Thursday, May 30, 2024
Homeપયગામસમલૈંગિક સંબંધોની પરવાનગી : સભ્યતાનું આત્મહત્યા તરફ પ્રયાણ હશે!

સમલૈંગિક સંબંધોની પરવાનગી : સભ્યતાનું આત્મહત્યા તરફ પ્રયાણ હશે!

હાલમાં બંધારણની કલમ ૩૭૭ને માન્ય રાખી સુપ્રિલ કોર્ટે સંમેલૈંગિક્તાને અપરાધ ગણાવતુ જે ચુકાદો આવ્યો છે તે આવકારદાયક અને સરાહનીય છે. પરંતુ ચુકાદાની સાથે જ મીડિયામાં ચર્ચા, વાદ-વિવાદનું મોજુ ફરી વળ્યું. સરકારે પણ ચુકાદા ઉપર પુનઃવિચારણા કરવાની જરૃર છે તેવું નિવેદન આપ્યું. મોટા ભાગે સેક્યુલર લોબીએ સમલૈંગિક લોકોની તરફેણ કરતા ચુકાદાનો વિરોધ કર્યો અને આ લોકોને લઘુમતિ તરીકેનો દરજ્જો આપવા માટેની માગ કરી. જ્યારે કે ધાર્મિક લોકોએ સમલૈંગિક્તાને ભારતીય સંસ્કૃતિ વિરૂદ્ધ કે અપ્રાકૃતિક જણાવીને ગેરકાયદેસર ગણાવી. ચાલો આપણે થોડીવાર થોભી આ પ્રશ્ન ઉપર વિચારમનન કરીએ કે શું સમલેંગિતા યોગ્ય છે કે નહિં!! પરંતુ એક વાત ચોક્કસ સમજી લેવી જોઇએ કે આપણે તટસ્થ મને વિચાર કરવો છે.

સંસારમાં જેટલા સજીવો પણ આપણને જોવા મળે છે. તેમની નર અને માદા આ રીતની જોડ હોય છે. પછી એ ભલે વનસ્પતિઓ હોય, પ્રાણીઓ હોય, જીવજંતુ હોય કે સર્વશ્રેષ્ઠ સજીવ મનુષ્ય હોય. આ જોડ એટલે નર અને માદા બંનેમાં ‘કામ’ અથવા સંભોગની પ્રબળ ઇચ્છા રહેલી છે. આ કામેચ્છાની પૂર્તિ કરવા માટે જ પ્રકૃતિએ સજીવોની જોડની રચના કરેલ છે. અને વિજાતિય પાત્રો વચ્ચે આકર્ષણ રાખ્યું છે. બંને પાત્રોની શારીરિક રચના પણ ઇશ્વરે એવી રીતે જ કરેલ છે કે જેથી તેઓ એક બીજાના પુરક બની શકે. આ બધી વ્યવસ્થાનો હેતુ માત્ર એટલો જ છે કે પૃથ્વી ઉપર જે તે વંશની વૃદ્ધિ થાય. વંશવૃદ્ધિના આ હેતુને પૂર્ણ કરવા માટે આપણા સર્જનહારે સહવાસમાં આનંદ રાખ્યો છે જે વંશવૃદ્ધિ ઉદ્દેશ્યનેે પરિપુર્ણ કરવા માટે પ્રેરક બળનું કાર્ય કરે છે. મોલાના મૌદૂદી રહ. લખે છે, સમગ્ર પ્રકૃતિમાં નર અને માદા વચ્ચે સંભોગનો હેતુ વંશની સુરક્ષા છે. માનવજાતિમાં કુટુમ્બની રચના અને સભ્યતાની બુનિયાદ નાખવા માટે બંને પાત્રોના મનોવિજ્ઞાનિક આકર્ષણ અને શારીરિક બંધારણ પણ એવું જ બનાવવામાં આવ્યા છે. તેમાં આનંદ પણ પ્રેરકબળનું કાર્ય કરે છે.

