Sunday, September 8, 2024
Homeમાર્ગદર્શનમધુરવાણીબુરાઈથી ન રોકવાનું અંજામ

બુરાઈથી ન રોકવાનું અંજામ

* અબૂ સઈદ ખુદરી રદિ.થી રિવાયત છે કે, રસૂલુલ્લાહ (સ.અ.વ.) એ ફરમાવ્યું ઃ “જુલ્મી અને બળજબરી કરનાર બાદશાહ (શાસક) ની સામે સત્યવચન (કલ્મે હક્ક) ઉચ્ચારવો શ્રેષ્ઠ જિહાદ છે.” (તિર્મિઝી, અબૂદાઊદ, ઇબ્ને માજહ, મિશ્કાત-કિતાબુલ ઇમારત)

* હઝરત અબૂસઈદ ખુદરી રદિ. થી રિવાયત છે કે, રસુલુલ્લાહ (સ.અ.વ) એ ફરમાવ્યું ઃ ‘તમારા માંથી જે કોઈ ‘મુન્કર'(બુરાઈ) જુએ તો તેને હાથથી બદલી નાખે, આની શક્તિ ન હોય તો જીભથી, જો આની (પણ) શક્તિ ન હોય તો દિલથી, અને આ ઈમાનનો નબળામાં નબળો દરજ્જો છે.’ (મુસ્લિમની રિવાયત, મિશકાત, બાબુલઅમ્ર બિલ મોરૃક પા.૪૨૮)

* નોઅમાન બિન બશીર રદિ. થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સ.અ.વ.) એ ફરમાવ્યું ઃ ‘અલ્લાહની (કાયમ કરેલી) હદોની બાબતમાં ખુશામત કરનાર અને એમનો ભંગ કરનારનું ‘ઉદાહરણ’ એ જૂથ જેવું છે જેણે એક વહાણમાં બેસવા માટે પાસાં ફેક્યાં, કેટલાંક તેના ઉપલા ભાગમાં જતાં રહ્યાં અને કેટલાક નીચેના ભાગમાં રોકાયાં. જે લોકો નીચેના ભાગમાં હતા તેઓ પાણી લઇને એ લોકો ઉપરથી પસાર થતા જે ઉપરના ભાગમાં હતા તો તેનાથી ઉપરવાળાઓ તકલીફ અનુભવતા. તેથી નીચેવાળાઓમાંથી એકે કુહાડી લીધી અને વહાણના તળિયામાં કાણું પાડવા માંડ્યું. ઉપરવાળા તેની પાસે આવ્યા અને પૂછ્યું કે, ‘આ શું કરો છો ?’ તેણે જવાબ આપ્યો કે, ‘તમો મારા લીધે તકલીફ ઉઠાવો છો અને પાણી મારા માટે જરૂરી છે.’ તેથી હવે જો ઉપરવાળા તેનો હાથ પકડી લે તો પોતે પણ નાશમાંથી બચી જાય અને તેને પણ બચાવી લે અને જો તેને આ જ હાલતમાં છોડી દે તો પોતે પણ નાશ પામે અને બીજાઓના નાશનું પણ કારણ બને.’  (બુખારી, મિશ્કાત પા.૪૩૬)

* હઝરત હુઝૈફા (રદિ.)ની રિવાયત છે કે આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું  સોગંધ છે એ હસ્તીના જેના હાથમાં મારો જીવ છે. તમે જરૃરથી ભલાઈઓનો આદેશ આપો અને બુરાઈયોથી રોકો. અન્યથા એ સમય દૂર નથી કે ખુદા તઆલા તમારા પર પોતાનો અઝાબ મોકલે અને તે સમયે તમે તેનાથી દુઆ(પ્રર્થના) કરશો પણ તમારી દુઆ સાંભળવામાં આવશે નહીં. (તિર્મિજી, અબ્વાબુલફિતન)

* હઝરત જાબિર (રદિ.) ફરમાવે છે રસૂલ અલ્લાહ (સ.અ.વ.)એ ફરમાવ્યું અલ્લાહતઆલા એ જિબ્રાઈલ (અલૈ.)ને આદેશ આપ્યો કે પેલા શહેરને તેના રહવાસીઓ સાથે ઉલ્ટાવી દે. સાંભળી હઝરત જિબ્રાઈલ (અલૈ.) એ કહ્યું ખુદાયા તેમાં તારો પેલો બંદો પણ છે જેણે એક ક્ષણ માટે તારી નાફરમાની કરી નથી. રસૂલુલ્લાહ (સ.અ.વ.) એ ફરમાવ્યું કે અલ્લાહે જિબ્રાઈલને કહ્યું કે શહેરને આ વ્યક્તિ સાથે ઉલ્ટાવી દે. કેમ કે (શહેરમાં લોકો નાફરમાની કરતા રહ્યા પણ) મારા ખાતિર એક ક્ષણ માટે પણ તેનો ચહેરો બદલાયો નથી.   (બયહકી, ફિશોઅબિલઇમાન)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments