મેંપણાનો શાબ્દીક અર્થ પોતાપણું, સ્વયંને જોવું, સ્વવખાણ, પોતાનું સ્થાન, ઘમંડ જેવો થાય છે. કહેવાય છે કે પોતાપણા – મેંપણામાં રાચતા egoist સર્વેસર્વા-પણું, દરેક વ્યક્તિમાં આત્મસ્વમાન, પોતાની જાતથી પ્રેમ હોય છે. આત્મ-સ્વમાન પવિત્ર શબ્દ છે. તેના અલ્લામા ઇકબાલ (રહ.)એ “ખુદી” શબ્દથી યાદ કર્યા છે. આ એક વખાણવા યોગ્ય ગુણ છે. વ્યક્તિ પોતાને ખુદાનો આબરૃદાર બંદો સમજે અને એ સમજે કે મને આત્મસન્માન-આબરૃભેર પોતાનો વ્યવહાર કરવો જોઇએ. આનાથી વિરુદ્ધ મેંપણામાં પોતાને મોટો અને બીજાને તુચ્છ સમજવું છે. પોતાની મોટાઈમાં સત્યને સચ્ચાઈનો ઇન્કારી થઈ જવું છે. બીજા શબ્દોમાં મેંપણું-ઘમંડ અને ગર્વના સમાન છે. રસૂલુલ્લાહ સ.અ.વ.થી જ્યારે પુછવામાં આવ્યું કે દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેનો પોષાક સારો હોય અને જોડા સારા હોય… તો આપ સ.અ.વ.એ ફરમાવ્યું અલ્લાહ પોતે સુંદર છે અને સુંદરતાને પસંદ કરે છે. મેંપણા અંગે આપ સ.અ.વ.એ ફરમાવ્યું સત્યની સામે અકડવું અને પોતાની સામેના લોકોને તુચ્છ ગણવું. એટલે કે પોતાની સત્તા, ધન-દોલત, સુંદરતા, જ્ઞાાન અને સમજને ગર્વમાં ડૂબી સત્યને ઠોકર મારવી અને બીજાને તુચ્છ અને નિમ્ન સમજવું મેંપણાની નિશાની છે.
* બાળકોમાં મેંપણુંઃ નાના બાળકોમાં મેંપણું એટલે કે તે માત્ર ને માત્ર પોતાની જાત અંગે વિચારે. માત્ર ને માત્ર પોતાની જરૂરીયાત અને ઇચ્છાઓ સંતોષવા જીદ પકડે. પોતાની વસ્તુઓમાં બીજાની ભાગીદારીથી નફરત કરે. મેંપણામાં સપડાયેલા બાળકો સ્વંય પોતાની જાતની આગળ પાછળ જ ફરતા હોય છે અને પોતાની બાબતમાં પણ મુંઝાયેલા રહે છે. અન્ય બાળકો બાબતે નફરત-તુચ્છ દૃષ્ટિ અને નકારાત્મક ભાવ તેમનામાં જોવા મળે છે. સમુહથી પોતાને અળગા રાખવાનો પ્રયત્ન કરે છે અને પોતાની ઉમરના બાળકોથી અંતર જાળવી રાખવામાં જ રક્ષણ અનુભવે છે.
* મેંપણાના કારણોઃ-
બીક: બાળકોમાં મેંપણા પાંગરવાનું મોટું કારણ બીક છે. તેમને પોતાની પ્રિય વસ્તુથી વંચિત થવાની બીક રહ્યા કરે છે. પોતાની માગ અંગે અન્યથી નકારવાની બીક રહ્યા કરે છે. કોઈ વસ્તુનું ન આપવાની બીક અને ભય હંમેશ રહે છે. ગુસ્સા અને બીકની તીવ્ર ભાવના તેમનામાં હોય છે. જેના કારણે તેમના વ્યવહારમાં તિવ્રતા અને મેંપણું આકાર લે છે. એવા બાળકોમાં પોતાની જાતની સલામતી અને પોતાની ખુશીની ચિંતા હોય છે. તેથી જ પોતાની ઇચ્છાને હર હંમેશ પુરી કરવા ચાહે છે. પોતાની વાત મનાવવા બાબત તિવ્ર વલણ અપનાવે છે. અને ભાંગફોડ કરવા સુધી ઉતરી આવે છે. પોતાના જીવન અને વલણમાં સહેજે ફેરફાર પસંદ કરતા નથી. હંમેશ બીકના લીધે ઉલ્ઝન અને બેચેનીમાં રહે છે.
શારિરીક અને માનસિક નબળાઈઃ કેટલાક બાળકો શારિરીક, માનસિક અને મનોબળની દૃષ્ટિએ કુદરતી રીતે નબળા હોય છે. અથવા તો પોષણમાં અસમતુલા કે બેદરકારીના કારણે નબળા હોય છે. સમાજ, ઘર અને શાળામાં તેમની બાબત નફરત કે બેદરકારી હોય છે. તેથી બાળકો પોતાને નીચે સ્તરના સમજે છે. એવામાં પોતાની મોટાઈ પૂરવાર કરવા સારુ પોતાનું અગત્ય અને મુલ્ય જાહેર કરવા માટે પોતાની જાતમાં ખોવાઈ જાય છે. અન્યોથી નફરત પેદા થાય છે. પોતાને મોટો બનાવવા ખાતર મેંપણું અને તીવ્રતાનો માર્ગ અપનાવે છે.
જરૂરતથી વધું લાડ-પ્રેમઃ કેટલાક માતા-પિતા અને વડીલ ઉલઝનથી બચવા સારું બાળકની દરેક ઇચ્છાને પુરી કરવામાં જ ઉપાય સમજે છે. આમ બાળકને હદથી વધુ લાડ-પ્રેમ કરી તેને પ્રોત્સાહિત કરે છે. બાળકોનું પોષણને ઉછેર એવા વાતાવરણમાં થાય છે કે જેમાં બાળકમાં પોતાની જવાબદારીની ભાવના પાંગરતી નથી. સહનશક્તિ અને ધીરજની ભાવના આગળ વધતી નથી. ઘરના અન્ય બાળકોનું શેરીંગ ભાગીદારીની લાગણી જન્મવાની જગ્યાએ મેંપણને સ્વાર્થવૃત્તિની ભાવના પેદા થાય છે.
ઘરનો માહોલઃ બાળકો મેંપણું ઘરેથી શીખવે છે. એ વાત કહી શકાય છે કે મેંપણાને સ્વાર્થી ઘર મેંપણા વાળા બાળકો ઉછેર પામે છે. માતા-પિતા અને વડીલો જ જાણે અજાણે મેંપણાનું શિક્ષણ આપે છે. પિતા પોતાની જાત, ધંધા વેપાર અને ચોપડામાં ખોવાયેલો હોય છે. રાત્રે મોડાથી ઘરે પધારે છે. અને સવારે વહેલા ઉપડી જાય છે. તેની પાસે સમય નથી કે બાળકોની સાથે બેસે તેમની સાથે રમે. તેમના રમતમાં રસ લે. માં પોતાની જાતમાં વ્યસ્ત હોય છે. મુલાકાતોને સગાસંબંધીનો વ્યવહાર જાળવવામાં અને ખાસ્સો સમય ટી.વી.ને ઇન્ટરનેટ ખાઈ જાય છે. તેની પાસે ફુરસદ નથી કે બાળકોના કાર્ટુન તેમ હારે બેસી જુએ. તેમની સાથે ભાગીદાગી (શેરીંગ) કરે. એમને સમય જ નથી હોતો કે બાળકોને વાર્તા સંભળાવે પોતાની વાણીમાં પ્રેમ ભર્યા ગીત-લોરી સંભળાવે. એવા વાતાવરણમાં જ્યારે ઉછેર પામે છે તો તે એવું વિચારે છે કે આ દુનિયા આવી જ છે. દરેક જણ પોતાના અંગે વિચારે અને પોતા લાભ માટે પ્રત્યન કરે. આમ મેંપણું તેની રગેરગમાં પ્રવેશી જાય છે. અને તે પોતાની ઇચ્છાઓનો ગુલામ બની જાય છે.
* મેંપણાનું ઉપચારઃ
બાળકોમાં મેંપણાનું લક્ષણ આગળ વધે તેને રોકવા માટે વિવિધ ઉપચારો છે. જેનાથી આશા કરી શકાય કે તે આ બિમારીથી બચી જશે.
સુરક્ષિત હોવાની ભાવના પેદા કરવીઃ બાળકમાં વંચિત કે વસ્તુઓ ન મળવાની બીક ખતમ કરવી. તેને એવો વિશ્વાસ અપાવવો જોઈએ કે તે સુરક્ષિત છે. કોઈ પણ પ્રકારનો ખતરો કે નુકસાન નહીં પહોંચે. તેનો વિશ્વાસ અપાવવો જોઈએ. બીજા બાળકો સાથે શેર કરવા તૈયાર કરવા જોઈે. એવું વાતાવરણ ઉભું કરવું જોઈએ કે તે બીજાની ખુશીથી ખુશ થાય. બીજાની મુશ્કેલી દુઃખથી તેનામાં લાગણીની ભાવના જન્મે. માતા-પિતાને આ બાબતે સ્વયં મોડલ બનવું જોઈએ. તેમણે પોતાના સગા સંબંધીના સારા નરસા પ્રસંગોમાં સામેલ થવું જોઈએ. અને તેમના શુભ પ્રસંગોથી ખુશ અને દુઃખદ પ્રસંગથી દુઃખની લાગણી વ્યક્ત કરવી જોઈએ. સગાસંબંધિથી પ્રેમ-લાગણી દર્શાવવાથી બાળકોમાં એવી ભાવના જન્મે છે. આમ તે મેંપણથી બચી જશે.
મેંપણા અને પકડથી નફરતઃ તાકાતવાન બાળક નબળા બાળકો ઉપર સરસાઈ ધરાવતા હોય છે. અને તેમની ઉપર પોતાની ધાક-પકડ જન્માવે રાખે છે. માતા પિતાએ પોતાની સંતાનને બીજાના બાળકોની ઇજ્જત કરવા તેમની આદર સન્માન કરવા શિખવું જોઇએ. હળીમળીને રહેવાની, પ્રેમભાવ અને નમ્રતાથી સાથે રહેવાની શીખ આપવી. નબળા સાથે સહાનુભુતિ અને સહકારની ભાવના તેમનામાં ઉભારવી. બાળકોને એ માટે તૈયાર કરે કે તેઓ તેમના રમકડા પોતાના સાથીઓને ભેટમાં આપે. સામાન્ય રીતે માતા પિતા જ્યારે સગા-સંબંધીના બાળકો આવવાના હોય છે તો એ વાતની શિખામણ બાળકને આપે છે કે રમકડાને સંતાડી દે. અને જો બાળક તે રમકડાને તે બાળકોની સામે જાહેર કરી દીધાને તે તૂટી ગયા તો અન્ય બાળકોના ગયા પછી પોતાના બાળકે સજા આપે છે કે તે શા માટે તેમની સામે રમકડા જાહેર કર્યા. આમ કરવાથી બાળકને કંજૂસી અને અસહકારની શીખ મળે છે. માતા-પિતાએ ન એક રમકડા રમવામાં ભાગ લેવા (શેર) પ્રોત્સાહિત કરવા જોઈએ બલ્કે જો સગા સંબંધિના બાળકો રમકડા લેવા જીદ કરે તો તે રમકડા ભેટમાં આપવા. બાળકને તૈયાર કરવો જોઈએ આ કરવાથી બાળકમાં દાનવીરતા અને દયાની ભાવના જન્મશે.
જવાબદારી ભર્યું વલણઃ કેટલાક માતા-પિતા બાળકનું દરેક કામ પોતે કરે છે. એટલી હદે કે બાળકો મોટા થયા પછી પણ પોતે લઈને જમતા પણ નથી, પોતે પોષાક પહેરતાં નથી. પોતાના જોડાની દોરી પણ બાંધી શકતા નથી. આનું કારણ એ હોય છે કે માતા-પિતા પોતે આગળ વધીને બાળકનું દરેક કામ કરતા હોય છે અને બાળકને આ કામ કરવા તૈયાર કરતા નથી. માતા-પિતાની એ જવાબદારી બને છે કે બાળકમાં પોતાના કામ પોતે કરવાની આદત કેળવે. શરૃઆતમાં બાળકને સ્વતંત્ર કામ કરવા દે. તેમના કામમાં મદદ કરે. અને જ્યારે તે કામ પુરી કરી લે તો તેને પ્રોત્સાહન આપે. કેમકે હવે તે પોતાનું કામ પોતે કરી લે છે. આમ કરવાથી બાળકમાં વિશ્વાસની ભાવના જન્મશે.
ટીકા સાંભળવાની હિંમતઃ બાળકની એવી કેળવણી થવી જોઈએ કે ખુલ્લા મને અન્યોની વાત સાંભળી અને તેનો આદર કરે. પોતાના અંગે કોઈ વાત કે ટીકા સાંભળે તો ઠંડા કલેજે તેની ઉપર વિચાર કરે. અને બીજાની વાતો સાંભળી ભાવુક ન થઈ જાય. જો સાચી વાત હોય તો સુધારણા કરી લે. બલ્કે ટીકા કરનારને આદર અને ઇજ્જતની નજરથી જુએ.
ઘરમાં ઇસ્લામી અને ઈમાની વાતાવરણઃ ઘરમાં ઇસ્લામી વાતાવરણ હોવાથી પણ બાળકમાં મેંપણા કે ઘમંડ દૂર થઈ જાય છે. ઇસ્લામી શિક્ષણમાં સખાવત-ઉદારતા પ્રેમ, દયા, દાનવીરતા અને સહાનુભૂતિનો બહુ જ ઉંચો સ્થાન છે. મુહમ્મદ સ.અ.વ.એ ફરમાવ્યું છે કે, કંજુસી અને ઈમાન એક સાથે ભેગા થઈ શકતા નથી. (કન્ઝુલઇમાન). કુઆર્નમજીદમાં અલ્લાહ તઆલા ફરમાવે છે, “પોતાની જાત પર બીજાઓને પ્રાથમિકતા આપે છે ચાહે પોતાની જગ્યાએ સ્વયં મોહતાજ હોય.” (સૂરઃ હશ્ર-૯). જે હૃદયમાં જીવીત ઈમાન હશે તેનો ચરિત્ર બહુ ઉંચો હશે. મુહમ્મદ સ.અ.વ.નું ફરમાન છે,
“જે વ્યક્તિ અલ્લાહ અને પરલોક પર શ્રદ્ધા-ઇમાન ધરાવે છે. તેણે જોઈએ કે પોતાના પાડોશીઓને તકલીફ ન આપવી જોઈએ. અને જે વ્યક્તિ અલ્લાહ અને પરલોકના દિવસ ઉપર ઈમાન ધરાવતી હોય તેણે મહેમાનની આગતા-સ્વાગતા કરવી જોઈએ. અને જે વ્યક્તિ અલ્લાહ અને પરલોક પર ઈમાન ધરાવતી હોય તેણે ભલાઈની વાત કરવી જોઈએ. અથવા તો ચૂપ રહે. આવું જો ઘરનું વાતાવરણ ઇસ્લામી હશે તો બાળક માટે ઘર કેળવણી ખંડ પુરવાર થશે અને મેંપણા ઘમંડની જગ્યાએ નમ્રતા અને વિનય જેવા ગુણ પેદા થશે.” (મુત્તફિક અલય). /