લોકસભા ચૂંટણી આવતાં આવતાં હવે બધી જ બેઠકો પર બંને પક્ષો ઉમેદવારો ઉભા રાખવામાં ઉતાવળ કરી રહી છે. કોંગ્રેસની હમણાં હમણાં એક નવી યાદી આવી છે, જેમાં કુલ 36 લોકો છે, જેમને લોકસભા ઉમેદવાર બનાવાયા છે. આ યાદીમાં એક વાત જે જાણવા લાયક છે તે આ છે કે પૂર્વમાં ઉત્તરપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ રાજબબ્બરને મુરાદાબાદથી ટીકીટ આપવામાં આવી છે, પરંતુ તેમણે મુરાદાબાદથી ચૂટણી ન લડવાની ઇચ્છા વ્યક્ત કર્યા પછી ત્યાંથી કવિ ઇમરાન પ્રતાપગઢીને ટીકીટ આપવામાં આવી છે.
![](https://www.janamanas.com/wp-content/uploads/2019/03/0F3EFD34-4536-43E1-8C50-BD0A704EF1EA-300x169.jpeg)
ઇમરાન પ્રતાપગઢી પ્રસિદ્ધ યુવા કવિ વિશે પહેલા પણ અનુમાન લગાવાઈ રહ્યું હતું કે તેમને મુરાદાબાદથી ટીકીટ આપવામાં આવશે. હમણાં કેટલાક દિવસો પહેલાં તેઓ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીથી પણ મળ્યા હતા, ત્યારથી આ સંકેટ વધુ દૃઢ થઈ ગયા હતા. ત્યાં જ રાજ બબ્બરને મુરાદાબાદની જગ્યાએ ફતેહપૂર શિકરીથી ટીકીટ આપવામાં આવી છે.
હવે જોવાની વાત આ છે કે દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશમાં પોતાની રાજકીય જમીન શોધી રહેલ કોંગ્રેસ આ ચહેરાઓના સહારે કેટલું મેદાન મારી લે છે. કોંગ્રેસના મહાગઠબંધનનો ભાગ ન બનવા પર પહેલા જ ભાજપની વિરુદ્ધ મતોનું વિભાજન નક્કી દેખાઈ રહ્યું છે. આવામાં બધી બેઠકો પર મુકાબલો સખત અને રોમાંચક થનાર છે.