કટિહાર મેડીકલ કોલેજના પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થી ડો. ફયાઝ આલમની માતા સાથે ફોન પર વાત કર્યા પછી, એસ.આઈ.ઓ.ના રાષ્ટ્રીય અધ્યક્ષ નહાસ માલાએ કેન્દ્ર સરકાર પાસે કેસમાં સીબીઆઇ તપાસની માંગ કરી છે, ઉપરાંત સરકાર અને મેનેજમેન્ટને કુટુંબના એકમાત્ર પુત્રના મૃત્યુ બદલ વળતર આપવા હાકલ કરે છે.
મૃતકના માતા-પિતા સાથે સહાનુભૂતિ વ્યક્ત કરતા નહાસ માલાએ ઘટનામાં ન્યાયની માંગણી કરી છે અને જણાવ્યું કે, વિદ્યાર્થીઓની હત્યા એ એક ચોક્કસ સમુદાયને દબાવવાના પ્રયત્નો છે અને શૈક્ષણિક સંસ્થાઓમાં અસલામતિના વાતાવરણનુ પ્રતિબિંબ છે. HCUના રોહિત વેમુલાની સંસ્થાકીય હત્યા, JNUના નજીબ અહેમદનુ બળપૂર્વક અદ્રશ્ય કરવુ, તેમજ ડો.ફયાઝનુ મેડીકલ કોલેજમા મૃત્યુ વગેરે તેના દ્રષ્ટાંતો છે.
તેમણે બિહારના ઓરંગાબાદથી શરૂ થઇ સમસ્તીપુર, મુંગર, નાલંદા, શેખપુરા અને ગયા પ્રદેશોમા ફેલાયેલા કોમી રમખાણોને વખોડી કાઢતા કહ્યુ કે તાત્કાલીક ધોરણે તેને અંકુશમા લેવામા આવે. /