ઉર્દૂ કવિ રાહત ઈન્દોરીનું હાર્ટ એટેકથી અવસાન
લગેગી આગ તો આયેંગે ઘર કઈ ઝદ મેં,
યહાં પર સિર્ફ હમારા મકાન થોડે હી હૈ,
હમારે મુંહ સે જો નિકલે વહી સદાકત હૈ,
હમારે મુંહ મે તુમ્હારી ઝૂબાન થોડી હૈ.
મૈં જાનતા હું કી દુશ્મન ભી કમ નહિ,
લેકિન હમારી તરહ હથેલી પર જાન થોડી હૈ.
જો આજ સાહિબે મસનદ હૈ, કલ નહિ હોંગે,
કિરાયેદાર હૈ, જાતી મકાન થોડી હૈ.
સભી કા ખૂન હૈ શામિલ, યહાં કી મિટ્ટી મેં,
કિસી કે બાપ કા હિન્દુસ્તાન થોડી હૈ.
રાહત ઈન્દોરી યાદ રાખવામાં આવશે. સરકારોની સામે ત્રાડ નાંખનારા શાયર હતા મેં મેં કરવા વાળા નહી. દાવો કરવા વાળા શાયર હતા. આથી તેમની શાયરીમાં વતનથી પ્રેમ અને તેની માટી પર હકની દાવેદારી ઠાઠથી કરી ગયા. નાગરિકતા કાયદાના વિરોધના યુગમાં તેમના શેર માર્ગો પર ત્રાડી રહ્યા હતા. જેમણે એમને જોયા નથી, સાંભળ્યા સુદ્ધાં નથી તે તેમના શેર પોસ્ટર બેનર પર લખીને અવાજ ફેલાવી રહ્યા છે. રાહત ઈન્દોરી સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર. તમે હંમેશા યાદ આવશો. આપની શાયરી તલવાર જેવી બનીને ચમકી રહી છે. આપની શાયરીઓને પ્રેમાળ હિન્દુસ્તાન ધ્વજ બનીને ફરકાવતો રહેશે.
સુખનવરો ને ખુદ બના દિયા સુખન કો એક મઝાક,
જરા સી દાદ ક્યા મિલી ખિતાબ માંગને લગે
✍️ રવીશ કુમાર