Friday, April 19, 2024
Homeમાર્ગદર્શનમાફ કરવું અઘરૃં હોય છે પરંતુ અશક્ય હોતું નથી

માફ કરવું અઘરૃં હોય છે પરંતુ અશક્ય હોતું નથી

કેટલાક લોકો વિચિત્ર હોય છે. તેઓ કોઈનાથી નારાજ થઈ જાય છે તો વર્ષો સુધી નારાજ રહે છે. તેઓ પોતાના વિશે કહે છે કે હું મારી પ્રકૃતિથી મજબૂર છું. માત્ર હૃદયમાં જ્યારે કોઈનાથી નારાજગી બેસી જાય છે તો તે વહેલી નિકળતી નથી, ઘણો સમય લાગે છે હૃદય સાફ થવામાં.

આવી વાતો આપણે ઘર સંસારના જીવનમાં પણ ઘણી બધી સાંભળીએ છીએ. “મારા હૃદયને જે હાનિ પહોંચી છે તે આટલી વહેલી દૂર થઈ શકતી નથી.” “મારા માટે આ શક્ય જ નથી કે હું મારા હૃદયમાં બેસી ગયેલ નફરતને કાઢી નાખું.” “હું શું કરૃં, માફ કરવું મારા વશમાં છે જ નહીં.”

જ્યારે આપણે આવી વાતો કરીએ છીએ તો ખરેખર પોતાના વિશે ખરૃં વર્ણન કરતા હોઈએ છીએ. આપણે અઘરાને અશક્ય કહી દઈએ છીએ. આ તો હોઈ શકે છે કે કોઈને માફ-ક્ષમા કરવું આપના માટે મુશ્કેલ હોય, પરંતુ માફ-ક્ષમા કરવું આપના માટે અશક્ય હોઈ શકે નહીં. હૃદયમાં બેસી ગયેલ નફરતને બહાર કાઢવી અઘરી તો હોઈ શકે છે પરંતુ અશક્ય કદાપી હોઈ ન શકે. કહેવામાં આવ્યું છે કે તલવારના ઘા રૃઝાઈને સારા થઈ જાય છે. પરંતુ જીભના ઘા રૃઝાતા નથી – સાજા થતા નથી. પોતાની જીભ ખોટી રીતે ઉપયોગ કરનારા લોકોએ જરૃર આ વાત પર વિશ્વાસ ધરાવવું જોઈએ. પરંતુ ઘા ખમનારાને આ જાણી લેવું જરૂરી છે કે, તે ઇચ્છે તો તેના હૃદય ઘા રૃઝાઈને સારો પણ થઈ શકે છે, અને જો વહેલી તકે ધ્યાન આપે તો વહેલું રૃઝાઈ પણ શકે છે.

ખરી સમસ્યા આ છે કે આપણે પોતાના દિલને કંઇક કરવાનું કષ્ટ આપતા નથી. અને  ન જ તેનાથી કોઈ પરીશ્રમ વાળું કાર્ય લેવા ઇચ્છીએ છીએ. બલ્કે દિલને પોતાના હાલ પર છોડી દઈએ છીએ. સમય પસાર થતાની સાથો-સાથ જો બહારથી આવનારા પવનો હૃદયની અંદર વિખરાએલ કચરાને ધીરે ધીરે ઉડાવીને લઈ જાય તો ઠીક છે, નહીંતર પોતે આપણે ઝાડુ હાથમાં લઈને કચરાને ધુળને સાફ કરવા માટે પરિશ્રમ આપણે નથી કરતા. વાસ્તવિકતા આ છે કે જો આપણે પોતાના દિલને સાફ કરવા માટે નિશ્ચય કરી લઈએ તો અલ્લાહે આપણા ભીતરમાં એવી શક્તિ મુકેલ છે કે આપણે જેને ઇચ્છીએ તેને માફ-ક્ષમા કરી શકીએ છીએ. અને ગમે ત્યારે કોઈ પણ સંબંધમાં પોતાના હૃદયના મેલને તદ્દન સાફ કરી શકીએ છીએ.

ઘરમાં ફેલાયેલ ગંદકી સાફ કરવી માત્રને માત્ર આપણી જવાબદારી છે, કારણ કે આપનું ઘર છે. તો પછી દિલમાં વસી ગયેલ ફરીયાદો, રંજાડ, અને નારાજગીઓને કાઢીને સાફ રાખવું પણ આપની જવાબદારી છે. કારણ કે દિલ તો આપનું જ છે. જ્યારે આપણે કોઈથી નારાજ થઈએ છીએ, તો આપણે નારાજ થવાથી સામેવાળાને કોઈ તકલીફ થાય કે ન થાય પોતે આપણા હૃદય ઉપર એક ગંદુ બોજ/ ભાર સવાર થઈ જાય છે. અને જ્યારે આપણે નારાજગી દૂર કરી લઈએ છીએ તો આપણા દિલ પરથી તે ગંદુ ભાર ઉતરી જાય છે. અને આપણે પોતાની ભીતરમાં પ્રફુલ્લતા અનુભવીએ  છીએ. આવા અનુભવો આપણેને જીવનમાં વારંવાર થાય છે. આ જુદી વાત છે કે મહદઅંશે આપણે પોતાના પર વિતનારી આવી પરિસ્થિતિથી અજાણ હોઈએ છીએ. આપ જેટલી વહેલી તકે કોઈની સાથે થયેલ નારાજગીને દૂર કરી લેશો તેટલા જ વહેલા પોતાના દિલને સૂકૂન અને રાહત પહોંચાડશો. બુદ્ધીજીવી અને સમજૂ માણસો નારાજગી થઈ જવા પર રાજી થઈ જવાના અવસરની રાહ નથી જોતા, બલ્કે આવા અવસરો પોતે ઉત્પન્ન કરી લેતા હોય છે.

અલ્લાહ તઆલાએ આપણને માફ-ક્ષમા કરવાની શક્તિ આપી અને પછી માફ-ક્ષમા કરવાના કાર્યને સવાબ (પૃણ્ય)નું કાર્ય ઠેરવ્યું. અને માફ-ક્ષમા કરનારા લોકોની વારંવાર પ્રશંસા કરી છે. જો આપણા ભીતરમાં માફ-ક્ષમા કરવાની શક્તિ-સામર્થ્ય ન હોય તો અલ્લાહ તઆલા માફ-ક્ષમા કરવાના કાર્યને આપણા માટે સવાબ (પુણ્ય)નું કાર્ય ન બનાવત. કારણ કે અલ્લાહતઆલા એ જ કાર્યની પ્રેરણા આપે છે જે અમો કરી શકીએ છીએ. અલ્લાહતઆલાએ જ્યાં જ્યાં માફ-ક્ષમા  કરવાની પ્રેરણા આપી છે, ત્યાં આ શરત પણ મુકી નથી કે જે માફી-ક્ષમા ઇચ્છે બસ તેને જ ક્ષમા કરી દો, બંદાઓ માટે ક્ષમા કરવાનું ઉચ્ચ સ્તર આ છે કે જે માફી-ક્ષમા ન માંગે તેને પણ ક્ષમા કરી દે.

કુઆર્ને મજીદમાં અલ્લાહના શ્રેષ્ઠ બંદાઓની એક ખાસ વિશેષતા દર્શાવાઈ છે. (વલ આફીના અનિન્નાસ) “લોકો ક્ષમા કરનારા” અનિન્નાસના શબ્દથી જણાય છે કે આપણે કોઈ ખાસ વ્યક્તિને જ નહીં બધા લોકોને અને દરેક પ્રકારના લોકોને ક્ષમા કરવાનું સામર્થ્ય ધરાવીએ છીએ. અને જો આપણે બધા લોકોને ક્ષમા કરવાની પોતાની ટેવ બનાવી લઈએ, તો આપણે અલ્લાહનું સામીપ્ય પામી શકીએ છીએ. જ્યારે આપણે અલ્લાહના બંદાઓને ક્ષમા કરીએ છીએ તો અલ્લાહના અફુ-વ-દરગુઝરથી નજીક થઈ જઈએ છીએ. અર્થાત્ઃ ક્ષમા કરવાનો અર્થ આ થાય છે કે આના સંબંધમાં પોતાના હૃદયને બિલકુલ સાફ કરી લેવામાં આવે. માફ કરીને બગડેલ વાતને બનાવી લેવી અલ્લાહને ત્યાં સરાહનીય છે. જેનો વિશેષ બદલો મળશે.

અલ્લાહના રસૂલની શાન તો આ હતી કે આપ એવા લોકોને પણ માફ-ક્ષમા  કરી દેતા હતાં કે જે આપ સ.અ.વ.ને સખત તકલીફો પહોંચાડતા હતા. આપ સ.અ.વ. તેઓને ન જ ફકત  માફ કરી દેતા હતા બલ્કે આગળ વધીને તેમના માટે મગફિરતની દુઆ પણ કરતા હતા, અને આનાથી પણ આગળ વધીને આ ઇચ્છતા હતા કે તેઓ પોતાની ભૂલો સુધારીને આપ સ.અ.વ. સાથે જન્નતમાં જાય. લોકો એક વાર તકલીફ પહોંચાડનારને પોતાની સામે જોવા ઇચ્છતા નથી. અલ્લાહના રસૂલ વારંવાર તકલીફો પહોંચાડનાર લોકોને પણ પોતાની સાથે જન્નતમાં લઈ જવાની ઇચ્છા અને પ્રયત્નો કરતા હતાં.

નિઃશંક ઘણા બધા લોકો જાણે અજાણે આપણા દિલને તકલીફ પહોંચાડે છે, અને આપણે બિલકુલ નથી ઇચ્છતા કે તેમને માફ-ક્ષમા કરીએ, પરંતુ વિચારવાની વાત આ છે કે જો માફ-ક્ષમા કરવું વિશેષતા છે તો કોને માફ-ક્ષમા કરવું વિશેષતા છે, આપણે તેઓને માફ-ક્ષમા નહીં કરીશું જેઓ આપણને તકલીફ પહોંચાડે છે, તો પછી શું તેઓને માફ-ક્ષમા કરીશું જેઓ આપણને તકલીફ જ પહોંચાડતા નથી. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments