ટ્રેનની ગતિ ખૂબજ તેજ હતી. હામિદ સેકન્ડ કલાસના એક ડબ્બામાં બેસી બારીથી બહાર અંધારામાં તાકી રહ્યો હતો. ભૂતકાળની ઘટનાઓ અને તેના માનસ-પટ ઉપર ખૂબજ ઝડપથી ઊભરી રહી હતી.
‘મારા પિતા એક ધનવાન અને નેક માણસ હતા. તેમને મારા શિક્ષણ, પ્રશિક્ષણ (તર્બિયત, કેળવણી)ની ખૂબજ ચિંતા હતા. પરંતુ અલ્લાહ ભલું કરે એ મારી માનું કે જેણે મારી તર્બિયત પ્રત્યે કદી ધ્યાન જ ન આપ્યું. તેને પોતાની દોલતનું બહુ ઘમંડ હતું. ગરીબો સાથે સારી રીતે વાત પણ કરતી ન હતી. અમીરી-ગરીબીના આ ફરકની મારા મન ઉપર મોટી અસર થઈ હતી.
રાશિદ મારી કલાસમાં મારી સાથે જ ભણતો હતો, પરંતુ તે ગરીબ બાપનો પુત્ર હતો. આથી મારી માને મારું તેની સાથે હળવું-મળવું પસંદ ન હતું. રાશિદ સાથે મારી કંઈ ગાઢ મિત્રતા ન હતા. તે કયારેક કયારેક જ મળતો હતો. મારી માના ઘમંડી સ્વભાવની અસર મારી ઉપર પણ પડતાં મારો સ્વભાવ પણ એવો જ બનતો ગયો. મારા આવા સ્વભાવના કારણે મારો કોઈ ગાઢ મિત્ર ન હતો. આથી હું પોતાને ખૂબજ એકલો અનુભવતો હતો. રાશિદ ગરીબ જરૃર હતો પરંતુ ખૂબજ નેક હતો. ખૂબજ હોશિયાર પણ હતો. મને ભણવામાં કોઈ ખાસ દિલચસ્પી નહતી. મારા ઘમંડી સ્વભાવ છતાં તે ભણવામાં મારી મદદ કરતો હતો, પરંતુ મેં કયારેેય તેની કોઈપણ જાતની મદદ ન કરી.
મને સારી રીતે યાદ છે. આ મારા બાળપણની વાત છે.
રાશિદના પિતા ખૂબજ બીમાર હતા. તેમની પાસે ઇલાજ માટે પૈસા પણ નહતા. રાશિદ ડરતો ડરતો મારી પાસે આવ્યો. તેને પૂરી આશા હતી કે આ ભારે મુશ્કેલ પરિસ્થિતિમાં હું તેની કંઈ મદદ કરીશ, પરંતુ તેને જોઈને મને ગુસ્સો આવી ગયો. તેના આંસુઓની પણ મારી ઉપર કોઈ અસર ન થઈ. મેં તેને ધુત્કારી કાઢયો અને ધક્કા મારી બહાર કાઢી મૂકયો. ઉફ ! અને તેના પિતા એ જ દિવસે ગુજરી ગયા.
આ મારી માની ખોટી તર્બિયતની અસર હતી. તેણે મને ગરીબોથી નફરત કરવાનું શીખવાડયું હતું. એ દિવસ પછી કોઈએ રાશિદને ગામમાં જોયો નહીં. દિવસો પસાર થતાં ગયા. લોકો તેને ભૂલી ગયા. આ દરમિયાન મારા પિતાનો પણ ઇન્તેકાલ થઈ ગયો. હવે હું સમગ્ર માલ-મિલ્કતનો એકલો જ માલિક હતો અને સાથે જ પોતાની મરજીનો માલિક પણ. બાળપણની બગડેલી ટેવો અસર બતાવવા લાગી.
માલ-મિલ્કતની દેખભાળ અને કાળજી લેવામાં મેં કયારેય દિલચસ્પી લીધી ન હતી. આથી વહીવટી બાબતોથી અજાણ હતો. શિક્ષણ પણ બસ નામનું જ હતું. કારોબારની પૂરી જવાબદારી મુન્શીજી ઉપર હતી. તેઓ ખૂબજ નેક અને ઈમાનદાર માણસ હતા. તેમણે ખૂબજ પ્રયત્નો કર્યા કે હું સુધરી જાઉં. પરંતુ તેમના બધા પ્રયત્નો વ્યર્થ નીવડયા, અને હું ઝડપથી બરબાદી તરફ વધતો થયો.
મારી માને પોતાની ભૂલનો ખૂબજ અહેસાસ હતો. તેણે મને ખૂબજ સમજાવ્યો. પરંતુ હવે ખૂબજ પ્રયત્નો કર્યા કે હું સુધરી જાઉ. પરંતુ તેમના બધા પ્રયત્નો વ્યર્થ નીવડયા અને હું ઝડપથી બરબાદી તરફ વધતો ગયો.
મારી માને પોતાની ભૂલનો ખૂબજ અહેસાસ હતો. તેણે મને ખૂબજ સમજાવ્યો. પરંતુ હવે ખૂબજ મોડું થઈ ચૂકયું હતું. મારી બરાબદીને જોઈ જોઈને તે દુઃખ થતી રહેતી હતી. એ દુઃખ અને વ્યથામાં બીમાર થઈને તે પણ ગુજરી ગઈ. મને સુધારવાની તમન્ના તેના દિલમાં જ રહી ગઈ.
માના મૃત્યુએ મને બિલકુલ આઝાદ બનાવી દીધો. હવે હું સ્હેજેય ખચકાટ વિના એશ-આરામી બની ગયો. મુન્શીજીએ પણ મને સુધારવાના ઘણાં પ્રયત્નો કર્યા. પરંતુ મારી બરબાદીને રોકવી એ તેમના વશની વાત ન હતી. હવેલી વેચાઈ ગઈ. હું નિર્ધન થઈ ગયો. તમામ સગા-સંબંધી અને સાથી-મિત્રો સાથ છોડી ગયા. મુન્શીજીએ એ પછી પણ મારો સાથ છોડયો નહીં. તેઓ મને પોતાના ઘરે લ ઈગયા. હું તેમના પર બોજો બનવા ઇચ્છતો ન હતો. આથી બીજા દિવસે ચુપચાપ કોઈને પણ કંઈ પણ કહ્યા વગર ત્યાંથી નીકળી ગયો.
ટ્રેન પ્લેટફોર્મ ઉપર રોકાઈ. ‘હામિદ સાહેબ !’ કોઈએ મને બૂમ પાડી. હું ચાંેકી ગયો. મારા વિચારોના તાણા-વાણા વિખેરાઈ ગયા. એટલામાં ટ્રેન ફરીથી ચાલવા લાગી. મારા જીવમાં જીવ આવ્યો. હું કોઈપણ ઓળખીતાને મળવા ઇચ્છતો ન હતો. હું દૂર બહુ દૂર ચાલ્યો જવા ઇચ્છતો હતો, જ્યાં મને કોઈ ઓળખતું ન હોય. લગભગ એક કલાક બાદ જ્યારે ટ્રેન એક પ્લેટફોર્મ ઉપર રોકાઈ તો હું ઉતરી ગયો. સ્ટેશનથી બહાર આવી એક તરફ ચાલી નીકળ્યો. અચાનક એક કારના હોર્નએ મને ચોંકાવી દીધો. એ પહેલાં કે હું કંઈ સમજુું અને બચું તે પહેલાં જ કાર મને ધક્કો મારી આગળ નીકળી ગઈ, અને ત્યારબાદ મને હોશ ન રહ્યો. હું બેહોશ થઈ ગયો. જ્યારે આંખ ખુલી તો પોતાને હોસ્પિટલની એક પથારી ઉપર જોયો. મને હોશમાં આવતો જોઈને એક નર્સ મારી નજીક આવી, અને તેણે મને જણાવ્યું કે એક કાર સાથે મારો અકસ્માત થઈ ગયો હતો. એવામાં એક ડૉકટર પણ ત્યાં પહોંચી ગયો. મને મારી આંખો ઉપર વિશ્વાસ ન બેઠો. એ રાશિદ હતો.
‘કેમ છે હામિદ ?’ડો.રાશિદે નરમાશથી પૂછયું અને નર્સને સંબંધીને કહ્યું, ‘સિસ્ટર ! આ મારા બાળપણના મિત્ર છે. એમનું બરાબર ધ્યાન રાખજો.’
‘રાશિદ ! હું ખૂબજ શર્મિંદા છું. મને માફ કરી દો.’ હામિદની આંખોમાં અશ્રુઓ હતા.
‘હામિદ ! પાછલી વાતોને ભૂલી જાવ. ભૂલ મનુષ્યથી જ થાય છે. તમને પોતાની ભૂલનો અહેસાસ છે એ જ મોટી વાત છે. મને ખુશી થશે જો તમે મને એ જ દોસ્ત સમજશો તો. સારૃં ! હવે હું રાઉન્ડ પર જાઉં છું. તમે આરામ કરો.’
હું વિચારી રહ્યો હતો કે રાશિદ કેટલો મહાન માણસ છે.