સમલૈંગિકતા શું છે :
પ્રાકૃતિક નિયમને નેવે મૂકી વિજાતિય પાત્રો એકબીજાથી લાભ લેવાના બદલે એક જ પ્રકારના લિંગ ધરાવતી વ્યક્તિઓ કામેચ્છાની પૂર્તી કરવા માટે એક બીજાથી સંબંધો જોડે તો તેવી વ્યક્તિઓને સમલેગિંક કહે છે. આપણે સમજવા માટે તેને બે ભાગોમાં વ્હેંચીએ છીએ. સ્ત્રી-સ્ત્રી સાથે શારીરિક સંબંધ ધરાવતી હોય તો તેને લેસ્બીયન અને પુરૃષ પુરૃષ સાથે આવા સંબંધ ધરાવતો હોય તો તેને ‘ગે’ કહેવામાં આવે છે.

સમલૈંગિક લોકોને લઘુમતિ તરીકેનો દરજ્જો મળવો જોઇએ?
મારો પ્રશ્ન એ છે કે લઘુમતિ હોવા માટેનું માપદંડ શું હોવો જોઇએ? ધર્મ, આસ્થા કે જાતિને આધાર બનાવવું જોઇએ કે પછી ટેવ સ્વભાવ અને ઇચ્છાને. જો બીજી વસ્તુને માન્ય રાખી એમની ટેવ, સ્વભાવ કે ઇચ્છા (વૈધ હોય કે અવૈધ)ને અધિકાર માની તેમની સુરક્ષા માટે તેમને લઘુમતિનો દરજ્જો આપવામાં આવશે તો આપણા વિશાળ ભારતમાં દરરોજ કોઇને કોઇ સમુહ પ્રદર્શન કરતા રહેશે. એક સમયે સમલૈંગિકતાને માનસિક રોગ ગણવામાં આવતો હતો. (જો કે હું અત્યારે પણ માનું છું.) પરંતુ આવી વ્યક્તિના સામાન્ય જીવનમાં આવા સંબંધોનો કોઇ પ્રભાવ ન દેખાતા સમલૈંગિકતાને રોગના ખાનામાંથી બહાર કાઢી દેવામાં આવી.

શું સમલૈંગિકતા માનસિક વિકૃતિ નથી ?
આપણે જોયું કે સમગ્ર સૃષ્ટિમાં દરેક સજીવની જોડ છે. જે એક બીજાના પૂરક તરીકે છે. મને એ નથી સમજાતુ કે વ્યક્તિને કામેચ્છા હોય તો તેને યોગ્ય અને કાયદેસર રીતે કેમ પૂરી નથી કરતી, તેના માટે એવી રીત કેમ શોધે છે, જે નુકસાનકારક હોય શકે છે. કોઇ વ્યક્તિને ભૂખ લાગે અને તેના પાસે સરસ મજાનું ભોજન હોય પણ તેને ત્યજી તે કાંકરા પત્થર આરોગવા માંડે તો તમે તેને શું કહેશો. એજ ને કે પેલી વ્યક્તિ કાં તો મુર્ખ છેે કાં તો તેની પાસે જે યોગ્ય વસ્તુ છે તેના મૂલ્યનું ભાન નથી.

સમલૈંગિકતા પ્રાકૃતિક છે !
સૃષ્ટિમાં જેટલા સજીવો છે તેમાં જોઇએ તો દરેક જોડ વિજાતીય પાત્ર પ્રત્યે આકર્ષણ ધરાવે છે. હવે માનવ પ્રકૃતિને ત્યજી તેના વિરૂદ્ધ કૃત્ય કરે છે તો તેને અપ્રાકૃતિક નહીં કહો તો શું કહેશો ? વાસ્તવમાં સમલૈંગિકતા પ્રકૃતિ નથી વિકૃતિ છે.

સમલૈંગિકતા માનવજાતિ માટે નરસંહાર !
કોલેજના એક વિદ્યાર્થીને સમલૈંગિકતા વિશે પૂછ્યું તેણે સરસ જવાબ આપ્યો. તેમણે કહ્યું જો અમારા માતા-પિતા સમલૈંગિક હોત તો અમે જન્મ્યા જ ન હોત. સમલૈંગિકતા માનવજાતિનું મર્ડર વગરનું ‘મર્ડર’ છે. ધારો કે જો દરેક વ્યક્તિ સમલૈંગિક થઇ જાય તો પૃથ્વીનું શું થાય એક જ દાયકામાં સમગ્ર સૃષ્ટિ સર્વનાશ પામી જશે. ન્યુકલર બોમ્બથી જે સંહાર થઇ શકે છે તેના કરતા મોટો સંહાર આવા સંબંધોને કાયદેસરતા આપવાથી થઇ શકે છે. ફરક આટલો જ છે કે બોમ્બથી મરતા અને તડપતા લોકોની બૂમ સાંભળી શકીએ છીએ પરંતુ સમલૈંગિકતાના પડધામાં છુપાયેલો સંહાર આપણે જોઇ શકતા નથી.

સમલૈંગિકતા અપરાધ છે ?
વાસ્તવમાં સમલૈંગિકતા એક વિકૃતિ જ નથી પરંતુ અપરાધ પણ છે. કેમકે સમલૈંગિક વ્યક્તિ પોતાના શારીરિક બંધારણ અને મનોવિજ્ઞાનિક રચનાથી યુદ્ધ છેડે છે. સમલૈંગિકતા એક પ્રકારનો વિદ્રોહ છે. ઇશ્વરે કામાનંદને અધિકાર, ફરજ અને જવાબદારી સાથે સંબંધિત કર્યો હતો. તેના માતા-પિતા દ્વારા આ જવાબદારી અદા કરવાના પરિણામેે જ તેનો જન્મ શક્ય બન્યો છે. હવે તે આ ફરજ અને જવાબદારીઓથી છટકવા વિજાતિ પાત્રથી લગ્ન ના કરે અને સમલૈંગિક સંબંધ સ્થાપિત કરે તો તે પ્રકૃતિથી વિદ્રોહ નહિ તો બીજુ શું છે? બલ્કે સમાજની સાથે બદદાનતી અને નિમકહરામી છે. આવા સંબંધો વ્યક્તિને વંશ અને કુટુંબ સેવાના ગેરલાયક બનાવે છે. કેમ કે આવી વ્યક્તિઓ વડે કુટુંબની રચના શક્ય જ નથી અને કુટુંબ કોઇ પણ સમાજની મૂળભૂત એકમ છે જ્યારે આ એકમ જ વિખેરાઇ જાય તો સમાજનો વિનાશ થવામાં વાર ના લાગે. આવી વ્યક્તિ જો સ્ત્રી હોય તો પોતાની સાથે બીજી સ્ત્રીને પુરૃષત્વમાં અને પુરૃષ હોય તો બીજા પુરૃષને સ્ત્રીત્વમાં લિપ્ત કરે છે. સમૃદ્ધ દેશો અને સમૃદ્ધ કુટુમ્બોમાં આવી માનસિક્તા ધરાવતા લોકો વધુ હોઇ શકે કેમકે તેઓ જવાબદારી વગર જીવનનો આનંદ માણવા માગે છે. સમલૈંગિક માનસિક્તા વિકાસની પાંખ નથી બલ્કે વિનાશભણી ઉડ્ડયન છે. તે સભ્યતાનો વિકાસ નહીં પર તરાપ સમાન છે. તે અતાર્કિક અને હરામ છે.

