Thursday, May 30, 2024
Homeઓપન સ્પેસવ્યક્તિત્વ વિકાસમુશ્કેલીઓ અને દુઃખો ઉપર કાબૂ મેળવવાનો સરળ ઉપચાર

મુશ્કેલીઓ અને દુઃખો ઉપર કાબૂ મેળવવાનો સરળ ઉપચાર

મુશ્કેલીઓ વખતે સાચા અર્થમાં કોઈ મિત્ર તમારા પ્રયત્નોમાં ભાગીદાર હોતો નથી. તે પૈકીનો કોઈ પણ તમારી પીડાને દૂર કરી શકતો નથી. ત્યાં સુધી કે નજીકનો ગાઢ મિત્ર પણ તમારા ખાતર રાત્રે રબની સમક્ષ ઊભો થતો નથી. તેથી સ્વંય પોતાની દરકાર લો. પોતાની રક્ષા કરો. પોતાના જીવનની ઘટનાઓને જરૂરીયાતથી વધુ મહત્ત્વ ન આપો. જ્યારે તમો ભાંગી પડો છો તો, તમારા સિવાય કોઈ ઉપચારક હોતો નથી. જ્યારે તમો હારનો સામનો કરો છો તો તમારી દ્રઢતા સિવાય અન્ય કોઇ તમને સફળતા અપાવી શકતો નથી. ફરી પાછા ઊભો થવું અને આગળ ડગ માંડવા એ સ્વંય તમારી જવાબદારી છે. પોતાના મૂલ્યને અન્યોની દૃષ્ટિમાં આંકવાનો પ્રયત્ન ન કરો. પોતાનું મૂલ્ય પોતાની સભાનતામાં જાણો. જો તમારી સભાનતામાં સુકૂન-શાંતિ છે તો તમો ઊંચી ઊડાનને કાબેલ છો. જો તમો સ્વંયને ઓળખો છો તો લોકોની વાતો તમને નુકસાન નહીં પહોંચાડી શકે. આ જીવનની મુશ્કેલીઓને પોતાના ઉપર ન લાદો. કેમ કે આ અલ્લાહના હાથમાં છે. આવી જ રીતે રોજીની બાબતમાં પણ મુશ્કેલીમાં ન મૂકાતાં. કેમ કે, તે અલ્લાહનની જવાબદારી છે. ભવિષ્યના અનુમાનોને પોતાના માથે ન લો કેમ કે તે અલ્લાહના હાથમાં છે.

માત્ર એક સતકર્મનું ધ્યાન રાખજો, કે અલ્લાહને કેવી રીતે રાજી કરવામાં આવે? જો તમો તેને રાજી કરશો તો તે તમને ખૂશ રાખશે. ધનથી નવાજશે. જીવનમાં એવી વાતો પર ન રડો જે તમારા હૃદયને નિર્બળ કરી મૂકે. એક સજદો તમારી પીડાને દૂર કરી શકે છે. સાચા હૃદયથી માંગેલી દુઆ તમારા જીવનમાં ખૂશીઓ આણી શકે છે. તમારા સદકર્મને અલ્લાહ ક્યારેય ભૂલતો નથી. ન તે એ સદકર્મને ભૂલે છે જે તમોએ અન્યો સાથે કર્યું હોય. અલ્લાહ એવા પ્રસંગોને પણ વિસરતો નથી જ્યારે આપે કોઈને મુશ્કેલીમાંથી ઉગાર્યો. તે તે નયનને પણ નથી ભૂલતો જેના અશ્રુઓને તમોએ ખૂશીઓમાં ફેરવી દીધાં. તમારા જીવનનો નિયમ હોવો જોઈએ કે સારા થાવ પછી ભલે લોકો તમારી સાથે ભલાઈ ન કરે.

જુઓ રાહત અને સંતોષ (સુકૂન અને ઇત્મીનાન) દેખીતી રીતે એક જેવા શબ્દો છે. પણ બન્નેમાં સુક્ષ્મ ફેર છે, રાહત ભૌતિક સાધનોના પરિણામે કાફિર (અલ્લાહનો ઇન્કાર કરનાર)ને પણ મળી શકે છે. પણ ઇત્મીનાન (સંતોષ) માત્ર ઈમાનવાળા (અલ્લાહ પર શ્રદ્ધા ધરાવનાર)ને જ મળે છે. લોકો રાહત માટે દવાઓનો ઉપયોગ કરે છે. પણ માર્કેટમાં ક્યાંય રાહત અપાવનારી દવા મળતી નથી. કેમ કે ઇત્મીનાન રૃચીના સંતોષનું નામ નથી ન જ Pleasure છે. ન નિર્વાણ છે. તેથી તેનો સંબંધ ન ભૌતિક વસ્તુઓથી છે. ન જ ભૌતિકતાથી છે. આ સર્જનની નહીં સર્જનહાર માલિકની દેણ છે. આત્માની ખોરાક છે. આ જો ભાગે આવી જાય તો માણસને બધી બાજુથી રાહત થઈ જાય છે. પછી ભલેને તેને વધસ્તંભ પર કતલ કરવા જ લઈ જવાતો હોય, જો તે ઈમાનવાળો છે અને તેને પોતાના કૃત્ય પ્રત્યે સંતોષ હશે તો તે વધસ્તંભ ભણી પણ રાહતની મુદ્રામાં ચાલતો જશે અને કોઈ પણ ડર વિના ફાંસીના માંચડે લટકી જશે. ઇત્મીનાનની પ્રાપ્તી માટે આપણે ઇત્મીનાનના દાતાથી સંબંધ જોડવો પડશે. જેથી દરેક સંકટની ઘડીએ આપણને તની તરફથી ઇત્મીનાન મળતો રહે અને આપણું કામ ચાલતો રહે.

ઇત્મીનાનની પ્રાપ્તીની રીત ઇત્મીનાનના સર્જકે એ બતાવી છે કે તેની યાદથી (ઝિક્રથી) દિલની દુનિયાને આબાદ રાખવામાં આવે. જે લોકો આવું કરશે તેમને સુખ સમૃદ્ધિ પણ મળશે અને મોક્ષ પણ તેમના ભાગે આવશે. એટલે કે દુનિયા અને આખિરત (આલોકને પરલોક)ની રાહત ને ઇત્મીનાન-સંતોષ ભાગ્યમાં આવશે. જે લોકો ઇમાન લાવ્યા છે ને સદ્કર્મો કર્યા છે તેમના ભાગે સમૃદ્ધિ પણ છે અને શ્રેષ્ઠ અંત-અંજામ પણ. જ્યારે આપણે પ્રત્યેક ક્ષણે પોતાના રબને યાદ રાખીએ છીએ અને તેના નામના સ્મરણથી પોતાના દિલને આબાદ રાખીએ છીએ તો આ આત્મના અમલના પરિણામે આપણી સોચમાં એકાગ્રતા આકાર લે છે. *

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments