Tuesday, June 25, 2024
Homeસમાચારસમાજને ધાર્મિક આધાર પર વહેંચવાથી બચવાની જરૂરત : સઆદતુલ્લાહ હુસૈની

સમાજને ધાર્મિક આધાર પર વહેંચવાથી બચવાની જરૂરત : સઆદતુલ્લાહ હુસૈની

જમાઅતે ઇસ્લામી હિંદના અધ્યક્ષ સૈયદ સઆદતુલ્લાહ હુસૈનીની અધ્યક્ષતામાં “2020 ઇન્ટ્રોપેકશન એન્ડ ધ વે અહેડ” વિષય પર એક વેબીનાર આયોજિત કરવામાં આવ્યો. આ વેબીનારમાં જમાઅતના ઉપાધ્યક્ષ પ્રોફેસર સલીમ એન્જીનીયર અને અધિક રાષ્ટ્રીય સચિવ રાજનૈતિક વિશ્લેષક અને ડિપ્લોમેટ ઓ પી શાહ, માનવ અધિકાર કાર્યકર્તા જોન દયાલ, દિલ્હી અલ્પસંખ્યક આયોગના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર ઝફરૂલ ઇસ્લામ ખાન તેમજ અન્ય બુદ્ધિજીવીઓ, પત્રકારો અને વિશ્લેષકો અને ઇતિહાસકારોએ ભાગ લીધો હતો. સઆદતુલ્લાહ હુસૈનીએ કહ્યું કે વર્ષ 2020 ઘણાં કારણોથી યાદ રાખવામાં આવશે. આ આખા વર્ષમાં જ્યાં એક તરફ કોરોના એ કટોકટી સ્થિતિમાં રાખ્યાં, ત્યાં જ સમાજને આનાથી પણ વધારે ભયાનક ભેટ ધ્રુવીકરણના રૂપમાં મળી. કોરોના તો નાબૂદ થઈ જશે, પરંતુ સમાજમાં ધ્રુવીકરણની જે આધારશિલા રાખી દેવામાં આવી છે તે વર્ષો સુધી તકલીફ પહોંચાડતી રહેશે. જો કે ધ્રુવીકરણની નીતિ દુનિયાના ઘણાં દેશોમાં છે, પરંતુ આપણા દેશમાં ખૂબ જ ગતિથી વધી છે. ઘણાં રાજ્યોમાં લવ જેહાદના નામ પર વટહુકમ પસાર કરાવવા, તબ્લિગી જમાઅતને નફરતનો શિકાર બનાવવો આનું સ્પષ્ટ ઉદાહરણ છે જેમાં કોઈ એક ખાસ વર્ગને નિશાનો બનાવવામાં આવ્યો છે. આવનારા વર્ષમાં આપણી સૌથી મોટી જવાબદારી હશે કે આને સંપૂર્ણ રીતે નાબૂદ કરવા માટે સંયુક્ત રૂપે સંઘર્ષ કરવું. વીતેલું આ વર્ષ આપણા માટે સમસ્યાઓ અને મુશ્કેલીઓનો વર્ષ રહ્યો. આમાં લોકડાઉન અને સરકારની નબળી યોજનાએ રાષ્ટ્રીય અર્થવ્યવસ્થાને ખૂબ જ નબળી કરી. આપણે આ વિતેલા વર્ષનો આરંભ સીએએના વિરુદ્ધ આંદોલનથી કરી અને અંત ખેડૂત આંદોલનથી કરી રહ્યા છીએ. આનો સ્પષ્ટ અર્થ છે કે આ વર્ષ આપણી જિંદગીમાં બૂમો અને ધમાલ અને બેચેનીઓનું વર્ષ સાબિત થયું. પ્રોફેસર સલીમ એન્જીનીયર એ તેમના નિવેદનમાં વર્ષ 2020 અને નવા વર્ષની તુલના કરતા કહ્યું કે આપણે સાથે મળીને વિતેલા વર્ષની રાજનૈતિક, સામાજિક અને આર્થિક સમીક્ષા કરવી જોઈએ. જે ગતિવિધિઓ દેશ તથા જનતાના વિકાસમાં સહયોગી બની છે તેમને વધુ સુદ્રઢ બનાવવા અને જે ગતિવિધિઓથી નુકસાન પહોંચ્યું છે તેનાથી બચવાની રૂપરેખા તૈયાર કરવી જોઈએ. વર્ષ 2020માં આપણાં વ્યક્તિગત તેમજ સામૂહિક જીવન પર નકારાત્મક પ્રભાવ રહ્યો. આ વર્ષ મેન્સ્ટ્રીમ મીડિયા ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાનો મોટો હિસ્સો સરકારની પ્રવક્તા બનીને રહી ગયો છે, જ્યારે કે મીડિયા, જનતા અને સરકારની વચ્ચે પુલનું કામ કરે છે અને જનતાની અવાજને સરકાર સુધી પહોંચાડે છે. પરંતુ સોશ્યલ મીડિયા વૈકલ્પિક રૂપે ઊભરેલી દેશની વર્તમાન સ્થિતિનું ખરું પ્રતિનિધિત્વ કર્યું. જો કે અહીંયા પણ ઘણાં માધ્યમે નકારાત્મક પ્રચારનું વલણ અપનાવ્યું, પરંતુ સામૂહિક સ્તરે આનું વલણ સકારાત્મક રહ્યું. જોન દયાલે કહ્યું કે વર્ષ 2020 આર્થિક રૂપે કષ્ટદાયક રહ્યું, આનું અફસોસ જનક પાસું આ છે કે સરકારે આને દૂર કરવાની તરફ કોઈ ધ્યાન ન આપ્યું. ઝફરુલ ઇસ્લામ ખાને કહ્યું કે આ વર્ષ ઘણા અર્થોમાં બેચેન કરવાવાળું રહ્યું. ત્રણથી વધુ મહિના સુધી એન્ટી એનઆરસી આંદોલન ચાલ્યું, લોકડાઉન દરમ્યાન મજૂરોના પ્રવાસનો દર્દ મળ્યો, લાખો લોકોની મોત, ચીનનું આપણી જમીન પર કબ્જો જેવી તકલીફોમાંથી પસાર થવું પડ્યું. આપણે આને ગંભીરતાથી વિચાર કરીને ભવિષ્યમાં આનાથી બચવાનો રસ્તો શોધવો પડશે. ઓ પી શાહે કહ્યું કે આ વર્ષ લોકતંત્રને સખત નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. જનમત વિરુદ્ધ જે રીતે મધ્યપ્રદેશ, કર્ણાટક વગેરેમાં ચૂંટાયેલી સરકારમાં છેદ પાડવામાં આવ્યું તે લોકતંત્ર પર ઘા છે. જમ્મુ કાશ્મીરના મામલમાં ત્યાંના લોકોને અંધારામાં રાખી 370 જેવા મુદ્દા પર એકતરફી નિર્ણય લેવામાં આવ્યો. આ નિર્ણય પહેલા તેમને વિશ્વાસમાં લેવા જોઈતા હતા.

મીડિયા વિભાગ, જમાઅતે ઇસ્લામી હિંદ દ્વારા જારી


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments