Saturday, July 27, 2024
Homeકેમ્પસ વોઇસJNU અને AMUની પ્રવેશ પરીક્ષાની તારીખોમાં ઘર્ષણ , SIOના રાષ્ટ્રીય અધ્યક્ષ લબીદ...

JNU અને AMUની પ્રવેશ પરીક્ષાની તારીખોમાં ઘર્ષણ , SIOના રાષ્ટ્રીય અધ્યક્ષ લબીદ આલિયાએ રાષ્ટ્રપતિને પત્ર લખ્યો

દેશની કેટલીક કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં માર્ચ માસમાં પ્રવેશ પરીક્ષાઓ માટે એપ્લિકેશન આપવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. ચિંતાજનક વાત એ છે કે JNU પ્રશાસન દ્વારા પ્રવેશ પરીક્ષા માટે જે તારીખોની જાહેરાત કરવામાં આવી છે તે જ તારીખે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીએ પણ પોતાના કેટલાક વિભાગો માટે તે જ તારીખે પ્રવેશ પરીક્ષાની જાહેરાત કરી ચૂકી છે.

JNU ની પ્રવેશ પરીક્ષાઓની તારીખ 27 થી 30 મે 2019 રાખવામાં આવી છે, પરંતુ આ જ તારીખોમાં AMUએ પણ પોતાના ફિલોસોફી , એજયુકેશન , ઇતિહાસ, રાજનીતિ શાસ્ત્ર , સાયકોલોજી, ઇસ્લામિક સ્ટડી , વિમેન સ્ટડીના માસ્ટર કોર્ષ અને બી.એડ માટે તારીખોની જાહેરાત કરી ચૂકી છે.

આ સંદર્ભોમાં એસ.આઈ.ઓ. ઓફ ઇન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ લબીદ આલિયાએ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદને પત્ર લખીને આ સમસ્યાને હલ કરવાની વિનંતી કરી છે.

લબીદ આલિયાએ લખ્યું છે કે બંને યુનિવર્સિટીઓમાં સમાન તારીખોમાં પ્રવેશ પરીક્ષાને લીધે, બંને યુનિવર્સિટીઓમાં જે વિદ્યાર્થીઓ અરજી કરશે તેમના માટે ગંભીર સમસ્યાઓ હોઈ શકે છે. કારણ કે ભારતના બંધારણમાં નાગરિકોના મૂળભૂત અધિકારો તરીકે શિક્ષણનો પ્રવેશ સ્વીકારવામાં આવે છે, તેથી બંને યુનિવર્સિટીઓના વહીવટ કર્તાઓને સમસ્યાને શક્ય તેટલી ઝડપથી હલ કરવી જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments