હઝરત અનસ રદિ.થી રિવાયત છે કે રસૂલુલ્લાહ (સ.અ.વ.)એ ફરમાવ્યું, સહરી ખાઓ કેમ કે સહેરી ખાવામાં બરકત છે. આ હદીસને બુખારી અને મુસ્લિમએ પણ વર્ણવી છે.
આવી જ તિબરાની ની એક હદીસ છે. અબુ દર્દા રદિ. ફરમાવે છે કે આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું કે, રોઝો જલ્દી ઇફ્તાર કરવો અને સહેરી મોડેથી ખાવી નબુવતની નૈતિકતામાંથી છે. મુસ્લિમ શરીફ ભાગ-૧ની હદીસમાં આપ (સ.અ.વ.) એ ફરમાવ્યું, જયાં લગી લોકો ઇફ્તાર કરવામાં જલ્દી કરતા રહેશે સારી દશામાં રહેશે.
રોઝાનો મૂળ ધ્યેય કુઆર્નમાં જે બતાવવામાં આવ્યો છે તે છે કે સંયમ કેળવાય અને આનાથી જ આત્મસંયમની વિગત વર્ણવતા આ વાત પણ સ્પષ્ટ થાય છે કે તેમાં મત-સંયમ અને રૃચી-સંયમ પણ સામેલ છે. એટલે કે પોતાની આત્માને અલ્લાહના આદેશ હેઠળ રાખવામાં આવે. તેવી જ રીતે અલ્લાહના આદેશ પાલન કરવામાં પોતાની રૃચી અને મતને આદેશની ઉપર વટ ન કરવા.
મુસ્લિમ શરીફની હદીસ છે કે આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું, દીન તે સમય સુધી યથા યોગ્ય સ્થાપિત રહેશે જ્યાં લગી લોકો ઇફતાર કરવામાં જલ્દી કરશે.
આ ટકોર કે સહેરી ખાધા વિના રોઝો રાખવો એક મોટી બરકતથી વંચિત રહેવા સમાન છે. અને ઇફ્તારમાં મોડુ કરવુ સારી દશા અને દીનાના પ્રભુત્વના ખતમ થઈ જવાનુ ચિન્હ્ છે. આ બન્ને વાતોને એકી સાથે જોવાથી તદ્દન સ્પષ્ટ થશે કે સહેરી ન ખાવી અને ઇફતારમાં મોડુ કરવુ એ તકવા-સંયમના આશયની વિરૂદ્ધની બાબત છે. સહેરી અને ઇફ્તારની આ બાબત પ્રત્યે બેદરકારીથી તેના ઉપેક્ષા થતી હોય છે.
આથી એ વાત ફલીત થઈ કે રોઝા તકવા સંયમનો સાચો અર્થ માત્ર આત્મસંયમ જ નથી બલ્કે મત-સંયમ અને રૃચિ-સંયમ પણ આમાં સામલે છે.
આ જ બાબતે ઇતિહાસના પ્રકાશમાં મૌલાના સદરૃદ્દીન સાહેબ ફરમાવે છે કે, સત્ય તો આ છે કે આપ (સ.અ.વ.) સમક્ષ પાછલી ઉમ્મતનો ઇતિહાસ હતો. દીનમાં ભેળસેળના અનુભવો હતા. આત્મઘાત અને વેરાગી અવસ્થાનો તર્ક હતો. આપ (સ.અ.વ.)ને એની જાણ હતી કે અલ્લાહના દીન માટે માત્ર મનેચ્છા દાસ જ ઘાતક નથી હોતા બલ્કે પવિત્ર આત્મા અતિશ્યોક્તિ અને આતંક પણ તેને નવી રીત અને મનોદશા આપતા રહ્યા છે. અને જે વસ્તુ અને જે ઇબાદતમાં વધુ આગળ વધે છે તે આ જ રોઝા છે.
રોઝાની ઇબાદતને લોકો એ સતત ભૂખમરાનુ રૃપ આપી દિધુ અને એ શ્રધ્ધા સાથે કે ભૂખ્યા રહેવાની મુદ્દત જેટલી લાંબી હશે રોઝાનો ધ્યેય પણ તેટલો પુરે પૂરી રીતે પરિપૂર્ણ થશે. પછી આ વિચારધારા આગળ ધપી અને આત્મઘાત અને વૈરાગ દીનદારીની પૂર્ણાહુતી થઈ પડી.
આ હતી પશ્ચાદભૂમિકા અને આ ધ્યેયથી રોઝાની વિશેષરૃપે આત્મઘાતક, સ્વાદત્યાગ અને વૈરાગના ખ્યાલને બળપૂર્વક રોકી દિધું. તેથી જ આ વાત આપ (સ.અ.વ.)એ લોકોના માનસપટલ ઉપર અંકિત કરી કે અલ્લાહે રોઝાનો શરૃનો સમય અને પુરો કરવાનો સમય નક્કી કરી દિધો છે. અમલીરૃપે પણ આની દરકાર લેવામાં આવે અને પોતાની રીતે તેના સમયમાં ઉમેરો ન કરવામાં આવે. આ ખરેખર દીનની સાચી રૃપરેખાના અસ્તિત્વની બાબત છે.
આ બાબતોને લક્ષમાં રાખવામાં આવે જેથી દીનની છબી બગડવાથી બચી શકે. આત્મસંયમની સાથોસાથ પંચઇંદ્રીયો અને મનેચ્છા તેમજ રૃચિ ઉપર પણ અલ્લાહના આદેશોનું આધિપત્ય સ્થાપાશે.
સૂરઃનાઝિયાત આયત નં. ૪૦-૪૧માં અલ્લાહ ફરમાવે છે કે, “એ માનવી કે જેણે પોતાના મનમાં એક બાબતનો ડર-બીક રાખી કે તેને પોતાના રબ સમક્ષ ઉભા રહેવાનું છે અને પોતાને મનેચ્છાઓ પર ચાલવાથી રોક્યો તો નિઃસંદેહ સ્વર્ગ જ તેનો વાસ હશે.”