સમલૈંગિકતાનું ઐતિહાસિક અધ્યયન :
સમલૈંગિકતા એ ૨૧મી સદીનો નવો પ્રશ્ન નથી. પ્રાચીન સમયમાં પણ આવી વિકૃત વ્યક્તિઓ અસ્તિત્વ ધરાવતી હતી. હિંદુ ધર્મના લોકોએ જ્યારે આવા સંબંધોનો વિરોધ કરતા કહ્યું કે સમલૈંગિકતા ભારતીય સંસ્કૃતિની વિરૂદ્ધ છે તો કેટલાક સેક્યુલરીસ્ટોએ ‘ખજૂરાહો’નો દાખલા ટાંકતા જણાવ્યું કે આવા ચિત્રો મૂર્તિઓનું અસ્તિત્વ શું ભારતીય સંસ્કૃતિનો ભાગ નથી? અથવા શ્રીશ્રી રવિશંકરે જે કહ્યું કે શિવ અને વિષ્ણું (મોહીની અને અર્ધનારીશ્વરના રૃપમાં) સમલૈંગિક હતા. તેથી આ દાખલા સમલૈંગિકતાને યોગ્ય ઠેરવવા માટે પૂરતા નથી. પ્રાચીન સમયના આવા ચિત્રો માત્ર આટલું જ સૂચવે છે કે તે સમયમાં આવી માનસિક્તા ધરાવતા કળાકાર અને ચિત્રકાર હતા તેનો અર્થ એ કદાપિ નથી કે તેને જનસ્વીકૃતિ પ્રાપ્ત હતી. હું ઉપરના દાખલા બાબતે એટલું જ કહીશું કે તેનો ઉપયોગ પરિપેક્ષ્યથી જુદો કરાઇ રહ્યો છે. માનવ સમાજે ક્યારેય આવા સંબંધોને સ્વીકૃતિ આપી નથી અને વ્યક્તિનો અંતરાત્મા પણ આવા કૃત્યથી ઘૃણા કરે છે. (અંતરાત્માને સાંભળવાની શક્તિ હોય તો) તેથી આવા કૃત્ય ભારતીય સંસ્કૃતિ વિરૂદ્ધ જ નહિં બલ્કે માનવીય સંસ્કૃતિ વિરૂદ્ધ છે. સંસ્કૃતિ અને સભ્યતા કુટુંબ થકી જ વિકાસ પામે છે.

માત્ર યુનાની ફિલસૂફીએ આ ઘૃણાસ્પદ કૃત્યને (અ)નૈતિક ગુણ ગણાવ્યો હતોે અને ત્યાર પછી પશ્ચિમી સંસ્કૃતિએ તેને વેગ આપવા બધા માર્ગો મોકળા કરી દીધા. તેમના માટે કાયદા ઘડાયા અને તેમને વાંધારહિત ઠેરવવામાં આવ્યું. પરંતુ કહેવાય છે કે પશ્ચિમવાદીઓ વેજ્ઞાનિક અભિગમ ધરાવે છે. વિજ્ઞાન જગતમાં પ્રયોગ અને અનુભવને મહત્વનું સ્થાન પ્રાપ્ત છે. આપણે જોવુ જોઇએ કે શું ક્યારે ઇતિહાસમાં આવી સમસ્યા હતી? હતી તો તેમનું શું થયું? “શંુ આ લોકો સુધી પોતાના પુરોગામીઓનો ઇતિહાસ નથી પહોંચ્યો? નૂહની કોમ, આદ, સમૂદ, ઇબ્રાહીમની કોમ, મરયમના લોકો અને તે વસ્તીઓ જેમને ઊટલટાવી દેવામાં આવી…” (સૂરઃતૌબા-૭૦)

આજથી હજારો વર્ષ પહેલા ઇરાક અને ફલસ્તીન વચ્ચેનો એ વિસ્તાર જેને જોર્ડન કહીએ છીએ, જેને બાઇબલમાં ‘સદૂમ’ કહેવામાં આવ્યું છે જે ડ્ઢીટ્ઠઙ્ઘ જીીટ્ઠનો પૂર્વ-દક્ષિણ નજીકનો ભાગ છે ત્યાં એક કોમનું અસ્તિત્વ હતું જેને કુઆર્ને ‘કોમે લૂત’ તરીકે ઓળખાવ્યું છે. દુનિયાની આ સૌથી પહેલી કોમ હતી જેમાં આ સમલૈંગિકતાની વિકૃતિ જોવા મળી હતી. “અને લૂતને અમે પયગંબર બનાવીને મોકલ્યો. પછી યાદ કરો જ્યારે તેણે પોતાની કોમને કહ્યું, શું તમે એવા નિર્લજ્જ થઇ ગયા છો કે તે શરમજનક કૃત્ય કરો છો જે તમારા પહેલા દુનિયામાં કોઇએ નથી કર્યું?” (સૂરઃઆ’રાફ-૮૦)

આ લોકોમાં આ કુટેવ તેની પરાકાષ્ટાએ પહોંચી ગઇ હતી. તેની સુધારણા માટે ઇશ્વરે તેના દૂત હઝરત લૂત અલૈ.ને મોકલ્યા હતા. આ લોકો આટલા નિર્લજ્જ, અનૈતિક થઇ ગયા હતા કે કોઇ સજ્જન વ્યક્તિને વસ્તીમાં પસંદ જ નહોતા કરતા. (કેમકે તે રહેશે તો તેમને ટકોર કરતા રહેશે). સુધારણાની પુકારને તેઓ નાપસંદ કરતા હતા અને પવિત્રતાને જડમૂળથી ઉખેડી ફેંકવા માગતા હતા. તે સમય તેઓ પોતાની જાતને આધુનિકવાદી સમજતા હશે અને સજ્જન લોકોને જુનવણી, રૃઢિચુસ્ત કે કબાબમાં હડ્ડી જેવા સમજતા હશે. આજની પરિસ્થિતિ પણ એવી છે વાસ્તવમાં આ લોકો પોતે આધુનિક્તાવાદી નથી બલ્કે જુનવણી માનસિકતા ધરાવનાર છે. અને અજાણે સંસ્કૃતિને વિનાશ તરફ નોતરી રહ્યા છે. તે લોકો પણ સજ્જન વ્યક્તિને સ્વીકાર નહોતા કરતા અને આજના સમલૈંગિક લોકો પણ નૈતિકતાની વાત કરતી વ્યક્તિને સહન નથી કરી શકતા. “પરંતુ તેની કોમનો જવાબ એ સિવાય કંઇ ન હતો કે, કાઢી મૂકો આ લોકોને પોતાની વસ્તીઓમાંથી, ખૂબ પવિત્રચારી બને છે આ!” (સૂરઃઆ’રાફ-૮૨)

સમલૈંગિક વ્યક્તિના જીવનમાં દૃષ્ટિપાત કરશો તો તમને જણાઇ આવશે કે તેઓ કેટલા અભદ્ર હોય છે. આવા કૃત્ય સામુહિક રીતે કરતા પણ અચકાતા નથી. જેને લોકો હરામ કૃત્યથી એટલા ટેવાઇ ગયેલા કે તેને પ્રાપ્ત કરવું તેમનો એકમાત્ર જીવન ઉદ્દેશ્ય બની ગયો હતો. કોઇ અજનબી વ્યક્તિ જો તેમની વસ્તીમાં આવતી તો તે પણ બળજબરી તેમના વાસનાનો ભોગ બનતી.

“(તે મહેમાનો આવું હતું કે) તેની કોમના લોકો એકદમ તેના ઘર તરફ દોડી ગયા. પહેલાથી જ તેઓ આવા કુકર્મોથી ટેવાયેલા હતા.” (સૂરઃહૂદ-૭૮)

લૂત અલૈ.એ જ્યારે તેમને ઇશ્વરની અવજ્ઞાથી અને આવા કૃત્ય કરવા બદલ ચેતવ્યા તો તેમણે કહ્યું, “…પછી કોઇ જવાબ તેની કોમ પાસે એ સિવાય ન હતો કે તેણે કહ્યું, લઇ આવ અલ્લાહની યાતના જો તું સાચો છે.” (સૂરઃઅન્કબૂત-૨૯). પછી જોઇલો આ કોમનું શું થયું. અલ્લાહના પ્રકોપે તેમનેે આવરી લીધો, “અને તે કોમ ઉપર વરસાવી અને વર્ષા પછી જુઓ કે તે અપરાધીઓનું શું પરિણામ આવ્યું.” (સૂરઃઆ’રાફ-૮૪).

આ પ્રકોપનો ભોગ માત્ર તે લોકો જ નહોતા બન્યા જેઓ આ કૃત્ય આચરનારા હતા બલ્કે તેમના સપોટર પણ ભોગ બન્યા. કુઆર્ન તેનો ઉલ્લેખ કરતા કહે છે, “છેવટે અમે લૂત અને તેના ઘરવાળાઓને – તેની પત્નીને છોડીને, જે પાછળ રહી જનારાઓમાંથી હતી – બચાવીને કાઢી લીધા.” (સૂરઃઆ’રાફ-૮૩). “…અમે, તેની પત્ની સિવાય તેને અને તેના બધા કુટુંબીજનોને બચાવી લીઇશું. તેની પત્ની પાછળ રહી જનારાઓ પૈકી હતી.” (સૂરઅનક્બૂત-૩૨)

આજે આ વિસ્તારનું અસ્તિત્વ છે જે મક્કાથી સીરીયા અને ઇરાકથી ઇજિપ્ત જતા રસ્તામાં આવે છે. ભુગોળશાસ્ત્રીઓ કહે છે કે આજેય આ વિસ્તારનો એક ભાગ એટલો વિરાન છે કે દુનિયામાં બીજે ક્યાંય એવું નથી. ટોકરીમાં અમુક ફળ સડેલા હોય અને અમુક સારા હોય તો એ શક્ય છે કે તે ટોકરીને ખેડૂત રાખી મૂકે પરંતુ જ્યારે બધા જ ફળોને સડો લાગી ગયો હોય તો તેનેે ફેંકી દેવા સિવાય બીજો કોઇ વિકલ્પ હોતો નથી આવી જ રીતે જ્યારે કોઇ માંથી નૈતિકતા અને લાજ શરમ મૃત્ય પામે છે. ત્યારે અલ્લાહ પણ તેને નષ્ટ કરી દે છે. કુઆર્ન કહે છે, “અને અમે તે વસ્તીના લોકો ઉપર આકાશમાંથી યાતના (અઝાબ) ઊતારવાના છીએ, તે દુરાચારના કારણે જે તેઓ કરતા રહ્યાં છે.” (સૂરઃઅન્કબૂત-૩૫), “અને અમે તે વસ્તીને ઉપર-તળે કરીને મૂકી દીધી અને તેમના ઉપર પાકેલી માટીના પથ્થરોની વર્ષા વરસાવી દીધી.” (સૂરઃહિજ્ર–૭૪)

સરકારની જવાબદારી :
જેમના હાથમાં સત્તા છે તેમની જવાબદારી છે કે તેઓ સમાજમાં નૈતિકતા ફેલાવે અને એવા બધા કૃત્યને નાથવા કાયદા બનાવે જે સમાજને પતન તરફ નોતરે છે. બળાત્કાર અને વ્યભિચારની જેમ આવા કૃત્ય કરનારાઓ માટે સખ્ત સજાની જોગવાઇ હોવી જોઇએ. ઇસ્લામે આવા કૃત્યોને સખ્ત નાપસંદ જ નથી કર્યું બલ્કે તેના માટે કડક સજાની જોગવાઇ પણ કરી છે.

હઝરત પયગમ્બર મુહમ્મદ સ.અ.વ.ના જમાનામાં એવો કોઇ દાખલો મળતો નથી જેથી તેના માટે સજાની ચોક્કસ રીત દર્શાવી હોય પરંતુ તેની ગંભીરતા અને કુઆર્ન અને હદીસના શિક્ષણના પ્રકાશમાં ધર્મશાસ્ત્રીઓએ સજા રૃપે સંગસાર (પત્થર મારી મારીને હલાક) કરવું, ઊંચે પર્વતની ચોંટી પરથી ફેંકવું અથવા બીજી કોઇ શિક્ષાત્મક સજાનું નિર્દેશ કર્યું છે. મુહમ્મદ સ.અ.વ.એ ફરમાવ્યું, “(સમલૈંગિક) કૃત્ય કરનારા અને આચરનારા બંનેને કત્લ કરવામાં આવે.” એક બીજી જગ્યા પર છે, “ઉપર અને નીચેવાળા બંનેને સંગસાર કરવામાં આવે.”

ઇસ્લામે તો સ્ત્રીઓ સાથે પણ અપ્રાકૃતિક સંભોગ કરવા અને માસિકના સમયગાળા દરમિયાન સંભોગ કરવા માટે પ્રતિબંધ લાદયું છે. પયગમ્બર મુહમ્મદ (સ.અ.વ.)એ ફરમાવ્યું “જેમણે હેઝ (માસિક) સમયગાળામાં સ્ત્રીથી સંભોગ કર્યો અથવા સ્ત્રી સાથે કૌમે લૂત જેવુ કૃત્ય કર્યું, જ્યોતિષ પાસે ગયો અને તેમની વાતોને સાચી માની તેમણે તે શિક્ષણનો ઇન્કાર કર્યો જે મુહમ્મદ (સ.અ.વ.) લાવ્યા છે.” (તિર્મિજી)

અંતે :
ધાર્મિક લોકો અથવા જે લોકોમાં આંતરાત્માની પુકાર સાંભળવાની ક્ષમતા છે મને એટલો તો વિશ્વાસ છે કે તેઓ આવા કૃત્યો નહીં કરે પરંતુ આ લેખ તો એવા લોકોની ભલાઇ માટે લખ્યો છે જેઓ તેને યોગ્ય ઠેરવે છે. અથવા આવા લોકોની સપોર્ટ કરે છે. સમાજે ક્યારે આવા કૃત્યને ચલાવી ન લેવુ જોઇએ. આવી માનસિક્તા કેમ નિર્માણ પામે છે તેનું સુક્ષ્મ નિરીક્ષણ થવું જોઇએ અને તેનો યોગ્ય ઉપચાર શોધવો જોઇએ. આવા કૃત્યથી પશ્ચાતાપ કરી ઇશ્વરીય માર્ગ ઉપર ચાલવામાં જ આપણા બધાની દુનિયા આખેરતની ભલાઇ છે. અને અંતમાં મારા તરફથી આપણા કૃપાળુ પાલનહારનો સંદેશ કુઆર્નના શબ્દોમાં આપવા માંગુ છું, “… ભાઇએ! તમે પોતે જ વિચારો કે જો હું પોતાના રબ તરફથી એક સ્પષ્ટ પુરાવા ઉપર હતો અને પછી તેણે મને પોતાના પાસેથી ઉત્તમ રોજી પણ પ્રદાન કરી, (તો તે પછી હું તમારી પથભ્રષ્ટતાઓ અને હરામખોરીઓમાં તમારો સાથ કઇ રીતે આપી શકું છું?) અને હું કદાપિ એવું નથી ઇચ્છતો કે જે વાતોથી હું તમને રોકું છું, તેનું હું પોતે જ આચરણ કરૃ. હું તો સુધારણા કરવા ચાહું છું જ્યાં સુધી મારી શક્તિ હોય, અને આ જે કંઇ હું કરવા ચાહું છું તે બધી વસ્તુઓ અલ્લાહના યોગદાન ઉપર નિર્ભર છે. તેના ઉપર જ મેં ભરોસો કર્યો અને દરેક મામલામાં તેના તરફ રજૂ કરૃં છું. અને હે મારી કોમના ભાઇઓ! મારા વિરૂદ્ધ તમારો હઠાગ્રહ તમને ક્યાંક એ સ્થિતિએ ન પહોંચાડી દે કે છેવટે તમારા ઉપર પણ એ જ યાતના આવીને રહે જે નૂહ કે સાલેહની કોમ ઉપર આવી હતી, અને લૂતની કોમ તો તમારાથી કંઇ વધુ દૂર પણ નથી. જુઓ, પોતાના રબથી માફી માગો અને તેના તરફ પાછા ફરો, નિઃસંદેહ મારો રબ દયાળુ છે અને પોતાના પેદા કરેલા સર્જનોને પ્રેમ કરે છે.” (સૂરઃહૂદ-૮૮,૮૯,૯૦)

Email : sahmed.yuva@gmail.com

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments