Tuesday, May 21, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપજ્ઞાનનો સ્રોત ઇસ્લામ, પછી ક્રેડિટ પશ્ચિમને કેમ ?

જ્ઞાનનો સ્રોત ઇસ્લામ, પછી ક્રેડિટ પશ્ચિમને કેમ ?

વિજ્ઞાન અને ટેક્નોલોજી ઉપર આજે પશ્ચિમી જગતનો કબ્જો છે અને આધિપત્વે છે, પરંતુ જ્ઞાનનો ઇતિહાસની સમીક્ષા કરવામાં આવે તો માલૂમ પડશે કે વાસ્તવમાં વૈજ્ઞાનિક સંશોધનો અને વિજ્ઞાન તથા ટેક્નોલોજી ઇસ્લામ અને મુસલમાનોની દેણ છે. ઇસ્લામી કાયદાના સ્રોત એવા કુઆર્ન અને હદીસમાં વિજ્ઞાન અને ટેકનોલોજી તથા મેડિકલ અને સ્વાસ્થ્ય ઉપર વિવિધ મુકામે ચર્ચા કરવામાં આવી છે અને શરીયતના (કાયદા)ના સમસ્યાઓ સમજાવવામાં આવ્યા છે. આ ચર્ચા ટૂંકી છે પરંતુ વિસ્તૃત છે. જો એમ કહીએ તો ખોટુ નહીં લખાય કે તેના થકી જ વિજ્ઞાન અને ટેક્નોલોજી તથા તબીબ અને સ્વાસ્થ્યના ક્ષેત્રે પ્રગતિના આકાશો આંબ્યા અને ભવિષ્યમાં પણ વિકાસ થતો રહેશે. આ જ કારણ છે કે ઇસ્લામના આગમન પછી દુનિયામાં જ્ઞાન અને કળાથી સૌથી વધુ પરિચિત થઇ. પ્રારંભિક કાળમાં આ ક્ષેત્રોમાં શોધ પણ મુસલમાનોએ કરી અને જે જ્ઞાન અને કળાને વિકસિત કરવાનો શ્રેય પશ્ચિમ પોતે લે છે તેનો પાયો કુઆર્ન – હદીસ અને મુસલમાનોએ નાખ્યો હતો. આમાં આશ્ચર્યની કોઇ વાત નથી કે દુનિયામાં ઇસ્લામ જ એકમાત્ર ધર્મ છે જેની શરૃઆત ભણવા અને ભણાવવા (ઇકરા બિસ્મી..)થી થઇ અને જ્ઞાન પ્રાપ્તિ ઉપર સૌથી વધુ ભાર પણ ઇસ્લામે મુક્યો છે. તો પછી વિજ્ઞાન અને કળા ઉપર ઇસ્લામ સિવાય બીજાનો ધ્વજ કેમ ફરકાવી શકાય. આમ તો કહી શકાય કે પશ્ચિમે ઇસ્લામ અને મુસલમાનોના પુસ્તકલાયોને લૂંટી લીધા. ત્યારે તેનાથી લાભ મેળવી આ જ્ઞાન અને કળાઓને પોતાના નામે ચઢાવી ફેલાવ અને વિસ્તૃતિકરણ કર્યું. પરંતુ આજે પણ કુઆર્ન અને હદીસો મુસલમાનો પાસે સુરક્ષિત છે જે આ વાતનું પ્રમાણ છે કે તમામ જ્ઞાન અને કળાઓનું સ્રોત તે જ અને તે જ પુસ્તકો છે.

જોકે વિજ્ઞાનના ઇતિહાસમાં વૈજ્ઞાનિક તરીકે શરૃઆતમાં બકરાત, અરસ્તુ, અરશમેદસ, બતલયુમસ, જાલિન્યૂસ, સકરાત અનો સોફો કલિસ વગેરેના નામ લેવામાં આવે છે. કોઇને કોઇ જ્ઞાન કે કળા કે રસાયણનું શોધક કહેવામાં આવે છે. કહી શકાય કે આવા વૈજ્ઞાનિકોએ જ્ઞાન અને કળાને એક ઓળખ અપાવી, પરંતુ તેને લઈને તો ઇસ્લામ જ આવ્યો અને આ બધુ તે જ સર્જનહારનું આપેલું છે જેણે માનવને પેદા કર્યો, માનવ માટે જ સમગ્ર વસ્તુઓનું સર્જન કર્યું અને તેને વિચાર કરવા, સમજવા અને આગળ વધવાની ન માત્ર પ્રતિભા આપી બલ્કે કુઆર્નમાં વિવિધ જગ્યાએ માર્ગદર્શન પણ આપ્યું. ઇસ્લામ જ તે પહેલો ધર્મ છે જેણે બતાવ્યું છે માનવના જન્મથી લઇ મૃત્યુ સુધી કયા કયા તબક્કાઓથી પસાર થવું પડે છે. કુઆર્નમાં અલ્લાહ ફરમાવે છે, “લોકો ! જો તમને મૃત્યુ પછીના જીવન વિષે કોઈ સંદેહ છે તો તમને જાણ થાય કે અમે તમને માટીથી પેદા કર્યા છે, પછી વીર્યબિંદુથી, પછી ગંઠાયેલા લોહીથી, પછી માંસના ટુકડાથી જે આકારવાળો પણ હોય છે અને આકારવિહીન પણ. (આ અમે એટલા માટે બતાવી રહ્યા છીએ) જેથી તમારા પર હકીકતો સ્પષ્ટ કરીએ. અમે જે (વીર્યબિંદુ)ને ઇચ્છીએ છીએ એક નિશ્ચિત સમય સુધી ગર્ભાશયોમાં રોકી રાખીએ છીએ, પછી તમને એક બાળકના સ્વરૃપમાં કાઢી લાવીએ છીએ (પછી તમારું પાલન-પોષણ કરીએ છીએ) જેથી તમે પોતાની યુવાવસ્થાએ પહોંચો, અને તમારામાંથી કોઈને પહેલાં જ પાછો બોલાવી લેવામાં આવે છે અને કોઈને સૌથી ખરાબ વય તરફ વાળી દેવામાં આવે છે, જેથી બધું જાણ્યા પછી પણ કંઈ ન જાણે, અને તમે જુઓ છો કે ધરતી સૂકાયેલી પડી છે, પછી જેવો અમે તેના ઉપર મેઘ વરસાવ્યો કે તે એકાએક ખીલી ઊઠી અને ફૂલીફાલી ગઈ અને તેણે દરેક જાતની સુંદર વનસ્પતિઓ બહાર ફેંકવાનું શરૃ કરી દીધું.” (સૂરઃ હજ્જ – ૫)

વિજ્ઞાન કેટલી દિશાહીન રહી છે. ક્યારેક માનવના પૂર્વજ વાંદરા કહેવામાં આવ્યું તો ક્યારેક પૃથ્વીને ગોળ કે સપાટ કીધું. પરંતુ તે વાત સાબિત થઇ જે કુઆર્ને દર્શાવી હતી. આ વસ્તુને પશ્ચિમની બદદાનત કહેવામાં કે સરકા () કે તેમણે કુઆર્નના બતાવેલા સિદ્ધાંતોના પ્રકાશમાં સંશોધન અને અન્વેષણો કર્યા પછી પરિણામોને પોતાની શોધ કીધું. આજે માનવી ચંદ્ર પર જઇ રહ્યો છે, અંતરિક્ષમાં શોધ કરી રહ્યો છે,પૃથ્વીના ભીતર અને દરિયાની ઊંડાઇમાં જઇ રહ્યો છે, હવાઓને નિયંત્રત કરી રહ્યો છે અને તેની ગણતરી કરી રહ્યો છે. આ જ્ઞાન પણ કુઆર્ને આપેલું છે અને તેને જ તેમને માર્ગદર્શન આપ્યું છે. “હકીકતમાં તમારો રબ અલ્લાહ જ છે જેણે આકાશો અને ધરતીને છ દિવસમાં પેદા કર્યા, પછી પોતાના રાજ-સિંહાસન પર બિરાજમાન થયો, જે રાતને દિવસ ઉપર ઢાંકી દે છે અને પછી દિવસ રાતની પાછળ દોડતો આવે છે, જેણે સૂર્ય અને ચંદ્ર અને તારા પેદા કર્યા. સૌ તેના આદેશને આધીન છે. સાવધાન રહો ! તેની જ સૃષ્ટિ છે અને તેની જ આજ્ઞા છે. અત્યંત બરકતવાળો છે અલ્લાહ ! સમસ્ત સૃષ્ટિનો માલિક અને પાલનહાર !” (સૂરઃ આ’રાફ – ૫૪)

