જો ૧૩ મુદ્દા રોસ્ટરને લાગુ કરવામાં આવ્યું તો ૧૩ માંથી ૯ સેન્ટ્રલ યુનિવર્સિટીઓમાં ૯૦ ટકાથી વધુ આરક્ષિત હોદ્દાઓ બિન-આરક્ષિતમાં બદલાઈ જશે.
આર્થિક આધાર પર અનામત (જો કે અનામતના આધાર ભૂત તર્ક સામાજિક પછાતપણાના તર્કને ધતા બતાવે છે.) ને સફળતાપૂર્વક લાગુ કર્યા પછી, સામાજિક પછાતપણા પર આધારિત અનામત પર વધુ એક હુમલો થયો છે. આ આઘાત ભારતની યુનિવર્સિટીઓ તેમજ કોલેજોમાં પ્રોફેસર્સની નિયુક્તિમાં લાગુ થવાવાળા રોસ્ટર ફોર્મ્યુલાના ફેરફારના રૂપમાં લાગ્યો છે. આનો દુષ્પ્રભાવ સમગ્ર ભારતમાં તે તમામ કોલેજો અને યુનિવર્સિટીઓ પર જોવા મળશે જેને યુજીસી નિયંત્રિત કરે છે.
પાછલો ફોર્મ્યુલા જોકે ૨૦૦ મુદ્દા રોસ્ટરના નામ થી ઓળખવામાં આવે છે, ના માધ્યમથી નિયુક્તીઓમાં અનામત સીટોની ગણતરી માટે કોલેજ/ યુનિવર્સિટીને એક એકમ માનવામાં આવતું હતું. જ્યારે કે નવા ફોર્મ્યુલા પ્રમાણે અનુસૂચિત જાતિ, જનજાતિ, તેમજ અન્ય પછાત વર્ગ અનામતની ગણના વિભાગને એક એકમ માનીને કરવામાં આવશે.
નવા વિભાગવાર રોસ્ટર લાગુ થવાથી કોલેજ, યુનિવર્સિટીની શૈક્ષિક નિયુક્તીઓમાં અનામત લગભગ નાબૂદ થઇ જશે. ૨૦૦ મુદ્દા રોસ્ટર મુજબ કોલેજ/ યુનિવર્સિટીને એકમ માનવામાં આવતું હતું નહી કે વિભાગને. તેમાં કોલેજ યુનિવર્સિટીના તમામ નાના મોટા વિભાગને મેળવીને અનામત સીટોની ગણના કરવામાં આવે છે. આવું આ માટે કરવામાં આવતું હતું કે જેથી નાનામાં નાના વિભાગ જેમાં ફક્ત ચાર જ શિક્ષક હોય, તેમાં પણ અનામત લાગુ થઈ શકે. નવા ૧૩ મુદ્દા રોસ્ટર ફોર્મ્યુલા હેઠળ જેમાં વિભાગને એક માનવામાં આવ્યું છે, તેમાં હવે અનામત ન ફક્ત વિભાગવાર લાગુ થશે બલ્કે આ શૈક્ષણિક હોદ્દાઓ(આસિસ્ટન્ટ પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર, પ્રોફેસર)ના અનુસાર પણ થશે. તેના કારણે મોટી સંખ્યામાં આરક્ષિત પદ અનારક્ષિત કે ઓપન કેટેગરીમાં જતા રહેશે.
ઉદાહરણ તરીકે જો કોઈ વિભાગમાં ૧૪ પદ છે, ત્યારે ત્યાં એસસી, એસટી તેમજ ઓબીસી લાગુ થશે. કેમકે ૨૭ ટકા ઓબીસી અનામત છે તો પહેલી ઓબીસી સાઈટ ત્યારે ભરવામાં આવશે જયારે વિભાગની સાઈઝ 4 હશે. બીજી ઓબીસી અનામત નિયુક્તી માટે વિભાગમાં શિક્ષકોની સંખ્યા ૮ અને ત્રીજી અનામત નિયુક્તી માટે વિભાગમાં સ્વીકૃત પદોની સંખ્યા ૧૨ હોવી આવશ્યક છે. આવી જ રીતે એસસી ૧૬ ટકા અનામત મુજબ એમની માટે પહેલા પદનું સર્જન ત્યારે થશે જયારે વિભાગમાં હોદ્દાઓની સંખ્યા ઓછામાં ઓછી ૭ હશે. અનુસૂચિત જનજાતિના પહેલા અનામત પદનું સર્જન વિભાગમાં હોદ્દાઓની સંખ્યા ૧૪ હશે તો જ થશે. જો પ્રત્યેક વિભાગમાં ૧૪ કે તેનાથી વધુ હોદ્દા હોય તો જૂના ૨૦૦ મુદ્દા ફોર્મ્યુલા તેમજ નવા ૧૩ મુદ્દા ફોર્મ્યુલા હેઠળ બરાબર જ અનામત મળશે. પરંતુ સમસ્યા એ છે કે વધારે પડતા વિભાગોમાં સ્વીકૃત હોદ્દાઓની સંખ્યા સાત જ હોય છે. ખૂબ જ ઓછા વિભાગ એવા હોય છે જેમાં હોદ્દાઓની સંખ્યા ૧૪ કે તેનાથી વધુ છે. આવામાં, નાના નાના વિભાગ જેમાં ચારથી ઓછા શિક્ષકોના હોદ્દા હશે, ત્યાં ક્યારેય પણ અનામત લાગુ નહીં પડે. આવી જ રીતે જો કોઈ વિભાગમાં હોદ્દાઓની સંખ્યા સાતથી ઓછી હશે તો અનુસૂચિત જાતિના અભ્યર્થી માટે કોઈ પદ અનામત નહી હોય. અનુસૂચિત જાતિના અભ્યર્થીને તો ત્યાં સુધી અનામત નહિ મળે જ્યાં સુધી વિભાગમાં પદોની સંખ્યા ૧૪ ના થાય.
ટેબલ-૧

હાલત વધુ ખરાબ થશે જ્યારે આને યુનિવર્સિટીઓમાં લાગુ કરતા સમયે આ એકમનું હજુ વધુ વિભાજન શિક્ષકોના ઉપલબ્ધ હોદ્દાઓ (પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર તેમજ એસોસિએટ પ્રોફેસર)ના સ્તર પર થશે. જો યુનિવર્સિટીના કોઈ વિભાગમાં એસોસિએટ પ્રોફેસર કે આસિસ્ટન્ટ પ્રોફેસરના ત્રણ હોદ્દા નથી તો ત્યાં ક્યારેય પણ અનામત લાગુ નહિ પડે. જો વિભાગ એસોસિએટ પ્રોફેસર ના ૬ હોદ્દા હશે ત્યારે એક હોદ્દો ઓબીસી માટે અનામત રહેશે અને એસસી, એસટી અનામત ક્યારેય પણ લાગુ નહિ થાય. અનુસૂચિત જનજાતિની હાલત તો સૌધી વધુ ખરાબ થશે, કેમકે એમના માટે તો પહેલી સીટ ત્યારે અનામત બનશે જ્યારે કોઈ વિભાગમાં ૧૩ કે તેથી વધુ એસોસિએટ પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસરના હોદ્દાનું સર્જન થશે. અનામતના આ પ્રકારની જરુરતોને ખૂબ જ ઓછા વિભાગ જ પૂરા કરી શકશે અને આ રીતે યુનિવર્સિટીઓમાં અનુસૂચિત જનજાતિનું અનામત સંપૂર્ણ રીતે નાબૂદ થતું નજરે આવશે.
જો તમને લાગે છે કે આ બધું હમણાં દૂર છે તો તમને હાલમાં જ ઇન્દિરા ગાંધી નેશનલ ટ્રાઈબલ યુનિવર્સિટી દ્વારા શિક્ષક પદોની નિયુક્તિ માટે જાહેર કરવામાં આવેલ જાહેરાતનો એક વખત અવશ્ય અભ્યાસ કરવો જોઈએ. (સ્ત્રોત-૧૩, એપ્રિલ-૨૦૧૮ ઇન્ડિયન એક્સપ્રેસ, પેજ-૧૦). તેનાથી તમારી શંકા હકીકત માં બદલાઈ જશે.
નીચેના ફિગર-૧ માં સ્પષ્ટ રીતે બતાડવામાં આવ્યું છે કે જો ૧૩ મુદ્દા રોસ્ટરને લાગુ કરવામાં આવ્યું તો ૯૫ ટકા અનામત સીટો બિન અનામત માં ફેરવાઈ જશે.
ફિગર-૧

ફિગર-૨

ફિગર-૨ માં દેખાડવામાં આવ્યું છે કે કઈ રીતે નવા ફોર્મ્યુલા હેઠળ અનામત સીટોની ગણના કરવાથી લગભગ બધી અનામત સીટો બિન અનામત કોટા માં જતી રહેશે. આ વિશ્લેષણ હાલમાં જ ૦૯ સેન્ટ્રલ યુનિવર્સિટીઓમાં જાહેર થયેલ શિક્ષક ભર્તી જાહેરાતના આધાર પર કરવામાં આવી રહ્યું છે. અંતિમ કોલમને જોતા ખબર પડે છે કે જો વિભાગવાર રોસ્ટર સિસ્ટમ લાગુ કરવામાં આવે તો ૦૯ માંથી ૦૬ કેન્દ્રીય યુનિવર્સિટીઓના ૯૦ટકાથી વધુ હોદ્દાઓ બિન અનામત થઈ જશે.
આ બધું એ હાલતમાં કરવામાં આવી રહ્યું છે, જ્યારે કે ૨૦૦ મુદ્દા રોસ્ટર લાગુ કરવા છતાં પણ અનુસૂચિત જાતિ, જનજાતિ તેમજ ઓબીસીનું પ્રતિનિધિત્વ ઉચ્ચ શિક્ષણ માં ખૂબ જ ન્યુનતમ છે. જો નવા વિભાગવાર રોસ્ટર સિસ્ટમ લાગુ પડે છે તો શિક્ષણના ક્ષેત્રમાં દલિતો, આદિવાસીઓ અને શુદ્રોનું સંપૂર્ણ રીતે નાશ થઈ જશે. આ રીતે જ્ઞાન ઉપાર્જનના ક્ષેત્રમાં સદીઓ જૂની બ્રાહ્મણવાદી મોનોપોલી ફરીથી કાયમ થશે.
હકીકતમાં, પાછલા વર્ષે અલાહાબાદ હાઈકોર્ટએ એક અભ્યર્થીની અરજી પર સુનાવણી કરતા ૨૦૦ મુદ્દા રોસ્ટરને ૧૩ મુદ્દા રોસ્ટર કરી દેવાનો આદેશ યુજીસી ને આપ્યો હતો. (તારીખ ૦૭/૦૪/૨૦૧૬, વિવેકાનંદ તિવારી બનામ ભારત સરકાર, રીત નંબર ૪૩૨૬૦)
આ આદેશ પછી, યુજીસી ને તો માનો મુંહ માંગી મુરાદ મળી ગઈ હોય. તેણે જેમ-તેમમાં ન્યાયાલયના આદેશને લાગુ કરી દીધો. પરંતુ તિવ્ર વિરોધ પ્રદર્શનો પછી સરકારને આ આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ માં જવું પડ્યું. જો કે સરકારે ૨૦૦ મુદ્દા રોસ્ટરની બાબતમાં સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ અરજી દાખલ કરી હતી, પરંતુ કોર્ટે તેને ખારીજ કરી નાખી. સરકાર તરફથી ઢીલાશ પણ આનું એક કારણ બતાડવામાં આવી રહ્યું છે. હવે સરકાર અધ્યાદેશ લાવીને જ ૨૦૦ મુદ્દા રોસ્ટર સિસ્ટમને બચાવી શકે છે. હાલમાં ૧૦ ટકા અનામત જેમાં સામાજિક પછાત પણાને આધાર જ માનવામાં નથી આવ્યું, ને જોઇને નથી લાગતું કે સરકાર એવું કોઈ પગલું ઉપાડશે. આવામાં સશક્ત વિરોધ પ્રદર્શન જ સરકારને આ બાબતમાં અધ્યાદેશ લાવવામાં મજબૂર કરી શકે છે. આવું જ એક અધ્યાદેશ કેન્દ્ર સરકાર હાલમાં જ એસસી એસટી એક્ટને પુનઃસ્થાપિત કરવા માટે લાવી હતી. જેનાથી સરકારે કોર્ટના નિર્ણયને પલટી નાખ્યો હતો. જો એવું નહી થાય તો વિભાગવાર રોસ્ટર દ્વારા આ સરકાર ઉચ્ચ શિક્ષા અનામતને સંપુર્ણ રીતે નાબૂદ કરી નાખશે.
લેખક: દાવા શેરપા (આસિસ્ટન્ટ પ્રોફેસર, દિલ્હી યુનિવર્સિટી) |