Friday, March 29, 2024
Homeસમાચારજાગૃત મહિલાઓ દ્વારા શહેર સ્તરે “પરિવાર બચાવ સમિતિ”ની રચના

જાગૃત મહિલાઓ દ્વારા શહેર સ્તરે “પરિવાર બચાવ સમિતિ”ની રચના

અહમદાબાદ,

આઇશા આત્મહત્યાની ઘટના પછી સમગ્ર દેશમાં અને ખાસ કરીને મુસ્લિમ સમુદાયમાં દુઃખ અને આક્રોશનું વાતાવરણ વ્યાપી ગયેલ છે.

પરિવાર બચાવ સમિતિ” સમગ્ર શહેરમાં 4 મોટા કાર્યક્રમો અને નાની-નાની મહોલ્લા સભાઓનું આયોજન કરશે

કોઈ પણ ભેદભાવ વગર સમગ્ર મુસ્લિમ સમુદાય તરફથી સમિતિનો સહકાર કરવાની અપીલ કરવામાં આવી.

એક બાજુ વિખેરાતા પરિવાર, સમાજની બગડતી પરિસ્થિતિ અને નૈતિક પતન ચર્ચાના વિષય બનેલા છે. જ્યારે બીજી તરફ વર્તમાન સ્થિતિ એક આયોજનબદ્ધ અને અસરકારક કાર્યનીતિનો તકાદો કરી રહી છે. આ જ વિચાર સાથે 4 માર્ચ 2021, ગુરુવારના રોજ, જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાતના પ્રાદેશિક કાર્યાલય પર મુસ્લિમ સમુદાયની હિંમતવાન, ઉત્સાહી અને જાગૃત મહિલાઓની બેઠક મળી હતી. જેમાં સમાજને સારા બનાવવા માટે ચર્ચા કરવામાં આવી અને “પરિવાર બચાવ સમિતિ”ના નામે એક સંયુક્ત ફોરમ બનાવવામાં આવ્યું. આ સમિતિ દેશ અને મુસ્લિમ સમુદાયની મહિલાઓના માર્ગદર્શન અને તેમની સમસ્યાઓના નિરાકરણ માટે પ્રયત્નો કરશે.

આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે તરત “પરિવાર બચાવ સમિતિ” સમગ્ર શહેરમાં 4 મોટા કાર્યક્રમો અને નાની-નાની મહોલ્લા સભાઓનું આયોજન કરશે. આની સાથે જ ઘરેલુ વાદ-વિવાદના નિરાકરણ માટે ફેમીલી કાઉન્સિલીંગ સેન્ટર્સની સ્થાપના કરવામાં આવશે અને પહેલાંથી કાર્યરત્ સેન્ટર્સને વધુ મજબૂત બનાવવાના પ્રયત્નો કરવામાં આવશે. આના સિવાય જાગૃતિ અને પ્રશિક્ષણ માટે પ્રી-પોસ્ટ મેરેજ કાર્યક્રમ પણ કરવામાં આવશે. આશા છે કે કોઈ પણ ભેદભાવ વગર સમગ્ર મુસ્લિમ સમુદાય તરફથી સમિતિનો સહકાર કરવામાં આવશે.

ઉપરોક્ત સમિતિમાં નીચે મુજબના સભ્યોની નિમણૂંક કરવામાં આવી છે.

કારોબારી સમિતિ:
કન્વીનર: અરિફા પરવીન (સચિવ મહિલા વિભાગ, જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાત), સહ કન્વીનર: પ્રોફેસર મેહરુન્નિસા દેસાઈ (અમવા), નૂરજહાં દિવાન (અનહદ), ફહમિદા કુરેશી (પ્રમુખ, ગર્લ્સ ઇસ્લામિક ઓર્ગનાઈઝેશન ગુજરાત)

કારોબારી સમિતિના સભ્યો:
એડવોકેટ અમન શેખ, (એડવોકેટ, ગુજરાત હાઇકોર્ટ), શાઝિયા શેઠ શેખ (આલેમા-ફાઝેલા), સુમૈયા વ્હોરા (આલેમા-ફાઝેલા), શહાના હમીદ ખાન (સામાજિક કાર્યકર), અફસરજહાં અન્સારી (સામાજિક કાર્યકર), વરેસા શેખ (સામાજિક કાર્યકર), પઠાણ નૂરજહાં (વાઇસ પ્રિન્સિપાલ, સુફફા ઇંગ્લિશ સ્કૂલ), જમિલા ખાન (પ્રમુખ, વેલ્ફેર પાર્ટી અમદાવાદ), સમીમ ખાન (પ્રિન્સ એજ્યુકેશન ટ્રસ્ટ), નસીમ શેઠ (જન વિકાસ), ફિરદોસ શેઠ (સામાજિક કાર્યકર), મુનવવર સુલતાના (નાઝીમા શોબે ખ્વાતીન, જેઆઈએચ અમદાવાદ), કૌસરબેન મિર્ઝા (સામાજિક કાર્યકર), અમીના શેખ (સામાજિક કાર્યકર), કૌસર શેખ (ઇન્ચાર્જ, નાગરિક વિકાસ કેન્દ્ર અમદાવાદ પૂર્વ)


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments