ગુરુગ્રામની ઘટના પછી પીડિતોની હાલત જાણવા આજે તેમના ઘરે જવાનું થયું. પરીવારના ૧૪ લોકો ઘાયલ છે. કેટલાક લોકોની સારવાર દિલ્હીમાં ચાલી રહી છે. પ્રશાસન દ્વારા પીડિત પરીવારની સુરક્ષા માટે પોલીસ ગોઠવવામાં આવી છે. અત્યાર સુધી ૩ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ઘરની પરિસ્થિતિ જોઇને દબંગોની ક્રૂરતાનો અંદાજો લગાડી શકાય છે. જાળી તોડીને અગાશી પર પહોંચ્યા અને પછી મારવાનું શરૂ કર્યું. કેટલાક આરોપી ઘરના પાછળથી અગાશી સુધી પહોંચ્યા. ઘરના બહારની અને અંદરની બારીઓના કાચ તોડી નાખ્યા. ઘરની મહિલાઓ સાથે અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો. બાળકોને પણ મારવામાં આવ્યા. ઘર છોડી દેવાની ધમકી પણ દેવામાં આવી છે.
આજુબાજુમાં સૌથી શ્રેષ્ઠ ઘર પીડિત પરીવારનું જ છે. આર્થિક રૂપથી મજબૂત પરીવાર છે. પરંતુ ઘરની નજીક રહેનારા કોઈપણ પાડોશી ઘટનાના સમયે તેમને બચાવવા ન આવ્યા.
દેશમાં ભયની જે પરિસ્થિતિ સર્જાઈ છે, તેનું અનુમાન આ પ્રકારની ઘટનાથી લગાવી શકાય છે કે લોકો મારી રહ્યા છે અને પાડોશી પોતાના ઘરોમાં શાંતિથી બેઠ્યા છે. તેમ છતાં દેશના ચોકીદારો કહે છે કે દેશ સલામત હાથોમાં છે….!