Wednesday, June 12, 2024
Homeકેમ્પસ વોઇસસંકલ્પ આત્મસન્માનનો – સંઘર્ષ ભવિષ્ય નિર્માણનો

સંકલ્પ આત્મસન્માનનો – સંઘર્ષ ભવિષ્ય નિર્માણનો

મુશ્કેલ પરિસ્થિતિઓ અને પડકારોના સમયે કોઈ પણ સામાજિક સમુહ માટે જો કોઈ સૌથી મોટો ખતરો હોઇ શકે છે તો તે આ છે કે તે પોતાની ગરિમા અને આત્મસન્માન ગુમાવી દે. જો આત્મવિશ્વાસ, સ્વાભિમાન અને આત્મસન્માન બાકી હોય તો તે સમુદાય રાખના ઢગલામાંથી ફરીથી ઉભા થાય છે અને સમગ્ર વિશ્વ ઉપર છવાઈ જાય છે. તેમના માટે અવરોધો પડકાર બની જાય છે. મુશ્કેલીઓનું દબાણ તેમની નિષ્ક્રિય તાકતો અને ક્ષમતાઓને ઉભારી દે છે. માર્ગના અવરોધો તેમને નવા માર્ગોની શોધ કરવા પ્રેરે છે અને તેઓ તકોના નવા દ્વાર ખોલીને વિકાસ અને સફળતાની યાત્રાની નવેસરથી શરૃઆત કરે છે.

તેનાથી વિરુદ્ધ જો સ્વભિમાન અને આત્મસન્માન ખોવાઇ જાય તો નાના અવરોધો પણ પહાડ જેવા લાગે છે. પરિસ્થિતિઓનો સામનો કરવાનું બળ સમાપ્ત થઇ જાય છે. બુદ્ધિ બહેર મારી જાય છે. નિરાશા, નકારાત્મકતા અને અવિશ્વાસની ભાવના અંધકાર સાથે સમાધાન તથા તેની સમક્ષ આત્મસમર્પણ કરવા મજબૂર કરી દે છે. ભાવુકતા, નિરાશા અને શંકા-કુશંકા જેવી અનેક માનસિક વિકૃતિઓ તેના પગની બેડીઓ બની જાય છે. આવા સમુદાય ખૂબ સરળતાથી ઇતિહાસની કચરાપેટીમાં સમેટાઇ જાય છે.

આ સમયે આપણા દેશ તથા સમગ્ર વિશ્વની પરિસ્થિતિ મુસ્લિમો માટે પડકારોથી ઘેરાયેલી છે. આ પરિસ્થિતિમાં ઇસ્લામના શત્રુઓનો સૌથી માટો પ્રયત્ન આ જ છે કે તેઓ મુસ્લિમોને આત્મસન્માનથી વંચિત બનાવી દે. તેઓ પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી બેસે. ઇસ્લામ ઉપર તેના સિદ્ધાંતો,મૂલ્યો અને વૈચારિક આધારો ઉપરથી વિશ્વાસ વેર-વિખેર થઇ જાય અને પોતાને મુસ્લિમ કહેવા પર લજ્જાનો અનુભવ થાય.

આત્મવિશ્વાસ અને આત્મસન્માન ગુમાવવાનું પ્રથમ પરિણામ આ નિકળે છે કે સામાજિક સમુદાયો પોતાનું ભવિષ્ય પોતે નિર્માણ કરવાનું છોડી દે છે અને પોતાના ભાવિને પરિસ્થિતિના હવાલે કરી દે છે. તેમની અંદર પ્રતિક્રિયાની માનસીકતા ઉદ્ભવે છે. તેઓ સ્વપ્ન જોવાનું ભુલી જાય છે અને તે સ્વપ્નો માટવ જીવવાનું છોડી દે છે. પોતાના ધ્યેયોને દૃષ્ટિ સમક્ષ રાખીને તે દિશા તરફ આગળ વધવું તેઓના માટે મુશ્કેલ બની જાય છે. તેઓના કદમ પણ ફકત પ્રતિક્રિયા આપવા માટે જ ઉઠે છે. તેમની કાર્યશૈલી બીજાઓ દ્વારા નિર્ધારિત હોય છે. તેઓ બીજાઓના ષડયંત્રના ભયના ઓથારમાં જીવવા લાગે છે અને પોતાના પડછાયાથી પણ આતંકિત થઈ જાય છે.
ઇસ્લામના માનનારાઓને અલ્લાહ-તઆલાએ જે ઉપહારો આપ્યા છે, તેમાં ‘ઈમાન’ની દોલત સૌથી વધારે મુલ્યવાન છે. અલ્લાહ ઉપર ઇમાન અર્થાત્ વિશ્વાસ આપણને કોઈ પણ સમયે નિરાશ થવા દેતો નથી. મહાન અલ્લાહથી સંબંધ આપણને અસીમ આત્મવિશ્વાસ, આત્મસન્માન અને ગૌરવ તથા આદર પ્રદાન કરે છે. મુશ્કેલીઓના પહાડ પણ આપણા કદમને અસ્થિર કરી શકતા નથી અને ન જ પોતાની દૃષ્ટિમાં નાના કરી શકે છે. આ ઇમાન આપણી અંદર વિશ્વાસ પેદા કરે છે કે આપણે ‘ખૈર ઉમ્મત’ છીએ. માનવતાનું કલ્યાણ જ આપણું એકમાત્ર ધ્યેય છે. સમગ્ર વિશ્વને સત્યમાર્ગ દેખાડવો આપણું મિશન છે. દુનિયામાં ન્યાય, સમાનતા અને સત્યના મૂલ્યોનું સંવર્ધન આપણો ઉદ્દેશ્ય છે.

આ જ રીતે, ઇસ્લામ આપણને એક મહાન ઉદ્દેશ્યની પ્રેરણા આપે છે. એક લક્ષ્ય અને એક સ્વપ્ન આંખોમાં સજાવી દે છે. આપણે તે સ્વપ્ન માટે જ જીવીએ છીએ. આ સ્વપ્ન આપણને સતત આગળ વધવાનું પ્રોત્સાહન આપે છે. પોતાના વ્યક્તિત્વને વિકસાવવા અને ક્ષમતાઓને વધારવાની ભાવના પેદા કરે છે.

આજે જ્યારે એક યુવાન સમાચાર-પત્ર ખોલે છે તો તેને દુનિયાભરની મુશ્કેલીઓ અને નિરાશા ઉત્પન્ન કરવાવાળા સમાચારો જ મળે છે. વિવિધ જગ્યાઓ ઉપર બોમબાર્ડીંગ, ખંડરોમાં બદલાતા શહેરો, નિર્દોષ બાળકોના શબ, ઇસ્લામી પ્રતિકોનું અપમાન, ઇસ્લામી વિચારધારા ઉપર ગોરંભાતા વાદળ, ઇસ્લામના નામે થતો આતંકવાદ. આ બધી વાતો આત્મસન્માનને નુકસાન પહોંચાડે છે. પછી અપપ્રચારની આખી મશીનરી એ વાત ઉપર કામે લગાડી દેવામાં આવે છે કે જેથી આ વિશ્વાસ પેદા કરવામાં આવે કે આ બધા અરાજકતા ઇસ્લામી મૂલ્યો અને સિદ્ધાંતોના કારણે થાય છે અને તેનો ઉકેલ આ છે કે ઇસ્લામને બદલવામાં આવે. બીજીબાજુ તે ઇસ્લામના શત્રુઓની પણ અછત નથી જે આ પરિસ્થિતિઓમાં મુસ્લિમ યુવાનોને અંતિમવાદ અને ભાવુકતાનો જાળમાં ફસાવવા ઇચ્છે છે જેથી ઇસ્લામને બદનામ કરવામાં સફળ થઈ જાય.

આપણાં દેશમાં ક્યારેક ગાયના નામે હિંસા તો ક્યારેક યુનિવર્સિટીઓમાં આતંક અને ભયનો માહોલ પેદા કરવાના પ્રયત્નો, ક્યારેક દેશ પ્રેમના વિશિષ્ટ સાંસ્કૃતિ પ્રતિકો ઉપર આક્રમકતા તો ક્યારેક મધ્ય-કાલીન ભારતીય ઇતિહાસ સાથે છેડછાડ, આ બધી ઘટનાઓનો ઉદ્દેશ્ય ફકત મુસ્લિમો અને લઘુમતિઓના આત્મસન્માન અને આત્મવિશ્વાસને કમજોર કરવાનો છે.

આ પરિસ્થિતિમાં સ્ટૂડન્ટ્સ ઇસ્લામિક ઑર્ગેનાઇઝેશન ઑફ ઇન્ડિયા ‘સંકલ્પ આત્મસન્માનનો – સંઘર્ષ ભવિષ્ય નિર્માણનો’ શિર્ષક હેઠળ રાષ્ટ્રીય સ્તરની કોન્ફરન્સ કરવા જઇ રહી છે. આ કોન્ફરન્સનો ઉદ્દેશ્ય યુવાનોને સત્ય માર્ગ દેખાડવાનો અને તેમની ભાવનાઓને હકારાત્મક દિશા તરફ પ્રેરિત કરવાનો છે તથા તેનો સંદેશ આ જ છે કે આપણે પરિસ્થિતિઓના કારણે ન તો નિરાશ થઇએ, ન તો ભયભિત કે ન તોે ઉગ્ર બનીએ. દુનિયાની કોઈ પણ તાકાત આપણાથી તે સન્માન અને સ્થાન છીનવી નથી શકતી જે આપણા રબ અને પાલનહારે આપણને આપ્યો છે. જો આપણે આ સન્માન ગુમાવીએ છીએ તો તે આપણી અજ્ઞાનતાથી ગુમાવીએ છીએ.

આપણે પોતાની અંદર આત્મવિશ્વાસ પેદા કરવાની જરૃર છે કે આપણે આ દુનિયામાં અલ્લાહનો અંતિમ સંદેશ છીએ. આપણી પાસે તે સિદ્ધાંતો અને તે મૂલ્યો છે જે આજની દુનિયા સારૃ અત્યંત આવશ્યક છે. આપણેે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે દુનિયાને સુંદર બનાવવાના પ્રયત્નો કરવો જોઈએ. ન તો આ કાર્યથી પલાયનની જરૃર છે અને ન તો આ કાર્યને હિંસાત્મક કે ભાવુકતાથી કરવાની સ્વતંત્રતા આપણને ઇસ્લામ આપે છે. આપણે અત્યંત શાંતિપૂર્ણ રીતે અને રચનાત્મકતા અપનાવીને એક એક મનુષ્યના દિલ ઉપર દસ્તક આપી શકીએ છીએ. જે સિદ્ધાંતો અને મૂલ્યો ઉપર આપણે ઈમાન ધરાવીએ છીએ તે માનવીય પ્રકૃતિની પુકાર છે. તેમાં અત્યંત આકર્ષણ છે. તે મન-મસ્તિષ્ક ઉપર વિજય પ્રાપ્ત કરવાની ક્ષમતા રાખે છે. આ મૂલ્યોમાં આ ક્ષમતા પણ છે કે તે તિરસ્કારને સમાપ્ત કરે છે. દિલોને જોડે છે. હિંસા અને અસમાનતાની પરંપરાને સમાપ્ત કરી શકે છે. શત્રુઓને મિત્ર બનાવી શકે છે. અને એક આદર્શ અને શાંતિપૂર્ણ સમાજ માટે મજબૂત પાયો ઉપલબ્ધ કરાવી શકે છે.

આ સિદ્ધાંતો અને સ્વપ્નોના પ્રકાશમાં ભવિષ્યનું નિર્ણાણ આપણે પોતે કરવાનું છે. જો આપણે પોતાના ઉદ્દેશ્ય અને લક્ષ્ય નિર્ધારિત કરી લઈએ અને સમસ્યાઓથી વિચલિત થયા વિના આ ઉદ્દેશ્યની પ્રાપ્તિ માટે એકાગ્ર થઈ કમર કસી લઈએ તો ઇન્શાઅલ્લાહ મંજિલ પોતે જ માર્ગ બતાવશે અને આ પડકારોના જાળમાં અવસરોના નવા દ્વાર દેખાશે.

કોન્ફરન્સમાં ઇન્શાઅલ્લાહ પરિસ્થિતિઓનું વિશ્લેષણ પણ થશે, તે અવસરો તરફ દિશાનિર્દેશ પણ કરશે જે આપણી સમક્ષ આ સ્થિતિ પેદા કરે છે અને ઇસ્લામના સાર્વભૌમિક ઉપદેશો અને પરિસ્થિતિઓના તેજસ્વી પાસાઓ દ્વારા યુવાઓમાં આત્મવિશ્વાસને જગાડવાના પ્રયત્નો કરવામાં આવશે. આ કોન્ફરન્સમાં આ બાબતે પણ પ્રયત્નો કરવામાં આવશે કે જેથી યુવાઓની સામે સ્પષ્ટ કાર્ય પદ્ધતિ સામે આવે અને તેઓનું માર્ગદર્શન કરી શકાય કે આ પરિસ્થિતિમાં કરવાના કાર્યો શું છે અને કેવી રીતે આપણે ઉત્સાહપૂર્વક પોતાના માટે એક સારા ભવિષ્યનું નિર્માણ કરી શકીશું.

કપરા સંજોગો, કોઈ પણ સમુદાયને નવી પાંખો લગાવી ઊંચાઇ તરફ લઈ જઈ શકે છે અને તેમના પડખાઓ કાપીને તેમને અસીમ પતનની ગર્તાઓમાં ધકેલી પણ શકે છે. આ કોન્ફરન્સનો ઉદ્દેશ્ય આ છે કે વિષમ પરિસ્થિતિઓ આપણા માટે નવજીવન અને પુનરૃત્થાનનું માધ્યમ બને. ઇન્શાઅલ્લાહ.

– ઑલ ઇન્ડિયા કોન્ફરન્સ, સ્ટૂડન્ટ્સ ઇસ્લામિક ઑર્ગેનાઇઝેશન ઑફ ઇન્ડિયા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments