથા વાંચનની આદત પેદા કરવામાં મદદ કરવાનું સ્પષ્ટ કાર્ય એજ્યુકેશનલ કાઉન્સીલર કરે છે.

આજ કાલ ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓ ફુલટાઈમ એજ્યુકેશન કાઉન્સીલરની સેવા મેળવી રહી છે. શાળાઓમાં તેમનાથી એવી આશા રાખવામાં આવે છે કે તેઓ વિદ્યાર્થીઓના વર્તનમાં સુધારો, તેમના ડીપ્રેશન, સામાજિક પ્રશ્નો, અંગત સંબંધોની સાથે સાથે શાળાકીય શૈક્ષણિક સ્તર વધુ સારૃ બને એવા ઉકેલો રજૂ કરે. આવા કાઉન્સીલર વિદ્યાર્થીના વાલી તથા તેમના શિક્ષકો થી સંપર્ક કરી વિદ્યાર્થીઓના પ્રશ્નો જેવા કે ભણવામાં રસ ન લેવો, માતા-પિતા ના મતભેદો, માતા-પિતાથી અલગ રહેતા વિદ્યાર્થીઓ, અથવા કોઈ નજીકના સંબંધીના અવસાનથી ડીપ્રેસનમાં આવી જતા વિગેરે જેવા પ્રશ્નોનો ઉકેલ મેળવવા માટે વિદ્યાર્થીઓને સલાહ તથા માર્ગદર્શન પુરૃ પાડે છે.

શાળાના સ્તરે વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓને હંમેશા ભવિષ્ય માટે ચિંતા રહેતી હોય છે કે વિદ્યાર્થીએ ભવિષ્યમાં કયા પ્રકારના વ્યવસાય સાથે જોડાવવું જોઈએ. કયા કોર્સેસ કરવા છે તથા કયા પ્રકારની નોકરી માટેની પરીક્ષાઓની તૈયારી કરવી છે. ખાસ કરીને દસમા ધોરણ પછી આગળના ભણતર માટે જેમાં આર્ટસ, સાયન્સ, કોમર્સ, ટેકનીકલ તથા ડિપ્લોમામાંથી કોઈ એકની પસંદગી કરવાની હોય છે. આજે સાયન્સ ગ્રુપમાં પણ ગણિત, જીવવિજ્ઞાન, કમ્પ્યુટર, ઇલેક્ટ્રોનીક અને ઇન્ફાર્મેસન ટેકનોલોજી જેવા અલગ અલગ ગ્રુપ છે. આમાંથી કયા ગ્રુપમાં જવુ એનો આધાર ભવિષ્યમાં કયા વ્યવસાય સાથે જોડાવવુ છે તેના પર રહેલો છે. માટે આવા સમયે લેવામાં આવેલો નિર્ણય સંપૂર્ણ ભવિષ્ય સાથે સંકળાયેલો હોય છે. આ વાતને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતાતૂર હોય છે કે આવનાર શૈક્ષણિક વર્ષોમાં શું કરવું એ કેવી રીતે નક્કી કરીએંે કે જેથી નવું વર્ષ, શિક્ષણ માટે લાગેલો પૈસો વિગેરે બરબાદ ન થાય. એક્સપર્ટ કાઉન્સીલરની સલાહ તથા સાયકોલોજીક ટેસ્ટ એનો સરસ ઉપાય છે. એક્સપર્ટ કાઉન્સીલરના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીનો રસ, ઇન્ટેલીજન્સ, તેની કાબેલીયત તથા તેના વ્યક્તિત્વની તપાસ સાયકોલોજીકલ ટેસ્ટ દ્વારા કરવામાં આવે છે.

કોઈ વિદ્યાર્થીના સાયન્સ, કોમર્સ, ગણિત વિગેરે વિષયોની પસંદગી કરતા પહેલા તેમજ ડૉક્ટર, ઇન્જિનીયર, વકીલ, પોલિસ, શિક્ષક, આર્ટિસ્ટ વિગેરે વ્યવસાયની પસંદગી કરતા પહેલા તે વ્યવસાય માટે જરૂરી લાયકાતની સાથે સાથે તે વિદ્યાર્થીનો તેમાં રસ છે કે નહીં તે જાણવું બહુ જરૂરી છે. આવા એક્સપર્ટ કેરિયર તથા એજ્યુકેશનલ કાઉન્સીલર બનવું હોય તો તેને સાયકોલોજીમાં ગ્રેજ્યુએશન કરેલુ હોવુ જોઈએ અથવા ગ્રેજ્યુએશન પછી કાઉન્સીલીંગ માટેનો ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ. આ પ્રકારના એક્સપર્ટ તથા ટ્રેનીંગ મેળવેલ એક્સપર્ટને શાળાઓ, કોલેજો, યુનિવર્સીટીઓ, કોચિંગ સેન્ટર, ટેકનીકલ ઇન્સ્ટીટ્યુટ, બહારના દેશમાં નોકરી માટે પસંદગી કરતી સંસ્થાઓ, શૈક્ષણિક પછાતપણું દુર કરવા માટે ચલાવવામાં આવતી સ્કીમો, પ્રોજેક્ટ વિગેરેમાં નોકરી મળી શકે છે. આ સિવાય એક્સપર્ટસ ખાનગી રીતે પણ પોતાની સેવાઓ આપી શકે છે. આ સિવાય સેમિનાર, લેક્ચર, દૈનિક પત્રોમાં લેખ, તથા કેરિયર અંગેના માર્ગદર્શન આપતા લેખો દ્વારા પણ પોતાની સેવા આપી શકે છે.

જો તમારામાં લોકોના પ્રશ્નો સાંભળવાની ખાસ કરીને વિદ્યાર્થીઓના પ્રશ્નોના ઉકેલ આપવામાં રસ હોય તો કેરિયર કાઉન્સેલીંગ તમારા માટે અત્યંત ઉપયોગી કેરિયર બની શકે છે. આજના સમયમાં અત્યંત લાભદાયી કેરિયર તરીકે ઉભરીને આવેલું છે. જેમાં એક વિદ્યાર્થી અથવા તેમના વાલી પોતાના પ્રશ્નો તથા મુશ્કેલીઓ તમારી પાસે લઈને આવે છે અને તમારા પાસે તેનો ઉકેલ મેળવીને ખુશી ખુશી પાછા ફરે છે. આ પ્રકારના કેટલાક કોર્સેસની માહીતી નીચે આપેલી છે.

મહરાષ્ટ્ર રાજ્યમાં શૈક્ષણિક વિભાગમાં ટ્રેનીંગની જવાબદારી નિભાવી રહેલી સંસ્થા ” સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનીંગ” (SCERT, Pune) પૂના દ્વારા આઠ જૂદા જૂદા ઇન્સ્ટીટયૂટમાં હાઈસ્કૂલના ગ્રેજ્યુએટ્સ શિક્ષક માટે દર વર્ષે મે માસના પ્રથમ અઠવાડિયામાં એક્વીસ દિવસનો કેરિયર માસટર્સ ટ્રેનીંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે. આ કોર્સનું નામ “સર્ટીફીકેટ કોર્સ ઓફ માસ્ટર કેરિયર” (Career Master) છે.

આ કોર્સની ટ્રેનીંગમાં કેરિયર સંબંધી પાયાની વાતો જેમ કે ધોરણ દસમા પછીના કોર્સ, એડમીશન માટેની પરિક્ષાઓ, નોકરીના વિભાગો, સ્કોલરશીપની પરિક્ષાઓ, શાળાની પરીક્ષા સિવાયની અન્ય પરિક્ષાઓ, વાંચન કેવી રીતે કરીએ? કોર્સેસ, નોકરીયો, કેરિયર, કોલેજો, યુનિવર્સીટીઓમાં એડમીશન કેવી રીતે મેળવી શકાય જેવી માહિતી આપવામાં આવે છે. વોકેશનલ ગાઈડન્સ (vocational guidance) ને એક વિષય તરીકે નવમાં તથા દસમાં ધોરણમાં ભણાવવામાં પણ આવે છે. સાથે દરેક શાળામાં વિદ્યાર્થીઓને ભવિષ્યનું શિક્ષણ તથા વ્યવસાય અંગેનું માર્ગદર્શન પુરૃ કરવા સાથે માસ્ટર ટ્રેનીંગ સંપૂર્ણ થાય છે.

કેરિયર માસ્ટર સર્ટીફીકેટ મેળવી ચૂકેલ શિક્ષકો મુંબઈમાં યોજાનાર એક વર્ષના ડિપ્લોમા કોર્સ માટે લાયક ગણવામાં આવે છે. આ એક વર્ષના પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાનું નામ “ડિપ્લોમા ઈન વોકેશનલ ગાઈડન્સ” (Diploma in Vocational Guidance) છે. નોકરી દરમ્યાન ડાયરેક્ટર ઓફ એજ્યુકેશન, પૂના હેઠળ ઇન્સ્ટીટયૂટ ઓફ વોકેશનલ ગાઈડન્સ એન્ડ સેલેક્શન, મુંબઈ માં આયોજિત આ કોર્સ દરમ્યાન શિક્ષકોને તેમનો પગાર, રજાઓ તથા અન્ય સવલતો બરાબર મળતી રહે છે. ટ્રેનીંગ માટે મુંબઈ જનાર શિક્ષકની જગ્યાએ તે શાળામાં ૧૦ માસ માટે બીજા શિક્ષકને નિયુક્ત કરવાની પરવાનગી પણ મળે છે. એજ્યુકેશનલ અને કેરિયર ગાઈડન્સ ની ટ્રેનીંગ એટલે કે ડિપ્લોમા ઈન વોકેશનલ ઇજ્યુકેશન એન્ડ ગાઈડન્સ માટે પસંદગી પામ્યા પછી મળનારી સવલતો નીચે મૂજબ છે.

(૧) ટ્રેનીંગ માટે એક વર્ષની ઈન સર્વિસ રજા
(૨) આખા વર્ષનો પગાર તથા અન્ય ભથ્થાઓ
(૩) વાર્ષિક મળનારી રજાઓ વગેરે
(૪) મુંબઈમાં રહેવા માટે ગવર્નમેન્ટ હોસ્ટેલ
(૫) મુંબઈમાં ટ્રેનીંગ દરમ્યાન ખાસ ભથ્થાઓ
(૬) સાયકોલોજીક ટેસ્ટ અંગે જાણકારી
(૭) એપ્ટીટ્યુડ ટેસ્ટ તથા આઈ.ક્યુ. ટેસ્ટ ના આધારે વિદ્યાર્થીઓના માર્ગદર્શનનો અનુભવ
(૮) અનુભવી તથા શિક્ષણમાં નિષ્ણાંત એવા ટ્રેનરો દ્વારા કેરિયર ગાઈડન્સની સંપૂર્ણ ટ્રેનીંગ

નવા શૈક્ષણિક કાર્યક્રમો તથા કાનૂનમાં દરેક શાળામાં વોકેશનલ ગાઈડન્સને ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. તેથી કરીને નિષ્ણાંત તથા અનુભવી કેરિયર કાઉન્સીલરનું મહત્ત્વ દિવસે દિવસે વધતું જાય છે. ખાસ કરીને ઉર્દુ શિક્ષણ સાથે જોડાયેલા શિક્ષકો આ તરફ જરૃરથી આગળ વધે. ઉર્દુ શાળાના જવાબદારો ઓછામાં ઓછા બે કેરિયર માસ્ટર અને ઓછામાં ઓછા એક કાઉન્સીલરને ટ્રેનીંગ માટે મોકલે. આ પ્રકારની માહિતી જ્યારે શિક્ષકો સમક્ષ મુકવામાં આવે છે ત્યારે ઘણી ગેરસમજોનું વર્ણન કરવામાં આવે છે જેમ કે મુંબઈ જઈને રહેવું, ત્યાં મરાઠી અથવા અંગ્રેજીમાં ટ્રેનીંગ મેળવવી, ટ્રેનીંગ મળ્યા પછી શાળાએ પાછા ના જોડાવા દીધા તો? વિગેરે વિગેરે મુશ્કેલીઓનું વર્ણન કરવામાં આવે છે. મારી એ બધા શિક્ષકોથી અપીલ છે કે આ પ્રકારની કોઈ મુશ્કેલીઓ નથી નડતી. ઇચ્છા ધરાવતા લોકો પહેલા કેરિયર માસ્ટરની ૨૧ દિવસની ટ્રેનીંગ માટે નીચે દર્શાવેલ ઓફિસોમાં સંપર્ક કરી શકે છે.

(૧) ઇન્સ્ટીટ્યૂટ ઓફ વોકેશનલ ગાઈડન્સ એન્ડ સિલેક્શન, ૩ મહાનગર પાલિકા માર્ગ, એસ. ટી. કોલેજ બીલ્ડીંગ, મેટ્રો સીનેમા પાસે, મુંબઈ (ફોનઃ ૦૨૨-૬૯૧૯૬૦)

(૨) ઇન્સ્ટીટ્યૂટ ઓફ વોકેશનલ ગાઈડન્સ એન્ડ સિલેક્શન, સદાશીવ પીઠ, કમઠેકર માર્ગ, પૂને. (ફોનઃ ૦૨૦-૨૪૭૬૪૪૫)

(૩) ઇન્સ્ટીટ્યૂટ ઓફ વોકેશનલ ગાઈડન્સ એન્ટ સિલેક્શન, દેવગીરી કોલેજ પાસે, પદમપૂરા, ઔરંગાબાદ. (ફોનઃ ૦૨૪૦-૨૩૩૨૧૬૨)

(૪) ઇન્સ્ટીટ્યૂટ ઓફ વોકેશનલ ગાઈડન્સ એન્ટ સિલેક્શન, ગવરમેન્ટ પિટોરધન હાઈસ્કૂલ, સીતાબરડી, નાગપૂર (ફોનઃ ૦૭૧૨-૨૫૨૧૩૦૧)

(૫) ઇન્સ્ટીટ્યૂટ ઓફ વોકેશનલ ગાઈડન્સ એન્ડ સિલેક્શન, માલટેકરી રોડ, જીન હોસ્પીટલ પાસે, અમરાવતી (ફોનઃ ૦૭૨૧ -૨૫૭૩૭૩૫)

(૬) ઇન્સ્ટીટ્યૂટ ઓફ વોકેશનલ ગાઈડન્સ એન્ડ સિલેક્શન, એ-૧૭૦૮ વોર્ડ, રન્કાડા પોસ્ટ ઓફિસની સામે, કોલ્હાપૂર (ફોનઃ ૦૭૨૧ -૨૫૫૧૬૦૧)

(૭) ઇન્સ્ટીટ્યૂટ ઓફ વોકેશનલ ગાઈડન્સ એન્ટ સેલેક્શન, બંગ્લા નંઃ ૧૭, કમિશ્નર ઓફિસ પાસે, સિક્યુરીટી પ્રેસ રોડ, નાસિક (ફોનઃ ૦૨૫૩ -૨૪૫૬૨૬૫)

(૮) ઇન્સ્ટીટ્યૂટ ઓફ વોકેશનલ ગાઈડન્સ એન્ટ સેલેક્શન, જિલ્લો કલેક્ટર ઓફિસ ની સામે, બારશી રોડ, લાતૂર (ફોનઃ ૦૨૫૩ -૨૪૫૬૨૬૫)

દેશની જુદી જુદી સંસ્થાઓમાં કેરિયર કાઉન્સીલિંગ સંબંધે ચાલતા કોર્સેસની જાણકારી નીચે કોઠામાં આપેલી છે.

career-table-compressor

સાભારઃ rafeeqemanzil

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments