સરકારી માન્યતા અને સહાયના બદલે લઘુમતિ સંસ્થાનો કેમ છીનવી શકાય છે? કોણ નથી જાણતું અને સમજતું કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તથા જામિઆ મિલ્લીયા ઇસ્લામિયા લઘુમતિ સંસ્થાઓ છે. તેમને મુસલમાનોએ સ્થાપિત કર્યા છે. કાંઇ નહીં તોય નામ જ તેમની ઓળખ માટે પુરતું છે. તેમના સ્થાપકોએ ખુબ પરિશ્રમ અને લગન અને ખર્ચ કરી તેને તે સ્થાન સુધી પહોંચાડયા કે તે પ્રાથમિક શિક્ષણથી યુનિવર્સિટીનો દરજ્જો પ્રાપ્ત કરી લે. અગર જો કોઈ આજે પણ આ વાતથી ઇન્કાર કરે તો તેની સ્થાપનાના લેખિત ઉદ્દેશ્યો સચવાલેયા મૌજૂદ છે.
સૌથી મોટી વાત આ છે કે જે ઉદ્દેશ્યો માટે તે સ્થાપવામાં આવ્યા, શરૃથી આજ સુધી તે જ માર્ગે કાર્ય કરી રહ્યા છે. હવે કોઈ એમ કહે કે તેમને યુનિવર્સિટીનો દરજ્જો સરકારે આપ્યો અને તે સરકારી ખર્ચથી ચાલે છે. એટલા માટે લઘુમતિ સંસ્થા ના કહેવાય. આ વાત તેમની અસલિયત અને ઓળખથી ઇન્કાર કરવા સમાન છે. આને આ રીતે પણ સમજી શકાય છે કે કોઈ ગરીબ પરિવારના બાળકને મોટો થવાથી કોઈએ ભણાવીને એટલુ સક્ષમ બનાવી દિધું કે તે કોઈ પ્રતિભા બની શકે, તો આમ કરવાથી તે તેના વંશથી ઇન્કાર કરી શકે નહીં.
તદ્દન આ જ પરિસ્થિતિ છે મુસ્લિમ યુનિવર્સિટીની કે તે મુસ્લિમ યુનિવર્સિટી બ્રિટીશ એક્ટ દ્વારા સ્થાપિત કરવામાં આવી છે. અને જામિઆ મિલ્લિયાને યુનિવર્સિટીનો દરજ્જો સંસદના અધિનિયમ દ્વારા પ્રાપ્ત થયો અને સરકાર તરફથી તેને નાણાંકીય સહાય પણ આપવામાં આવે છે. બંધારણની કલમ ૩૦ (૧) બધી જ ધાર્મિક અને ભાષાકીય લઘુમતિઓને શાળા કોલેજ અને યુનિવર્સિટી સહિત બધી સંસ્થાઓ સ્થાપિત કરવા અને સંચાલનનો અધિકાર પ્રાપ્ત છે તો પછી હુકુમત ફકત મંજૂરી-માન્યતા-સહાયના બદલે તેને છીનવી કેમ શકે? આમ થશે કોઈ પણ સંસ્થાઓનીસ્થાપના કરશે નહીં. કારણ કે જ્યારે જાણવા મળશે કે જેતે સંસ્થા જ્યારે સરકારી મંજુરી અને સહાય પ્રાપ્ત કરશે અને પછી સરકાર દ્વારા તે સંસ્થાની સોદાબાજી થશે તો તેના પગ નિચેથી જમીન હટી જશે. આજે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી અને જામિઆ મિલ્લિયા ઇસ્લામિયા સાથે મોદી સરકારનું જે વર્તન છે, તે બંધારણની કલમ ૩૦ (૧)ની તદ્દન વિરુદ્ધ છે.
સરકાર જામિઆ મિલ્લિયા ઇસ્લામિયા અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીને એક જ ચશ્માથી જુએ છે. જોકે બન્નેમાં તફાવત છે. અઝીઝ પાશા – યુનિયન ઑફ ઇન્ડિયા કેસમાં સુપ્રિમ કોર્ટના ચુકાદાના કારણે મુસ્લિમ યુનિવર્સિટીના લઘુમતિ દરજ્જા પર સ્ટે-મનાઈ હુકમ છે. અને ત્યાં કાયદાકીય રીતે લઘુમતિ વિદ્યાર્થીઓને ૫૦ ટકા આરક્ષણ મળતું નથી. જ્યારે કે જામિઆ મિલ્લિયા ઇસ્લામિયાનો મામલો આવું નથી. રાષ્ટ્રીય લઘુમતિ પંચ શિક્ષણ વિભાગે ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૧એ તેના લઘુમતિ દરજ્જાની તરફેણમાં જે ચુકાદો સંભળાવ્યો હતો તેને દિલ્હી ઉચ્ચ ન્યાયાલયે રોક લગાવી ન હતી અને મામલાઓ સુનાવણી હેઠળ છે. તે સમયથી જામિઆમાં લઘુમતિ વિદ્યાર્થીઓને કાયદેસર ૫૦ ટકા આરક્ષણ આપવામાં આવે છે. જે અનુક્રમે ૩૦ ટકા મુસ્લિમ છોકરા જનરલ, ૧૦ ટકા મુસ્લિમ છોકરી, અને ૧૦ ટકા મુસ્લિમ પછાત પ્રમાણે છે. પાછલા ૫૦ વર્ષોમાં સરકાર અથવા કોર્ટ દ્વારા આ આરક્ષણ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અને સંસ્થામાં બધી જ શૈક્ષણિક પ્રવૃત્તિઓ લઘુમતિ દરજ્જાના પ્રકાશમાં શાંતિપુર્વક ચાલી રહી છે. હવે આને બગાડવાની કાર્યવાહી સરકારી સ્તરે થઈ રહી છે.
ખરેખર બધુ જ નાટક કાયદાકીય કાર્યવાહી, શબ્દોની ઉલટ-ફેર, અને ખોટી દાનતનો છે. લઘુમતિ પંચના પુર્વ વડા જસ્ટિસ સુહૈલ એજાઝ સિદ્દીકી કહે છે કે જે સમયે લઘુમતિ પંચે જામિઆ મિલ્લિયા ઇસ્લામિયાના લઘુમતિ દરજ્જાની તરફેણમાં ચુકાદો સંભળાવ્યો હતો અને મામલો દિલ્હી ઉચ્ચ ન્યાયાલયમાં ગયો હતો. જેવી રીતે મોદી સરકારમાં માનવ સંસાધન મંત્રી લઘુમતિ પંચના ચુકાદાથી નારાજ છે. એ જ રીતે યુ.પી.એ. સરકારના માનવ સંસાધન મંત્રી મી. કપિલ સિબ્બલ પણ નારાજ હતા. મુસલમાનો અને લઘુમતિ પંચના અથાગ પ્રયાસો પછી જ મી. સિબ્બલના મંત્રાલયે ન્યાયાલયમાં કહ્યું હતું કે, અમો લઘુમતિ પંચના ચુકાદાનો આદર કરીએ છીએ. તેમનું આ જ વાક્ય આજે લઘુમતિઓ માટે મુશ્કેલી અને સરકારી હસ્તક્ષેપનું કારણ બની રહ્યું છે. અગર જો યુ.પી.એ. સરકાર ન્યાયાલયમાં સ્પષ્ટપણે આ ઘોષણા કરી દેત કે અમો જામિઆ મિલ્લિયા ઇસ્લામિયાને લઘુમતિ સંસ્થા તરીકે સ્વીકાર કરીએ છીએ અને તે લઘુમતિ સંસ્થા છે તો આજે આ નોબત ન આવત. પરંતુ સરકારે આમ ન કહીને આદરવાળી વાત કહી દીધી. અમો લઘુમતિ પંચના ચુકાદાનું આદર કરીએ છીએ. આ જ વાત તાજેતરની સરકાર ન્યાયાલયમાં પોતાના નવા સોગંદનામામાં કહેવાની તૈયારી કરી રહી છે.
ખરેખર જામિઆ મિલ્લિયા ઇસ્લામિયાના લઘુમતિ દરજ્જાની વિરુદ્ધ સરકારી આંતરીક સ્તરે પ્રવૃત્તિઓ ઘણા સમયથી ચાલી રહી છે જ્યારે માનવ સંસાધન વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાની હતા. ત્યારે જ કાયદા મંત્રાલય અને એટર્ની જનરલ મુકુલ રોહતગીથી સલાહ લેવામાં આવી હતી અને મામલા પર વિચાર-વિમર્શ કરવામાં આવ્યું હતું. એટર્ની જનરલે કહ્યું હતું કે સરકારને આ અધિકાર પ્રાપ્ત છે કે જામિઆ વિશે પોતાનું દૃષ્ટિકોણ બદલી નાખે, અને તેના લઘુમતિ દરજ્જા વિશે તેની વિરુદ્ધ ન્યાયાલયનો દ્વાર ખખડાવે. ત્યારથી સમાચાર આવી રહ્યા છે કે સરકાર દિલ્હી ઉચ્ચ ન્યાયાલયમાં સુનાવણી હેઠળ જામિઆના લઘુમતિ દરજ્જા વિરુદ્ધ નવું સોગંદનામુ રજૂ કરી શકે છે.
જસ્ટીસ સિદ્દીકીનું કહેવું છે કે અગર જો આમ થાય છે તો કોઈ ફરક પડવાનો નથી. કારણ કે થશે એ જ જે ન્યાયાલય ચુકાદો કરશે. કેટલી વિચિત્ર વાત છે કે બ્રિટીશ એક્ટથી મુસ્લિમ યુનિવર્સિટી અને સંસદના અધિનિયમથી જામિઆ યુનિવર્સિટી બની તો તેની હેસિયત ભિન્ન થઈ જાય છે. લઘુમતિઓ સરકારને બિનશરતી ટેક્ષ અદા કરશે. અને સરકાર ટેક્ષના તે રૃપિયામાંથી લઘુમતિઓની પ્રગતિ-કલ્યાણ પર ખર્ચ કરે તો તે શરતી હશે. અને તેના બદલે સરકાર લઘુમતિઓથી કાંઈક છીનવી લેશે. જેમકે મુસ્લિમ યુનિવર્સિટી અને જામિઆના મામલામા થઈ રહ્યું છે. કાયદો આ નથી કહેતો અને સુપ્રિમ કોર્ટે પણ પોતાના એક ચુકાદામાં લઘુમતિ સંસ્થાઓ સંબંધિત આની વિરુદ્ધમાં વાત કહી હતી. ખરો મામલો આ છે કે લઘુમતિઓને તેમના અધિકારોથી વંચિત કરી દેવામાં આવે. અને આ જ રણનીતિ હેઠળ કાર્ય થઈ રહ્યું છે. /