“તે અલ્લાહ જ છે જેણે આકાશોને એવા આધારો વિના કાયમ કર્યા જે તમને દેખાતા હોય, પછી તે પોતાના રાજ-સિંહાસન પર બિરાજમાન થયો, અને તેણે સૂર્ય અને ચંદ્રને એક કાનૂનને તાબે કર્યા. આ આખી વ્યવસ્થાની પ્રત્યેક વસ્તુ એક નિર્ધારિત સમય સુધી ચાલી રહી છે…” (સૂરઃ રઅ્દ – ૨). આ આયતમાં આગળ છે, “અને તે જ છે જેણે આ ધરતી ફેલાવી રાખી છે, તેમાં પર્વતોના ખૂંટા ખોસી રાખ્યા છે અને નદીઓ વહેવડાવી દીધી છે. તેણે જ દરેક પ્રકારના ફળોની જોડીઓ પેદા કરી છે અને તે જ દિવસ ઉપર રાતને ઢાંકી દે છે…” (સૂરઃ રઅ્દ – ૩)

કુઆર્ન એકમાત્ર ગ્રંથ છે જેમાં માનવ, પ્રાણી, સુર્ય, ચંદ્ર, તારલાઓ, દરિયા પર્વતો, નદિઓ, વનસ્પતિઓ અહીં સુધી કે દરેક વસ્તુના સર્જનની પરિસ્થિતી તેની હેસિયત અને હકીકતનું વર્ણન કર્યું છે. જેમને પછીના સમયમાં વૈજ્ઞાનિક શોધોનું પરિણામ બતાવવામાં આવ્યું. શોધોના સ્રોત અંગે આંખ આડા કાન કરવામાં આવ્યા અને ક્રેડિટ વૈજ્ઞાનિકોને આપી દેવામાં આવી. ઇસ્લામ જેમ કે અંતિમ, કાયમી અને સત્ય ધર્મ છે તેના પછી બીજો કોઇ ધર્મ આવનાર નથી, તેથી તેના વડે ન માત્ર શરીયતના કાયદોઓને પૂર્ણ કરવામાં આવ્યો પણ દરેક વસ્તુના સર્જન અને તેની વ્યવસ્થા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યુંં. અને તમામ જ્ઞાન અને કળાના પાયા રાખવામાં આવ્યા, કે જેથી દુનિયા આ જ હિસાબથી આગળ વધે અને પ્રગતિ કરતી રહે. સર્જનહારે પોતાની જાત સિવાય દરેક વસ્તુને સ્પષ્ટરૃપે ખોલીને મૂકી દીધી. જેમાંથી કેટલીક નરી આંખે દેખાય છે અને કેટલીક સુક્ષ્મદર્શક વડે જેને વિજ્ઞાન અને ટેકનોલોજી કહેવામાં આવે છે.

શરીયતની જ્ઞાન અને કળાઓ પોતાના સ્થાને છે. જેમની વિસ્તારપૂર્વક શરઈ સ્રોતમાં વર્ણન કરી દીધું અને નવી સમસ્યાઓના ઉકેલનો માર્ગ મોકળો કરી દીધો કે જેથી શોધ કરી શકાય. આજે દુનિયામાં સૌથી વધુ ભાર જે કાયદાઆના સંપાદન પર આપવામાં આવે છે અને તેમાં વધ-ઘટ અથવા પરિવર્તન સમયાંતરે કરવામાં આવે છે. તેથી તેમાં પુખ્તતા આવતી નથી પણ તેમની ત્રુટિ અને કમજોરી જાહેર થાય છે. જ્યારે કે ઇસ્લામે દુનિયાને જે સિદ્ધાંતો અને કાયદાઓ ૧૪૦૦ વર્ષ પૂર્વે બનાવી આપ્યા હતા તેઓ આજે પણ એટલા જ લાભદાયી અને પ્રભાવશાળી છે અને ક્યામત સુધી રહેશે. જનતા અને સરકારની ફરજોનું વર્ણન કરી, માતા-પિતા, બાળકો અને પાડોશીઓના હક્કો બતાવ્યા, જ્યારે માનવ અધિકારોના જે ઘોષણા પત્ર ઉપર ગર્વ કરી તેને યુ.એન.ઓ.ની મોટી સફળતા કહેવામાં આવે છે ત્યારે તેઓ ભૂલી જાય છે કે કે માનવ અધિકારોનું સૌથી પહેલું ઘોષણાપત્ર ઇસ્લામે પ્રદર્શીત કર્યુંર્ હતું અને તેની વિસ્તૃત જાણકારી અંતિમ હજના પ્રવચનમાં મૌજૂદ છે. યુદ્ધો વિશે જ્યાં ઇસ્લામે તેના સિદ્ધાંતો બતાવ્યા ત્યાં જ વિરોધ અને તરફદારીની તરફ ઇસારો કરી અપરાધ અને સજાઓ પણ નક્કી કરી. કુઆર્નમાં કહેવાયું છે, “… આ આદેશ લખી દીધો હતો કે પ્રાણના બદલે પ્રાણ, આંખના બદલે આંખ, નાકના બદલે નાક, કાનના બદલે કાન, દાંતના બદલે દાંત અને તમામ ઈજાઓ માટે સમાન બદલો. પછી જે કિસાસ (ખૂનનો બદલો) દાન કરી દે તો તે તેના માટે કફ્ફારો (પ્રાયશ્ચિત) છે…” (સૂરઃ માઇદહ – ૪૫)

ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે જ્યારે આ સિદ્ધાંતો અને કાયદાઓનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. દુનિયામાં બગાડ પેદા થયા અને નકારાત્મક પ્રભાવ પડ્યા. જે શારીરિક ઉત્પીડનની ઘટનાઓની રોકથામ માટે દુનિયામાં ચર્ચા થઇ રહી છે અને બધી વ્યવસ્થાઓ તથા કાયદાઓ નિષ્ફળ સાબિત થઇ રહ્યા છે. આ સંદર્ભે જો ઇસ્લામની શિક્ષાઓ (સજાઓ) તેમના અને તેની અસરો અને પ્રભાવ ઉપર વિચાર મનન કરી લેવામાં આવે તો સમસ્યાઓનો ઝડપી ઉકેલ મળી જશે.

સામાજીક જીવન માટે ઇસ્લામે જે સિદ્ધાંતો અને કાયદાએ નિશ્ચિત કર્યા છે તેઓ આજે પણ સમાજને ઘણા બધા દૂષણો અને બુરાઇઓથી રોકી રહ્યા છે. જ્યારે કે દુનિયાને જેટલા સિદ્ધાંતો ઘડ્યા તેમણે સમાજને જોડવાને બદલે ભંગાણની પરિસ્થિતિ પેદા કરી છે. માત્ર પાંચ દસ વર્ષોમાં જ તેઓ નિરર્થક બની જાય છે અને તેમાં સુધારવાની જરૃર પડે છે. આ પરિસ્થિતિ મામલાઓ અને વ્યવસ્થામાં છે. જેમાં દુનિયા સૌથી વધુ ચિંતિત છે. આના વિશે પણ સૌ પ્રથમ ઇસ્લામે જ માર્ગદર્શન આપ્યુ હતુ. પરંતુ દુનિયામાં વિચાર મનન કરી જે વ્યવસ્થા અથવા કાયદાઓ બનાવવામાં આવ્યા તેઓ નિષ્ફળ સાબિત થઇ ગયા અને લોકોની બરબાદીના કારણ બન્યા. જે ઉદ્યોગો અને વ્યવસાયને પછીના યુગની દેણ કહેવામાં આવે છે. વાસ્તવિક્તા આ છે કે પછીના સમયમાં તેનુ વર્તુળ, તેનો ફેલાવો થયો. જેમકે હઝરત નૂહ (અલૈ.)ને યાદ કરતા કીધું, “અને અમારી દેખરેખમાં અમારી વહી અનુસાર એક હોડી બનાવવાનું શરૃ કરી દો…” (સૂરઃ હૂદ – ૩૭)

પત્થરોને ઘાટ આપવાના વિશે કહેવામાં આવ્યું છે, “યાદ કરો તે સમય જ્યારે અલ્લાહે આદની કોમ પછી તમને તેના ઉત્તરાધિકારી બનાવ્યા અને તમને ધરતી ઉપર આ દરજ્જો આપ્યો કે આજે તમે તેના સપાટ મેદાનોમાં ભવ્ય મહેલો બાંધો છો અને તેના પર્વતોને મકાનોના રૃપમાં કોતરી કાઢો છો…” (સૂરઃ આ’રાફ – ૭૪).

અને લોખંડ તથા યૌદ્ધિક વ્યવસાય વિશે કુઆર્ન કહે છે, “… અને લોખંડ ઉતાર્યું જેમાં ઘણું બળ છે અને લોકો માટે ફાયદાઓ છે… ” (સૂરઃ હદીદ – ૨૫)

આટલું જ નહિ, કાચ-કારીગરી, શિકાર તથા દરિયાના ઊંડાણમાં ઉતરવું અને મોતી-માણેકની શોધનું માર્ગદર્શન પણ આપ્યું છે. “તે જ છે જેણે તમારા માટે સમુદ્રને કામે લગાડેલો છે જેથી તમે તેમાંથી તાજું માંસ લઈને ખાઓ અને તેમાંથી શ્રૃંગારની તે વસ્તુઓ કાઢો જેને તમે પહેરો છે. તમે જુઓ છો કે હોડી સમુદ્રની છાતી ચીરીને ચાલે છે.” (સૂરઃ નહ્લ – ૧૪)

કોમો – મિલ્લતના ઇતિહાસની વાત કરીએ જેના વિશેમાં ઘણી બધી ઇઝરાયેલી વાર્તાઓ છે. જે મનઘટિત હોવાના કારણે પોતાની વિશ્વસાનિયતા ખોઈ ચુકી છે. કુઆર્ને ન માત્ર નબીઓ અને તેમની કોમોના કિસ્સાઓનું વર્ણન કર્યું છે બલ્કે તેમના અંદર જે ભલાઇઓ-બુરાઇઓ હતી તેમની જે સમસ્યાઓ હતી અને તે સમયની જે પરિસ્થિતિ હતી તેના ઉપર વિસ્તારપૂર્વક પ્રકાશ પાડયો છે. હઝરત આદમ (અલૈ.)થી લઈ મક્કા વિજય સુધીના ઇતિહાસનું વર્ણન કર્યું. ભૂતકાળના ઇતિહાસ સાથે ભવિષ્યનો ઇતિહાસ પણ બતાવી દીધો. ચાહે તે ક્યામતની વાત હોય કે રોમ પર વિજયની ભવિષ્યવાણી જે શબ્દસઃ સાચી પુરવાર થઇ. “રોમના વાસીઓ નજીકની ભૂમિમાં પરાજિત થઈ ગયા છે અને પોતાના આ પરાજય પછી થોડા જ વર્ષોમાં તેઓે વિજયી થઈ જશે.” (સૂરઃ રૃમ – ૨,૩)

આજે પશ્ચિમ જે વૈજ્ઞાનિક શોધો, જ્ઞાન અને કળાઓને પોતાની બૌદ્ધિક અને શારીરિક મહેનતનું પરિણામ કહે છે વાસ્તવમાં તે ઇસ્લામ અને મુસલમાનોની દેણ છે. જેમાંથી મોટાભાગે કુઆર્ન અને હદીસમાંથી પ્રાપ્ત કરવામાં આવી છે. મધ્ય યુગમાં મુસલમાનોએ જે કામ કર્યું તેને ચોરી પોતાના નામે કરી લીધું. ખિલાફતના પતન પછી પશ્ચિમ જ દુનિયા પર સત્તાધીશ રહ્યો તેથી તે દરેક વસ્તુને પોતાના નામે ચઢાવતો રહ્યો. અત્યારે પણ પશ્ચિમ પેટન્ટની નીતિ અને કાયદા આધીન જોર જબરદસ્તી આ કાર્ય કરી રહ્યું છે અને નિસહાયતા અને કમજોરીના કારણે દુનિયા કાંઇ કરી શકતી નથી. પરંતુ પશ્ચિમી જગતની આ ચોરી અને બદદાનતી દુનિયાની નજરથી છુપાયેલી રહી નથી અને આગળ પણ રહેશે નહિ કેમ કે જ્યાં અસલ હોય તેનો મુકાબલો નકલથી કરી શકાય નહીં. પરંતુ અફસોસ મુસલમાનો પાસે કુઆર્ન અને હદીસમાં બધી વાતો હોવા છતાં કયારેય તેના ઉપર વિચાર કર્યો નથી, ન અમલના પ્રયત્ન કર્યા. જો આપણે સંકલ્પ કરી લઈએ તો આજે પણ પ્રગતિ, જ્ઞાન અને કળાની બાબતમાં પશ્ચિમથી આગળ જઇ શકીએ છીએ અને તેને પડદાહીન કરી વાસ્તવિકતા દુનિયા સમક્ષ લાવી શકીએ છીએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments