Thursday, May 30, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપસનાતન વૈદિક ધર્મ અને ઇસ્લામ

સનાતન વૈદિક ધર્મ અને ઇસ્લામ

સ્વામીજીએ ઇસ્લામ વિશે કરવામાં આવતા દુષ્પ્રચારથી પ્રભાવિત થઇને એક પુષ્તક ‘ઇસ્લામિક આતંકવાદ કા ઇતિહાસ’ લખ્યું. પરંતુ પાછળથી સત્યનું જ્ઞાન થતા તેમને પહેલા પુષ્તક માટે ખેદ વ્યક્ત કર્યો અને ‘ઇસ્લામ આતંક યા આદર્શ’ પુષ્તક લખ્યું.

ઇસ્લામનો એકેશ્વરવાદ (તૌહીદ) જુદા-જુદા દેશમાં જુદા-જુદા નામોથી પ્રતિપાદિત થયો; જેમ કે ભારતમાં આ સનાતન વૈદિક ધર્મના રૃપમાં વેદ, ઉપનિષદ, ગીતામાં જોવા મળે છે.

કેટલાક હિંદુ ભાઈઓ ભ્રમણાવશ એવું સમજે છે કે ઇસ્લામ અરબસ્તાનથી આવેલ ધર્મ છે, જે હિંદુઓનો વિરોધી છે. પહેલાં હું પણ આવું જ સમજતો હતો. પરંતુ વાસ્તવિક ઇસ્લામને જાણ્યા પછી મને ખબર પડી કે ઇસ્લામ ન તો અરબસ્તાનથી આવ્યો છે અને ન માત્ર આરબો માટે આવ્યો છે. આ પરમેશ્વર તરફથી આવેલ ધર્મ છે, જે કેવળ મુસલમાનો માટે જ નહિં, બલ્કે સંપૂર્ણ માનવ-જાતિ માટે આવ્યો છે. કુઆર્ન-મજીદની સૂરઃ-ર, આયત-૧૮૫ માં છે, ”કુઆર્ન અવતરિત કરવામાં આવ્યું, લોકોને સન્માર્ગ દેખાડવા માટે.” અહીં ‘લોકો’ શબ્દ પ્રયુક્ત થયો છે, ન કે મુસલમાન કે આરબો. એ જ પ્રમાણે સૂરઃ-૨૫, આયત-૧માં છે, ”મોટી બરકતવાળો તે જેણે આ ‘ફુરકાન’ (અર્થાત્ સત્ય અને અસત્યમાં ભેદ કરવાવાળો આ ગ્રંથ -કુઆર્ન) પોતાના બંદા ઉપર અવતરિત કર્યો, જેથી સંપૂર્ણ સંસાર માટે માર્ગદર્શન (અર્થાત્ સાચો માર્ગ દેખાડનાર) હોય.”
આ હિંદુઓનો વિરોધી પણ નથી, કેમ કે ઇસ્લામ કોઈ વ્યક્તિ કે કોઈ સમુદાય કે કોઈ ધર્મનો વિરોધ નથી કરતો. ઇસ્લામ કેવળ ખોટી વાતો અને બૂરાઈઓનો વિરોધ કરે છે અને આ વિરોધ માત્ર સૈદ્ધાંતિક છે. તેના માટે કોઈપણ પ્રકારની બળજબરી નથી. કુઆર્ન-મજીદમાં સૂરઃ-ર, આયત-ર૬૫ માં અલ્લાહનો આદેશ છે કે ”દીને-ઇસ્લામમાં બળજબરી નથી.” સૂરઃ-૧૦૯, આયત-૬ માં છે, ”તમે તમારા દીન (ધર્મ) પર, અમે અમારા દીન પર.”

મેં જોયું છે કે ઇસ્લામ વિશે હિંદુઓને તથા સનાતન વૈદિક ધર્મ વિશે મુસલમાનોને સાચી જાણકારી ન હોવાને કારણે તેઓ પોત-પોતાના ધર્મને એક-બીજાથી ઉલ્ટો સમજવાની ભૂલ કરી બેસે છે. જ્યારે કે વાસ્તવિકતા એ છે કે ઇસ્લામની સૌથી નજીક જો કોઈ ધર્મ છે, તો તે છે ‘સનાતન વૈદિક ધર્મ’.

વાચકો સનાતન વૈદિક ધર્મને આજનો હિંદુ ધર્મ સમજવાની ભૂલ ન કરે, કેમ કે હિંદુ નામનો કોઈ ધર્મ જ નથી. આ તો રહેણી-કરણીની એક રીત છે. હિંદુઓના વાસ્તવિક ધર્મનું નામ સનાતન વૈદિક ધર્મ છે, પરંતુ દુઃખની સાથે લખવું પડે છે કે મોટાભાગના હિંદુઓ પોતાના વાસ્તવિક ધર્મ એટલે કે સનાતન વૈદિક ધર્મને લગભગ ભૂલીને સત્યના માર્ગેથી ભટકી ચૂક્યા છે.

ભારતમાં લગભગ ૭૫ કરોડ હિંદુઓ અને લગભગ ૨૫ કરોડ મુસલમાનો સાથે-સાથે રહે છે. જો આપણે એક-બીજાના ધર્મને, એક-બીજાના વિચારોને નહીં જાણીએ તો માનવતા-વિરોધી તત્ત્વો, સમાજ-વિરોધી તત્ત્વો સરળતાથી આપણા-સૌના વચ્ચે ભ્રમ, સંદેહ અને અવિશ્વાસ પેદા કરી દેશે, જેમ કે આજકાલ થઈ રહ્યું છે. આ દેશ માટે આ એક ખૂબ મોટી સમસ્યા છે.

તેથી એ આવશ્યક છે કે મુસલમાન ભાઈઓના ધર્મ ઇસ્લામને હિંદુ ભાઈઓ જાણે અને સનાતન વૈદિક ધર્મ અર્થાત્ વેદ, ઉપનિષદ અને ગીતાને મુસલમાન ભાઈઓ જાણે; જેથી ધર્મના નામે કોઈપણ આપણા દરમ્યાન ભ્રમ કે ગેરસમજ પેદા ન કરી શકે. આ એક હિકમત (તત્ત્વદર્શિતા અને સમજદારીની વાત) છે. આ હિકમતથી સત્ય સામે આવશે અને ભ્રમ અને સંદેહ દૂર થશે. હિંદુઓ અને મુસલમાનોમાં એક-બીજા પ્રત્યે વિશ્વાસ વધશે. સત્ય પ્રત્યે પણ વિશ્વાસ વધશે અને આ જ વિશ્વાસ ભવિષ્યમાં લોકો માટે એક નવો માર્ગ ખોલશે. કુઆર્ન-મજીદની પણ હિકમત (તત્ત્વપૂર્ણ શિક્ષા) એ છે કે ”આવો, એક એવી વાત તરફ જે અમારા અને તમારા દરમ્યાન સમાન છે. એ કે આપણે અલ્લાહ અર્થાત્ પરમેશ્વર સિવાય કોઈની વંદના ન કરીએ.” (૩ઃ૬૪) આ હિકમત અનુસાર આપણે જોઈશું કે સનાતન વૈદિક ધર્મ અને ઇસ્લામમાં શું સમાનતાઓ છે.

સનાતન વૈદિક ધર્મ અને ઇસ્લામમાં આશ્ચર્યજનક સમાનતાઓ:
વાસ્તવિક ઇસ્લામને જાણવા માટે જ્યારે મેં ફરીથી કુઆર્નનો અભ્યાસ કરવાનું શરૃ કર્યું તો જોયું કે આ એ જ સત્ય છે જે હજારો વર્ષથી આપણાં વેદ, ઉપનિષદ અને ગીતામાં જોવા મળે છે. આમ મેં ઇસ્લામમાં પોતાપણું જોયું. જેમ ઃ કુઆર્નની શરૃઆતમાં ‘બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ’ અર્થાત્ ‘શરૃ પરમેશ્વરનું નામ લઈને, જે મોટો કૃપાળુ અને અત્યંત દયાળુ છે’ વાંચતાં જ મને ઁ (ઓમ) યાદ આવી ગયું, જેનો શાબ્દિક અર્થ થાય છે ‘પરમ્ કલ્યાણકારી પરમેશ્વર’. વૈદિક મંત્રની શરૃઆત ઁ થી થાય છે, જ્યારે આ ઁ કોઈ મંત્રની શરૃઆતમાં લગાવવામાં આવે છે તો તેનો ભાવાર્થ એ થઈ જાય છે ‘શરૃ પરમ્ કલ્યાણકારી પરમેશ્વરના નામથી’ અથવા ‘શરૃ પરમેશ્વરના નામથી, જે મોટો કૃપાળુ અને અત્યંત દયાળુ છે’, એ જ તો છે ‘બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ’.

ઇસ્લામનો પાયો શિર્કનો વિરોધ અર્થાત્ ‘લા-ઇલાહ ઇલ્લલ્લાહ’ (અર્થાત્ અલ્લાહ એટલે કે પરમેશ્વર સિવાય કોઈ ઉપાસનાને યોગ્ય નથી) સનાતન વૈદિક ધર્મનો પણ પાયો છે.

સંસારના સૌથી પુરાણા ધર્મગ્રંથ ઋગ્વેદમાં ‘લા-ઇલાહ ઇલ્લલ્લાહ’ મોજૂદ છે. ઋગ્વેદ ઃ મંડલ-૧, સૂક્ત-૭ નો ૧૦ મો મંત્ર છે ઃ
§‹Îíæ ±¢ï ç±E¼SÐçÚ ã±¢}¢ãï …Ýï|²: J ¥S}¢¢Ü}¢S¼é Üï±H: JJ (ઋગ્વેદ, મંડલ-૧, સૂક્ત-૭, મંત્ર-૧૦)
ભાવાર્થ ઃ હે મનુષ્યો ! તમને અત્યંત ઉચિત એ છે કે મને છોડીને ઉપાસના કરવા યોગ્ય કોઈ બીજા દેવને કદાપિ ન માનો, કેમ કે એક મને છોડીને કોઈ બીજો ઈશ્વર નથી. (હિન્દી ભાષ્ય મહર્ષિ દયાનંદ)
આ ભાવાર્થનું સંક્ષિપ્ત રૃપ છે ‘પરમેશ્વર સિવાય કોઈ પૂજ્ય નથી’, અને આ જ છે ‘લા-ઇલાહ ઇલ્લલ્લાહ’.
ગીતામાં છે ઃ
}¢œ¢: ÐÚ¼Úæ Ý¢‹²çyÜæç™ÎçS¼ {݆…²:U J (ગીતા ઃ અધ્યાય-૭, શ્લોક-૭)
”હે ધનંજય ! મારા (પરમેશ્વર)થી અલગ બીજો કોઈ ઈશ્વર નથી.”
અહીં એ દર્શાવી દેવું જરૂરી છે કે શ્રીમદભગવદ્ગીતામાં પરમેશ્વરનો સંદેશ છે. આ સંદેશ આપવાવાળા શ્રીકૃષ્ણ એક મહાન યોગી૧ હતા. તેથી તેમને યોગેશ્વર કહેવામાં આવે છે. પરમેશ્વરથી સંદેશ પ્રાપ્ત કરવા માટે તેઓ કોઈપણ અવસ્થામાં પરમેશ્વરથી યોગ અર્થાત્ સંપર્ક કરીને તેમનો સંદેશ પ્રાપ્ત કરી શકતા હતા.

ઇસ્લામ અનુસાર અલ્લાહ અર્થાત્ પરમેશ્વર સિવાય કોઈ અન્યની ઉપાસના કે વંદના ‘શિર્ક’ છે. અલ્લાહ તેને સૌથી મોટી બૂરાઈ કહે છે. સનાતન વૈદિક ધર્મ પણ આ શિર્કને એટલી જ મોટી બૂરાઈ કહે છે, જેટલી ઇસ્લામ કહે છે.
શ્રીમદ્ભગવદ્ગીતામાં અધ્યાય-૭, શ્લોક-ર૦ માં શ્રીકૃષ્ણ અર્જુનને પરમેશ્વરનો સંદેશ આપતાં કહે છે ઃ
Ü¢}¢ñS¼ñS¼ñNü¼¿¢¢Ý¢: ÐíÐl‹¼ïù‹²Îï±¼¢:U J
¼æ ¼æ çݲ}¢}¢¢Sƒ¢² ÐíÜë¼²¢ çݲ¼¢: S±²¢ JJ
અર્થાત્ ઃ એ તમામ ભોગવિલાસની કામના દ્વારા જેમનું જ્ઞાન હણાઈ ચૂક્યું છે (તે લોકો) પોતાના સ્વભાવથી પ્રેરિત થઈને તે તમામ નિયમોને ધારણ કરીને અન્ય દેવતાઓને પૂજે છે.

આનો ભાવાર્થ છે – ભોગવિલાસ, એશોઆરામની ભૌતિક વસ્તુઓ, ધન વગેરેને પામવાની ઇચ્છાના કારણે જેમનો વિવેક સમાપ્ત થઈ ગયો છે (તે લોકો) આ બધાને પામવાની ઇચ્છાથી (અર્થાત્ લાલચથી પ્રેરિત થઈને) અલગ-અલગ દેવતાઓની પૂજા અલગ-અલગ વિધિથી કરે છે.
ગીતામાં જ અધ્યાય-૭, શ્લોક-ર૩ માં છે ઃ
¥‹¼±œ¢é ÈHæ ¼ï¯¢æ ¼Îì|¢±y²ËÐ}¢ï{„¢}¢ì J
Îï±¢‹Îï±²…¢ï ²¢ç‹¼ }¢Îì|¢v¼¢ ²¢ç‹¼ }¢¢}¢çÐ JJ
ભાવાર્થઃ પરંતુ પરમેશ્વર સિવાય અન્ય દેવતાઓને પૂજવાવાળા એ નાસમજોનું એ ફળ (અર્થાત્ ભૌતિક વસ્તુઓ અર્થાત્ એ દુનિયાના જીવનના સામાન) કેટલાક દિવસોનો છે (તથા તે) દેવતાઓને પૂજવાવાળા દેવતાઓને પ્રાપ્ત થાય છે; અને મને પરમેશ્વરના ભક્ત (જેમણે પોતાને મારા સુપ્રત કરી દીધા તે) મને જ પ્રાપ્ત થાય છે, એટલે કે મારા લોકમાં જાય છે એટલે કે મોક્ષને પ્રાપ્ત થાય છે અર્થાત્ જન્નતમાં જાય છે.
¼}¢ï± à¢Ú‡¢æ x¢ÓÀ „±ü|¢¢±ïÝ |¢¢Ú¼ J
¼Ðí„¢ÎÚ¢yÐÚ¢æ ࢢô‹¼ Sƒ¢Ýæ Ðí¢ŒS²ç„ ࢢ౼}¢ì JJ (ગીતાઃ અધ્યાય-૧૮, શ્લોક-૬૨)
(તેથી) હે અર્જુન ! (તું) બધા પ્રકારથી એ પરમેશ્વરના જ શરણમાં જા. એ પરમેશ્વરની કૃપાથી (જ તું) પરમ્ શાંતિને (તથા) સનાતન પરમ્ ધામ એટલે કે મોક્ષને પ્રાપ્ત કરીશ.

ઇસ્લામમાં નમાઝ કેવળ એક પરમેશ્વરની જ નિષ્કામ ભાવથી કરવામાં આવતી ઉપાસના છે. ભોગવિલાસની ભૌતિક વસ્તુઓ, ધન વગેરેની કામના માટે પરમેશ્વરની સકામ ઉપાસના અથવા અન્ય દેવતાઓની ઉપાસના ઇસ્લામમાં છે જ નહીં. તેથી કુઆર્ન અનુસાર આવી ઉપાસના કરનાર મુસલમાન માત્ર મુક્તિ અર્થાત્ મોક્ષ જ પામેછે.

કુઆર્નમાં સૂરઃ-૧૦, આયત-૧૦૬ માં છે ઃ
”અને અલ્લાહને છોડીને એવી વસ્તુને ન પોકારો, જે ન તમારું કંઈ ભલું કરી શકે અને ન કંઈ બગાડી શકે. જો આવું કરશો, તો અત્યાચારીઓ બની જશો.”
સૂરઃ-૩, આયત-૧૪ માં અલ્લાહત્આલા ફરમાવે છે ઃ
”લોકોને તેમની મનેચ્છાની (અર્થાત્ મનપસંદ) વસ્તુઓ એટલે કે સ્ત્રીઓ અને પુત્રો અને સોના અને ચાંદીના મોટા-મોટા ઢગલાં અને ચિહ્ન લાગેલાં ઘોડાઓ અને પશુઓ અને ખેતીવાડી ખૂબ જ મનમોહક લાગે છે, (પણ) આ સર્વે દુનિયાના જ જીવનનો સામાન છે અને અલ્લાહની પાસે ખૂબ જ સારું ઠેકાણું છે.”
સૂરઃ-૩, આયત-૧૫ માં છે ઃ
”(હે પયગંબર ! તેમને) કહો કે શું હું તમને એવી વસ્તુ ન બતાવું, જે આ વસ્તુઓથી ઘણી સારી હોય, (સાંભળો) જે લોકો પરહેજગાર ચઈશપરાયણૃ છે, તેમના માટે અલ્લાહની પાસે બહિશ્તના (એટલે કે જન્નતના) બાગ છે, જેમના નીચે નદીઓે વહી રહી છે, તેમાં તેઓ હંમેશા રહેશે અને પાવન સ્ત્રીઓ છે અને (સૌથી વધીને) અલ્લાહની પ્રસન્નતા અને અલ્લાહ (પોતાના નેક) બંદાઓને જોઈ રહ્યો છે.”
સૂરઃ-૩, આયત-૧૬ અને ૧૭ માં છે ઃ
”જેઓ અલ્લાહથી પ્રાર્થના કરે છે કે હે પાલનહાર ! અમે ઈમાન લઈ આવ્યા, તો અમને અમારા ગુનાહોથી માફ કરી દે અને નર્કની યાતના (અર્થાત્ આગ)થી બચાવ.”
”આ એ લોકો છે જેઓ (મુશ્કેલીઓમાં) ધૈર્ય રાખે છે અને સાચું બોલે છે અને બંદગીમાં લાગેલાં રહે છે અને (અલ્લાહના) માર્ગમાં ખર્ચ કરે છે અને પરોઢના સમયે એટલે કે રાત્રિની અંતિમ ઘડીઓમાં માફી માગ્યા કરે છે.”
સૂરઃ-૧૮, આયત-૪૬ માં છે ઃ
”ધન અને સંતાન તો કેવળ આ દુનિયાના જીવનની (શોભા અને ) શણગાર છે અને સદાચાર જે બાકી રહેનાર છે, તે પુણ્યના રૃપમાં તમારા પ્રભુ-પાલનહારની પાસે ખૂબ જ સારી અને અપેક્ષાની રીતે ખૂબ જ બહેતર છે.”
ઇસ્લામ અનુસાર અલ્લાહે (અર્થાત્ પરમેશ્વરે) જ સૃષ્ટિની રચના કરી છે, એ જ પાલનહાર છે અને એ જ પ્રલય કરવાવાળો છે.
આ જ વાત વેદ પણ કરે છે ઃ
ÐçÚ {¢}¢¢çÝ ²¢çÝ ¼ï y±æ „¢ï}¢¢ç„ ç±à±¼: J
б}¢¢Ý «¼éç|¢: ܱï JJ (ઋગ્વેદ ઃ મંડલ-૯, સૂક્ત-૬૬, મંત્ર-૩)
ભાવાર્થ ઃ પરમાત્મા ઉત્પત્તિ, સ્થિતિ તથા પ્રલય (અર્થાત્ કયામત) ત્રણેય પ્રકારની ક્રિયાઓનો હેતુ છે. અર્થાત્ તેનાથી સંસારની ઉત્પત્તિ અને તેમાં જ સ્થિતિ અને તેનાથી જ પ્રલય થાય છે. (હિન્દી ભાષ્ય મહર્ષિ દયાનંદ)
y±æ l¢æ ™ }¢çã±í¼ Ðë烱èæ ™¢ç¼ ©ç|¢í¯ï J
Ðíç¼ Îí¢çÐ}¢}¢é†™ƒ¢: б}¢¢Ý }¢çãy±Ý¢ JJ (ઋગ્વેદ ઃ મંડલ-૯, સૂક્ત-૧૦૦, મંત્ર-૯)
ભાવાર્થ ઃ પરમેશ્વરે બંને લોક અને પૃથ્વીલોકને ઐશ્વર્યશાળી બનાવીને તેને પોતાના રક્ષારૃપ કવચથી સુરક્ષિત કરી. આવી વિચિત્ર રચનાથી આ અનંત સૃષ્ટિને રચી છે કે તેના મહિમાને કોઈ પામી શકતું નથી. (હિન્દી ભાષ્ય મહર્ષિ દયાનંદ)
²¢ï: Ý çм¢ …çݼ¢ ²¢ï ç±{¢¼¢ {¢}¢¢çÝ ±ïÎ |¢é±Ý¢çÝ ç±à±¢ J
²¢ï Îﱢݢæ Ý¢}¢{¢ »Ü »± „}ÐíàÝæ |¢é±Ý¢ ²‹y²‹²¢ JJ (ઋગ્વેદ ઃ મંડલ-૧૦, સૂક્ત-૮૨, મંત્ર-૩)
ભાવાર્થ ઃ જે પરમેશ્વર આપણો પાલનહાર, આપણું સર્જન કરવાવાળો, જે સમસ્ત જગતનો નિર્માતા છે અને સમસ્ત સ્થાનો અને લોકો તથા પદાર્થોને જાણે છે અને જે સમસ્ત પદાર્થોનું નામ રાખવાવાળો છે, એ જ અદ્વિતીય (અર્થાત્ તેના સમાન કોઈ બીજું નથી) છે, સમસ્ત સમસ્યાઓનું એ જ એક માત્ર સમાધાન છે. (હિન્દી ભાષ્ય મહર્ષિ દયાનંદ)
ગીતા ઃ અધ્યાય-૭ ના શ્લોક-૬ માં છે ઃ
¥ãæ ÜëyFS² …x¢¼: Ðí|¢±: ÐíH²S¼ƒ¢ J
હું સંપૂર્ણ સૃષ્ટિની ઉત્પત્તિ તથા પ્રલય (નું મૂળ કારણ) છું.
યજુર્વેદમાં છે ઃ
¥Ð¢æ ÐëD}¢ç„ ²¢ïçÝÚxÝï: „}¢éÎí}¢ç|¢¼: çЋ±}¢¢Ý}¢ì J
±{ü}¢¢Ý¢ï }¢ã¢¡ù¥¢ ™ ÐécÜÚï çα¢ï }¢¢~¢²¢ ±çÚ}‡¢¢ ÐíƒS± JJ (યજુર્વેદ ઃ તેરમો અધ્યાય, મંત્ર-૯)
ભાવાર્થ ઃ મનુષ્યોને જે સત્ય, ચિત્ત અને આનંદસ્વરૃપ સૌ જગતનો રચયિતા, સર્વત્ર વ્યાપક, સૌથી ઉત્તમ અને સર્વશક્તિમાન બ્રહ્મની ઉપાસનાથી સંપૂર્ણ વિદ્યાદિ અનંત ગુણ પ્રાપ્ત થાય છે તેમનું સેવન કેમ ન કરવું જોઈએ. (હિન્દી ભાષ્ય મહર્ષિ દયાનંદ)
ઇસ્લામ અનુસાર એક અને માત્ર એક અલ્લાહ (અર્થાત્ પરમેશ્વર) જે અજન્મ્યો, અવિનાશી, નિરાકાર અને સર્વશક્તિમાન છે, તે ન તો જન્મ લે છે અને ન મૃત્યુ પામે છે.
વેદ પણ આવું કહે છે. શ્વેતાશ્વતરોપનિષદ્ ઃ અધ્યાય-૬, શ્લોક-૮ માં છે ઃ
Ý ¼S² Ü¢²Z ÜÚ‡¢æ ™ ç±l¼ï J
ભાવાર્થ ઃ એ (પરમેશ્વર)ના શરીર અને ઇંદ્રિયો નથી, અર્થાત્ તે નિરાકાર છે. (તે ખાવા-પીવા અને કોઈપણ પ્રકારની ઇચ્છાઓ કે આવશ્યકતાઓથી પર છે.)
કેનોપનિષદ્ ખંડ-૧, શ્લોક-૬ માં છે ઃ
²Ó™ÿ¢é¯¢ Ý Ðà²ç¼ ²ïÝ ™ÿ¢êšç¯ Ðà²ç¼ J
¼Îï± Ï¢ír¢ y±æ ç±çh ÝïÎæ ²çÎÎ}¢éТ„¼ï JJ
ભાવાર્થ ઃ જેને કોઈ આંખે જોયો નથી, બલ્કે જેની મદદથી આંખો જુએ છે, તેને જ તું ઈશ્વર સમજ. આંખોથી દેખાતાં જે (જુદાં-જુદાં) તત્ત્વોને ઈશ્વર માનીને લોકો ઉપાસના કરે છે, તે ઈશ્વર નથી.
શ્વેતાશ્વતરોપનિષદ્, અધ્યાય-૬, શ્લોક-૯ માં છે ઃ
ભાવાર્થ ઃ સૃષ્ટિમાં તેનો કોઈ સ્વામી નથી, ન કોઈ શાસક કે તેનું ચિહ્ન જ છે. તે સમસ્ત જીવ-જગત (સર્જનો)ને પેદા કરવાવાળો અને તેમનો સ્વામી છે. તેને પેદા કરનાર અને સ્વામી કોઈ નથી.
ઇસ્લામનો વિશ્વ-પ્રસિદ્ધ નારો ‘અલ્લાહુ અકબર’ (અર્થાત્ અલ્લાહ સૌથી મોટો છે, અથવા અલ્લાહ સૌથી મહાન છે.) એક સંપૂર્ણ સત્ય છે, સાર્વભૌમિક સત્ય છે. આ સત્ય ત્યારે પણ હતું જ્યારે દુનિયા નહોતી, આજે પણ છે અને ત્યારે પણ રહેશે જ્યારે પ્રલય (અર્થાત્ કયામત) પછી આ દુનિયા નહીં હોય. સનાતન વૈદિક ધર્મનું પણ મૂળ આ જ છે.
’ÐꇢüS² Ðꇢü }¢¢Î¢² Ðꇢü}¢ï±¢±çà¢c²¼ï‘
(પરમેશ્વર બહુ મોટો છે, એટલો મોટો છે કે) એ પૂર્ણમાંથી પૂર્ણને કાઢી નાખવાથી પૂર્ણ જ શેષ બચે છે. (અર્થાત્ અલ્લાહ અનંત છે, કેમ કે કેવળ અનંતમાંથી જ અનંતને કાઢી નાખવાથી શેષ અનંત જ બચે છે.)
શ્વેતાશ્વતરોપનિષદ્ ઃ અધ્યાય-૬, શ્લોક-૮ માં અલ્લાહુ અકબર ઃ
’Ý ¼y„}¢à™¢|²ç{Üà™ Îë಼ï‘
ભાવાર્થ ઃ એ (પરમેશ્વર) સમાન અને તેનાથી ઉત્તમ પણ કોઈ દેખાતો નથી અર્થાત્ પરમેશ્વર એટલે કે અલ્લાહ સૌથી મહાન છે. તે અદ્વિતીય છે.
શ્વેતાશ્વતરોપનિષદ્ ઃ અધ્યાય-૪, શ્લોક-૧૯ માં છે ઃ
ÝñÝ}¢êŠ±ü Ý ç¼²ü†™æ Ý}¢Š²ï ÐçÚ…x¢í|¢¼ì J
Ý ¼S² Ðíç¼}¢¢ ¥çS¼ ²S² Ý¢}¢ }¢ãlà¢: JJ
ભાવાર્થ ઃ (પરમેશ્વર અનંત છે, તે એટલો મોટો છે કે ) તેને ઉપરથી, આમ-તેમથી અથવા મધ્યમાં પણ કોઈ સ્પર્શી શકતું નથી. જેનું નામ અત્યંત મહિમાવાન છે અર્થાત્ જે સૌથી મહાન છે. આવા એ પરમેશ્વરની કોઈ ઉપમા પણ નથી અર્થાત્ તે અતુલનીય છે, તેનો ન કોઈ અવતાર છે, ન કોઈ મૂર્તિ છે અને ન કોઈ ચિત્ર જ છે.
આમ, સનાતન વૈદિક ધર્મની મુખ્ય માન્યતા છે કે પરમેશ્વર (અર્થાત્ અલ્લાહ) અજન્મ્યો, અવિનાશી, નિરાકાર, સર્વશક્તિમાન, અદ્વિતીય અને અતુલનીય છે. તેનો ન કોઈ પુત્ર છે, ન પુત્રી. ન માતા છે, ન પિતા. ન ભાઈ છે, ન બહેન અને ન જ પત્ની છે. ઇસ્લામની પણ મુખ્ય માન્યતા આ જ છે.
”એ જ આકાશો અને ધરતીને પેદા કરવાવાળો (છે), તેને સંતાન ક્યાંથી હોય, જ્યારે કે તેની પત્ની જ નથી અને તેણે જ દરેક વસ્તુને પેદા કરી છે અને તે દરેક વસ્તુની ખબર રાખનારો છે.” (કુઆર્ન, સૂરઃ-૬, આયત-૧૦૧)
”અને યહૂદીઓ કહે છે કે ઉઝૈર ખુદાનો પુત્ર છે અને ખ્રિસ્તીઓ કહે છે કે મસીહ ખુદાનો પુત્ર છે. આ તેમના મોઢાની વાતો છે. પહેલાં કાફિરો પણ આવી જ વાતો કહ્યા કરતા હતા, આ પણ તેમના જેમ જ ઈર્ષ્યા કરવા લાગ્યા છે. ખુદા તેમને નષ્ટ કરે, આ લોકો ક્યાંથી ધોકો ખાઈ રહ્યા છે.” (કુઆર્ન, સૂરઃ-૯, આયત-૩૦)
ગીતાના પ્રસિદ્ધ શ્લોક ઃ
Ü}¢ü‡²ï±¢ç{Ü¢Ú„¼ï }¢¢ ÈHï¯é Ü΢™Ý J (ગીતા ઃ અધ્યાય-ર, શ્લોક-૪૭)
અર્થાત્ તારો અધિકાર કર્મ કરવામાં જ છે (તેના) ફળમાં કદાપિ નહીં. તેનું વ્યવહારિક રૃપ મેં ઇસ્લામમાં જ જોયું છે. એક મુસલમાન જ વ્યવહારિક રૃપે લાભ-હાનિ, જીવન-મૃત્યુ, યશ-અપયશને અલ્લાહની કરજી સમજીને સહજતાથી સ્વીકાર કરે છે. તે દરેક વાતમાં કહે છે – ‘ઇન્શાઅલ્લાહ’ (અર્થાત્ અલ્લાહે ઇચ્છ્યું તો).
વાચકો સ્વયં એ પણ અનુભવ કરી શકે છે કે જો એક મુસલમાન પરોપકારનું કાર્ય કરે છે તો તેના માટે એ વિચારે છે કે તે કાર્ય તેણે નથી કર્યું, બલ્કે અલ્લાહે કર્યું છે. પોતે કરેલ કાર્ય માટે તે ન તો ઘમંડ કરે છે અને ન તો તેના બદલાની કોઈ કામના ! આ ઇસ્લામ જ છે, જે એક મનુષ્યને વ્યવહારિક રૃપે નિષ્કામ કર્મયોગી બનાવે છે.
ગીતામાં સકામ૧ કર્મ અને સકામ ઉપાસનાને નિમ્ન અને નિષ્કામર કર્મ અને નિષ્કામ ઉપાસનાને સર્વશ્રેષ્ઠ કહેવામાં આવેલ છે. કેવળ ઇસ્લામ જ એક એવો ધર્મ છે, જ્યાં પરમેશ્વરની સકામ ઉપાસના છે જ નહીં; ત્યાં કેવળ નિષ્કામ ઉપાસના જ છે.
ઉદાહરણાર્થ કુઆર્ન-મજીદની શરૃઆત સૂરઃ ફાતિહા૩ની ઈશ-વંદનાથી થાય છે. આ ઈશ-વંદનામાં પોતાના માટે ભોગવિલાસ, એશોઆરામની ભૌતિક વસ્તુઓ ધન વગેરેની કોઈ કામના નથી. આ નિષ્કામ ભાવથી જ કરવામાં આવેલ વંદના છે. એક મુસલમાન જ કોઈપણ પ્રકારની આળસ કે સુસ્તી વિના, સમયસર અને પ્રત્યેક હાલતમાં દરરોજ પાંચ વખત અત્યંત શ્રદ્ધા અને ઊંડી આસ્થાની સાથે પરમેશ્વરની નિષ્કામ ભાવથી ઉપાસના કરે છે. પરમેશ્વર પ્રત્યે નિષ્કામ ભાવથી આવું સમર્પણ ક્યાંય નથી. આ ઇસ્લામ જ છે, જે એક મનુષ્યને પરમેશ્વર પ્રત્યે સમર્પણકારી બનાવે છે. આવા સમર્પણકારી ભક્ત માટે ગીતામાં પરમેશ્વરનો સંદેશ છે ઃ
¥Ý‹²¢çà™‹¼²‹¼¢ï }¢¢æ ²ï …Ý¢: вéüТ„¼ï J
¼ï¯¢æ çÝy²¢ç|¢²év¼¢Ý¢æ ²¢ïx¢ÿ¢ï}¢æ ±ã¢}²ã}¢ì JJ (અધ્યાય-૯, શ્લોક-૨૨)
જે અનન્ય પ્રેમ ભક્તજન મને પરમેશ્વરને નિરંતર યાદ કરતાં નિષ્કામ ભાવથી મારી ઉપાસના કરે છે. પ્રતિદિન સદૈવ મારી ઉપાસના કરવાવાળા એ લોકોનો યોગ-ક્ષેમ૪ હું સ્વયં પ્રાપ્ત કરી દઉં છું.
પરમેશ્વરના જ શરણમાં ગયેલ આવો સમર્પણકારી નિષ્કામ ઉપાસક આધ્યાત્મિક શાંતિ અને મોક્ષ પામવાનો અધિકારી છે. ગીતાના અધ્યાય-૬, શ્લોક-૧૫ માં છે ઃ
ࢢô‹¼ çݱ¢ü‡¢ÐÚ}¢¢æ }¢y„æSƒ¢}¢ç{x¢ÓÀç¼ JJ
(આવો સમર્પણકારી ઉપાસક) મારામાં રહેવાવાળી પરમ્ આનંદની સર્વોચ્ચ શાંતિને પ્રાપ્ત થાય છે.
એ જ રીતે કુઆર્ન-મજીદમાં સૂરઃ-ર, આયત-૧૧ર માં અલ્લાહનું વચન છે ઃ
”અલબત્ત, જે વ્યક્તિ અલ્લાહની સામે શિશ નમાવી દે (અર્થાત્ ઈમાન લઈ આવે) અને તે ભલાં કાર્યો કરવાવાળો હોય, તો તેનો બદલો તેના પ્રભુ-પાલનહાર પાસે છે અને આવા લોકોને (કયામતના દિવસે) ન કોઈપણ પ્રકારનો ભય હશે અને ન તેઓ શોકાતુર હશે.”
સૂરઃ-ર૪, આયત-૪૬ માં છે ઃ
”અમે જ પ્રકાશિત આયતો (અર્થાત્ સત્યને પ્રગટ કરી દેનાર આયતો) અવતરિત કરી છે ચઅર્થાત્ અવતરિત કરી દીધી છેૃ, અને અલ્લાહ જેને ચાહે છે, સન્માર્ગ તરફ લઈ જાય છે.”
સનાતન વૈદિક ધર્મ એટલે કે વેદ, ઉપનિષદ અને ગીતાથી સિદ્ધ થાય છે કે દૈહિક, દૈવિક અને ભૌતિક ત્રણેય પ્રકારની શાંતિ પામવાનો અને મુક્તિ એટલે કે મોક્ષ પામવાનો સીધો અને સરળ રસ્તો ‘લા-ઇલાહ ઇલ્લલ્લાહ’ અર્થાત્ ‘અલ્લાહ સિવાય કોઈ પૂજ્ય નથી’ અર્થાત્ ઇસ્લામ છે.
* ઇસ્લામ અનુસાર કયામતના દિવસે પુનરુત્થાન થશે.
આ એક તર્કયુક્ત સત્ય છે, કેમ કે આત્મા પોતાના કર્મોના ફળ અનુસાર મળનાર જન્નતના સુખ અથવા નર્કના કષ્ટોનો અનુભવ ત્યારે જ કરી શકે છે, જ્યારે તેને તેનું શરીર સ્વસ્થ હાલતમાં પુનઃ પ્રાપ્ત થાય.
એ જ પ્રમાણે હઝરત મુહમ્મદ (સલ્લ.) જે ઇસ્લામને લઈને આવ્યા, તે કોઈ નવો ધર્મ નથી, બલ્કે નિશ્ચિત રૃપે ઇસ્લામ સમયાનુકૂળ સંશોધિત સત્ય ધર્મ છે.

ઉપર્યુક્ત પ્રમાણો અનુસાર તૌહીદ (અર્થાત્ એકેશ્વરવાદ) ના આધારે ઇસ્લામના સૌથી નજીક જો કોઈ ધર્મ છે તો તે છે સનાતન વૈદિક ધર્મ.
પરંતુ ઇસ્લામમાં તૌહીદ (અર્થાત્ એકેશ્વરવાદ) પ્રત્યે જે આસ્થા અને સમર્પણ છે એવું બીજે ક્યાંય નથી.

ઇસ્લામમાં એ પણ વ્યવસ્થા કરવામાં આવી છે કે એકેશ્વરવાદ (તૌહીદ)ની કે કુઆર્ન-મજીદની આયતોની શુદ્ધતા સુરક્ષિત રહે; એવી વ્યવસ્થા બીજે ક્યાંય નથી. મેં અનુભવ્યું છે કે ઇસ્લામ પર વિશ્વાસ (ઈમાન) લાવનારા લોકોના મનમાં અલ્લાહ (અર્થાત્ પરમેશ્વર)નો જે ભય રહે છે, એવો બીજા કોઈના મનમાં નથી હોતો. આ જ વિશેષતાઓને લઈને ઇસ્લામ શ્રેષ્ઠ ધર્મ છે.

અહીં દુર્ભાગ્યની વાત એ છે કે એકેશ્વરવાદના સત્યને બતાવનાર સનાતન વૈદિક ધર્મ આજે પુસ્તકોમાં જ સમેટાઈને રહી ગયો છે, તેની જગ્યાએ બહુઈશ્વરવાદ (અર્થાત્ શિર્ક)નું અસત્ય આવી ગયું છે. અહીં આજે પણ નવા-નવા દેવતાઓ ઈશ્વરના નવા-નવા અવતારો બનતા જઈ રહ્યા છે. જો ટી.વી. અથવા કોઈ ફિલ્મમાં કોઈ વ્યક્તિને ઈશ્વરનો અવતાર બનાવી દેવામાં આવે, મહિમાવાન બનાવી દેવામાં આવે, તો અહીં તો લોકો તેની પણ પૂજા કરવાનું શરૃ કરી દે છે. કેટલાય તો પોતાને સાક્ષાત્ ઈશ્વર જ કહેતાં ઘૂમી રહ્યા છે અને લોકો તેમના પાછળ-પાછળ ભાગી રહ્યા છે. દુઃખની વાત એ છે કે અસત્યની જેટલી બોલબાલા આપણા ત્યાં છે, તેટલી ક્યાંય નથી. ઈશ્વર સૌને સદ્બુદ્ધિ આપે. એવું લાગે છે કે લોકો પોતાની બુદ્ધિ અને વિવેક બંનેયથી કામ નથી લઈ રહ્યા.
જરા વિચારો !

આ આપણાં ગેરમાર્ગે દોરવાયેલાં લોકો ધ્યાન આપે કે જે પૃથ્વીમાં આપણે રહીએ છીએ, તે પૃથ્વી સૂર્ય (જે એક તારો છે)નું ચક્કર લગાવનાર એક ગ્રહ છે. સૂર્યનું ચક્કર લગાવનારાં આવા ઘણાં ગ્રહો છે અને આ ગ્રહોના પણ અલગ-અલગ ચક્કર લગાવનારાં અનેકાનેક ઉપગ્રહો છે, જેમ કે આપણી પૃથ્વીનો ઉપગ્રહ છે ચંદ્ર, જે પૃથ્વીનું ચક્કર લગાવી રહ્યો છે. સૂર્યના આ ગ્રહો આપણી પૃથ્વીથી અમુક અંતરે દૂર પણ છે અને બુધ જેવા એટલા મોટા પણ કે આપણી પૃથ્વી જેવી હજારો પૃથ્વીઓ તેમાં સમાઈ જાય. સૂર્ય અને સૂર્યના આ ગ્રહો-ઉપગ્રહો (અર્થાત્ સૌરમંડળ)ની વચ્ચે આપણી પૃથ્વીનું અસ્તિત્વ ખૂબ જ નાનું છે.

આપણો સૂર્ય આપણી આકાશગંગા (ય્ટ્ઠઙ્મટ્ઠટઅ)નો એક તારો છે. આ આકાશગંગામાં લગભગ બસો અબજ તારાઓ (અર્થાત્ સૂર્ય) છે, જેમાંથી ઘણાંય તારાઓ આપણાં સૂર્ય કરતાં હજારો ગણા મોટા અને પ્રકાશિત છે.

સૃષ્ટિમાં આપણી આકાશગંગા જેવી અબજો-ખર્વો આકાશગંગાઓ છે, જેમાં ખર્વો એવી આકાશગંગાઓ છે જેમાં આપણી આકાશગંગાથી લાખો ગણા તારાઓ (સૂર્ય) છે. તારાઓનું અંતર એટલું વધારે હોય છે કે તેને માઈલ કે કિલોમીટરમાં માપવાની જગ્યાએ પ્રકાશવર્ષમાં માપવામાં આવે છે. આપણી પૃથ્વીથી દૂર સ્થિત આકાશગંગાનું હજુ સુધી અધિકતમ અંતર ૧૩,ર૦,૦૦,૦૦,૦૦૦ (તેર અબજ વીસ કરોડ) પ્રકાશવર્ષ માપવામાં આવ્યું છે.

આ અંતર કેટલું થયું તેનો અંદાજ લગાવો કે પ્રકાશની ગતિ એક સેકંડમાં લગભગ ત્રણ લાખ કિલોમીટર છે. આ હિસાબે તે એક કલાકમાં ૧૦૮ કરોડ કિલોમીટરનું અંતર કાપશે. આ ગતિ આજકાલ વિમાનની અધિકતમ ગતિ (૧૫૦૦ કિ.મી. પ્રતિ કલાક)ના સાત લાખ વીસ હજાર ગણી અને રોકેટની અધિકતમ ગતિ (૩૦,૦૦૦ કિ.મી. પ્રતિ કલાક)ના ૩૬ હજાર ગણી વધારે તીવ્ર થઈ.

આટલી તીવ્ર ગતિથી પ્રકાશ લગાતાર એક વર્ષ સુધી ચાલતો રહે તો ૯,૮૬,૦૮૦ કરોડ કિલોમીટરનું અંતર કાપશે. ૯,૮૬,૦૮૦ કરોડ કિલોમીટરના આ અંતરને એક પ્રકાશવર્ષ કહેવામાં આવે છે.

પ્રકાશ પોતાની આ ગતિથી લગાતાર ૧૩,ર૦,૦૦,૦૦,૦૦૦ (તેર અબજ વીસ કરોડ) વર્ષ સુધી ચાલીને જેટલું અંતર કાપશે તે અંતર ૧૩,ર૦,૦૦,૦૦,૦૦૦ (તેર અબજ વીસ કરોડ) પ્રકાશવર્ષ થયું, જેમ કે ઉપર દર્શાવવામાં આવ્યું છે કે હજુ સુધી વધારેમાં વધારે આટલા અંતરે સ્થિત આકાશગંગા જોઈ શકાઈ છે.

આ અંતર તો કેવળ આપણી આકાશગંગા અને અન્ય સ્થિત આકાશગંગાઓના વચ્ચેનું છે, જે માપી શકાયું છે. સૃષ્ટિ તો બધી જ બાજું આવી જ રીતે ફેલાયેલી છે અને જે આ અંતર માપી શકાયું છે તે અંતિમ નથી. ખગોળશાસ્ત્રીઓ માનવા લાગ્યા છે કે સૃષ્ટિની વિશાળતાનું જે જ્ઞાન તેમને છે, વાસ્તવિક સૃષ્ટિમાં આવી ખર્વો (૧ ખર્વ = ૧૦૦૦ કરોડ) સૃષ્ટિઓ સમાઈ જાય. ટૂંકમાં, આજના વિજ્ઞાનના હિસાબે અલ્લાહ (અર્થાત્ પરમેશ્વર)ની આ રચના અનંત છે, જે મનુષ્યની બુદ્ધી અને ગણતરીથી પર છે.

જો આપણે ઈશ્વર દ્વારા રચિત સૃષ્ટિ અને તેનાં જીવ-જંતુઓ તથા વનસ્પતિ અને પ્રકૃતિની અનુશાસિત વ્યવસ્થાને જોઈએ, તેના ઉપર ઊંડાણપૂર્વક વિચાર કરીએ, તો ઈશ્વરની અસીમિત અને અનંત શક્તિ જોઈને તેના પ્રત્યે વિશ્વાસ અને શ્રદ્ધાથી મન ભરાઈ જાય છે.

ઉદાહરણાર્થ પૃથ્વીને લઈએ. ઈશ્વર દ્વારા જીવન માટે રચિત આ કેટલી વ્યવસ્થિત અને સુનિયોજિત યોજના છે ! અહીં જીવન માટે તમામ આવશ્યક પરિસ્થિતિઓ પ્રકૃતિ દ્વારા કેવી રીતે યોજનાબદ્ધ ઢંગથી તૈયાર કરવામાં આવી છે. સૂર્યથી આવી રહેલાં ઝેરીલાં પરાવર્તિત કિરણોથી જીવનને બચાવવા માટે આશ્ચર્યજનક રૃપે ઓઝોનનું પડ બિછાવવામાં આવ્યું. પ્રાણીઓ માટે ખાવા-પીવાની વિભિન્ન પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બધું એટલું વ્યવસ્થિત છે કે જો આપણે આ વિષય પર ઊંડાણપૂર્વક વિચારીએ છીએ તો આશ્ચર્યમાં પડી જઈએ છીએ. આ બધું આપમેળે નથી થયું, બલ્કે અવશ્ય કોઈ સત્તાએ આ વ્યવસ્થા ઊભી કરી છે.

વિજ્ઞાનનો નિયમ છે કે કોઈ શક્તિ કે ઊર્જા વગર કોઈ કાર્ય નથી થઈ શકતું. આ કાર્યોમાં જે ઊર્જા વપરાય છે, તે ચાહે ચલ ઊર્જા હોય કે અચલ ઊર્જા, તેને બળ કે શક્તિ ક્યાંથી પ્રાપ્ત થયાં ? જો સૂર્યથી, તો સૂર્યમાં આ શક્તિ ક્યાંથી આવી ? જો તેના પદાર્થોના પરમાણુની નાભિકીય પ્રતિક્રિયા (Nuclear Reaction) થી, તો આ પ્રતિક્રિયા કેવી રીતે શરૃ થઈ ? અથવા તેના માટે તે પદાર્થ ક્યાંથી આવ્યો ? પ્રશ્ન પર પ્રશ્ન કરવાથી વાત ત્યાં જ આવીને અટકે છે કે ગમે તેવી ઊર્જા હોય, બળ કે શક્તિ વગર તે ઉત્પન્ન થઈ જ શકતી નથી !
બીજા શબ્દોમાં, બળથી ઊર્જા છે અને ઊર્જાથી બળ. એ જ રીતે જો પદાર્થથી ઊર્જા નીકળી તો તે પદાર્થનું અસ્તિત્વ ઊર્જાથી જ સંભવ છે, આ પ્રકૃતિનો નિયમ છે અને પ્રકૃતિ વિશુદ્ધ વિજ્ઞાન છે. અંતે એ જ પ્રશ્ન ઊભો થાય છે કે બીજથી વૃક્ષ પેદા થયું કે વૃક્ષથી બીજ ? નાસ્તિકો અને અસત્યવાદીઓની પાસે આનાં ઉત્તરમાં કેવળ અટકળો જ હશે !

સૃષ્ટિમાં કે પૃથ્વીમાં જીવ કેવી રીતે અને ક્યાંથી આવ્યો ? મનુષ્ય સહિત પશુ-પક્ષી, કીડા-મકોડાં પહેલી વાર પૃથ્વી પર કેવી રીતે આવ્યા ? તેમની આશ્ચર્યજનક અને વિચિત્ર રચનાને જુઓ – આંખ, કાન સહિત અન્ય ઇન્દ્રિયોને જુઓ અને તેના પર ઊંડાણપૂર્વક વિચારો, તો શું નથી લાગતું કે આ બધું જાણે કોઈએ યોજના બનાવીને કર્યું હોય ! સૃષ્ટિને વધારવા માટે કેવી રીતે તમામ જીવોમાં કામવાસનાને નાખવામાં આવી, જો આ વાસના ન હોત તો જીવ-જંતુ પોતાની આબાદીને વધારી ન શકતા. આવી વિચિત્ર અને આશ્ચર્યજનક સૃષ્ટિ (અર્થાત્ સર્જનો)ની રચના પરમેશ્વર સિવાય કોઈ નથી કરી શકતું.

આ તો આ અનંત સૃષ્ટિમાં એક કણની હેસિયત ધરાવતી પૃથ્વીની સ્થિતિ છે. હવે વિચારો કે કેવી રીતે વ્યવસ્થિત રૃપે ઉપગ્રહ ગ્રહનો, ગ્રહ તારાનો, તારાઓ આકાશગંગાનો અને આકાશગંગાઓ સૃષ્ટિમાં ચક્કર લગાવી રહ્યા છે ? જો આમાં આ ગતિ આપવામાં ન આવી હોત તો તેમનું અસ્તિત્વ જ ન હોત !
છેવટે કોણ છે આમને ગતિ આપવાવાળો ? કેટલાક નાસ્તિકો અને અજ્ઞાનીઓ કહેશે કે સૃષ્ટિમાં થયેલ મહાવિસ્ફોટે આમને ગતિ પ્રદાન કરી છે, તો અમારો પ્રશ્ન છે કે આ વિસ્ફોટ થવાની પરિસ્થિતિઓ કોણે ઊભી કરી ? પછી એ જ, પ્રશ્ન પર પ્રશ્ન, જેનો અંતિમ ઉત્તર આપવો માનવીય દિમાગની સીમાથી ખૂબ જ બહાર છે.

પછી, આજે મનુષ્યએ બનાવેલ ઉપગ્રહ (સેટેલાઇટ)ને પૃથ્વીની કક્ષામાં એ રીતે સ્થાપિત કરવા માટે કે તે આપમેળે તેનો ચક્કર લગાવતો રહે, એ ગણના કરવામાં આવે છે કે તેને રોકેટથી કેટલા કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી ફેંકવામાં આવે. હવે પ્રશ્ન એ છે કે મહાવિસ્ફોટથી અનંત તારાઓના બનવાનો જે પદાર્થ ફેલાયો તે બધા માટે અલગ-અલગ આ ગણના કેવી રીતે થઈ અથવા કોણે કરી, જેનાથી અનંત તારાઓનો તે પદાર્થ (જેનાથી લાખો કિલોમીટર વ્યાસવાળાં વિશાળ તારાઓ બન્યા અને હજુ બની રહ્યા છે) અલગ-અલગ પોત-પોતાની કક્ષામાં સ્થાપિત થઈને પોતાના નિશ્ચિત માર્ગ પર ચક્કર લગાવવા લાગ્યા ? શું આ બધું આપમેળે થઈ શકે છે ? મનુષ્યની બુદ્ધિ, અને સમજ તથા વિવેક અને તર્ક આનો ઉત્તર ‘ના’ માં આપે છે.

ઈશ્વરીય ગ્રંથ કુઆર્નમાં આને વારંવાર સર્વશક્તિમાન અલ્લાહ (અર્થાત્ પરમેશ્વર)નો જ ચમત્કાર કહેવામાં આવેલ છે. એ જ પ્રમાણે વેદોમાં આ અનંત સૃષ્ટિને એ એક પરમેશ્વર (અર્થાત્ અલ્લાહ)થી ઉત્પન્ન થયેલ બતાવવામાં આવેલ છે, જે અનાદિ અને અનંત છે.
આ અનંત સૃષ્ટિ એક અનંત સમજી ન શકાય તેવો કોયડો છે, જેની રચના આપમેળે નથી થઈ; કેમ કે આપમેળે કંઈ જ થતું નથી, થવા પાછળ કારણ હોય છે અને આ અનંત સૃષ્ટિના હોવાનું કારણ તે એક પરમેશ્વર (અર્થાત્ અલ્લાહ) સિવાય કોઈ નથી, બધા પ્રશ્નોનો આ જ એક માત્ર સંતોષજનક ઉત્તર છે.

આ બધું વિગતવાર બતાવવાનો ઉદ્દેશ્ય એ છે કે આ અનંત સૃષ્ટિનો રચયિતા, તેનો સંચાલક અને તેનો વિનાશ (અર્થાત્ કયામત) કરવાવાળો ઈશ્વર; આ પૃથ્વી પર જન્મ લઈને, કમાઈ-ખાઈને, બીમાર થઈને, વૃદ્ધ થઈને મૃત્યુ પામનાર વ્યક્તિ નથી હોઈ શકતો, જેની હેસિયત આ અનંત સૃષ્ટિથી તુલનામાં શૂન્ય જેવી હોય.

બુદ્ધિ અને તર્કશક્તિ કહે છે કે આવો ઈશ્વર ખાવા-પીવાની જરૂરતોથી પર હશે, કોઈ લિંગથી પર હશે, કામવાસનાથી પર હશે; કેમ કે તે સ્વયં એ આનંદનો સ્ત્રોત છે, જે આનંદ કામવાસનામાં મનુષ્યને પ્રાપ્ત થાય છે. તે નિરાકાર છે, તેની ન તો કોઈ માતા છે, ન પિતા; ન બહેન છે, ન ભાઈ; ન પત્ની છે, ન પતિ અને ન કોઈ પુત્રી છે, ન કોઈ પુત્ર. તેનો ન તો જન્મ થાય છે અને ન તે મરે છે અને આ અલ્લાહ (અર્થાત્ પરમેશ્વર) સિવાય બીજો કોઈ નથી.

આ અનંત સૃષ્ટિનો રચયિતા અલ્લાહ (અર્થાત્ પરમેશ્વર) અજન્મ્યો છે, અવિનાશી છે, સર્વશક્તિમાન અને અનંત છે, તેના સમાન બીજો કોઈ નથી.
’Ðꇢü}¢Î: Ðꇢüç}¢Îæ Ðꇢ¢üyÐꇢü}¢éÎÓ²¼ï J‘
ભાવાર્થ ઃ તે (પરમેશ્વર) પૂર્ણ છે અને (તેની) આ (સૃષ્ટિ) પણ પૂર્ણ છે, કેમ કે પૂર્ણથી જ પૂર્ણની ઉત્પત્તિ થાય છે. (અહીં પૂર્ણનો અર્થ ‘અનંત’ છે. હમણાં ઉપર અમે સૃષ્ટિને અનંત સિદ્ધ કરી ચૂક્યા છીએ અને અનંત જ એક માત્ર એવી પૂર્ણતા છે જે અનંતને ઉત્પન્ન કરી શકે છે.)
આનો ભાવાર્થ છે કે સર્વશક્તિમાન પરમેશ્વર અનંત છે અને તેની આ રચના સૃષ્ટિ પણ અનંત છે, કેમ કે અનંતથી જ અનંતની ઉત્પત્તિ થઈ શકે છે.

ઇસ્લામે સત્યનો નારો ‘અલ્લાહુ અકબર’ (અર્થાત્ અલ્લાહ સૌથી મહાન છે) અને ‘લા-ઇલાહ ઇલ્લલ્લાહ’ (અર્થાત્ અલ્લાહ સિવાય અન્ય કોઈ પૂજ્ય નથી)ના રૃપમાં આ મહાન સત્યનો સંદેશ દુનિયાને આપ્યો.
આનાથી નિષ્કર્ષ નીકળે છે કે ઇસ્લામનું સત્ય આ દુનિયામાં સદૈવથી, અનંતકાળથી મોજૂદ છે. બીજા શબ્દોમાં, ઇસ્લામ અનાદિ અને અનંત છે.
પુસ્તકના તમામ નિષ્કર્ષોને જોયા પછી અંતિમ રૃપે સિદ્ધ થાય છે કે ઇસ્લામ આતંક નહીં, આદર્શ છે. ઇસ્લામનો આ આદર્શ સ્વીકાર કરવા યોગ્ય છે.
–*–
(પુસ્તક ‘ઇસ્લામ ઃ આતંક કે આદર્શ ?’માંથી સાભાર)
E-mail : laxmishankaracharya@yahoo.in
મોબાઇલ નં. ઃ 09415594441, 09935037145

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments