આવનારી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને યુવા સાથી ગુજરાતી માસિક દ્વારા “ચૂંટણી પર્વ અને યુવા અવાજ” વિષય હેઠળ ગઈકાલે અમદાવાદની નુતન ભારતી સ્કૂલના ગ્રાઉન્ડમાં એક ચર્ચા ગોષ્ઠી નું આયોજન કરવામાં આવ્યું. આ પેનલ ડિસ્કશન માં પેનલલીસ્ટ તરીકે ડોક્ટર સાકીબ મલેક (પ્રદેશ પ્રમુખ, SIO ગુજરાત) અર્શદ હુસૈન (પ્રમુખ JIH સુરત) શમશાદ પઠાણ (કન્વીનર, અલ્પસંખ્યક અધિકાર મંચ ગુજરાત) સંયુમ ખાન (સામાજિક કાર્યકર્તા) હાજર હતા.
પેનલ ડિસ્કશન નો મુખ્ય હેતુ આવનારી લોકસભા ચૂંટણીમાં એક જાગૃત નાગરિક તરીકે જનતાની શું જવાબદારી હોય છે આ હતો. સાથે જ ચર્ચા દરમિયાન લોકતાંત્રિક મૂલ્યોની બહાલી, મતાધિકારનોઅપેક્ષિત ઉપયોગ, અને આદર્શ રાજકારણ વિશે પણ ચર્ચા થઈ હતી
ચર્ચા ગોષ્ઠીના અંતમાં સ્ટુડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઈઝેશન ઓફ ઈન્ડિયા દ્વારા બહાર પાડેલ વિદ્યાર્થી ઘોષણાપત્રનુ વિમોચન કરવામાં આવ્યું. આ ઘોષણાપત્રમાં શિક્ષણ, રોજગાર અને માનવ અધિકાર જેવા જ્વલંત મુદ્દાઓને સામેલ કરવામાં આવ્યા છે, સાથે જ પછાત વર્ગ માટે શિક્ષા અને રોજગારમાં યોગ્ય અનામતની માંગ પણ કરવામાં આવી છે. ચર્ચા ગોષ્ઠીમાં સમગ્ર અમદાવાદ થી સારી સંખ્યામાં લોકો જોડાયા હતા અને પોતાનો પ્રશ્નો અને વિચારો રજૂ કર્યા હતા ચર્ચા ગોષ્ઠી નું સંચાલન મુનવવર હુસેન (મેમ્બર એડિટોરિયલ બોર્ડ યુવા સાથી) એ સારી રીતે કર્યું હતું.