Saturday, July 20, 2024
Homeપયગામપ્રદેશ પ્રમુખ, એસ.આઈ.ઓ. ગુજરાત દ્વારા ઈદુલ ફિત્રનો સંદેશ

પ્રદેશ પ્રમુખ, એસ.આઈ.ઓ. ગુજરાત દ્વારા ઈદુલ ફિત્રનો સંદેશ

ઝડપથી રમઝાનનો બરકતવંતોઔ મહીનો પસાર થઈ ગયો અનેઔ ઈદનો દિવસ પણ આવી ગયો. ઈદ ખુશીનો દિવસ છે. ઈદ પાલનહાર તરફથી બંદાઓ માટે ઉપહારનો દિવસ છે. આપ બધાને મારા તરફથી, એસ.આઈ.ઓ. અને યુવાસાથીની આખી ટીમ તરફથી ઈદની મુબારકબાદ સ્વીકારવા ગુજારીશ છે. ઈદ ખુશીનો દિવસ છે પરંતુ આજે આપણા દેશમાં જે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે તે તરફ આપનું ધ્યાન આકર્ષિત કરવા માંગુ છું.
મિત્રો, આપણો દેશ એક ધર્મપ્રધાન દેશ છે. આખા વિશ્વમાં જેટલા ધર્મો છે આપણા દેશમાં તે બધા ધર્મોના માનનારા વસે છે. અને આપણો ઇતિહાસ રહ્યો છે કે આપણે બધા હળી-મળીને શાંતિ સાથે રહેવાનું પસંદ કરીએ છીએ. અમુક એવી ઘટનાઓ બની છે છે જેનાથી આપણી સલામતીને તોડવામાં આવી રહી છે. બાબરીથી ગુજરાત અને ગુજરાતથી દાદરી સુધીની એક કથા છે. પરંતુ આ બધી ઘટનાઓ પછી પણ આપણે બધા સાથે મળીને દેશમાં શાંતિ અને સદ્ભાવના બચાવવા માટે ભરપૂર પ્રયત્નો કરી રહ્યા છીએં.

પરંતુ હવે પરિસ્થિતિ ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે. દેશમાં કદાચ આ પ્રથમ વખત થઈ રહ્યું છે કે, લઘુમતિઓને આ એહસાસ થઈ રહ્યો છે કે તેઓ ‘લઘુમતિ’ છે. નવા નવા પ્રોપગેન્ડા ઊભા કરીને દેશના ભાઈચારાના વાતાવરણને ખરાબ કરી રહ્યા છે. ક્યારે લવ-જિહાદ તો ક્યારેય ઘર વાપસીનું સૂત્ર આપવામાં આવી રહ્યું છે. ક્યારેય બીફની સમસ્યા ઊછાળીને કોઈના ઘરમાં ઘુસી મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે (પછી કહેવામાં આવે છે ‘આભાર માનો કે તે ઘરમાં ૧૮ વર્ષની એક દિકરી પણ હતી જેને હાથ પણ નથી લગાવવામાં આવ્યો.’) ક્યારેય અફવા ફેલાવવામાં આવે છે કે બહુમતી વર્ગ લઘુમતિઓના દબાવમાં આવીને સ્થાળાંતર કરવા માટે મજબૂર થઈ ગયા છે. અને હવે તો આપણી શૈક્ષણિક સંસ્થાઓેને પણ નિશાન બનાવવામાં આવી રહી છે. જેએનયુ તેની એક તાજી ઝલક છે.

આપ બધા સારી રીતે જાણો છો કે નાની સમસ્યાઓને મોટી બનાવીને મુસ્લિમો, દલિતો અને આદિવાસીઓ ઉપર આધારવિહોણા આરોપો લગાવી હેરાનગતી કરવામાં આવી રહી છે. અહીં સુધી કે કાયદાને પણ પોતાના હાથમાં લેવામાં આવી રહ્યો છે. ગૃહ મંત્રીના આંકડાઓ મુજબ દેશમાં હિંસાઓની સંખ્યામાં ૧૭ ટકા વધારો થયો છે. હવે મોટી હિંસાઓ તો નથી થઈ રહી પરંતુ લઘુમતિઓ ઉપર હુમલાઓ થઈ રહ્યા છે. અત્યાર સુધી તો રાજકીય રોટલી શેકવામાં આવતી હતી પરંતુ હવે સામાજિક અખંડતાને પણ તોડવામાં આવી રહી છે. સરકારના પ્રતિનિધિઓ બેલગામ નિવેદનો કરી રહ્યા છે. આ બધી ઘટનાઓ છતાં પણ સરકારે મૌન ધારણ કરી રાખ્યું છે અને પોતાની જવાબદારી નિભાવી નથી રહી. પરંતુ આ સમયે મને સરકારના મૌનથી વધારે લોકોના મૌન પર પ્રશ્નો ઊભા કરવા છે. આપણે સરકારની ટીકા કરી શકીએ છીએ પરંતુ આપણને એ બધા મિત્રોની પણ ટીકા કરવી પડશે જે આ અન્યાય સામે અવાજ બુલંદ નથી કરી રહ્યા. જ્યાં સુધી ઈસ્લામની વાત છે તો ઇસ્લામ ધરતી ઉપર ફસાદ ફેલાવવાને પસંદ નથી કરતો. કુઆર્ન કહે છે,

“…સાચા ત્રાજવાથી તોલો અને લોકોને તેમની વસ્તુઓ ઓછી ન આપો, ધરતી ઉપર ફસાદ ફેલાવતા ન ફરો…” (૨૬ઃ૧૮૩)
બલ્કે ઇસ્લામ માર્ગદર્શન આપે છે કે એવા નેતાઓ પાછળ ન ચાલો જે ધરતી ઉપર ફસાદ ફેલાવે છે.

“તે નિરંકુશ લોકોનું અનુસરણ ન કરો, જેઓ ધરતી ઉપર બગાડ પેદા કરે છે અને કોઈ સુધારણા કરતા નથી.” (૨૬ઃ૧૫૨)
મિત્રો, યાદ રાખો આપણા પાલનહારે આપણે બધાને ખલીફાની હેસીયતથી પેદા કર્યા છે. “…જ્યારે તમારા રબે ફરિશ્તાઓને કહ્યું હતું કે, હું ધરતી પર એક ખલીફા (પ્રતિનિધિ, નાયબ) બનાવવાનો છું…” (૨ઃ૩૦).

ઈમાનવાળાની હેસિયત બતાવતા કુઆર્ન ફરમાવે છે, “હવે દુનિયામાં તે ઉત્તમ સમુદાય તમે છો , જેને મનુષ્યોના માર્ગદર્શન અને સુધારણા માટે મેદાનમાં લાવવામાં આવેલ છે. તમે ભલાઈની આજ્ઞાા આપો છો, બૂરાઈથી રોકો છો અને અલ્લાહ પર ઈમાન ધરાવો છો. આ ગ્રંથવાળાઓ ઈમાન લાવ્યા હોત તો તેમના માટે વધુ સારું હતું. જો કે તેમનામાંથી કેટલાક લોકો ઈમાનદાર પણ જોવા મળે છે, પરંતુ તેમના મોટા ભાગના લોકો અવજ્ઞાાકારી છે.” (૩ઃ૧૧૦)

આપણે બધાને ઉત્તમ સમુદાય હોવાની હેસીયતનો હક અદા કરવો છે. આ હક હળી-મળીને અદા કરવા લાગ્યા તો મને વિશ્વાસ છે કે આજે આપણે અને આપણો દેશ જે સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે તે સમાપ્ત થઈ જશે.
માનવની માનવતા તે સમયે સમાપ્ત થઈ જાય છે જ્યારે તેને બીજાઓના દુઃખ પર હસવું આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments