Sunday, July 21, 2024
Homeકેમ્પસ વોઇસપરીક્ષા વખતે શિસ્તનું મહત્ત્વ

પરીક્ષા વખતે શિસ્તનું મહત્ત્વ

શિસ્ત (Discipline) કહેવામાં આવે છે નિયમોના નિરીક્ષણને, કાયદાઓના  આજ્ઞાાપાલનને. આ શબ્દનો કેટલાક અન્ય વિભાગો ઉપરાંત સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે શિક્ષણ સંસ્થાઓમાં. આ જ કારણ છે કે વિદ્યાર્થીઓ આ શબ્દથી ફકત સારી રીતે પરિચિત હોય છે એટલું જ નહીં બલ્કે તેઓ આ પણ જાણતા હોય છે કે જો શિસ્તનું ઉલ્લંઘન થાય તો શિક્ષકો નારાજ થાય છે; અને કેટલીક વખતે સજા પણ આપે છે. આ જ કારણ છે કે તેઓ જો શિસ્તનું ઉલ્લંઘન કરવા પણ ચાહે તો ઓછામાં ઓછું શિક્ષકોની સામે નથી કરતા. આ પશ્ચાદભૂમિમાં આ કહેવું ખોટું નહીં હોય કે આપણા સમાજમાં શિસ્ત સાથે બીક કંઈક એવી રીતે જોડાઈ ગઈ છે કે જ્યાં સુધી બીક રહે છે ત્યાં સુધી શિસ્ત રહે છે. અને જ્યારે વિદ્યાર્થીઓ બીકની સીમાથી બહાર નીકળી જાય છે એટલે કે શાળામાં નથી હોતા તો શિસ્ત છોડી દે છે અથવા તો તેનો અર્થ બદલાઈ જાય છે.

અમારા માનવા મુજબ બીકથી અલગ કર્યા વિના શિસ્તને વિદ્યાર્થી જીવન અને જ્ઞાાન-પ્રાપ્તિની પ્રક્રિયાનો અભિન્ન અંગ બનાવી શકાય નહીં. આના માટે જરૂરી છે કે શિસ્તને લાગુ કરવામાં ન આવે, બલ્કે તે વિદ્યાર્થીઓમાં જન્માવવામાં આવે અને પછી તેને વિકસાવવા કે ઉછેરવામાં આવે. આ શબ્દ એટલે કે શિસ્ત (Discipline) કેટલાય ગુણોનો સમૂહ છે. તેમાં સમયની નિયમિતતા પણ સામેલ છે અને ભણતરમાં શિષ્ટાચાર પણ. આમાં શિક્ષકોનો આદર પણ સામેલ છે અને તેમની વાતોને ગાંઠે બાંધી લેવાની રુચિ તથા શોખ પણ. આમાં પોતાના આસપાસના વાતાવરણને સાફ-સૂથરૃં કે સ્વચ્છ રાખવા તેમજ ઊઠવા-બેસવાનું ધ્યાન પણ. જ્યારે આ તમામ ગુણો સાથે લખવા-વાંચવાની પ્રક્રિયા વિવિધ તબક્કાઓમાંથી પસાર થાય છે ત્યારે વિદ્યાર્થીઓનો માનસિક વિકાસ ઉલ્લેખનીય બની જાય છે. ત્યારે શિસ્ત (Discipline) માત્ર શાળા-કોલેજના કેમ્પસ સુધી જ સીમિત નથી રહી જતી, બલ્કે તે તેમના વ્યક્તિત્વમાં ઢળી જાય છે. અને અહીં જો માત્ર પરીક્ષાઓની વાત કરવામાં આવે તો રોજેરોજ વર્તવામાં આવનાર આ શિસ્ત વિશેષરૃપે પરીક્ષાઓના સમયમાં ખૂબ જ ફાયદો પહોંચાડે છે.

આમાં કોઈ શંકા નથી કે સખત મહેનત વિના શાનદાર સફળતા શક્ય નથી. પરંતુ જ્યાં સુધી સખત મહેનતનો સંબંધ છે તો એ પણ શિસ્તનો એક ભાગ છે. વિદ્યાર્થીઓનું ટાઈમ મેનેજમેન્ટ કે સમયના આયોજન મુજબ સક્રિય રહેવું, વ્હેલી સવારના સમયને સૌથી યોગ્ય સમજીને વાંચન કરવું, સવારના વાંચન-ભણતરને જ પ્રાથમિકતા આપવી, સમયસર જમવું, સમયસર ઊંઘવું, ભરપૂર અને યથાયોગ્ય ઊંઘને નિશ્ચિત બનાવવી, પરીક્ષાથી ઓછામાં ઓછા બે મહિના પહેલાં સમગ્ર અભ્યાસક્રમની તૈયારી પૂરી કરી લેવી અને પછી પુનરાવર્તન કરવું તથા પ્રેકટીકલ પ્રશ્નો ઉકેલવા, નમાઝો નિયમિત રીતે પઢવી અને રબ્બુલ આલમીન અર્થાત્ સમગ્ર સૃષ્ટિના સર્જનહાર તથા પાલનહારથી મદદ ચાહવી વિ.વિ. આ અને આવી તમામ વસ્તુઓ મળીને શિસ્ત (Discipline) કહેવાય છે.

વિદ્યાર્થીઓ ઉપર આ વાત સ્પષ્ટ રહેવી જોઈએ કે વિશિષ્ટ સફળતા માટે સખત મહેનત સાથે બલ્કે એક રીતે તેનાથી પણ વધુ શિસ્ત જરૂરી છે.

શિસ્તની ઉપેક્ષા કરીને માત્ર સખત મહેનત દ્વારા શાનદાર સફળતાના ઇચ્છુક વિદ્યાર્થીઓ ઇચ્છિત સફળતા પ્રાપ્ત કરી લે એ જરૂરી નથી. તેનું કારણ આ છે કે સખત મહેનતની કોઈ નક્કી ને નિશ્ચિત વ્યાખ્યા નથી. એ દરેક માટે અલગ અલગ હોઈ શકે છે. એ વિદ્યાર્થી કે જે આખી આખી રાત ભણે છે તેને પણ સખત મહેનતનું સર્ટિફિકેટ મળી શકે છે, અને જે માત્ર પરીક્ષાના સમયે રાત-દિવસ એક કરી દે છે તેને પણ સખત મહેનતનું પ્રમાણપત્ર મળી શકે છે. એ વિદ્યાર્થી કે જે ખાવા-પીવાની પરવા કર્યા વિના સતત ભણે છે તેને પણ સખત મહેનતના વર્તુળમાં મૂકી શકાય છે. અને એવો વિદ્યાર્થી કે જે ભણતર તો કેટ-કેટલાય કલાકો કરે છે, પરંતુ કંઈ પણ યાદ રાખી શકતો નથી તેને પણ સખત મહેનતનું મેડલ આપી શકાય છે. પરંતુ શું વિશિષ્ટ સફળતા સૌના ભાગે આવે છે ખરી? ના. પરંતુ જો શિસ્ત હોય તો તેનો ફાયદો હંમેશાં થાય છે, ચાહે એ વિદ્યાર્થી-કાળ હોય કે પછી અમલી જિંદગી હોય.

શાળા, કોલેજ, પુસ્તકો અને શિક્ષકો આ સાધનો હોય છે જ એટલા માટે કે વિદ્યાર્થીઓમાં શિસ્ત (Discipline) પેદા થાય. પરીક્ષાના દિવસોમાં શિસ્ત શાળાના દિવસો કરતાં વધુ જરૂરી હોય છે. જો વિદ્યાર્થીઓ આ તરફ ધ્યાન આપી દે તો અડધી સફળતા અહીં જ મળી જશે.*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments