તાજેતરમાં કર્ણાટક પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) તથા મહારાષ્ટ્રની એન્ટી ટેરરિઝમ સ્કોડ (ATS) દ્વારા કેટલાક હિંદુ કટ્ટરવાદી સંગઠનોના સભ્યો પાસેથી બોમ્બ, બંદૂકો અને દારૂગોળો જપ્ત કર્યો છે. એટીએસ મહારાષ્ટ્રના દાવા મુજબ વૈભવ રાઉત જે હિન્દુ ગૌવંશ રક્ષા સમિતિ (HGRS) સાથે સંબંધ ધરાવે છે તે મહારાષ્ટ્રના ઘણા બધા શહેરોમાં આતંક ફેલાવવાનું કાવતરું કરી રહ્યો હતો. આ અગાઉ કર્ણાટકની SITએ ગૌરી લંકેશના હત્યારાને પકડી પાડયો છે અને એમ એમ કલબુર્ગી, નરેન્દ્ર દાભોલકર અને ગોવિંદ પાનસરેની હત્યામાં વપરાયેલા હથિયારોને પણ ઓળખી બતાવેલ છે. સંશોધકોના દાવા મુજબ તેઓએ તેમના ઇમેલ તથા વાતચીત પણ આંતરેલા છે, જે આંતરરાજ્ય નેટવર્કનો સીધો ઇશારો કરે છે. તેમના નામ ભલે જુદા હોય પણ હેતુ તો એક જ છે. આ તપાસ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે હિન્દુત્વનો વિરોધ જે બુદ્ધિજીવીઓ કરી રહ્યા છે તેમને નિશાન બનાવી રહ્યા છે. હિન્દુ સનાતન સંસ્થા દ્વારા ૨૨ યુવાનોને અદ્યતન શસ્ત્રો દ્વારા તાલીમ આપેલ છે. હવે જાવાનું એ રહે છે કે આ તપાસ ગૌરી લંકેશ, કલબુર્ગી , પાનસરે અને ડાભોલ કરના હત્યારાઓને શોધી કાઢે. બે જુદા જુદા રાજ્યોની એજન્સીઓના આ કામ વચ્ચેનો સમન્વય પણ સુંદર છે જ્યારે કે બંને રાજ્યોમાં અલગ-અલગ સરકારો છે. જેમની ધરપકડ થઈ છે તેઓ જુદા જુદા સંગઠનો જેવા કે હિન્દુ યુવા સેના, હિન્દુ ગૌવંશ રક્ષા સમિતિ, શ્રી શિવ પ્રતિષ્ઠાન હિન્દુસ્તાન અને હિંદૂ જનજાગૃતિ સમિતિ સાથે સંકળાયેલા છે. સત્તાની સાથેના તેમના સંબંધો અને સાંઠગાંઠની પણ ભીતિ છે કારણકે ગાય અને હિન્દુ સુરક્ષાને લઈને તેમની પ્રતિબદ્ધતા સત્તા સાથે સ્પષ્ટ તાલમેલ રાખે છે. આ સંગઠનોને સત્તા પક્ષ તરફથી સંરક્ષણ છે એવી ભીતિ વગર એટીએસ તથા એસઆઈટીએ સ્પષ્ટ પુરાવા ભેગા કરી એચએસએસ જેવી સંસ્થાઓના આતંકના ઈરાદાઓને ખુલ્લા પાડેલ છે. આ સંસ્થાઓએ ગ્રાસરૂટ લેવલ પર એટલે કે જમીની સ્તરે જે સહયોગ મેળવ્યો છે તેને પણ સરકારે ગંભીરતાથી જાવો જાઈએ. ભારતનું બિનસાંપ્રદાયિક બંધારણ HSS અને HGRS જે કટ્ટર રાષ્ટ્રવાદને પ્રોત્સાહન આપે છે તેને ખૂબ જ કઠિ રહ્યું છે. કાયદાનું શાસન જળવાઈ રહે તે સારું આ બધા જ ને યોગ્ય રીતે કાબુમાં લેવા એ ખરો મોટો પડકાર છે.
શું સરકારો આ પડકાર ઉપર ખરી ઉતરશે? ભાવિ આપશે આ પ્રશ્નનો ઉત્તર. હવે જાઇએ એક નજર ભગવા આતંકના ભુતકાળ ઉપર..
આર.કે સિંહ ભાજપના ચૂંટાયેલા સાંસદ છે. તેઓ બિહારના આરા મત વિસ્તારમાંથી ચૂંટાયા તે પહેલા ગૃહ સચિવ હતા. નીતિશ કુમારની નજીક હતા અને જેડીયુ તેમને ટિકિટ આપવાની વેતરણ કરી રહ્યું હતું, બરાબર તે જ સમયે ૨૦૧૪માં નરેન્દ્ર મોદીએ તેમને ભાજપમાં ખેંચી લીધો. આરએસએસ દ્વારા તેનો વિરોધ થયો પરંતુ મોદીની સામે તેમનું કાંઈ ન ચાલ્યું અને ૧,૩૫,૦૦૦ મતની સરસાઇથી તેઓ આસાનીથી ચૂંટાઈ પણ ગયા. તેમનો વિરોધ હોવો સ્વાભાવિક છે કારણ ગૃહ સચિવ તરીકે એમણે સમજાતા એક્સપ્રેસ બોમ્બ વિસ્ફોટ ફેબ્રુઆરી ૨૦૦૭, હૈદરાબાદની મક્કા મસ્જિદ મે ૨૦૦૭, અજમેર દરગાહ ઓક્ટોબર ૨૦૦૭ તથા માલેગાવ સપ્ટેમ્બર ૨૦૦૬ અને સપ્ટેમ્બર ૨૦૦૮, જે વિસ્ફોટ થયા અને કુલ ૧૧૯ માણસોના મોત નીપજ્યા, એ બધા જ આતંકી કૃત્ય પાછળ સંઘ-ભાજપના સ્વયંસેવકોનો હાથ હોવાનું અને તેના પૂરતા પુરાવા પોતાની પાસે હોવાનું આ આઈએએસ અધિકારીએ જાહેર કરેલ હતું. તત્કાલીન ગૃહપ્રધાન શિંદેએ જયપુરની ચિંતન શિબિરમાં, ૨૦૧૩માં હિંદુ આતંકવાદ ફેલાવવાની ભાજપ થકી કોશિશોનો ઉલ્લેખ કર્યો. પરંતુ વિરોધ થતાં જ અને હોબાળો થતા પાણીમાં બેસી ગયા .તે વખતે પણ આ આ સિંહ સાહેબે સંઘના સ્વયંસેવકો અને પ્રચારકો આતંકી કૃત્યમાં સંડોવાયેલા હોવાનો પોતાની પાસે પૂરતા પુરાવા છે તેવું સ્પષ્ટ જણાવેલ. જાકે તેમણે ભગવા આતંકવાદ જેવા શબ્દોનો ઉપયોગ ટાળ્યો હતો. સુનિલ જાશી જેમની હત્યા થઈ હતી અને જે સંઘના પ્રચારક રહેલા ફરાર પ્રચારક સંદીપ ડાંગ એ, રામજી કાલસંગ્રા, મુકેશ વસાણી, દેવેન્દ્ર ગુપ્તજ, ચંદ્રશેખર લેવે, ઉપરાંત સમગ્ર આતંકી પ્રવૃત્તિના મુખ્ય ષડયંત્રકારી ડાંગ ગુજરાતના નિવાસી, સ્વામી અસીમાનંદ સહિતના નામ જાહેર કર્યા હતા. સાધ્વી પ્રજ્ઞા ઠાકુર અને કર્નલ પુરોહિત તથા બીજી પણ ઘણી વ્યક્તિઓ સુધી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી પહોંચી હોવાનું રાજ કુમાર સિંહનું પ્રગટ પણે કહેવું હતું. અધૂરામાં પૂરું અંબાલાની જેલમાં સ્વામી અસીમાનંદની નવ કલાક ૨૬ મિનિટ જેટલી લાંબી મુલાકાત લઇને, લીના ગીતા રઘુનાથને કેરેવાન સામયિકમાં પ્રકાશિત કરી. આ પહેલા કેરેવાન સામયિકે અખબાર જાેગ નિવેદન કર્યું હતું તેમાં અસીમાનંદે આચરેલા આતંકી કૃત્ય, સંઘ સુપ્રીમો ડોક્ટર મોહન ભાગવત અને વરિષ્ઠ પ્રચારક ઇન્દ્રેશકુમારની સંમતિથી હાથ ધરાયાનું જણાવ્યું હતું. સ્વામી અસીમાનંદએ સંઘ તરફથી આપેલ ધારાશાસ્ત્રીઓએ આવી કોઈ મુલાકાત જેલમાં થઈ હોવાનું નકાર્યું, પરંતુ સમગ્ર બાબતને આતંકવાદ સાથે જાડવામાં ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે અને ગૃહ સચિવ સિંહનો સંબંધ હોવાથી સંઘના અધિકારી એમનાથી નારાજ થવા સ્વાભાવિક છે. આજ આર.ક.સિંહે, શિંદે – દાઉદ કનેક્શનનો પણ પર્દાફાશ કરેલ હતો. આઇપીએલના સટ્ટા કૌભાંડમાં દાઉદના મળતીયા , મુંબઈના વેપારીની દિલ્હી પોલીસ તપાસ કરે એ શિંદેને કઠતું હોવાનું આર.કે.સિંહે પોતાની વેબસાઇટ ઉપર પણ જણાવેલ છે.
નરેન્દ્ર મોદીના સત્તારોહણ પછી એનઆઈએ દ્વારા સ્વામી પ્રજ્ઞા ઠાકુર જે ૨૦૦૮ના માલેગાંવ બ્લાસ્ટની મુખ્ય આરોપી છે, તેની સામેના ચાર્જ પડતા મૂકવામાં આવેલ છે. જેના દ્વારા હિંદુત્વવાદીઓને ભગવા આતંક એક ભ્રમ હોવાની વાત ફેલાવવાની તક મળી ગઈ છે. ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જ્યારે પણ આતંકવાદની વાત કરે છે ત્યારે ઈસ્લામિક આતંકવાદ અભિપ્રેત હોય છે, પરંતુ જ્યારે હિંદુ આતંકવાદની વાત આવે છે ત્યારે તેઓને સાપ સુંઘી જાય છે. પશ્ચિમના કેટલાક વિવેચકોએ ૨૦૦૨ના ગુજરાત મુસ્લિમ વિરુદ્ધના તોફાનો પછી હિન્દુ આતંકવાદી જૂથો તરફથી ભય હોવા બાબતે સુચિત કરેલ, પરંતુ તેને કોઈએ ગંભીરતાથી લીધેલ નહોતું. ૨૦૧૦માં ચિદમ્બરમે આ વાત સ્પષ્ટ રીતે કરી જેના પરિણામ હાલ તેઓ તથા તેમના પુત્ર કાર્તિ, મોદી સરકાર દ્વારા જુદા જુદા કેસો દ્વારા ભોગવી રહ્યા છે. આર.એસ.એસ.નો આ દાવો છે કે હિન્દુ ધર્મ દુનિયામાં સૌથી સહિષ્ણુ છે માટે આતંકવાદ અને તે બિલકુલ વિરુદ્ધ દિશાના શબ્દો છે જે એક સાથે ક્યારેય રહી ન શકે. કાળુ દૂધ કેવી રીતે હોઈ શકે, તેવો પ્રશ્ન તેઓ કરે છે. અત્યાર સુધીના દુનિયાએ જાયેલ આતંકવાદમાં શ્રીલંકાના તામિલ વ્યાઘ્રો ખૂબ જ ઘાતક અને મરણિયા આતંકી તરીકે કુખ્યાત છે. ૧૯૮૪માં, અલ-કાયદાના અમેરિકાના હુમલાના ઘણા વર્ષો પહેલા, ઓશો રજનીશ, સ્વનિયુક્ત ભગવાનના ભક્તો દ્વારા અમેરિકાએ આ ચહેરો અનુભવેલ છે. આ પરિપ્રેક્ષમાં હિન્દુઓ આતંકી કૃત્ય ન કરી શકે તે દાવો ટકી શકે તેમ નથી.
સિમી, ઇન્ડીયન મુજાહિદીન, અલકાયદા, આઈએસઆઈએસ, દાઈશ અને બીજા ભળતા નામો દ્વારા ઇસ્લામ અને મુસલમાન વિરુદ્ધ જે અપપ્રચાર વિદેશી તથા સ્થાનિક માધ્યમોએ ચલાવ્યો છે, તેનો ભરપૂર લાભ આ હિન્દુત્વ વાદીઓએ ઉઠાવેલ છે. જ્યારે કે ઇસ્લામની શિક્ષા સ્પષ્ટ રીતે શાંતિ અને સૌહાર્દની છે અને આપણા દેશ અને રાજ્યમાં પણ મુસ્લિમો શાંતિપ્રિય અને કાયદાને અનુસરતા જાવા મળેલ છે. છતાં પણ બહુમતી માનસમાં આ નકારાત્મક વિભાવના બનાવી રાખવામાં સંઘી પ્રચારકો મહદ અંશે સફળ રહ્યા છે .
નિરક્ષરતા અને ષડયંત્ર અંતર્ગત વાવેલા કટ્ટરતાના બીજ વિદેશીઓને જુદા જુદા સ્વરૂપે મદદ કરતા રહ્યા છે. વર્તમાન શાસક વર્ગે આપણને પોતાના હલકા પણ અને સંકુચિતતાઓને ઉજાગર કરવાનું અને તેના પર ગર્વ કરવાનું શીખવ્યું છે. આપણામાં ધર્માંધતા તો હતી જ પરંતુ તેને વાવટો બનાવીને ગર્વ સાથે ફરકાવતા રહેવાનું વર્તમાન શાસક વર્ગ શીખવ્યું છે. પોતાની સંકીર્ણતા લોકો છુપાવીને રાખતા હતા, કારણકે અસહિષ્ણુતાનું પ્રદર્શન અયોગ્ય માનવામાં આવતું હતું. હવે આ જ આધારભૂત ભારતીય જીવનને શરમનો પર્યાય બનાવી દેવાયો છે. જાણે કે વામન પણા પર ગર્વ કરો અને વ્યક્તિગત સાહસના અભાવને કારણે એક જૂથમાં સામેલ થઈ જાઓ. ભીડને શક્તિ બનાવી દેવાઈ છે. હવે તર્ક આધારિત જીવનદૃષ્ટિને નષ્ટ કરવાનું કામ છે અને આને શ્રદ્ધા કહીને આ બેશરમીને સાહસનું નામ આપી દેવાયું છે. આપણી સદીઓથી ચાલી આવતી ઉદારતાને નષ્ટ કરી આપણને સંકુચિત બનાવાઈ રહ્યા છે. આસ્થા હથિયાર કેવી રીતે હોઈ શકે? તે તો પોતાને જાણવાની આંતરિક યાત્રાનો પુરસ્કાર છે. તમામ ખતરાઓ સામે લડનારા સૈન્યમાં પણ સાંપ્રદાયિકતા પ્રવેશી ચૂકી છે જે અત્યંત ગંભીર છે.
આ પડકારને એક તરફ મુસ્લિમોએ તો બીજી તરફ સાચા બિનસાંપ્રદાયિક હિન્દુ બંધુઓએ ઉપાડી લેવો પડશે અને આતંકવાદને ધાર્મિક નજરથી જોવાની સમજને તિલાંજલિ આપવા ખૂબ કસરત કરવી પડશે તેમ જણાઈ રહ્યું છે.
આ પરિપ્રેક્ષમાં હવે આ તપાસ સાચી દિશા પકડે છે કે કેમ એ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે. •
(મહેમાન તંત્રી નિવૃત્ત મુખ્ય ઇજનેર ગેટકો – જીઈબી છે. આપનો સંપર્ક mgvgetco@yahoo.co.in ઉપર કરી શકાય છે.)