Thursday, March 28, 2024
Homeઓપન સ્પેસતો હવે આપણી જવાબદારી શું રહેશે?

તો હવે આપણી જવાબદારી શું રહેશે?

આગલા બે ચર્ચા લેખોમાં આપણે ઇસ્લામના ઉતરાણનો અસલ આશય અને એ માટેના પ્રોગ્રામના બારામાં થોડો વિચારવિમર્શ કર્યો. આપણી સામે એ વાત સ્પષ્ટ થઈ ગઈ કે હવે આપણે ઇસ્લામના સાચા પ્રતિનીધિ અને તેના અનુપાલક થઈને તથા ઇસ્લામના સાચા સેવક થઈને જગતના સ્ટેજ ઉપર આપણો રોલ મૃત્યુપર્યંત અદા કરવો પડશે. આ વાત હવે આપણા મનોમસ્તિષ્ક ઉપર સતત સ્થાપિત રહેવી જરૂરી છે. આપણે આપણી જાતને એ સતત યાદ અપાવતા રહેવું પડશે કે We are not the dutyless persons but we are duty bound to Allah and we have to adopt the Islam in its full form and to render ourselves for giving best services to Islam.

આપણું મન આપણા શરીરનો એક એવો અવયવ છે જેના ઉપર જે વાતો સતત વ્યક્ત થતી રહે, ઝીંકાતી રહે, યાદ અપાવ્યા કરતી રહે તે બાબતો તેમાં પ્રોગ્રામીંગ તરીકે ફીટ થઈ જાય છે અને વખત જતાં એ એવો ડેટાબેઝ બની જાય છે જેના આધારો ઉપર આપણા જીવનની ગતિવિધીઓ આકાર લેતી રહે છે. અભ્યાસુઓએ માનવજાતની ક્ષમતાઓ ઉપર ઉંડો અભ્યાસ કરીને તેની આ વાસ્તવિકતાને બરાબર ઓળખી લઈને માનવજીવોના મનને પોતાની ઇચ્છા પ્રમાણોની વૈચારિકતાને અને પોતે ઘડેલાં જીવનતથ્યોના સાંચામાં ઢાળવા ખૂબ ખૂબ મહેનતો કરી છે. તેમણે અલ્લાહ-ઇશ્વરે રચેલી પ્રાકૃતિક શક્તિઓ અને જીવન માટે જરૂરી વ્યવસ્થાઓનો ભાગ મેળવીને એવાં સંશાધનો તથા ઉપકરણો તૈયાર કર્યાં જેના દ્વારા હજારો માઈલ દૂરથી માનવજીવોના મન સુધી ક્ષણવારમાં પહોંચી શકાય. અને તેના ઉપર અસરઅંદાઝ થઈ શકાય. માનવ મનને પોતાની મનપસંદ વૈચારિકતા અને તેને અનુરૃપ પ્રવૃત્તિઓમાં ઢાળવા તેમણે જબરજસ્ત પ્રોગ્રામીંગ કર્યું. જેની અસરો આપણે આજે બરાબર જોઈ રહ્યા છીએ. માનવમનને વશ કરવા એવાં એવાં છેતરામણા સુત્રો આપ્યા જેનાથી લલચાઈને માનવમન ભોળવાઈ જાય અને તેમના ફંડામાં આવી જાય. ઇન્ટરનેટની શોધ કરીને તેમણે સુત્ર આપ્યું કે “કરલો દુનિયા મુઠ્ઠીમેં” પણ વાસ્તવમાં તેઓ પોતે આખી દુનિયાને પોતાની મુઠ્ઠીમાં કરી લઈને માનવજીવોને પોતાની ઇચ્છા પ્રમાણે દોરવા માંગતા હતા. પોતે ચાહે તેમ નચાવવા માંગતા હતા. અને જુઓ કે તેમના આ આશયમાં તેઓ આજે મહત્તમ રીતે સફળ થઈ ચુક્યા છે. જગતને તેમણે જે સભ્યતા આપી છે તેમાં ભલાઈનું પ્રમાણ ઓછું અને બુરાઈનું પ્રમાણ મહત્તમ છે. માનવ શરીર અને માનવજીવ તેના રચયિતાના કહેવા પ્રમાણે અન્ય જીવોથી શ્રેષ્ઠ હતો. પણ તેમણે કહ્યું કે “માનવજીવ એક સામાજિક પ્રાણી છે.” આમ કહીને તેમણે અલ્લાહ-ઇશ્વરના આ શ્રેષ્ઠ સર્જનને પણ અન્ય પ્રાણીઓની હરોળમાં મુકી દીધો. અને પછી તેને એ પ્રમાણે ઢાળવાનાં પ્રયોજનો કરીને આજના માનવીને અધમતાની ખાઈમાં ગબડાવી દીધો. વધારે ખુલાસા આપવાની જરૃર નથી. આપ સહુ સારી રીતે સમજી શકો છો.

પણ માનવીનું મન, તેના રચયિતાએ જે રીતે એને બનાવ્યું છે તે, તેમણે ધારી લીધું છે એટલું અલ્પ શક્તિવાન નથી. તેની શક્તિઓ અપાર છે. અલ્લાહે તેને વિષ્લેષણ અને આંકલન કરીને સારાં-નરસાં તથ્યોને ઓળખવાની ભરપૂર શક્તિ આપી છે. પણ એ ત્યારે શક્ય બને છે જ્યારે તે પેલા છેતરામણા લોકોના સંમોહનમાંથી બહાર નીકળીને પોતાની આગવી રીતે સમજવાના પ્રયાસ કરે. સત્ય અને અસત્ય, ભલાઈ અને બુરાઈ તથા ઇન્સાનીયત અને પશુતા વચ્ચેના તફાવતને ઓળવાની મથામણ કરે. જીવનની ગતિવિધીઓના પરિણામોનું આંકલન કરીને પોતાના અસ્તિત્વને જેવું કે તેને બનાવવામાં આવ્યું છે, તેના અંદરની સાચી ઇન્સાનીયતને ઉભારવાના પ્રયાસ કરે અને શયતાનીયતને દબાવવાનો પ્રબંધ કરે. ઇસ્લામ તેની વિચારશક્તિને, તેની પ્રજ્ઞાાને, તેની બૌદ્ધિકતાને આ જ વસ્તુનું આહ્વાન કરે છે. કુઆર્નની એક આયતમાં અલ્લાહ કહે છે “સોગંદ છે માનવજીવની, અને જેવા કે અમે તેને બનાવ્યો છે. પછી અમે તેની સામે તેની બુરાઈ શું છે અને તેની ભલાઈ (સંયમિતતા) શું છે તે પણ સ્પષ્ટ કરી દીધું. તો પછી સફળ થઈ ગયો તે જેણે પોતાના નફસને સાફસુથરો કરીને શણગારી લીધો અને બરબાદ થઈ ગયો તે જેણે તેની શક્તિઓને દબાવી દઈને તેને બરબાદીના પંથે વાળી દીધો.” (કુઆર્ન બોધ)

આટલી સ્પષ્ટતા પછી પેલા છેતરામણા લોકોના સંમોહનમાંથી છુટવાનો માર્ગ આપણા માટે સરળ બની ગયો હશે (અલ્લાહ એમ કરે) એ પછીનું કામ આપણે આપણી જાતને, આપણી વૈચારિકતાને, આપણા બુદ્ધિ ચાતુર્યને અલ્લાહ રસૂલના પ્રશિક્ષણ તરફ વાળવા ઘનિષ્ઠ પ્રયાસો કરવા પડશે. કારણ આપણે પશું બનવું નથી (જેમ કે બાતીલથી પ્રભાવિત લોકો આપણને એવા બનાવવા માંગે છે) બલ્કે આપણો સર્જનહાર અને પાલનહાર જેમ ચાહે છે તેવો ઉત્તમ અને શ્રેષ્ઠ માનવી બનવું છે. We must have to struggle for it now. એ માટે આપણએ આપણા સર્જનહાર અને પાલનહારે આપેલાં જીવનતથ્યો, આધારમૂલ્યો અને માનવસંહીતાઓનો અભ્યાસ કરીને આપણા જીવનમાં તેને ઢાળવાની મથામણ શરૃ કરી દેવી પડશે. યાદ રહે કે આ માટે આપણા મનના એન્ટેનાને સતત અલ્લાહ-ઇશ્વર તરફ કેન્દ્રિત રાખવું પડશે. આપણે જ્યાં પણ હોઈએ, જે કામમાં પ્રવૃત્ત હોઈએ, આપણે એ યાદ રાખવું પડશે કે મારી જાત અલ્લાહની રેંજમાં છે. તેના પ્રશિક્ષણ હેઠળ છે, તેના એડમીનીસ્ટ્રેશન હેઠળ સતત તેની નજરમાં અને તેના પહેરા હેઠળ છીએ. કોઈપણ હાલતમાં આપણે તેને ભુલીએ નહીં, બલ્કે તેને યાદ રાખીને ચાલતા રહીએ. આપણા મનના ડેટાબેઝમાં એ વાત બરાબર ફીટ થઈ જવી જોઈએ કે આપણે અલ્લાહના સીપાહી છીએ, તેના સેવક છીએ, તેના પ્રોગ્રામીંગ હેઠળ અનુશાસિત રહીને ચાલવા બંધાએલા છીએ. અને જગતમાં માનવ ભલાઈના વ્યાપને સતેજ કરવા તથા માનવજીવોમાં વ્યાપ્ત થઈ જવા માંગતી બુરાઈઓને નાબૂદ કરવાના કામની જે જવાબદારી આપણને સોંપવામાં આવી છે તેના માટે સતત પ્રવૃત્ત રહેવા બંધાએલા છીએ. જીવનની રાહતો માટે આપણે ઘણું બધું યાદ રાખીએ છીએ એ જ પ્રમાણે આપણે અલ્લાહ તઆલાને પણ સતત યાદ કરતા રહેવું પડશે. તેના અને તેના અંતિમ રસૂલના પ્રશિક્ષણને આપણા જીવનમાં વણી લેવું પડશે. તો જ આપણે આપણી જવાબદારી સારી રીતે અદા કરવા સક્ષમ બની શકીશું. /

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments