Sunday, September 8, 2024
Homeકેમ્પસ વોઇસશિક્ષણની ફિલસૂફી

શિક્ષણની ફિલસૂફી

માનવીય જીવનનો ઉદ્દેશ્ય શું છે? તે શા માટે આ જગતમાં આવ્યો છે? એવા અગણિત પ્રશ્નો છે જે સામાન્ય માનવી દિમાગમાં આવતાં રહે છે અને જ્યારે પશ્ચિમના દર્શનશાસ્ત્રીઓએ આ પ્રશ્નોના ઉત્તર આપ્યા તો તેઓએ જ્ઞાન અને શિક્ષણની ફિલસૂફીનો આધાર આ પાંચ વસ્તુઓ ઉપર મૂક્યો છે.

(૧) ભૌતિકવાદ

(૨) પ્રગતિશીલતા

(૩) સનાતનવાદ

(૪) અસ્તિત્વવાદ

(૫) વર્તનવાદ

પશ્ચિમના દર્શનશાસ્ત્રીઓ વસ્તુને જોવા, મહેસૂસ થવા અને તેમના અસ્તિત્વને હંમેશાં રહેવાનો એ જ માનવ જ્ઞાન અને શિક્ષણનો આધાર બનાવ્યો. તે સમજે છે કે માનવ અંધારાથી પ્રકાશ તરફ આવ્યો છે. અજ્ઞાની અને વિકાસ વગરનો માનવ જે ફકત પોતાના અનુભવથી જ જ્ઞાન અને શિક્ષણને પ્રાપ્ત કર્યા છે. પરંતુ તેઓએ આ વસ્તુનો ક્યારેય ઉત્તર નથી આપ્યો કે માનવને આ જગતમાં પેદા થવાનો શું ઉદ્દેશ્ય છે? અને એક બીજો પ્રશ્ન એ પણ કે માનવ જ્યારે પેદા થાય છે તો તેમનો માનસિક વિકાસ ઝડપી રીતે શરૃ થઈ જાય છે, વસ્તુને સમજવા અને શીખવાની કળા તેમની અંદર પ્રાકૃતિક રીતે હોય છે. તો આ કેમ કહેવામાં આવ્યું કે માનવની રચના અંધારાથી થઈ અને તે અજ્ઞાની પેદા થયો છે?

આવો! જોઈએ કે ઇસ્લામ ધર્મ માનવીય જીવનની રચના વિશે શું કહે છે, “પછી જરા તે સમયની કલ્પના કરો, જ્યારે તમારા રબે ફરિશ્તાઓને કહ્યું હતું કે, હું ધરતી પર એક ખલીફા બનાવવાનો છું.” (સૂરઃબકરહ-૩૦)

ખલીફાનો અર્થ પ્રતિનિધિ અથવા નાયબનો હોય છે. જ્યારે મનુષ્યને ખલીફા બનાવીને આ જગતમાં મોકલવામાં આવ્યો છે તો તેમના જ્ઞાન અને શિક્ષણનો આરંભ અંધારામાં કેવી રીતે થઈ શકે છે. કુઆર્નમાં માનવીને જ્ઞાન પ્રાપ્ત કરવા વિશે કહેવામાં આવ્યું કે, “ત્યાર પછી અલ્લાહે આદમને બધી વસ્તુઓના નામ શીખવાડ્યા.” (સૂરઃબકરહ-૩૧)

સમગ્ર સૃષ્ટિનો રબ (માલિક અને પાલનહાર)એ મનુષ્યને જ્ઞાન શીખાવ્યું અને આ જગતમાં મોકલ્યા. એટલે મનુષ્યના જ્ઞાન અને શિક્ષણનો આરંભ પ્રકાશથી થયો. આ જ પ્રકાશના આધારોને આપણને શોધવાની જરૃર છે અને આ પ્રકાશના આધાર ઉપર જ્ઞાન અને શિક્ષણની ફિલસૂફી લખી શકાય છે.

મારી નજરમાં જ્ઞાન અને શિક્ષણની ફિલસૂફીના સંબંધમાં અમુક ખાસ વાતો છે જે નીચે મુજબ છેઃ

જ્ઞાન અને શિક્ષણની ફિલસૂફીને માનવીય જીવનમાં એ અનન્ય સ્થાન પ્રાપ્ત છે જે માનવ સમાજની દરેક વ્યક્તિને વિશેષ પ્રકારે તૈયાર કરે છે. જ્ઞાન અને શિક્ષણના આધારભૂત સિદ્ધાંતો વ્યક્તિને સામાજિક, આર્થિક અને નૈતિક રીતે તૈયાર કરે છે. જ્ઞાન અને શિક્ષણ ફકત અધ્યાપનનું નામ નથી બલ્કે આ એક પ્રક્રિયા છે જેના દ્વારા એક કોમ સ્વયંને ઓળખી શકે છે અને આ પ્રક્રિયા એ કોમની નવરચના કરવાવાળી વ્યક્તિની કલ્પના અને ચેતનાને નિર્મળ કરવાનું માધ્યમ હોય છે. આ ફિલસૂફી નવી પેઢી માટે એ શિક્ષણ-પ્રશિક્ષણ છે જેનાથી જીવન જીવવાનો માર્ગ અને ચેતના પ્રદાન કરે છે અને તેમાં જીવનનો ઉદ્દેશ્ય અને ફરજો માટે સભાનતા પેદા કરે છે.

મહાન શિક્ષણવિદ્ મોરિસને કહ્યું છેઃ શિક્ષણ એક એવું શિસ્તબદ્ધ સામાજિક પ્રક્રિયા છે જેમાં શિક્ષક પોતાથી ઓછા અનુભવી લોકોના વ્યવહારને પ્રભાવિત કરે છે અને તેઓને સમાજ ઉપયોગી બનાવવામાં મદદરૃપ થાય છે.

મારી નજરમાં શિક્ષણ એક પ્રકાશ છે જે સામાજિક પરિવર્તન લાવીને જ રહે છે. શિક્ષણનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને સામાજિક પરિવર્તન માટે તૈયાર કરવાનો છે. જો આ ઉદ્દેશ્ય દૃષ્ટિ બહાર  થઈ જાય તો પછી તે ભ્રષ્ટાચારનું કારણ બને છે.

જ્ઞાન અને શિક્ષણની ફિલસૂફીની આ મહત્ત્વતાને સામે રાખી આ જરૂરી બની જાય છે કે આપણે શિક્ષણની પ્રકૃતિ અને સિદ્ધાંતો ઉપર આવશ્યક સમજણ પ્રાપ્ત કરીએ.

શિક્ષણ શોખનું નામ નથી બલ્કે એક માનસિક, શારીરિક અને નૈતિક પ્રશિક્ષણ છે અને તેનો ઉદ્દેશ્ય ઉચ્ચ દરજ્જાની એવી સંસ્કારી વ્યક્તિઓનું નિર્માણ છે જે એક સારા માણસ તરીકે પોતાની ફરજો અદા કરે.

મહાન વિદ્વાન ડૉ. અલ્લામા ઇકબાલે પોતાની કૃતિમાં આ રીતે જણાવે છેઃ

હો મેરે દમ સે યૂં હી મેરે વતન કી ઝીનત

જિસ તરહ ફૂલ સે હોતી હૈ ચમન કી ઝીનત

જ્ઞાન અને શિક્ષણ વ્યક્તિને તેની વાસ્તવિકતાથી વાકેફ કરાવે છે અને તેની સમક્ષ જીવનનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કરે છે.

કૌટલ્યે જણાવ્યું છે; “શિક્ષણ એટલે શિષ્ટાચાર માટેની તાલીમ અને દેશ તથા કુદરત પ્રત્યેનો પ્રેમ.”

રવીન્દ્રનાથ ટાગોરે જણાવ્યું છે; “શિક્ષણ એટલે સત્યની સનાતન ખોજ, સત્યની અભિવ્યક્તિ અને સત્યની સ્વીકૃતિ.” /

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments