Thursday, March 28, 2024
Homeસમાચારહ્યુમન વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા યુજી પીજી શિષ્યવૃત્તિ જાહેર: દેશના ૧૮ રાજ્યોના વિદ્યાર્થીઓ...

હ્યુમન વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા યુજી પીજી શિષ્યવૃત્તિ જાહેર: દેશના ૧૮ રાજ્યોના વિદ્યાર્થીઓ ૩૧ ઓક્ટોબર સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકશે

દેશની નીતિ નિર્માણ સંસ્થાઓમાં રિસર્ચને પ્રોત્સાહન આપવું અમારું લક્ષ્ય : સલીમુલ્લાહ ખાન

નવી દિલ્હી : (પ્રેસ રિલીઝ) હ્યુમન વેલ્ફેર ફાઉન્ડેશને તેની યૂજી પીજી સ્કોલરશીપની જાહેરાત કરી છે. ફોર્મ ભરવા ઇચ્છુક વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થિનીઓ તા. ૩૧ ઓક્ટોબર સુધી http://www.hwfindia.orgની વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરી શકે છે. આ સ્કોલરશીપની મહત્વની વાત આ છે કે આ હ્યુમેનીટીઝના વિષયો પર અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ માટે ખાસ છે. એલએલબી અને એલએલએમ કરવાવાળા પણ આ સ્કોલરશીપ માટે અરજી કરી શકે છે. વિઝન ૨૦૨૬નું માનવું છે કે બંધારણીય લોકતંત્રમાં જો અધિકાર ઈચ્છતા હોવ તો સમાજમાં વકીલ પણ પેદા કરવા પડશે.

આ સ્કોલરશીપ દેશના ૧૮ રાજ્યો દિલ્હી, હરિયાણા, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, પંજાબ, રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, આસામ, મણિપુર, ત્રિપુરા, નાગાલેન્ડ, મિઝોરમ, મેઘાલય અને અરૂણાચલ પ્રદેશના વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે. કયા વિષય અને કયા કોર્સ માટે સ્કોલરશીપ આપવામાં આવે છે તેની વિગતવાર માહિતી માટે વેબ સાઈટની મુલાકાત લેવી.

સ્કોલરશીપ કંઇક આ રીતે છે કે છેલ્લા કોર્સમાં તમારી ટકાવારી 55 ટકાથી ઓછી ન હોવી જોઈએ, જે કોર્સ માટે તમે અરજી કરવા ઈચ્છો છો તેમાં તમે પ્રવેશ લઈ ચૂક્યા હોવા જોઈએ, તમામ સ્કોલરશીપ કોર્સના પહેલા વર્ષથી શરૂ થશે, પસંદગી ફક્ત ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે, ફોર્મ ફક્ત ઓનલાઇન જ સ્વીકારવામાં આવશે. વધુ માહિતી માટે ઓફિસ સમયે 01129945999 પર કોલ કરવો.

હ્યુમન વેલફેર ફાઉન્ડેશનના એજ્યુકેશન મેનેજર સલીમ ઉલ્લા ખાને જણાવ્યું કે ફાઉન્ડેશન છેલ્લા ૧૪ વર્ષથી સ્કોલરશીપ આપી રહી છે. ૨૦૦૬માં આની શરુઆત કરવામાં આવી હતી, અમે દર વર્ષે ૫૦૦ લોકોને સ્કોલરશીપ આપીએ છીએ, યુજી કોર્સ માટે વાર્ષિક ૧૦૦૦૦ રૂપિયા અને પીજી કોર્સ માટે વાર્ષિક ૧૫૦૦૦ રૂપિયા આપવામાં આવે છે. દેશની નીતિ નિર્માણ સંસ્થાઓમાં હ્યુમેનીટીઝ વિષયોના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જાય છે. જેને પ્રમોટ કરવું અત્યંત જરૂરી છે, જેથી રિસર્ચ અને એનાલીસિસને પ્રોત્સાહન મળી શકે, આર્ટ સ્ટ્રીમના વિદ્યાર્થીઓને હિંમત મળે.

અમારી આ સ્કોલરશીપની યોજના મેળવવાવાળા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પોતાનો શૈક્ષણિક પ્રવાસ ચાલુ રાખ્યો અને આજે શ્રેષ્ઠ હોદ્દા પર બિરાજમાન છે. બંગાળનો ૧ વિદ્યાર્થી મેજિસ્ટ્રેટ બન્યો. એક બાળક ઇન્સ્પેકટરના હોદ્દા સુધી પહોંચી ગયો. બંગાળના ઘણા બધા બાળકો શિક્ષક બન્યા. એક બાળકી ફાઉન્ડેશનની સ્કોલરશીપની મદદથી ગામની પહેલી ગ્રેજ્યુએટ બની. ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચમાં બાળકો પહોંચ્યા. અન્ય બીજા બાળકોએ પણ અસામાન્ય સફળતા પ્રાપ્ત કરી છે. અમે બધા સાથે સંપર્ક કરીએ છીએ.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments